|
|
Line 51: |
Line 51: |
| |next = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ | | |next = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ |
| }} | | }} |
|
| |
| == મુંબઈનગરી ==
| |
|
| |
| <poem>
| |
| ચલ મન મુંબઈનગરી,
| |
| જોવા પુચ્છ વિનાની મગરી!
| |
|
| |
| જ્યાં માનવ સૌ ચિત્રો જેવાં,
| |
| વગર પિછાને મિત્રો જેવાં;
| |
| નહીં પેટી, નહીં બિસ્ત્રો લેવાં,
| |
| આ તીરથની જાત્રા છે ના અઘરી!
| |
|
| |
| સિમેન્ટ, ક્રૉંક્રીટ, કાચ, શિલા,
| |
| તાર, બોલ્ટ, રિવેટ, સ્ક્રૂ, ખીલા;
| |
| ઇન્દ્રજાલની ભૂલવે લીલા
| |
| એવી આ શું હોય સ્વર્ગની સામગ્રી!
| |
|
| |
| રસ્તે રસ્તે ઊગે ઘાસ
| |
| કે પરવાળાં બાંધે વાસ
| |
| તે પ્હેલાં જોવાની આશ
| |
| હોય તને તો કાળ રહ્યો છે કગરી!
| |
| </poem>
| |
|
| |
| == આધુનિક અરણ્ય ==
| |
|
| |
| <poem>
| |
| અરણ્ય, જન જ્યાં અગણ્ય પશુ હિંસ્ર શાં ઘૂમતાં;
| |
| શિલા શત, સિમેન્ટ, કાચ વળી કાંકરેટે રચ્યું;
| |
| (અને નભ થકીય ઇન્દ્રધનુ લોહનું હ્યાં લચ્યું!)
| |
| વનસ્પતિ નહીં, ન વેલ, નહીં વૃક્ષ જ્યાં ઝૂમતાં;
| |
| વિહંગ નહીં, રેડિયો ટહુકતો પૂરે વૉલ્યુમે;
| |
| નહીં ઝરણ, શી સરે સડક સ્નિગ્ધ આસ્ફાલ્ટની;
| |
| ન પ્રેત, પણ આ ઇમારત વિચિત્ર કૈં ઘાટની;
| |
| પરીગણ ન, ટ્રામ કાર દિનરાત અહીં તહીં ઘૂમે;
| |
| સર્યા અતલથી નર્યા સજડ આમ થીજ્યા ઠર્યા
| |
| અહીં નરકનીકળ્યા મલિન ઉષ્ણ નિ:શ્વાસ? કે
| |
| કદીક નિજ સ્વપ્નબીજ અહીં વાવિયાં રાક્ષસે
| |
| વિશાલ પરિપક્વ આ સ્વરૂપમાં શું ફાલ્યાં-ફળ્યાં?
| |
| અરણ્ય? છલ આ! રહસ્ય? ભ્રમણે અટૂલો ચડ્યો
| |
| પુરંદર સ્વયં અહીં નહીં શું હોય ભૂલો પડ્યો?
| |
| </poem>
| |
|
| |
| == મ્યૂઝિયમમાં (સિંહને જોઈને) ==
| |
|
| |
| <poem>
| |
| તને હું જોઉં છું,
| |
| અને નહીં, અહીં નહીં,
| |
| જણાય કે ઊભો છું હું વનોમહીં.
| |
|
| |
| તને હું જોઉં છું,
| |
| અને પ્રચંડ ગર્જનો
| |
| સુણાય, થાય શાંતિનાં વિસર્જનો.
| |
|
| |
| તને હું જોઉં છું,
| |
| અને અરણ્ય અંધકારથી ભર્યું
| |
| તહીં શું તેજ માત્ર બે જ નેત્રથી સર્યું.
| |
|
| |
| તને હું જોઉં છું,
| |
| અને સ્વયં કરાલ મૃત્યુકાળ
| |
| રૂપ સિંહનું ધરી ભરી રહ્યો પ્રલંબ ફાળ.
| |
|
| |
| તને હું જોઉં છું,
| |
| અને... નહીં, નહીં, હું જોઉં માત્ર તાહરી પ્રતિકૃતિ;
| |
| તને હું જોઉં છું ન, જોઉં માત્ર સ્વપ્નની જ વિકૃતિ.
| |
| </poem>
| |
|
| |
| == ઝૂમાં (સિંહને જોઈને) ==
| |
|
| |
| <poem>
| |
| એ છલંગ, એ જ ન્હોર,
| |
| નેત્રમાંય એ જ તેજ, એ જ તૉર,
| |
| એ ઝનૂન,
| |
| એ જ તીક્ષ્ણ દંત છે ચહંત એ જ ખૂન,
| |
| પૌરુષે પ્રપૂર્ણ એ જ રોમરોમ,
| |
| રે પરંતુ ચોગમે નથી વિશાલ વન્યભોમ.
| |
|
| |
| પિંજરે પૂરી તને જણાવશું
| |
| સમાજની કળા બધીય, સભ્યતા ભણાવશું,
| |
| અને બધાંય માનવી અમે થશું
| |
| તને જ જોઈ જોઈ સભ્યતા થકી પશુ.
| |
| </poem>
| |
|
| |
| == ઍક્વેરિયમમાં ==
| |
|
| |
| <poem>
| |
| તરે છ માછલી,
| |
| ન જિંદગી સ્મરે છ પાછલી?
| |
|
| |
| અહીં પ્રકાશ,
| |
| કિંતુ સૂર્યનો નહીં, નિયૉન-પાશ;
| |
| ને સમુદ્રનું જ જલ
| |
| પરંતુ અહીં તરંગનું ન બલ.
| |
|
| |
| નેત્રરાંકડી છતાંય પુચ્છવાંકડી,
| |
| ન જાણતી કે સૃષ્ટિ સાંકડી
| |
| અહીં કઠોર, કાંકરેટ કાચની,
| |
| નઠોર, જૂઠ, સૃષ્ટિ આ ન સાચની.
| |
|
| |
| વેંતવેંતમાં જ ગાઉ ગાઉ માપવા
| |
| અને ન ક્યાંય પ્હોંચવું,
| |
| સદાય વેગમાં જ પંથ કાપવા,
| |
| ન થોભવું, ન શોચવું.
| |
|
| |
| મનુષ્ય (કાચ પાર હું સમાં ઘણાં અહીં ફરે
| |
| ન કોઈ જેમનાં પ્રદર્શનો ભરે!)
| |
| કને જ આ કલા ભણી,
| |
| અગમ્ય શી ગણી.
| |
|
| |
| તરે છ માછલી,
| |
| ન જિંદગી સ્મરે છ પાછલી!
| |
| </poem>
| |
|
| |
| == ઍરોડ્રોમ પર ==
| |
|
| |
| <poem>
| |
| આ વિહંગ,
| |
| શું વિરાટ, તીક્ષ્ણ તેજ, સ્નિગ્ધ અંગ અંગ;
| |
| શી પ્રલંબ ફાળ!
| |
| પર્ણહીન વૃક્ષની અહીં વિશાળ ડાળ
| |
| તે પરે કરે વિરામ, તે ક્ષણેય પાંખ તો પ્રસારતું,
| |
| વિહાર વેગવંત દૂર ઓ... સુદૂર,
| |
| ઊડવું જ ઊડવું, ન ધૈર્ય ધારતું;
| |
| ન નીડમાં, નભે જ ગીત ગાય એકસૂર;
| |
| સ્હેલતું, સદાય સ્હેલતું,
| |
| પરંતુ શું સુભાગ્ય કે ઈંડું ન મેલતું!
| |
| </poem>
| |
|
| |
| == કાફેમાં ==
| |
|
| |
| <poem>
| |
| કાફેમહીં મંદ પ્રવેશતી, યથા
| |
| સમુદ્રનાં રુદ્ર તૂફાન સૌ સહી
| |
| કો ભગ્ન નૌકા તટ નાંગરી રહી;
| |
| કૉફી નહીં, ત્યાં કપમાં હતી વ્યથા.
| |
| </poem>
| |
|
| |
| == ફૉકલૅન્ડ રોડ ==
| |
|
| |
| <poem>
| |
| વાલકેશ્વરે જે કહ્યું સ્નેહલગ્ન
| |
| એનું અહીં માત્ર સ્વરૂપ નગ્ન;
| |
| ન દેવ કોઈ, નહીં કોઈ દાનવી,
| |
| આ લોકને તો સહુ માત્ર માનવી.
| |
| </poem>
| |
|
| |
| == ફ્લોરા ફાઉન્ટન ==
| |
|
| |
| <poem>
| |
| કાચકાંકરેટના અનન્ય કાનને,
| |
| સદાય શાંત, સ્વસ્થ, આશવંત આનને
| |
| ઊભી છ વિશ્વમાલણી, વસંતસ્વપ્ન નેત્રમાં અમૂલ;
| |
| બેઉ હાથમાં ધર્યાં છ શલ્યફૂલ;
| |
| ચારકોર લોહનાં પતંગિયાં ભમી રહ્યાં,
| |
| અચેત જે પરે અનેક જંતુડાં રમી રહ્યાં.
| |
| </poem>
| |
|
| |
| == ફાઉન્ટનના બસસ્ટૉપ પર ==
| |
|
| |
| <poem>
| |
| અહીં વહી રહી હવામહીં અનન્ય વાસ,
| |
| એક તો લઈ જુઓ જરીક શ્વાસ!
| |
| અનન્ય કે અજાણ ડેન્ટિને ન’તી, હતી ન પારકી,
| |
| હતો પ્રવાસ એહનોય તે (સુભાગ્યવંત!) નારકી.
| |
| અહીં ન હૉસ્પિટલ, ન સ્લૉટર હાઉસ, ને વળી નથી સ્મશાન,
| |
| તે છતાં અહીં હવા છ ઉષ્ણ, મ્લાન.
| |
| ખીલતાં અહીં ન ફૂલ,
| |
| એટલે જ તો કદીક એમનાં પ્રદર્શનો
| |
| ભરાય, એકસાથ ફાલ જ્યાં સમગ્ર વર્ષનો;
| |
| છતાંય મોસમો બધી કળાય છે, ન થાય ભૂલ,
| |
| ફૂલથી નહીં, ન શીત-લૂ થકી,
| |
| પરંતુ સ્મૉલપૉક્સ, ટાઇફૉઇડ, ફ્લૂ થકી.
| |
| ઊગ્યાં છ એમ તો અહીંય (ભૂલથી જ?) જૂજ વૃક્ષ,
| |
| વ્યર્થ? ને વિચિત્ર? ના, કદાચ એ જ એક આશ
| |
| કે હજી થયો ન સર્વનાશ;
| |
| કિન્તુ સર્વ સંગનો સુયોગ લાધતાં વિરૂપ, રુક્ષ,
| |
| શૂન્ય મ્હેફિલો સમાં, જહીં ન ગુંજતાં વસંતના સ્વરે
| |
| વિહંગવાદકો (અહીં કશું ન મુક્ત, સૌ વસે છ ચીડિયાઘરે);
| |
| સદાય નિ:સહાય ને લજાય કિંતુ ક્યાં લપાય?
| |
| એમને મળ્યા નહીં મનુષ્ય જેમ પાય,
| |
| જો મળ્યા જ હોત, ક્યારનાં થયાં ન હોત ચાલતાં?
| |
| શિલાસિમેન્ટલોહકાચકાંકરેટ પાસ વામણાં, વિશેષ સાલતાં.
| |
| અહીં જનાવરો કરે ન આવજાવ એમ સ્પષ્ટ છે નિયમ,
| |
| અપાર એમની ભણી સહાનુભૂતિ, સ્નેહ; ઝૂ રચ્યું, રચ્યું
| |
| :::::: છ મ્યૂઝિયમ.
| |
| છતાં અહીં વહી રહી હવામહીં અનન્ય વાસ!
| |
| આ હવા નથી, અગણ્ય આ નિસાસ,
| |
| જે અહીં તહીં સદા ભમે, નભે ન નિર્ગમે,
| |
| ગ્રસે વિશાલ જાલ ટ્રામના અનેક તારની, કદીય ના શમે.
| |
| નિસાસ? હા, અસંખ્ય લોકના નિસાસ માત્ર,
| |
| સાથ તીવ્ર આર્તિના સ્વરો નહીં, ન ચીસ કે ન બૂમ,
| |
| જે બધું સુણ્યું હતું જ જ્યેષ્ઠ પાંડવે,
| |
| સુણાય એવું ના કશુંય આ અનન્ય તાંડવે;
| |
| અવાક વાહનો ય, મૌન હ્યાં વિરાટરૂપ; શીતશાંત સર્વ ગાત્ર
| |
| ગ્રીષ્મમાં ય, સ્વેદસિક્ત; અગ્નિ ના છતાંય ધૂમ!
| |
| કોણ આ અસંખ્ય લોક નિત્ય જાય હારબંધ?
| |
| પૂડલે પડ્યો શું પ્હાણ? મક્ષિકા સહસ્ર શું ઘૂમંત ક્રોધમાં?
| |
| ’થવા અલોપ અગ્રણી થતાં સદાય એહની જ શોધમાં?
| |
| હશે શું સર્વ અંધ?
| |
| નેત્રમાં વિલાય તેજ?
| |
| એકમેકની પૂંઠે થતાં, જતાં ખભેખભા ઘસી;
| |
| છતાં ન કંપ, સ્પર્શથી ન સેતુ એક બે જ વેંત દૂર બે ઉરો રચે,
| |
| સમીપમાં જ તારઑફિસે રચાય જે ક્ષણેકમાં હજાર માઈલો વચે.
| |
| ભર્યો છ અંતરે અપાર ભેજ;
| |
| ધુમ્મસે છવાયલું, ન આંધી ના તૂફાન,
| |
| ચિત્તનું હજીય મંદ વાયુમાન.
| |
| સર્વ આ કઈ દિશા ભણી રહ્યાં ધસી?
| |
| સવેગ શી ગતિ!
| |
| તમિસ્રલોકની પ્રતિ?
| |
| હજી ન સૂર્ય અસ્તમાન, મંદ મંદ પશ્ચિમે શમે,
| |
| પ્રલંબ હોય છાંય સાંજને સમે,
| |
| છતાંય કોણ આ સદાય જેમની જ છાંય ના પડે?
| |
| ન સૂર્યનીય એમ તો કદીય સાંપડે!
| |
| પ્રકાશબિંબ, દર્પણે ન, પથ્થરે પડ્યું શમે, કદીય પાછું ના ફરે,
| |
| પસાર પારદર્શકે પડ્યું સળંગ આરપાર જૈ સરે.
| |
| હશે સ્વયં શું છાંય?
| |
| પ્રેત સર્વ, જેમને ન કાય?
| |
| કે પછી સદેહ કિંતુ નગ્નતા ન વસ્ત્રથી નિવારતાં,
| |
| હશે શું એટલે સદાય જે સુલભ્ય તે સ્વ-છાંય ધારતાં?
| |
| જણાય સર્વનો જુદો સ્વભાવ,
| |
| કોઈને મુખે ન ભાવ,
| |
| કોઈને ક્ષણેકમાં અનેક ભાત ભાતનો;
| |
| અભિન્ન કોઈને સદાય એક જાતનો;
| |
| અશબ્દ કિંતુ સર્વ, એકમેકમાં ન ભેદ,
| |
| વારિના પ્રવાહનો છરી થકી ન શક્ય છેદ;
| |
| સોગઠાં સમાન શેતરંજનાં, સમાન ચાલ,
| |
| હો ભલે જ કોઈ શ્વેત, કોઈ લાલ.
| |
| આભથી ધરા પરે શું અભ્ર હોય ઊતર્યું,
| |
| સ્વરૂપ ગોળ, લંબગોળ કૈં પ્રકારનું ક્ષણે ક્ષણે ધર્યું.
| |
| સમગ્ર આ સમૂહ શો સ્મશાનયાત્રિકો સમો સરે,
| |
| અવાજ માત્ર પાયનો, ગભીર મૌન સૌ મુખે ધરે;
| |
| રહસ્ય મૃત્યુનું ન હોય શું પિછાનતાં,
| |
| ન શોક, શબ્દ ના વિરોધનોય, મૃત્યુને પવિત્ર, દુર્નિવાર માનતાં;
| |
| પરંતુ લાશ તો નથી ખભે, છતાંય લાગતું વજન,
| |
| વિદેહ કો થયું નથી સગું, સ્વજન;
| |
| પરંતુ હા, સુહામણી, સુરમ્ય સ્વપ્નથી ભરી ભરી
| |
| અતીતમાં વિલુપ્ત ‘આજ’ ગૈ સરી!
| |
| સ્વયં હજી જીવંત એ જ એક માત્ર સર્વને પ્રતીતિ,
| |
| કિંતુ જન્મ તો થયો ન વા થયોય હોય એ જ એક ભીતિ,
| |
| એટલે સદાય જન્મનું પ્રમાણપત્ર સાથ રાખતાં,
| |
| ન અન્ય કોઈ એમની કને મતા.
| |
| ન આમ તો કશુંય એકમેકમાં સમાન
| |
| તોય સર્વને ઉરે વિષાદવારુણી,
| |
| ન નીંદ, શાંતિ, હેતુ, હામ કે સ્વમાન;
| |
| જિંદગી અનંત શું કથા ન હોય કારુણી!
| |
| અધન્ય શું કદીક ક્યાંક આચર્યા અધર્મથી?
| |
| અહીં પ્રચંડ શોકપાવકે પડ્યાં અઘોર વાસના-કુકર્મથી?
| |
| સદાય યાતના દહે, સહે છ સર્વ દીન,
| |
| પાપત્રસ્ત, શાપગ્રસ્ત, સર્વ નામહીન.
| |
| કોઈનું ન નામ જાણતો,
| |
| પરંતુ એક વાત તો પ્રમાણતો :
| |
| કદીક બેપતા જહાજના મુસાફરો તણી થશે પ્રસિદ્ધ નામ-આવલિ,
| |
| હશે જ એમનાંય એ વિશે – સમસ્ત દ્વીપ આ કદીક તો થશે
| |
| :::::: સમુદ્રમાં બલિ;
| |
| કદીક આ વિરાટ ગ્રંથ વિશ્વનો સમાપ્ત તો થશે,
| |
| જરૂર એમનાંય નામ ‘છાપભૂલ’માં હશે.
| |
| સમગ્ર આ સમૂહ સ્વપ્નમાં લહું સરી જતો?
| |
| શું એમનું વિચારતાં હું મારું નામ વિસ્મરી જતો!
| |
| અશક્ય હ્યાં સ્મૃતિ,
| |
| અહીં નરી જ વિકૃતિ,
| |
| મને જ હું અજાણ લાગતો,
| |
| ન ખ્યાલ ને રહું પુકારતો : ‘નિરંજન ઓ!’
| |
| થતો ન અર્થ, માત્ર અક્ષરો, કંઈ સ્વરો કંઈક વ્યંજનો;
| |
| સવિસ્મય પ્રતીક્ષતો, રહું જવાબ માગતો,
| |
| ન સ્વપ્ન કે ન જાગૃતિ,
| |
| હવે રહી નહીં ધૃતિ;
| |
| સુણાય શબ્દ : ‘છે ભરો!’,
| |
| જરીક વાર ર્હૈ સુણાય : ‘દો કમી કરો!’;
| |
| અહીં થકીય બસ અનેક છૂટતી,
| |
| છતાંય ક્યૂ ન ખૂટતી;
| |
| મને હું મૂકતો પૂંઠે, અચેત અન્ય ફૂટપાથપે ઢળી જતો,
| |
| અસંખ્ય લોકના સમૂહની (ન ચિત્તની?) ભૂતાવળે ભળી જતો.
| |
| </poem>
| |
|
| |
| == ચર્ચગેટથી લોકલમાં ==
| |
|
| |
| <poem>
| |
| પ્લૅટફૉર્મ ચર્ચગેટ,
| |
| હોય શું ન કોઈ બેટ;
| |
| ચારકોર કાચકાંકરેટલોહનો સમુદ્ર,
| |
| મધ્યમાં અતીવ ક્ષુદ્ર
| |
| હોય શું ન કોઈ બેટ,
| |
| પ્લૅટફૉર્મ ચર્ચગેટ.
| |
|
| |
| ના, તૂફાનનાં ન ચિહ્ન તો હતાં,
| |
| ન ટાઇમ્સમાંય વાયુવર્તમાન ને છતાં
| |
| અનેક જ્હાજકાફલા થયા અલોપ
| |
| (કુદરતે કર્યો ન કોપ);
| |
| આ વિશે ન શબ્દ એકબેય ઇવનિંગ ન્યૂઝમાં છપાય,
| |
| રેડિયોબુલેટિનેય નહીં અપાય.
| |
| ન બૂમ કે ન ચીસ,
| |
| હા, બધા મુસાફરો સજીવ, હ્યાં તણાય;
| |
| એકમાત્ર આપણો જ જીવ જાય જો બચી–
| |
| બધા જ ચિંતવી રહ્યા જણાય;
| |
| દૂર કોઈ લાઇફબોટ? એકમેકને દિયે છ ભીંસ,
| |
| ભીડ શી મચી!
| |
|
| |
| Next Train અઢાર–સત્તરે,
| |
| ઘડી વિશે કલાક ને મિનિટ બેઉ કાંટ છે સ્થિર,
| |
| બધાં જ ચક્ષુ એમનાં સમાં, ઠરંત ત્યાં જ સત્વરે;
| |
| ઘડી બીજી વિશે ફરંત કાંટ, ને થયા અઢાર–પંદર,
| |
| બધાં જ ચર્ણ એમનાં સમાં, ચલંત તાલમાં;
| |
| અહીં શું ભેદ બેઉ કાળ (વર્તમાન ને અનંત)નો છતો થતો ન દૃષ્ટિ, ચાલમાં?
| |
| ઇન્ડિકેટરે લખ્યું છ : Next Train : વાંદરા–વિરાર;
| |
| Stopping At All Stations, થોભશે જ વારવાર;
| |
| કિંતુ આપણે ન થોભવું, ન શોચવું,
| |
| ઘરે જ જેમતેમ પ્હોંચવું;
| |
| વિરાર? વાંદરા?
| |
| શું પ્હોંચવું ઘરે જ પાધરા?
| |
| ઘરે? અરે, ઝગંત નેત્રમાંહી માત્ર ઝાંઝવાં :
| |
| ઘરે નહીં, મરુસ્થલે,
| |
| જહીં અનેક નીંદડૂબ બાળના નિસાસના
| |
| ઘૂમંત ચંડવાત, નિત્ય દાઝવાં;
| |
| જહીં અનેક નારની અતૃપ્ત વાસના
| |
| સદાય તપ્ત વેળુ શી જલે.
| |
|
| |
| અચિંતવી જ ટ્રેન પૂરવેગમાં ધસે,
| |
| વિલોલ લોલ ડોલતી, હિલોલતી,
| |
| કિલોલ બોલ બોલતી,
| |
| શું વેદની ઋચા ઉચારતી?
| |
| અરણ્યગાયકો સમી ધરંત ધ્યાનમંત્ર ઓમ્?
| |
| કે ભરંત ફાળ, દિગ્દિગંતમાં કરંત અટ્ટહાસ્ય, કાળ શી હસે?
| |
| સમુદ્ર એક કોર, એક કોર કબ્રભોમ,
| |
| બેઉનેય ડારતી
| |
| (સ્વયં નહીં જીવંત કે નહીં મૃત);
| |
| સમુદ્રના તરંગને ન એહનો લય દ્રુત;
| |
| ન કબ્રને છ એહની વિશાળતા, ગતિ;
| |
| મુસાફરો સમી જ મૃત્યુ-જિંદગી વચે પસાર થૈ જતી.
| |
| મુસાફરો, અસંખ્ય આ મુસાફરો,
| |
| શું ટ્રેનને ચડ્યો ન હોય આફરો!
| |
| નટો સમાન વેશ શો કરે, ધરે મુખે સુરમ્ય મ્હોરું હાસ્યનું,
| |
| રસાર્દ્ર, ભાવઊર્મિરંગરાગપૂર્ણ, હોય શું ન એ જ
| |
| :::: અસ્લ રૂપ આસ્યનું!
| |
| જરીક નેત્ર નેત્રમાં ઢળે, જરી લળે,
| |
| જરી હળેમળે, જરીક વાતમાં વળે —
| |
| પરંતુ એક આંચકો, અને ક્ષણેકમાં જ ભ્રાંતિ નષ્ટ થાય;
| |
| સ્તબ્ધ મૂઢ સર્વને મુખે અપાર શૂન્યતા,
| |
| અગમ્ય ભાવિના ભયે ઉરે અકલ્પ્ય ન્યૂનતા,
| |
| બધું જ સ્પષ્ટ થાય;
| |
| નેત્ર ખૂલતાં...
| |
|
| |
| હું જોઉં : પ્લૅટફૉર્મ ગ્રાન્ટરોડ. ક્યાં સરી ગયો?
| |
| અહીં હું? ક્યાં જવું હતું? હું વિસ્મરી ગયો!
| |
| </poem>
| |
|
| |
| == હૉર્ન્બી રોડ ==
| |
|
| |
| <poem>
| |
| આસ્ફાલ્ટ રોડ,
| |
| સ્નિગ્ધ, સૌમ્ય ને સપાટ, કૈં ન ખોડ.
| |
|
| |
| ક્લૉક ટાવરે થયા (સુણાય) બાર રાતના,
| |
| સળંગ હારમાં વસે અનેક કિંતુ એક જાતનાં
| |
| નિયૉન ફાનસો,
| |
| પ્રલંબ ટ્રામના પટા પરે ઘસે
| |
| પ્રકાશકાનસો,
| |
| ન સૂર્યતેજમાં હસ્યા પટા હવે હસે,
| |
| બધો જ પંથ લોહહાસ્યથી રસે.
| |
|
| |
| અહીં સવારસાંજ,
| |
| હોય કે ન હોય કામકાજ,
| |
| કેટકેટલાં મનુષ્ય – એકમેકથી અજાણ
| |
| ને છતાં ન કોઈ પ્રેત, સર્વમાં હજીય પ્રાણ –
| |
|
| |
| કૈંક વૃદ્ધ
| |
| જે વિલીન ભૂતકાલ પર સદાય ક્રુદ્ધ,
| |
| લૉરેન્સમાં મળે ન એવું દૂરબીન
| |
| જોઈ જે વડે શકાય પાછલા બધા જ દિન?
| |
|
| |
| અનેક નવજવાન
| |
| જેમનું ભવિષ્ય ઠોકરે ચડ્યું, જરી ન ભાન,
| |
| ને ન શાંગ્રિલા ન સૅન્ટ્રલે ભવિષ્યની છવિ
| |
| સુપ્રાપ્ય; એ. જી. આઈ., ગૅલપર, ચાર્ટરે જ પામવી;
| |
|
| |
| અનેક ફાંકડા
| |
| બધા જ માર્ગ જેમને કદી ન સાંકડા,
| |
| છતાંય વ્હાઈટવેઝ કાચપાર કાષ્ઠસુંદરી અપૂર્વ આભરણ,
| |
| તહીં અવશ્ય ઠોકરાય ચક્ષુ ને ચરણ;
| |
|
| |
| અનેક રાંકડા
| |
| કુટુંબખર્ચના રટે જમાઉધાર આંકડા,
| |
| સદાય વેસ્ટ એન્ડ વૉચ પાસ આવતાં જતાં
| |
| સમય મિલાવતા, રખે જ કાળ થાય બેપતા;
| |
|
| |
| અનેક ટાઇપિસ્ટ ગર્લ્સ, કારકુન,
| |
| એકસૂર જિંદગી સહ્યે જતાં જ સૂનમૂન,
| |
| લંચને સમે ઇવાન્સ ફ્રેઝરે લિયે લટાર,
| |
| જોઈ લે નવીન સ્લૅક્સ, ટાઈઝ, બે ઘડી ઊભાં રહી ટટાર;
| |
|
| |
| કૈં મજૂર
| |
| જે હજી જીવી રહ્યા કહી : ‘હજૂર, જી હજૂર!’,
| |
| એમને હજી ન કોઈએ કહ્યું : ‘તમે સ્વતંત્ર!’,
| |
| છો અખંડ ચાલતું જ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાનું યંત્ર;
| |
|
| |
| કોઈ નાર (સર્વથી જુદી પડે જરાક)
| |
| બ્યૂક, ફૉર્ડમાં જ શોધતી સળંગ રાતનું ઘરાક,
| |
| પારકિંગના લખ્યા છ સ્પષ્ટ વાર,
| |
| ફૂટપાથ માત્ર ફેરવાય તે ’નુસાર;
| |
|
| |
| કોઈ (હું સમો, ન હું?) કવિ
| |
| અનેક પાછલી સ્મરે, ન પંક્તિ એક પામતો નવી;
| |
| પડ્યા છ જૉઇસ, પ્રુસ્ત તો ન્યૂ બુક કંપની વિશે,
| |
| પરંતુ જિંદગી ન જીવવી સદાય શક્ય પુસ્તકો મિષે.
| |
|
| |
| અહો, મનુષ્ય કેટકેટલાં – પદે પદે જણાય ચાલમાં સ્ખલન,
| |
| ન હોય સ્વપ્નમાં શું એમનું હલનચલન? –
| |
| સવારસાંજ આવતાં જતાં...
| |
| સવાલ સ્હેજ ચિત્તમાં રમે :
| |
| ‘અહો, બધાંય ક્યાં જતાં હશે જ આ સમે?’
| |
| તહીં જ પંથ, જેહ પાયનું ન ચિહ્ન એક ધારતો,
| |
| કહે : ‘ધરા પરે જ ક્યાં હતાં?’
| |
| અનેક આલીશાન બેઉ કોર જે ઇમારતો
| |
| સમાધિભંગ સાધુ શી તરત્ તડૂકતી : ‘ન’તાં, ન’તાં.’
| |
| ટણં ટણં પસાર થાય ટ્રામ આખરી, કશી ગતિ!
| |
| જરૂર ક્્હૈ શકાય ક્યાં જતી, કયા ડીપો પ્રતિ.
| |
|
| |
| મનુષ્યનુંય તે રહસ્ય કૈંક તો હું જાણતો,
| |
| ન જોયું આંખથી પરંતુ અંતરે પ્રમાણતો
| |
| કે અસ્તમાન સૂર્ય (જેહનાં જ તો બધાં છ વરસો) હરી જતો :
| |
| સમગ્ર એ સમૂહ સ્વપ્નલોકમાં સરી જતો,
| |
| સહસ્ર સૂર્યથી સદાય ભાસમાન
| |
| ભોંય જેહની છ આસમાન,
| |
| જ્યાં સદાય જાગૃતિ,
| |
| ન એક પાછલી સ્મૃતિ,
| |
|
| |
| પ્રદેશ જે ન પારકો,
| |
| ન જ્યાં કશોય ભાર,
| |
| સ્વૈર જ્યાં વિહાર...
| |
| એમને પદે પદે ન આ પ્રકાશતા શું તારકો?
| |
|
| |
| આસ્ફાલ્ટ રોડ,
| |
| સ્નિગ્ધ, સૌમ્ય ને સપાટ, કૈં ન ખોડ.
| |
| </poem>
| |
|
| |
| == કોલાબા પર સૂર્યાસ્ત ==
| |
|
| |
| <poem>
| |
| કાફે રૉયલનાં હજીય ખખડે પ્યાલા રકાબી છરી
| |
| કાંટા કાનમહીં, હજીય રણકે મ્યૂઝિયમતણી ટ્રામના
| |
| ઘેરા ઘર્ઘર નાદ (ચક્ર ગતિમાં), આ શ્હેરની કામના
| |
| આમંત્રે ફૂટપાથ પે અરવ ર્હૈ જે મંદ નારી સરી
| |
| એને અંગ અસહ્ય વાસ વહતી (ચિત્તે અસંતોષની)
| |
| કેવી નાકમહીં હજીય ચચરે, ત્યારે વળી સંપથી
| |
| ઍપોલો ફરતાં અનેક યુગલો જોતાં થયા કંપથી
| |
| ધ્રૂજે અંગ હજી, દૃગે રીગલની આંજી હજી રોશની;
| |
| ત્યાં તો રોષિત સૂર્ય અસ્ત ક્ષિતિજે શો દ્વાર વાસી જતો,
| |
| જાણે સ્તબ્ધ થતો થીજે પવન શું, ને અબ્ધિ તો કાચનો,
| |
| શૂન્યત્વે સઘળું ડૂબે તિમિરમાં સંસાર આ સાચનો,
| |
| રૂંધાતા શ્વસને, મીંચ્યાં નયનથી શો જીવ ત્રાસી જતો,
| |
| આખાયે નભવિસ્તર્યા તિમિરનાં ર્હૌં દ્વારને ઠેલતો,
| |
| રે ત્યાં કોણ મને ‘હું’માં, મુજ જગે પાછો જ હડસેલતો?
| |
| </poem>
| |
|
| |
| == ઍપોલો પર ચન્દ્રોદય ==
| |
|
| |
| <poem>
| |
| ઍપોલોતટ રાત્રિના તિમિરમાં એકાકીલો ટ્હેલતો,
| |
| જોકે હ્યાં પથદીપ પાસ ભભકે ને ભીડ કૈં લોકની,
| |
| એથી મુક્ત, અલિપ્ત, ઊર્મિ ઉરમાં ના હર્ષ કે શોકની;
| |
| સામેની ક્ષિતિજે છૂપ્યા ખડક સૌ જાણે ન ધક્કેલતો
| |
| એવો પૂંઠળથી લહું પ્રગટતો ત્યાં ચન્દ્ર, કેવો લચે,
| |
| સર્જે શૂન્ય થકી શું સૃષ્ટિ નવલી; ને વાયુ ત્યાં ગેલતો,
| |
| કેવાં ચંચલ સૌ તરંગદલ; ને હ્યાં ચન્દ્ર જે રેલતો
| |
| તે આંદોલિત બિંબ પાય લગ શું સોપાનમાલા રચે,
| |
| જેને આશ્રય દૂર દૂર સરતો, ધીરે હું આરોહતો;
| |
| જોઉં પાછળ તાજ, તેજટપકું, ના નેત્રને આંજતો;
| |
| જાણે અંતિમ શ્વાસ મૃત્યુસમયે ત્યાં ગ્રીન્સનું જાઝ તો;
| |
| લાગે ચિત્રવિચિત્ર આજ લગ જે સૌની પરે મોહતો;
| |
| એનું વાસ્તવ સ્વપ્નલોક સરખું લાગે અને વિસ્મરું;
| |
| પાછો દેશવટા પછી નિજ ગૃહે, આ ચન્દ્રલોકે ફરું.
| |
| </poem>
| |
|
| |
| == પાત્રો ==
| |
|
| |
| <poem>
| |
| કવિ :
| |
| ...બસ ચૂપ ર્હો, નહીં તો અહીંથી ચાલવા માંડો!
| |
| તમે બોલ્યા વિના ર્હેશો નહીં,
| |
| તો જાઓ માનવમેદનીમહીં
| |
| ‘દીનતા-દારિદ્ર’ પર ભાષણ ભલેને લાખ ભાંડો!
| |
| એ તમારા નાટ્યના સૌ નટ અહીં જોતા નથી જાગી જશે!
| |
| આંખો મીંચીને કંઈક એ શોધી રહ્યાં,
| |
| વાણી વિના પણ કોઈને એ કંઈક સંબોધી રહ્યાં;
| |
| ત્યાં ચૂપ જો ર્હેશો, નથી શું લાગતું
| |
| કે એમનું મૂગું હૃદય જે માગતું
| |
| એ હાથ પણ લાગી જશે,
| |
| ને જો અગર ર્હેશો નહીં તો સ્વપ્ન જેવું સ્વપ્ન પણ
| |
| ભાંગી જશે?
| |
| ફેરિયો :
| |
| જોકે મને સૌ ફેરિયો ક્હે છે છતાં ફરતો નથી,
| |
| પણ એમ તો મારું નસીબે ક્યાં ફરે છે?
| |
| એટલે આ ભીંત પણ ક્યારેક તો મારી હવે ઈર્ષા કરે છે.
| |
| હું ફર્યાથી એમ તો ડરતો નથી,
| |
| ફરવું જ મારે હોય, સોનાપુર
| |
| અહીંથી માત્ર છે બસ સો જ ડગલાં દૂર,
| |
| પણ મરતો નથી.
| |
| હું સાત વરસોથી અહીં આ ભીંતને ટેકે
| |
| ઊભો રહું છું, દિવસ ખોયો નથી એકે;
| |
| પુરાણી એની એ આ ભીંત,
| |
| મારે એક એની પ્રીત,
| |
| ને તો પણ અજાણી આજ લાગે, આજ પ્હેલાં
| |
| માત્ર જાણે સ્વપ્નમાં દીઠી;
| |
| હજુ ગઈ કાલ સુધી જે અદેખી, એ હવે આડું
| |
| જુએ, જાણે થતું એને અહીંથી ચાલવા માંડું;
| |
| ધરે વરસોવરસ એવી ચૂનાની એ ચમક મીઠી,
| |
| અને વરસોવરસ કેવું કરચલીથી વધુ ચીતરાય આ ચાડું!
| |
| અરે, આ ભીંત પર હું ઝાડ થૈને શીદને તે ના ઝૂક્યો?
| |
| સાતે વસંતો વહી ગઈ ને ફૂલ હું નાહક ચૂક્યો!
| |
| આંધળો :
| |
| કે શું હજુ હું ગર્ભમાંથી નીકળ્યો ના બ્હાર
| |
| તે મારા જનમને કેટલી છે વાર?
| |
| કે શું ઝાળ પણ જંપી ગઈ છે ચેહમાં
| |
| તે હું હવે વસતો નથી મુજ દેહમાં?
| |
| કે કંઈક એની આંખથી આ આંખમાં છે ભૂલથી જોવાઈ ગયું?
| |
| જેથી અચાનક આમ મારું તેજ બસ ખોવાઈ ગયું.
| |
| મેં આ જગતની કેટલી કીર્તિ સુણી’તી સ્વર્ગમાં તે
| |
| આવવાની લાયમાં ને લાયમાં
| |
| હું કીકીઓ ભૂલી ગયો ત્યાં કલ્પદ્રુમની છાંયમાં!
| |
| ત્યારે જગતનું રૂપ જોવાનું મને કેવું હતું સપનું!
| |
| હવે ચશ્મું થવા ચાહે સળગતો આ સૂરજ રે તોય શા ખપનું?
| |
| ઊંચે માથું ઉઠાવી આભ સામે પણ હવે ધરવું નથી,
| |
| આ એકમાંથી એ બીજા અંધારમાં સરવું નથી,
| |
| ને કોણ ક્હે છે ચન્દ્રસૂરજતારલા એ સૌ જલે?
| |
| એ તો પલક અંધારનું હૈયું હલે!
| |
| મેં તો જોઈ લીધો છે જગતનો સાર
| |
| કે અહીં તેજની ભીતર વસ્યો અંધાર.
| |
| હું તો નીંદમાં ચાલી રહ્યો, ફિલસૂફ છું, એવું કશુક ક્હેશો નહીં;
| |
| તો આંધળો છું એમ કહીને આંધળા ર્હેશો નહીં!
| |
| ભિખારી :
| |
| આ હાથ જે સામે ધર્યો
| |
| એ હાથને ઘડનારનો પણ હાથ
| |
| એના જેટલો લાચાર ને પામર ઠર્યો,
| |
| ત્યાં કોણ કોને આપશે રે સાથ?
| |
| કરશે કોણ કોની બંદગી?
| |
| આ વણહસ્યે ગુજરી ગઈ છે જિંદગી,
| |
| એમાંય હસવાનું મને એકાદ તો જો કે મળ્યું બ્હાનું,
| |
| પ્રભુનો કેટલો તે પાડ માનું?
| |
| ક્હો તમે એણે ઘડ્યો આ હાથ
| |
| જેણે આ જગત સરજ્યું? જગતનો નાથ
| |
| કહો છો? આ જ ને એનું જગત કે હુંય તે જેમાં વસું?
| |
| ને તે છતાં જો ‘ના’ કહો તો નહીં હસું.
| |
| ‘હા’ તો તમે ક્યાંથી કહો? જ્યાં હાથ મેં સામે ધર્યો
| |
| તેવો જ તે નન્નો સર્યો!
| |
| પણ ચન્દ્રસૂરજતારલા
| |
| હું આ હથેલીમાં રમાડું, કોઈ તો આપો ભલા!
| |
| જે કેમ કે હું ક્યારનો એમાં વહું છું કેટલાયે ભારને,
| |
| સૂનકારને.
| |
| વેશ્યા :
| |
| હું તો ભવોભવ સ્ત્રી હતી,
| |
| ને કોઈ ભવમાં તો સતી;
| |
| આજે હવે? જાણે નનામી,
| |
| કોઈ રાધા ક્્હે વળી તો કોઈ રામી!
| |
| દેહ છે, દેખાવડો? એ તો ઉપરની છે સુગંધો;
| |
| લાગણી? લટકાં કહો, ને ચાલશે ક્હેશો અગર જો માત્ર ધંધો.
| |
| લોક તો કૈં કૈં મળે છે, નિત નવા;
| |
| પણ હા, મળે છે માત્ર સૌ ભૂલી જવા.
| |
| દિનભર ન જોતું કોઈ મોં સામું,
| |
| છતાં રાતે ન ર્હેતું કોઈ સરનામું.
| |
| તમે વાળ્યો હશે ક્યારેક કાગળનો ડૂચો,
| |
| ટાળ્યો હશે જે બારીએથી બ્હાર, રસ્તા પર;
| |
| પવનને પ્યાર તે પાડે-ઉપાડે જે કદી નીચો, કદી ઊંચો;
| |
| કહોજી કેટલા છ સસ્તા દર!
| |
| સલામત છે તમારા મ્હેલની ભીંતે
| |
| મઢેલી કો છબી જેવી કુંવારી કન્યકા નિત્યે;
| |
| અમારી જાત જીવે છે, પ્રભુની મ્હેરબાનીથી
| |
| સદા જીવશે જ ધરતી પર,
| |
| નજર સૌ નાંખશે ને ત્યાં લગી તો રોજ ‘ફરતી’ પર?
| |
| પતિયો :
| |
| પણે સૌ લોકની નાજુક પાની એંઠને ઓળંગતી, અડતી નથી;
| |
| ને એમ એ સૌની નજર મારી પરે પડતી નથી.
| |
| દખ્ખણ ભણી? ના, એ દિશા તો જમતણી;
| |
| શું એમ માની કોઈનું મોં એ ભણી ર્હેતું નથી?
| |
| એ તો હવે પથ્થર, હવે શાનો મણિ?
| |
| શું એમ માની કોઈ ખરતા તારલાને લેખમાં લેતું નથી?
| |
| મુજ બોલને પણ કોઈ કાને કેમ નહીં ધરતું હશે?
| |
| આ બોલની ચોપાસ
| |
| વીંટળાઈ વળ્યો છે રોગિયાનો શ્વાસ
| |
| તે એથી જતું ને આવતું આ લોક શું ડરતું હશે?
| |
| આ હવા પર એમનું કૈં ચાલતું જો હોતને
| |
| તો શ્વાસ ક્યાંથી હોત મારા પ્રાણમાં?
| |
| પણ એમ તો કોણે જીત્યું છે મોતને?
| |
| ને આ હવાએ કોઈનીયે વાતને ક્યારે લીધી છે ધ્યાનમાં?
| |
| આ લોક તો લાચાર (ને ક્યારે ન’તા?)
| |
| ને શી હઠીલી છે હવા, હું એટલે જીવી રહ્યો;
| |
| કોહી ગયું છે પોત કાયાનું છતાં
| |
| મજબૂત એ બખિયા વડે સીવી રહ્યો.
| |
| સ્વગતોક્તિ :
| |
| મૅરિન સ્ટ્રીટ, પડખેથી આંધળો પસાર થાય છે, એને જોઈને ફેરિયો :
| |
| આ આંધળો છે તે છતાં
| |
| ફરતો ફરે છે બેપતા!
| |
| ગિરગામ રોડ, પડખેથી ભિખારી પસાર થાય છે, એને સાંભળીને આંધળો :
| |
| આ કોણ છે? જેની નજર તોફાન મચવે,
| |
| ને હથેલીમાં રૂપાળું આ જગત નચવે!
| |
| કોલાબા, પડખેથી વેશ્યા પસાર થાય છે, એને જોઈને ભિખારી :
| |
| અરે, આ દેહ પર છે કેટલી દોલત!
| |
| દસમા ભાગની મારી કને જો હોતને તો આમ ના બોલત!
| |
| ઍપોલો, પડખેથી પતિયો પસાર થાય છે, એને જોઈને વેશ્યા :
| |
| અહો, શી ખુશનસીબી! કોઈનીયે આંખ જ્યાં રોકાય ના,
| |
| છૂરી સમી ભોંકાય ના!
| |
| બોરીબંદર, પડખેથી કવિ પસાર થાય છે, એને જોઈને પતિયો :
| |
| વેશ્યા, ભિખારી, આંધળો ને ફેરિયો,
| |
| ક્હો, કેમ લાગે છે મને સૌ આ જનમનાં વેરીઓ?
| |
| મધરાત, એકાંતમાં એની કાવ્યપોથીમાં, કવિ :
| |
| બસ ચૂપ ર્હો, નહીં તો અહીંથી ચાલવા માંડો...
| |
| </poem>
| |
|
| |
| == ગાયત્રી ==
| |
|
| |
| <poem>
| |
| પ્રાત :
| |
| સિન્ધુશય્યા પરે સૂતી સ્વપ્ને નીંદરમાં સરી,
| |
| આછેરાં અંચલો ધારી નગરદ્વીપ-સુન્દરી;
| |
| મુખે છે મૃત્યુનો લેપ, ગીતનો સુરમો દૃગે,
| |
| ધીરેથી ઊછળે છાતી હૈયે શા હીરલા ઝગે;
| |
| મંદ શ્વાસ સમો વાયુ જેની સંગે રહ્યો રમી,
| |
| વેણીથી વીખરી છુટ્ટી છવાયેલી લટો સમી
| |
| રાત્રિના ભેજથી ભીની સ્નિગ્ધ ને શ્યામ શાંતિને
| |
| ટ્રેન ને ટ્રામનાં ચક્રે ચગદી – મારી ય ભ્રાંતિને
| |
| કે હું તો નીંદમાં, સ્વપ્ને જોતો શાશ્વત તે બધું.
| |
| ઘેરા ઘર્ઘર નાદથી કંપે એથી ય તે વધુ
| |
| દિશાઓ કંપવા લાગી આ અકસ્માત જોઈને.
| |
| પડેલું માર્ગની વચ્ચે શાંતિનું શબ, કોઈને
| |
| એની ના જાણ, ના ગંધ; કંપારી છૂટતાં ધ્રૂજે
| |
| માત્ર સૌ પથના દીવા, નેત્રો મીંચી જતા બૂઝે;
| |
| ક્ષિતિજે ડોકતો સૂર્ય, પ્રેર્યો માત્ર કુતૂહલે,
| |
| (એકવાર ફરી કોઈ બ્હાને ઊગ્યો જ, તો ભલે!)
| |
| તાળવું ફાટતાંવેંત લોહી કેવુંક રેલતું,
| |
| આખાયે આભમાં રાતા રંગનું તેજ ફેલતું;
| |
| સીધાં સૌ ધાતુના માર્ગે, સમુદ્રે જે તરંગિત
| |
| સૂર્યનાં કિરણો કેવાં પ્રકાશે પ્રતિબિંબિત;
| |
| ભોંય પે પાથર્યો ભેજ સૂર્યને શોષવો ઝટ,
| |
| હવામાં ઝૂલતું આછું ઝીણું ઝાકળનું પટ
| |
| છરીની ધાર શા તીણા કિરણે શક્ય છેદવું;
| |
| આત્માનો ભેજ ને નેત્રે નિદ્રાનું ઘેન ભેદવું
| |
| કિન્તુ ના સ્હેલ, તે રાતો વધુ ને વધુ રોષમાં
| |
| તપ્ત તામ્ર સમો થાતો પાવકે પરિતોષમાં.
| |
| નિદ્રાનો આખરે ભંગ, વિહંગો સમ સૌ સ્મૃતિ
| |
| ટોળેટોળાં વળી બેઠી ચિત્તને વૃક્ષ, જાગૃતિ-
| |
| ઉંદરે કૂદકો માર્યો ખૂલતી દૃગના દરે,
| |
| ભીતરે ભાગતો જ્યાં ત્યાં ચીસાચીસ કરે ડરે;
| |
| ભાગે બિલ્લીપગે છાનાં સ્વપ્નનાં પ્રેત (ક્યાં જતાં?),
| |
| અણુએ અણુમાં ધીરે પ્રવેશે છે સભાનતા.
| |
| આજુબાજુ હજી ભીંતો છે એની એ જ કાલની,
| |
| ગતિ છે પાયમાં બન્ને હજીયે એ જ ચાલની;
| |
| અરીસે આકૃતિ જોતાં જીવતોજાગતો રહ્યો
| |
| આત્માને એમ આશ્ચર્ય આપતો નિજને લહ્યો;
| |
| એનો એ જ સ્વયં, એનું એ જ છે નામ, ના નવું;
| |
| હસીને પૂછવું એ જ પોતાને : આજ ક્યાં જવું?
| |
| નવી તારીખ તો માત્ર છાપામાં છાપવી, છતાં
| |
| ફાડ્યું કૅલેન્ડરે પાનું કાલનું જીર્ણ થૈ જતાં;
| |
| વ્હિસલો, રેડિયો વા તો ટકોરા ટાવરે સુણી
| |
| (નિયમિત વ્યવસ્થામાં અહીં સૌ એમનાં ઋણી),
| |
| આઘીપાછી મિનિટોને મેળવી, ક્યાંય કાળની
| |
| કમાનો ના રખે છટ્કે, કાંડાની ઘડિયાળની
| |
| જાળવી જાળવી ચાવી દીધી એમ નવી ફરી,
| |
| બીજીથી બારણે તાળું દીધું ને ગજવે ધરી;
| |
| નીચે જૈ ઊતરી શોધે દિશા, જે નકશે જડી?
| |
| ગમે તે પંથની પ્હેરી જાણે પવનપાવડી.
| |
| જવું ક્યાં? કેમ? ને ક્યાંથી? નક્કી ના લક્ષ્યનું સ્થલ;
| |
| નરકે સ્વર્ગની યાત્રા, સોનેરી સ્વપ્નનું છલ.
| |
| ધૂંધળી ચીમનીઓથી ધૂમ્રલેખા નભે ચડે
| |
| નિશ્વાસો એમ અંકાતા લોપાતા ક્ષણ આથડે,
| |
| રાત્રિના સૌ પ્રલાપોના પ્રતિધ્વનિ પડ્યા કરે
| |
| ચાનાં પ્યાલારકાબી જે હોટલે ખખડ્યા કરે.
| |
| બગાસું ખાઈને ખાસ્સું, સુસ્તીથી જે ભરી ભરી
| |
| આંખો બે હાથથી ચોળી, અંગે આળસ જે નરી
| |
| ખંખેરી, ત્યાગતી શય્યા નગરદ્વીપ-સુન્દરી,
| |
| સ્વર્ગની અપ્સરા વા તો સ્વપ્નના લોકની પરી
| |
| એનું શું પળમાં જાણે પશુમાં પરિવર્તન,
| |
| શિકારે નિત્યની જેમ આરંભે રુદ્ર નર્તન;
| |
| મુખે છે ગીતનો રાગ, મૃત્યુનો સુરમો દૃગે.
| |
| સૈકાથી સૌ સવારે આ કર્મનો ચરખો ચગે,
| |
| પામે સંસાર આ સારો સ્ફૂર્તિ ને તાજગી નવી,
| |
| નિવૃત્તિ માણતાં ત્યારે માત્ર વેશ્યા અને કવિ.
| |
| મધ્યાહ્ન
| |
| માયાવી નગરીમાં તે હશે અશક્ય શું કશું?
| |
| વીંઝે જ્યાં રાત ને દ્હાડો જાદુઈ કોઈ ફૂંક શું!
| |
| સૃષ્ટિ આ સપ્તરંગી જે સોહે છે ઇન્દ્રજાલ શી;
| |
| નશો જ્યાં ઓસરી જાતાં ખોવાતા મસ્ત ખ્યાલ શી;
| |
| ઘડી પ્હેલાં હતું જે કૈં એનું ના ચિહ્ન આ ઘડી;
| |
| ક્ષણો બે સાંધતી જાણે તૂટી ગૈ કાળની કડી;
| |
| અને સૌ આ ક્ષણે લાગે વજ્ર શું દૃઢ જે નર્યું,
| |
| જુઠ્ઠું બુદ્બુદના જેવું મિથ્યા ને છલનાભર્યું;
| |
| અને આ ક્ષણની પૂંઠે સૃષ્ટિ તે શીય ર્હૈ રમી?
| |
| અકલ્પ્ય આવનારા કો હવેના સપના સમી;
| |
| હમણાં પક્ષઘાતે શું ગાત્રેગાત્ર રહી જતું,
| |
| પછી સૌ હિમના જેવું ઓગળીને વહી જતું;
| |
| હમણાં એકઠું થૈ સૌ એકત્વે આકૃતિ ધરે,
| |
| પછી વિચ્છિન્ન થૈ છૂટું તૂટુંતૂટું થતું ખરે;
| |
| હમણાં જીવતું જેના અણુએ અણુ સ્પંદતા,
| |
| પછી સૌ મૃત્યુની મૂર્છા માણે આલસ્ય, મંદતા;
| |
| હમણાં રંગબેરંગી પરી કે અપ્સરા રમે,
| |
| પછી સૌ ભૂતના જેવું સ્મશાને ભમતું ભમે.
| |
| વિચિત્ર વર્ણની લીલા, આકારો સ્થિર ના થતા,
| |
| રહસ્યો, કૌતુકો કેવાં એકે એકે અહીં છતાં.
| |
| આવાં તો કૈંક મધ્યાહ્ને દૃશ્યો દીસે ઊંધાંચતાં,
| |
| પ્હોળા સૌ પંથ ને જ્યારે પવનો પાતળા થતા.
| |
| જિપ્સી મધ્યાહ્ન વેગીલો મુઠ્ઠીઓ દૃઢ વાળતો,
| |
| દીર્ઘ કૈં શ્વાસ લેતો ને દૃષ્ટિથી સર્વ ખાળતો,
| |
| ઓચિંતો સ્તબ્ધ ને મૂઢ ચોંક્યો, થંભ્યો, ઠરી ગયો;
| |
| રોપાયો ભોંયમાં દીસે, ફાટી આંખે ફરી ગયો;
| |
| ભાવિ આ શ્હેરનું એણે જોયું કે શું અચાનક?
| |
| કવિની દૃષ્ટિથી જોયું એવું તે શું ભયાનક?
| |
| કંપતો અંગઅંગે શું એથી સિક્ત જ સ્વેદથી,
| |
| ‘આવતું વાદળું દેખી’ નાંખે નિ:શ્વાસ ખેદથી?
| |
| કે પછી હાથ માથે જ્યાં મૂક્યો સ્ટ્રૉહૅટ ના જડી?
| |
| કોની તે ફૂંકથી ઊંચે આકાશે એ ગઈ ચડી?
| |
| વાયુ તો સડકો વચ્ચે ચત્તોપાટ પડ્યો હવે,
| |
| લુખ્ખીયે ખાય ના ખાંસી, નિદ્રામાંયે નહીં લવે;
| |
| એથી તો વાયુનોયે ના પડછાયો અહીં પડે,
| |
| જુએ છે આમ ને તેમ, શોધ્યું કોઈ નહીં જડે.
| |
| રંકના ભાગ્ય શી સૂની, લાંબી આયુષ્યના સમી
| |
| પહોળી આ સડકોને, નીચે જે ના કદી નમી,
| |
| ભૂખરા પથ્થરોની આ અમીરી સૌ ઇમારતો
| |
| છાયાથીયે નહીં સ્પર્શે; રખે ઝીલે ન ભાર તો!
| |
| એથી તો સર્વ છાયાને પાયામાં નિજ પૂરતી,
| |
| જાણે ચાલી જવા બીજે સંકોચે હોય ઝૂરતી!
| |
| જુએ છે દૂર તો જાણે દિશાઓ સર્વ ભીંસતી,
| |
| કાંજી પીને પડી કોરી કેવી અક્કડ દીસતી.
| |
| જુએ છે આભ તો નીલું, લીસું, પ્લાસ્ટિકનું નર્યું,
| |
| પંખીનો ક્યાંય ના ડાઘો, લીંપેલું, સ્વચ્છ, નીતર્યું,
| |
| કરચલી ન અભ્રની, અસ્ત્રીબંધ, ન ભાંગતું;
| |
| છતાં આશાવિહોણા કો હૈયા શું શૂન્ય લાગતું.
| |
| જુએ છે દૃશ્ય ને સ્થિર શાન્તિ ચોમેર ર્હૈ દમી,
| |
| ગ્રંથના પૃષ્ઠ પે જાણે છાપેલી પંક્તિના સમી;
| |
| વચ્ચે વચ્ચે જરી જે આ ટ્રામ કે બસ આવતી
| |
| લાલ પેન્સિલની લીટી તાણીને ઉપસાવતી.
| |
| સ્ટૅન્ડ પે એક આ ટૅક્સી આવીને અહીં ક્યાંકથી
| |
| ક્યારની કોણ જાણે કે હાંફે છે બહુ થાકથી.
| |
| પોસ્ટરે ચીતર્યાં માત્ર રીગલે બે જ માનવી,
| |
| મમી છે એ જ સૂતેલી મ્યુઝિયમેય, ના નવી.
| |
| કાફેમાં સામસામા બે અરીસા નિજને લહે,
| |
| શૂન્યત્વ એકબીજાનું અનંતે વિસ્તરી રહે.
| |
| ક્ષણો આ – સૂર્યથી સજ્જ વેશ્યા શી – જે અહીં ફરે,
| |
| લટારો મારતી શોધે ઘરાકો પગથી પરે,
| |
| જડે ના માનવી એકે, ગયાં ક્યાં સહુ આ સમે?
| |
| સ્વપ્નની સિદ્ધિને કાજે આશાની સૃષ્ટિમાં રમે,
| |
| કચેરી કારખાનામાં યુદ્ધો જ્યાં નિત્યનાં મચે,
| |
| કાળને જીતવા કાજે કર્મના વ્યૂહ કૈં રચે.
| |
| રહસ્યો, કૌતુકો આવાં છાનોમાનો લહી જતો,
| |
| જિપ્સી મધ્યાહ્ન વેગીલો ફરી પાછો વહી જતો.
| |
| સાયં
| |
| ફરીને આથમ્યો સૂર્ય મંદ ને મ્લાન ખેદથી,
| |
| મથ્યો આજેય તે વ્યર્થ એથી તો સિક્ત સ્વેદથી.
| |
| ચિતાનું ચિત્ર આ પેખી પોતાનું ભાવિ ભાખતા,
| |
| મૃત્યુશય્યા પરે સૂતા રુગ્ણો નિ:શ્વાસ નાખતા.
| |
| આખુંયે આભ તો જાણે વીલું વીલું રડી જશે,
| |
| એવું ઢીલું પડ્યું પોચું લાગે કે શું પડી જશે!
| |
| સમસ્ત દ્વીપ આ કેવો ઘડી તો ઓગળી ગયો,
| |
| વિશ્વે જે શૂન્યતા એની ભવ્યતામાં ભળી ગયો;
| |
| સમુદ્રે સૂર્ય તો ડૂબ્યો કિન્તુ એ તો તરી રહ્યો,
| |
| પ્રતીતિ આપતો એવી ચન્દ્ર આભે સરી રહ્યો,
| |
| ચોખાના લોટથી લીંપી રંગલો નિજ આસ્યને
| |
| શોકાન્ત નાટિકામાં શું રેલાવે મૂર્ખ હાસ્યને!
| |
| શ્હેરના રાજમાર્ગો સૌ પાતાળોને મળી જતા,
| |
| પમાતો પાર ના એવા વાંકાચૂકા વળી જતા.
| |
| ઊંચાં સૌ આલયો ઊભાં પ્હેરો શું રાક્ષસો ભરે,
| |
| બળે સૌ બારીઓ એ તો ચક્ષુ અગ્નિ જહીં ઝરે.
| |
| બિલ્લી જે આ ગલીમાંથી જતી પેલી ગલી વિશે,
| |
| નિત્યના કર્મમાં લીન કોઈ ડાકણ એ મિષે.
| |
| અહીં યોગી સમા માત્ર પંથના દીપકો હસે,
| |
| નિષ્કંપ નેત્રથી – કેવી કરુણા ચિત્તમાં વસે! –
| |
| નિહાળે રમણીઓ જે લગ્ન નિત્ય નવાં કરે,
| |
| સરે જે સાથમાં સંગી એને જે બાહુમાં ધરે.
| |
| કાફેના દર્પણે શોભા સંકોરે વ્યસ્ત વેશની,
| |
| રંગે કૈં હોઠનું હાસ્ય, સમારે લટ કેશની,
| |
| કાયામાં કંપ કૉળે ત્યાં જાણે કો દિવ્ય રાસમાં
| |
| રાધા શી રંગમાં નર્તે સંગે ડાન્સિંગ ક્લાસમાં;
| |
| રીગલે રમ્ય ચિત્રોનાં નેત્રમાં તેજ આંજતી,
| |
| ઘડી નિર્લજ્જ તો જાણે ઘડીમાં હોય લાજતી;
| |
| ગાંધર્વગીતના સૂરો અપ્સરાનાં નૂપુરના
| |
| શૂન્યની શાંતિમાં સર્જે સ્વર્ગસંગીત દૂરનાં,
| |
| વળી સુગંધ કૈં વ્હેતી મંદારપારિજાતની,
| |
| અનંતે ઓપતી એથી ક્ષણો શ્યામલ રાતની.
| |
| અનંતે? ના, મનુષ્યોની મિથ્યા આ છલના નરી,
| |
| ક્ષણો બે સંગમાં ર્હેતી નામ જે ‘લલના’ ધરી.
| |
| આજે સિદ્ધ થશે એવી આશાથી દૃઢ મંડિત
| |
| સવારે સ્વપ્ન જે સેવ્યું સાંજે તો ભગ્ન ખંડિત.
| |
| અપૂર્ણ જિંદગીની આ શૂન્ય એકલતાતણું
| |
| રહસ્ય રમણી રૂપે પ્રગટ્યું, સત્ય એ ગણું,
| |
| પામું જો પાર હું એનો... કેવી આત્મપ્રતારણા!
| |
| મૃત્યુને જિંદગી માને એવી મુગ્ધ જ ધારણા.
| |
| પૂર્ણ જ્યાં ભ્રમણા ત્યાં સૌ પાછા શૂન્ય ઘરે ફરે,
| |
| આ તો સૌ નિત્ય જન્મે ને પાછાં નિત્ય જ જે મરે!
| |
| (પરંતુ કૈંક એવાંયે કે જે પાછાં ન હો ફર્યાં,
| |
| વળી છે કેટલાંયે જે જન્મતાંવેંત હો મર્યાં!)
| |
| ઓગળી જાય સૌ યાત્રી રાત્રિના અંધકારમાં,
| |
| પુરાયાં એમ પોતાની છાયાના બંધ દ્વારમાં;
| |
| સૂર્ય તો આથમ્યો કિંતુ એના જે તેજમાં પડી
| |
| એમની શાંત છાયાઓ હજુયે અહીં જે ખડી,
| |
| બને, સૌ એકઠી થાતાં, રૂપ આ અંધકારનાં;
| |
| વસે ત્યાં તો ય પોતાને ગણે છે (અંધ!) બ્હારના!
| |
| સ્મૃતિનાં શુષ્ક પર્ણો કૈં એમાં જ્યાં ત્યાં ખર્યાં કરે,
| |
| ક્ષુબ્ધ આ શ્યામ શાંતિને વારે વારે કર્યાં કરે!
| |
| નશામાં વાયુને વેગે કોણ આવું ચલાવતો?
| |
| જેથી આ અંધકારને એવો તો એ હલાવતો;
| |
| એમાંથી એક કો છાયા છૂટીને અળગી થતી,
| |
| આગવું રૂપ ધારીને સામે આવી થતી છતી;
| |
| પેલાં સૌ શુષ્ક પર્ણોને પીલતી નિજ પાયથી,
| |
| નિહાળી સાવ નીચું જે ઊભી અસ્પષ્ટ કાયથી;
| |
| અજાણી તોય જાણીતી જાણે શું કૈં કળી રહી,
| |
| મળી’તી તોય લાગે કે પ્હેલીવાર મળી રહી;
| |
| પોતાની તોય લાગે કે જાણે શું હોય પારકી,
| |
| પૃથ્વીની તોય જે લાગી ડેન્ટિને મન નારકી,
| |
| કરુણાર્દ્ર સ્વરે ક્હે છે : ‘મને ભૂલી ગયો? ભલા!
| |
| વિસ્મૃતિ, વંચના એ તો મનુષ્યોની હશે કલા!
| |
| આવતી કાલના સૂર્ય! તારું વ્યર્થ જ ઊગવું,
| |
| હોંસે હોંસે પ્રભાતે આ પૃથ્વીને તટ પૂગવું,
| |
| તેં જો આ સર્વને તારા તેજનો અંશ ના ધર્યો,
| |
| અપૂર્ણ માનવી માત્ર એને જો પૂર્ણ ના કર્યો;
| |
| સર્વના મુક્ત આત્મામાં તારું તું વીર્ય સ્થાપજે,
| |
| આપે તો ભવ્ય કો મૃત્યુ, ઇચ્છામૃત્યુ જ આપજે!
| |
| </poem>
| |