Line 54: |
Line 54: |
| * [[૩૩ કાવ્યો/વિદાયવેળા|32 વિદાયવેળા]] | | * [[૩૩ કાવ્યો/વિદાયવેળા|32 વિદાયવેળા]] |
| * [[૩૩ કાવ્યો/આ હાથ|33 આ હાથ]] | | * [[૩૩ કાવ્યો/આ હાથ|33 આ હાથ]] |

Line 62: |
Line 60: |
| |next = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ | | |next = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ |

| {{Center block|width=23em|title={{color|red|અર્પણ:}}|

| {{Poem2Open}}

| {{color|blue|પ્રિયકાન્ત, હસમુખ અને નલિનને }}

| {{Poem2Close}}

| == હાથ મેળવીએ ==

| <poem>

| લાવો તમારો હાથ, મેળવીએ

| (કહું છું હાથ લંબાવી)!

| કહો શું મેળવી લેવું હશે મારે? તમારા હાથમાં તો કેટલુંયે –

| ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે...

| શું શું નથી હોતું તમારા હાથમાં?

| મારે કશાનું કામ ના,

| ખાલી તમારો હાથ...

| ખાલી તમારો હાથ?

| ના, ના, આપણા આ બે ય ખાલી હાથમાંયે કેટલું છે!

| આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો,

| અરે, એના વડે આવો, પરસ્પરના હૃદયનો ભાવ ભેળવીએ,

| અને બિનઆવડત સારું નઠારું કેટલુંયે કામ કરતા

| આપણા આ હાથ કેળવીએ!

| અજાણ્યા છો? ભલે!

| તોયે જુઓ, આ હાથ લંબાવી કહું,

| લાવો તમારો હાથ, મેળવીએ!

| {{સ-મ|૩–૧૨–૧૯૫૬}}

| </poem>

| == ઘર ==

| <poem>

| ઘર તમે કોને કહો છો?

| જ્યાં ટપાલી પત્ર લાવે,

| શોધતા વણશોધતા મિત્રો અને મહેમાન જ્યાં આવી ચડે,

| ક્યારેક તો આવી પડે;

| જેનું બધાને ઠામઠેકાણું તમે આપી શકો

| તેને તમે શું ઘર કહો છો?

| તો પછી જ્યાં જ્યાં તમે પગથી ઉતારીને પગરખાં,

| ભાર – ટોપીનોય – માથેથી ઉતારીને,

| અને આ હાથ બે પ્હોળા કરીને ‘હાશ’ ક્હો;

| જ્યાં સર્વનાં મુખ જોઈ તમને સ્હેજમાં મલકી ઊઠે

| ત્યાં ત્યાં બધે ક્હો શું તમારું ઘર નથી?

| તે ઘર તમે કોને કહો છો?

| {{સ-મ|૪–૧૨–૧૯૫૬}}

| </poem>

| == પથ્થર થરથર ધ્રૂજે ==

| <poem>

| :::::પથ્થર થરથર ધ્રૂજે!

| હાથ હરખથી જુઠ્ઠા ને જડ, પથ્થરની ત્યાં કોણ વેદના બૂઝે?

| :::::પથ્થર થરથર ધ્રૂજે!

| :::અનાચાર આચરનારી કો અબળા પર, ભાગોળે,

| :::એક ગામના ડાહ્યાજન સૌ ન્યાય નિરાંતે તોળે;

| ‘આ કુલટાને પથ્થર મારી, મારી નાખો!’ એમ કિલોલે કૂજે!

| :::એક આદમી સાવ ઓલિયો વહી રહ્યો’તો વાટે,

| :::સુણી ચુકાદો ચમક્યો, થંભ્યો, ઉરના કોઈ ઉચાટે;

| હાથ અને પથ્થર બન્નેને જોઈ એનું દિલ દયાથી દૂઝે!

| :::આ દુનિયાના શાણાઓ ના દુનિયાદારી જાણે,

| :::ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યો ટેવ પ્રમાણે :

| :::::::‘જેણે પાપ કર્યું ના એકે

| :::::::તે પથ્થર પ્હેલો ફેંકે!’

| એકે એકે અલોપ પેલા સજ્જન, જ્યારે શું કરવું ના સૂઝે!

| અબળા રહી ને રહ્યો ઓલિયો, એનું કવિજન ગીત હજીયે ગુંજે!

| {{સ-મ|૧૮–૧૨–૧૯૫૬}}

| </poem>

| == ટગર ટગર ==

| <poem>

| ::::ટગર ટગર હું જોતો રહું છું ટોળાં,

| ::::અહીં તહીં ભટકે જે ભોળાં ભોળાં!

| સ્વત્વ નહીં, વ્યક્તિત્વ નહીં, નહીં નામ અને નહીં રૂપ,

| હાથ કોઈને આવે નહીં શું હોય હવામાં ધૂપ,

| ગીત નહીં, ગુંજન નહીં, કિન્તુ ચીસ અગર તો ચૂપ!

| ::::જીવતા જાણે હોય મૃત્યુના ઓળા!

| લાખ ફૂલોના ઢગલાનાં હું રાતે જોતો સપનાં,

| એની નીચે સાપ સરકતા નીરખું છાનાછપના,

| ફૂલ ફૂલને કોરે કીડો; કેવળ આ ન કલપના!

| ::::સોય સમા શા વીંધે મારા ડોળા,

| ::::નગર નગર હું જોતો રહું છું ટોળાં!

| {{સ-મ|૧૮–૧૨–૧૯૫૬}}

| </poem>

| == અજાણ્યું એકે ના ==

| <poem>

| અહીં પૃથ્વીલોકે,

| કશા હર્ષે શોકે,

| મબલક મનુષ્યો સ્થળસ્થળે,

| પથ, વિજન, જ્યાં ત્યાં નિત મળે;

| અજાણ્યું એકે ના, પરિચિત બધાનાં મુખ મને;

| અરીસામાં જાણે નિજ મુખ નિહાળું, સુખ મને!

| {{સ-મ|૨૦–૧૨–૧૯૫૬}}

| </poem>

| == મુખ અને મહોરું ==

| <poem>

| તમારા મુખ પરે મહોરું

| કશું રંગીન ને રસથી ભર્યું

| નટની અદાથી છે ધર્યું,

| કાં કે તમે માની લીધું છે કે અસલ મુખ સાવ છે કોરું!

| ક્ષણે ક્ષણ કેટલી ચિંતા અને ભય

| કે રખે સરકી જશે

| ને સત્યનું મુખ સ્હેજમાં ફરકી જશે!

| ક્યાંથી હશે સુખ જ્યાં જીવન છે છેક છલનામય?

| કહો તેના ભલા, સમ ખાઈને કહું

| કે હજુ એકે અસુન્દર મુખ નથી દીઠું.

| હશે આ પૃથ્વી પર કંઈ મુખ સમું મીઠું!

| હું તો મુખદર્શને નિત ધન્યતા લહું.

| રે તમે એકાદ ક્ષણ માટે અસલ મુખ

| સ્હેજ તો પ્રગટો! ભલા, નહીં હોય ત્યારે આટલું દુ:ખ!

| {{સ-મ|૧૯૫૬}}

| </poem>

| == શું ધૂણો? ==

| <poem>

| પ્રેમ! પ્રેમ! શું ધૂણો?

| હે પ્રેમીજન, એકાદો તો ક્યાંક

| :::::: હૃદયમાં ખાલી રાખો ખૂણો!

| પ્રેમ! પ્રેમ! શું ધૂણો?

| નોટબુકમાં પાને પાને લેખ

| ::: પ્રેમનો તમે લખી છો નાખ્યો,

| ક્યાંક સુધારા, ક્યાંક વધારા કાજ

| ::: અગર જો હોય હાંસિયો રાખ્યો!

| ભલે ભાવતાં ભોજન ચાખો!

| ::: જરીક રાખો કોષ ઉદરનો ઊણો!

| પ્રેમ! પ્રેમ! શું ધૂણો?

| સૌ જાણીતા માનીતાથી ભર્યો

| ::: હૃદયનો ખંડ તમે જો ખાસ્સો,

| શું કરશો જ્યાં કોઈ અજાણ્યું

| ::: આવી માગે એક રાતનો વાસો?

| ગળાબૂડ છો ગરક પ્રેમમાં?

| ::: ભલે ડૂબો તો! તમે બધિર, નહીં સુણો!

| પ્રેમ! પ્રેમ! શું ધૂણો!

| {{સ-મ|૨૪–૧૨–૧૯૫૬}}

| </poem>

| == ભવ્ય એકલતા ==

| <poem>

| ‘હું અટૂલો છું, અટૂલા છો તમે!’

| – એ વાત,

| વારંવાર એની એ જ બસ પંચાત

| સૌને કેટલા રસથી

| અને ક્યારેક તો કેવા ચડસથી

| ગીતમાં ગાવી ગમે!

| એથી ક્ષણેક્ષણ ચિત્ત કેવું યુદ્ધમાં રમતું રમે!

| હું ને તમે સૌ સાથમાં –

| આ આપણી સારીય માનવજાત

| કે જે રાતદિન દિનરાત

| આખા વિશ્વની નિર્જીવતામાં જીવતી ભમતી ભમે

| તે એકલી.

| ના કોઈ છે સંગાથમાં.

| કેવી ભયાનક ભવ્ય એકલતા!

| (અગર જો કે વિરલ ને ધન્ય પણ

| સૌ આપણે એથી થતા!)

| – એ વાત

| એનો એક પણ આઘાત

| તમને કે મને કે કોઈનેયે ના દમે!

| ને તો પછી આ યુદ્ધ તે શાનાં શમે?

| {{સ-મ|૨૪–૧૨–૧૯૫૬}}

| </poem>

| == રિલ્કેનું મૃત્યુ ==

| <poem>

| ગુલાબ અર્પ્યું નિજ પ્રેમપાત્રને

| ને શૂળ કૈં કંટકની સહીને,

| વાંછ્યું’તું જે મૃત્યુ મનુષ્યમાત્રને

| તને મળ્યું ઈપ્સિત, એ લહીને

| તેં હોંસથી દર્દ હશે જ માણ્યું!

| તારે મુખે જે ગયું’તું ગવાઈ

| તે સર્વનું સત્ય હશે પ્રમાણ્યું

| શું આમ આ કંટકથી ઘવાઈ?

| તારી સખી પાસ ગુલાબ જે રહ્યું

| સુવાસ એમાં તવ પ્રેમની ભળી

| (અસ્તિત્વનું શ્રેષ્ઠ પ્રતીક તેં કહ્યું!)

| ને મૃત્યુનીયે સુરખી વળી ઢળી;

| મ્હેકી રહ્યો જીવનનો જ અર્થ :

| ના મૃત્યુ કોઈ કદી ક્યાંય વ્યર્થ!

| {{સ-મ|૨૭–૧૨–૧૯૫૬}}

| </poem>

| == પૂર્ણાંક ==

| <poem>

| અપૂર્ણાંકોનું ના ગણિત કદીયે પ્રેમ ભણતો,

| અને કોઈનુંયે હૃદય નહિ એ પૂર્ણ ગણતો;

| પછી તો બીજાને નિજ હૃદય પોતે જ ધરવું!

| નહીં તો જીતી લૈ અવરજનનું, પૂર્ણ કરવું!

| {{સ-મ|૧૮–૧–૧૯૫૭}}

| </poem>

| == પુનશ્ચ ==

| <poem>

| સંસારનાં સકલ યુગ્મ પુનશ્ચ ધન્ય!

| આ માનવીજગત જે લયતાલભગ્ન

| એમાં તમે વરવધૂ! રચ્યું આજ લગ્ન,

| સંવાદનું પુનિત પર્વ કશું અનન્ય!

| {{સ-મ|૧૯૫૭}}

| </poem>

| == આ પાનખરમાં ==

| <poem>

| આ પાનખરમાં (આપણા યુગમાં) પ્રભાતે

| સાવ સૂકાં પર્ણમાં સરતું

| અને સુસવાટ કરતું

| કોણ આ તે?

| સૂર્યતેજે ઝગમગે આ નૂર

| કોનું, જોઈ જેને આંખથી પાણી ઝરે?

| છે કેટલું તો ક્રૂર!

| અને કોની હશે આ તીક્ષ્ણ કાતિલ ધાર?

| એ તો જંગલીની જેમ જે અહીં તહીં ફરે

| તે આ પવનની કેડ પરની છે કટારી ઝૂલતી!

| જો કોઈનીયે હૂંફનું પ્હેર્યું કવચ ના હોય ને

| ::::: તો ના નીકળવું બ્હાર!

| એ તો મૃત્યુની ઠંડક લઈ હૈયામહીં જૈ હૂલતી!

| {{સ-મ|૧૯૫૭}}

| </poem>

| == માઘની પૂર્ણિમા ==

| <poem>

| માઘની પૂર્ણિમારાત્રિનો ચન્દ્ર

| શો ચાલતો મધ્યાકાશમાં મંદ મંદ!

| ટાઢમાં થરથરે,

| કિન્તુ કોને જઈ કરગરે?

| બંધ સૌ બારી ને દ્વાર,

| ર્હે કોણ તે આ સમે બ્હાર?

| ને વૃક્ષ પર પર્ણના પુંજ જો હોત, એ ઓઢતો

| ત્યાં ઘટામાં પડ્યો ર્હેત

| :::: આ રાતભર ટૂંટિયું વાળીને પોઢતો!

| કિન્તુ જ્યાં ક્ષિતિજ પરથી જરી

| :::: ડાળ પકડી અને આભ ચડવા જતો

| ત્યાં જ શા તીક્ષ્ણ વાગી ગયા ન્હોર,

| :::: તે હજુય છે મુખ પરે નખક્ષતો!

| શ્વેત હિમ ઓગળી ના રહ્યું, ચાંદની એમ ઢોળાય;

| પણ જ્યાં પડે સાવ સૂકાં કડક પર્ણ પર, શાંતિ ડ્હોળાય!

| આ હૃદયમાં હૂંફ છે, ચન્દ્ર જો ત્યાં વસે!

| ચિત્ત આ સ્વચ્છ છે, ચાંદની જો રસે!

| {{સ-મ|૧૫–૨–૧૯૫૭}}

| </poem>

| == દેશવટો ==

| <poem>

| આ દેશની બ્હાર ગયા વિના જ

| મળી શકે દેશવટો સદાયનો,

| છો ત્યાં થકી દૂર થયા વિના જ

| પ્રસંગ હા, પ્રાપ્ત થતો વદાયનો;

| હૈયાથકી હેતભર્યો સર્યો છતાં

| એ શબ્દનો જો પડઘો પડે ના,

| પ્રસાદ હો કૈં રસનો ધર્યો છતાં

| જો કોઈની અંગુલિયે અડે ના;

| એકાંત ત્યારે અનિવાર્ય, જાણે

| અજ્ઞાત કોઈ પરદેશ જેવું,

| ને જાત સાથે વસવું પરાણે

| જેની ન હો ઓળખ, ક્રૂર કેવું!

| લખ્યો ન આ દેશવટો અનન્ય

| લલાટ સૌને, કવિનેય, ધન્ય?

| {{સ-મ|૨૧–૨–૧૯૫૭}}

| </poem>

| == સંવાદ ==

| <poem>

| બે જણ મળ્યા,

| વાતે વળ્યા,

| ને કેટલાયે શબ્દ બસ મુખથી સર્યા,

| સૌ રસભર્યા;

| ને જીભ જ્યાં થાકી,

| વળી લાગ્યું હવે કૈં ના રહ્યું બાકી;

| અને શોધ્યા છતાં યે શબ્દ ના જ્યારે જડ્યા,

| છૂટા પડ્યા.

| શું શું પરસ્પરનું સુણ્યું? બહુ બહુ સ્મર્યું,

| ત્યારે જ જાણ્યું અન્યનું એકેય તે ન્હોતું કશું

| :::: કાને ધર્યું;

| તો શું કર્યું?

| હા, આત્મસંભાષણ નર્યું!

| એકાંત હાવાં શાંત નિજનિજનું રચે,

| સંવાદ ત્યાં સાચો મચે!

| {{સ-મ|૧–૩–૧૯૫૭}}

| </poem>

| == ભીડ ==

| <poem>

| અસહ્ય આ માનવની ન ભીડ?

| રાતી થતી આંખ કદીક વાગતી

| જો કોકની ઝૂંક જરીક, ભાંગતી

| કૈં પાંસળી જો કદી પેસી જાય

| કોણી, કદી તો ચગદાય પાય;

| મેલી હવા, કેમ ભરાય શ્વાસ?

| શું ખાનગી? ના પરદૃષ્ટિથી બચો!

| કોલાહલે શું કવિતાય તે રચો?

| અન્યોન્ય હૈયા પર હોય વાસ;

| ત્યારે ચડે શું મનમાં ન ચીડ?

| અસહ્ય આ માનવની છ ભીડ!

| એકાંતમાં હોય રચ્યું જ નીડ...

| ત્યાં શૂન્યતાની નહિ હોય પીડ?

| અસહ્ય આ માનવની ન ભીડ!

| {{સ-મ|૮–૩–૧૯૫૭}}

| </poem>

| == મેદાનમાં ==

| <poem>

| અહીં આ જ મેદાનમાં કાલ સાંજે

| (કહે છે કે જે ન આવ્યા તે અક્કરમી!)

| માનવોની મેદની શી ગજાવી,

| તે હવામાં છે હજુ એની ગરમી;

| ને તાલીઓ શી બજાવી,

| તે પડઘા તો હજુ ગાજે!

| અહીં એ જ મેદાનમાં આજ હવે

| (કાલ સાંજે દરમાં જે ભાગી ગઈ)

| અસંખ્ય આ કીડીઓ

| (કે જેના ઉદ્યમને કવિજન ઉમંગથી સ્તવે!)

| દરમાંથી બ્હાર બધે ઊભરાતી,

| કોણ જાણે કેમ પણ ખૂબ રાતી,

| ચૂપચાપ જાણે કૈં ન બન્યું એમ કામે કેવી લાગી ગઈ!

| {{સ-મ|૧૯૫૭}}

| </poem>

| == બે કૌંસ વચ્ચે ==

| <poem>

| જન્મ મૃત્યુ કૌંસ બે,

| વચ્ચે વહે આ જિંદગી;

| જે વ્યાકરણથી-પૂર્ણ-ના તે વાક્ય જેવી,

| લય ન જેને, કે ન જેને ચિહ્ન કોઈ વિરામનું,

| ના અલ્પ કે ના પૂર્ણ, ના આશ્ચર્ય કે પ્રશ્નાર્થનું;

| ને એકલાનો અર્થ પણ ના!

| કિન્તુ જે સંપૂર્ણ આખું વાક્ય

| – જેમાં અંતરાલે એ વસે

| એ વાક્યના તો અર્થમાં વૃદ્ધિ કરે,

| ક્યારેક તો એ વાક્યના સંવાદમાં, સૌંદર્યમાં શુદ્ધિ કરે!

| {{સ-મ|૨૨–૩–૧૯૫૭}}

| </poem>

| == બે પાય ધરવા જેટલી ==

| <poem>

| બે પાય ધરવા જેટલી

| :::: મારે જગા બસ જોઈએ,

| એથી વધારે તો હજી

| ::: ક્યારેય તે રોકી નથીને કોઈએ!

| જ્યાં જ્યાં ફરું,

| ટટ્ટાર હું જેની પરે ઊભો રહ્યો – બે પાય

| તે જ્યાં જ્યાં ધરું

| ને હેઠ પૃથ્વી જેટલી કંઈ માય

| તે મારી!

| અને બાકી રહી જે સૃષ્ટિ સારી

| તે હશે કોની મને પરવા નથી.

| ને એકસાથે બે જગા પર

| :::: પાય તો ધરવા નથી.

| {{સ-મ|૨૯–૩–૧૯૫૭}}

| </poem>

| == આ વસંત ==

| <poem>

| આ સૂરજ વરસે સોનું, સૌ કોઈ ઝીલો,

| ના પૂછશો એ છે કોનું, હો કોઈ ઝીલો!

| આ ચન્દ્રી અમૃત છલકે, સૌ કોઈ પી લ્યો!

| એ તો માસે માસે મલકે, હો કોઈ પી લ્યો!

| આ વસંત લાવે વાયુ, હો કોઈ ખીલો!

| નહીં લાવે આખું આયુ, સૌ કોઈ ખીલો!

| {{સ-મ|૫–૪–૧૯૫૭}}

| </poem>

| == આ નગરની ભીંત પર ==

| <poem>

| જ્યાં જુઓ ત્યાં આ નગરની ભીંત પર

| લીટા લપેડા શા સજાવ્યા છે!

| (હશે તો કેટલા સૌ માનવીનાં ચિત્ત પર?)

| મૃત્યુંજયી કો મંત્રના આ જાપ

| :::: અહીં જાણે ગજાવ્યા છે!

| ભલે આ સૂર્ય સળગે ગ્રીષ્મનો,

| :::: તે એક પણ લ્હોશે નહીં;

| ઝંખું તને જલધાર, વર્ષા,

| :::: તુંય શું ધોશે નહીં?

| {{સ-મ|૮–૪–૧૯૫૭}}

| </poem>

| == ઘૂમે વંટોળિયો ==

| <poem>

| ::::ઘૂમે વંટોળિયો,

| ભમતો ભમે છે કોઈ ભૂત જાણે ભોળિયો!

| આ રે મધ્યાહ્ન ધખે લૂખા વૈશાખમાં,

| ઝાઝેરી ધૂળ, પાંદ, તરણાં લૈ કાખમાં

| ઘૂમે છે; જો જો ઝઝૂમે ન આંખમાં!

| અવગતિયો જીવ આ તે કોણે ઢંઢોળિયો?

| ભડકો થૈ સૂરજમાં હમણાં સળગશે,

| ક્યાંથી આવ્યો ને હવે કોને વળગશે?

| ત્યાં તો સપાટ સૂતો! જાણ્યું ના ઠગશે!

| આખો અવકાશ એણે અમથો રે ડ્હોળિયો!

| {{સ-મ|૧૦–૫–૧૯૫૭}}

| </poem>

| == બ્રિટાનિયા! ==

| <poem>

| બ્રિટાનિયા! ઍટમ બૉમ્બ ફોડ્યો?

| પૃથ્વી પરે શ્રેષ્ઠ પ્રજા તું ચારસો

| વર્ષોથકી ને તુજ ભવ્ય વારસો

| સંસ્કારનો, સંયમ કેમ છોડ્યો?

| તારી સ્વયંસિદ્ધ હતી મહત્તા,

| તેં અન્ય જેવો ભય કેમ રે વર્યો?

| આ રાષ્ટ્રનો પ્રેમ નથી, અહં નર્યો!

| સ્વમાનનું નામ, ચહે તું સત્તા!

| ‘પ્રશાંત’નો આ ફળશે પ્રયોગ –

| જો અંતમાં અન્ય પ્રયોગ નિષ્ફલ

| આ માનવીસંસ્કૃતિનો જશે? છલ!

| આ વંચના! કેવલ આત્મભોગ!

| પ્હેલ્લો ધડાકો! નવ આંખ રોઈ?

| છેલ્લો ધડાકો સુણશે ન કોઈ!

| {{સ-મ|૧૭–૫–૧૯૫૭}}

| </poem>

| == આવો અગર ન આવો ==

| <poem>

| આવો અગર ન આવો જેવી તમારી મરજી,

| જોકે સદાય આવો એવી અમારી અરજી!

| આવ્યા અનેક વેળા, આનંદ શોય એથી

| કે ‘આવશો સદા’ એ સપનું ગયા છો સરજી!

| ને જો હવે ન આવો તો શું થશે અમારું?

| કેવી રીતે જિવાશે? – એવા અમે ન ગરજી!

| આવો અગર ન આવો જેવી તમારી મરજી,

| જોકે સદાય આવો એવી અમારી અરજી!

| {{સ-મ|મે ૧૯૫૭}}

| </poem>

| == ટેકરીની ટોચ પર ==

| <poem>

| ટેકરીની ટોચ પર ચોથે માળ

| વસું મિત્ર મડિયાને ઘેર,

| ત્રણ બાજુ ઊછળતો અબ્ધિ

| અને એક બાજુ મુંબઈ શું શ્હેર.

| સુણી રહું ઘેરું ઘેરું ઘૂઘવતો

| અબ્ધિ અહીં દિનરાત ગાય,

| જોઈ રહું ક્ષિતિજ પે ઝૂકી ઝૂકી

| આભ જે આ મૂગું મૂગું ચ્હાય.

| નીચે ત્યાં શું નગરજનોની

| નસનસે હશે તરંગનો તાલ?

| પરસ્પર મિલનમાં માનવીને

| ઉર હશે આવું કોઈ વ્હાલ?

| {{સ-મ|૪–૬–૧૯૫૭}}

| </poem>

| == પૂંઠે પૂંઠે ==

| <poem>

| કોણ રે આ આવી રહ્યું પૂંઠે પૂંઠે?

| ક્ષણે ક્ષણે પથ પર કોનો તે આ પદધ્વનિ ઊઠે?

| નથી કોઈ સંગ,

| નયનમાં નથી કોઈ સ્વપનનો રંગ;

| હૃદયમાં નથી કોઈ ગતનું રે ગીત,

| કેવળ છે સાંપ્રતની પ્રીત;

| નથી કોઈ યાદ,

| ઓચિંતાનો તોયે કોનો કરુણ આ સાદ –

| ‘મને મેલી જાય છે ક્યાં આગે આગે?’?

| ઓચિંતાનો કોનો તે આ હાથ પડે ખભે?

| ::::: કેવો ભાર લાગે!

| પાછળ હું જોઉં છું તો કોઈ ક્યાંય શોધ્યુંયે ન જડે,

| અલોપ જે જોતાંવેંત

| એવું તે આ કોનું પ્રેત?

| આગળ આ તો યે કોનો પડછાયો પડે?

| ક્ષણે ક્ષણે પથ પર કોનો તે આ પદધ્વનિ ઊઠે?

| કોણ રે આ આવી રહ્યું પૂંઠે પૂંઠે?

| {{સ-મ|જૂન ૧૯૫૭}}

| </poem>

| == હું ને – ==

| <poem>

| હું ને મારો પડછાયો,

| પણ રાતે જ્યાં દીપક બૂઊયો

| હું ત્યાં એકલવાયો!

| {{સ-મ|૧૯૫૭}}

| </poem>

| == નિન્દું ન હું ==

| <poem>

| નિન્દું ન હું કંટકને કદી હવે!

| છો અન્યથા સૌ કવિઓ કવે – લવે!

| હું કેમકે કંટકથી સવાયો

| ગુલાબની ગંધ થકી ઘવાયો!

| {{સ-મ|૧૯૫૭}}

| </poem>

| == ચાલ, ફરીએ ==

| <poem>

| ::::::ચાલ, ફરીએ!

| માર્ગમાં જે જે મળે તેને હૃદયનું વ્હાલ ધરીએ!

| ::::બ્હારની ખુલ્લી હવા

| ::::આવે અહીં, ક્યાં લૈ જવા?

| ::::જ્યાં પથ નવા, પંથી નવા;

| એ સર્વનો સંગાથ છે તો નિત નવા કૈં તાલ કરીએ!

| ::::એકલા ર્હેવું પડી?

| ::::આ સૃષ્ટિ છે ના સાંકડી!

| ::::એમાં મળી જો બે ઘડી

| ચ્હાવા વિશે, ગાવા વિશે; તો આજની ના કાલ કરીએ!

| ::::::ચાલ, ફરીએ!

| {{સ-મ|૧૯૫૭}}

| </poem>

| == ફરવા આવ્યો છું ==

| <poem>

| :::હું તો બસ ફરવા આવ્યો છું!

| હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું?

| :::અહીં પથ પર શી મધુર હવા

| :::ને ચહેરા ચમકે નવા નવા!

| :::– રે ચહું ન પાછો ઘેર જવા!

| હું ડગ સાત સુખે ભરવા, અહીં સ્વપ્નમહીં સરવા આવ્યો છું!

| :::જાદુ એવો જાય જડી

| :::કે ચાહી શકું બે ચાર ઘડી

| :::ને ગાઈ શકું બે ચાર કડી

| તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું!

| :::હું તો બસ ફરવા આવ્યો છું!

| {{સ-મ|૧૯૫૭}}

| </poem>

| == સદ્ભાગ્ય ==

| <poem>

| સદ્ભાગ્ય શું હોય મનુષ્ય હોવું?

| ક્ષણેક આનંદ, સદાય રોવું;

| ક્ષણેકનું યૌવન, વૃદ્ધ થૈ જવું;

| ક્ષણેકનો પ્રેમ, સદાય ઝૂરવું;

| ક્ષણેક જે પ્રાપ્ત, સદાય ખોવું;

| સદ્ભાગ્ય શું હોય મનુષ્ય હોવું?

| સદ્ભાગ્ય શું ન્હોય મનુષ્ય હોવું?

| સૌંદર્ય જ્યાં નિત્ય નવીન જોવું,

| જ્યાં કાવ્યમાં પ્રેમ ન મૃત્યુયુક્ત

| ને શિલ્પમાં યૌવન કાલમુક્ત,

| ધરા અહો ધન્ય, ન સ્વર્ગ મ્હોવું;

| સદ્ભાગ્ય શું ન્હોય મનુષ્ય હોવું?

| {{સ-મ|૧૯૫૭}}

| </poem>

| == વિદાયવેળા ==

| <poem>

| વિદાયવેળા નવ કો વ્યથા હો!

| નિ:શ્વાસ ના, નીર ન હોય નેણમાં;

| ના મ્લાન એકે મુખરેખ, વેણમાં

| કૃતઘ્નતાની નવ કો કથા હો!

| બે માનવીનું મળવું – અનન્ય!

| એમાં ય જો આદરસ્નેહ સાંપડે,

| ના સ્વર્ગ અન્યત્ર, સદાય ત્યાં જડે;

| કૃતાર્થ આ જીવન, પર્વ ધન્ય!

| અહીં મળે માનવ જે ગમી જતું

| જોતાં જ, તો બે ક્ષણ ચાહી લેવું!

| અને પછી સંગ ઉરે રમી જતું

| જો ગીત, તો બે ક્ષણ ગાઈ લેવું!

| હો ધન્ય સૌ માનવલોકમેળા,

| કૃતજ્ઞતા માત્ર વિદાયવેળા!

| {{સ-મ|૧૯૫૭}}

| </poem>

| == આ હાથ ==

| <poem>

| આ હાથ મારો પ્રિય મૃત્યુને વર્યો!

| પરંતુ એ જે ક્ષણથી તને ગમ્યો,

| તારા વળી હાથ વિશે રહી રમ્યો,

| રે ત્યારથી તો નિત અમૃતે ભર્યો!

| {{સ-મ|૨૭–૭–૧૯૫૭}}

| </poem>