Line 57: |
Line 57: |
| |next = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ | | |next = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ |

| == મારું હોવું ==

| <poem>

| મારું હોવું શું હવે તમને નડી રહ્યું ?

| તમારું મન હવે સતત એની સાથે લડી રહ્યું ?

| સાથે હતા ત્યારે તો એ બહુ બહુ ગમતું’તું,

| તમારા મનમાં તો એ ક્ષણે ક્ષણે રમતું’તું;

| હવે તમારું એ શૂન્ય મન શા શા ઘાટ ઘડી રહ્યું ?

| સાથે નથી ત્યારે મારું હોવું કૈં ટળશે નહિ,

| હોવું ન હોવું એમાં તમારું કૈં વળશે નહિ;

| તમારી આ દ્વિધા જાણી તમારું મન શું રડી રહ્યું ?

| {{સ-મ|સપ્ટેમ્બર, ૨૦૧૨}}

| </poem>

| == નિકટ – દૂર ==

| <poem>

| સ્ત્રી: આપણે પરસ્પરથી અત્યંત નિકટ થવું નથી.

| પુરુષ: તો આપણે પરસ્પરથી અત્યંત દૂર પણ જવું નથી.

| સ્ત્રી: અત્યંત નિકટ થવામાં ક્યારેક મને ભય થાય,

| {{space}} તમારા વ્યક્તિત્વમાં જ રખે મારા અસ્તિત્વનો લય થાય !

| પુરુષ: અત્યંત દૂર જવામાં ક્યારેક મનેય ભય થાય,

| {{space}} આપણી પરસ્પર જે આત્મીયતા રખે એનો ક્ષય થાય !

| સ્ત્રી: અત્યંત નિકટ નહિ થવું ને અત્યંત દૂર નહિ જવું.

| પુરુષ: સમુદ્રમાં હોય જેવું બે નૌકાનું સાથે સાથે વહી જવું.

| {{સ-મ|૨૦૧૩}}

| </poem>

| == હવે ==

| <poem>

| આ મારો હાથ તમારા હાથ સાથે હળ્યો,

| હવે શું દૂર ? શું પાસે ? જ્યાં પ્રાણ પ્રાણમાં ઢળ્યો.

| હવે આ પ્રેમ તે પ્રેમની પારનો પ્રેમ,

| નહિ નામ ને રૂપ, હવે હેમનું હેમ;

| હવે શું વાણી ? શું વાદ ? જ્યાં શ્વાસ શ્વાસમાં ભળ્યો.

| હવે હું નહિ, તું નહિ, હતું તે સૌ ગયું,

| કશું ન્હોતું ત્યારે જેમ હતું તેમ થયું;

| હવે શું જન્મ ? શું મૃત્યુ ? જ્યાં અંત આદિમ ફળ્યો.

| {{સ-મ|માર્ચ, ૨૦૧૩}}

| </poem>

| == સત્યાશીયે ==

| <poem>

| વર્ષોનાં મારાં કર્મોને આજે એકસાથે સ્મરી રહું,

| ત્યારે સંકલ્પોની ફૂલીફાલી સૃષ્ટિમાં હું સરી રહું.

| હે અગ્નિ ! તમે મારા અણુઅણુમાં વસ્યા,

| ક્ષણેક્ષણ તમે મારા શ્વાસેશ્વાસે શ્વસ્યા;

| એમાં મારા ચૈતન્ય સ્વરૂપને હું સાક્ષાત્ કરી રહું.

| હે અગ્નિ ! તમે બીજપ્રક્ષેપો કર્યાં કર્યાં,

| ને સૌ સંકલ્પો ને કર્મો રૂપે ફળ્યાં કર્યાં;

| એ નિષ્કામ, નિર્લેપ કર્મોનું ધ્યાન આજે ધરી રહું.

| હે અગ્નિ ! મારો દેહ ભસ્મમાં ભળી જાય,

| ને મારું ચૈતન્ય ચૈતન્યમાં મળી જાય;

| તમારી સહાય પ્રાર્થું કે હું એવું મૃત્યુ વરી રહું.

| {{સ-મ|૧૮ મે ૨૦૧૩}}

| </poem>

| == ભસ્મ રૂપે ==

| <poem>

| હવે તમે કહો છો, ‘ક્યારેક મળશું !’

| વર્ષો લગી પરસ્પરથી દૂર ગયા, હવે પાછા વળશું ?

| વર્ષો પૂર્વે મળ્યા ત્યારે કેવું મળ્યા હતા,

| તમે સહી શક્યા નહિ એવું હળ્યા હતા;

| તમે કહ્યું, ‘હવેથી મળશું નહિ, આમ ક્યાં લગી બળશું ?’

| આયુષ્યનો અંત હવે બહુ દૂર નથી,

| મૃત્યુ આપણે માનીએ એવું ક્રૂર નથી;

| ક્યારેક મળશું, પણ સદેહે નહિ, ભસ્મરૂપે ભળશું.

| {{સ-મ|જુલાઈ, ૨૦૧૩}}

| </poem>

| == નર્યા ને નર્યા ==

| <poem>

| વર્ષોનાં વર્ષો પછી આપણે પાછા ફર્યા,

| વચમાં વર્ષોનાં વર્ષો આપણે સ્વેચ્છાએ વિરહને વર્યા.

| વિરહમાંયે આપણું મન ભર્યું ભર્યું હતું,

| બારે માસ જાણે વસંત હોય એમ થતું,

| પરસ્પરનો સંગ ન’તો તોયે કેટકેટલા રંગ ધર્યા.

| આપણે જ્યાંથી આરંભ કર્યો અંતે ત્યાં જ મળ્યા,

| વિરહનાં વર્ષો એવાં તો ફૂલ્યાં, ફાલ્યાં ને ફળ્યાં,

| વર્ષોનાં વર્ષો પૂર્વે હતાં એવાં આજે જાણે નર્યાં ને નર્યાં.

| {{સ-મ|જુલાઈ, ૨૦૧૩}}

| </poem>

| == ઈશાવાસ્ય ==

| <poem>

| કેટકેટલું રુદન ને કેટકેટલું હાસ્ય,

| કેટકેટલું તાંડવ ને કેટકેટલું લાસ્ય.

| આપણાં એ વર્ષો, જીર્ણ એમનો ન અંત;

| કાળ જાણે થંભ્યો અને આપણે અનંત;

| એ વર્ષોમાં જાણે ન કોઈ દૈન્ય, ન કોઈ હાસ્ય.

| એ સૌ હવે સ્મૃતિમાં છે, ક્યાંય નથી ગયું;

| સીમ તે અસીમ, રૂપ તે અરૂપ થયું;

| એ જગત્યાં જગત્ તો હવે આપણું ઈશાવાસ્ય.

| {{સ-મ|જાન્યુઆરી, ૨૦૧૩}}

| </poem>

| == નિર્વેદ ==

| <poem>

| આપણો વિરહ એ વિચ્છેદ નથી,

| એથી સ્તો આપણને એનો કોઈ ખેદ નથી.

| મિલનમાં તો દેહનું અંતરપટ નડતું,

| વિરહના અવકાશમાં કશું નથી અડતું;

| મિલન ને વિરહમાં એટલો શું ભેદ નથી ?

| છતાં કદાચ ક્યારેક ક્યાંક મિલન જો થશે,

| એથી હરખ કે શોક જેવું કશું નહિ હશે;

| હવે શું આપણા બેમાં એટલો નિર્વેદ નથી ?

| {{સ-મ|જાન્યુઆરી, ૨૦૧૩}}

| </poem>

| == આવજો ==

| <poem>

| જ્યારે જ્યારે તમારું મન માને ત્યારે આવજો !

| આવો ત્યારે ‘આવું છું’ એવું કશું યે ના ક્હાવજો !

| વર્ષો લગી મળતા’તા મળજો એ રીતે,

| મારી સાથે હળતા’તા હળજો એ પ્રીતે;

| મનમાં જે હોય તે ક્હેજો, મનને ના તાવજો !

| હું તો તમને દેહ-મનથી વરી હતી,

| વિધાતાની વક્રતા તે પાછી ફરી હતી;

| હવે પછી આ વાત મનમાં કદી ના લાવજો !

| {{સ-મ|માર્ચ, ૨૦૧૪}}

| </poem>

| == અઠ્ઠયાશીમે ==

| <poem>

| આયુષ્યના અઠ્ઠયાશી વર્ષો ગયાં, સૌ હેમખેમ ગયાં,

| હે અગ્નિ, તમે મારા અણુઅણુમાં છો, તમે જાણો છો એમ કેમ ગયાં.

| હે અગ્નિ, મને મોહ કે લોભ થયો ત્યાં તો તમે મને ટોક્યો,

| હજૂ તો હું કુમાર્ગે ગયો ન ગયો ત્યાં તો તમે મને રોક્યો,

| એથી સૌ વર્ષો જેમ બિન્દુથી બિન્દુ પ્રતિ સીધી રેખા જાય તેમ ગયાં.

| હે અગ્નિ, હવે પછી પદે પદે મારી પરે ધ્યાન ધરજો,

| અંતકાળે હું કહી શકું એમ કરુણાનું દાન કરજો

| કે મારાં સૌ વર્ષો જેમ આદિથી આદિ પ્રતિ વર્તુલ જાય એમ ગયાં.

| {{સ-મ|૧૮ મે, ૨૦૧૪}}

| </poem>

| == નામ નથી ==

| <poem>

| આપણી વચ્ચે જે સંબંધ છે એનું કોઈ નામ નથી,

| એ તો બાવન બાહેરો છે, વાણીનું કોઈ કામ નથી.

| એને કોઈ રૂપ નથી, આંખથી એ ન જોઈ શકાય,

| એના ઘાટ ઘડ્યા નથી, એને ક્યાંય ન પ્રોઈ શકાય;

| એ તો નિર્ગુણ છે, એને કોઈ અર્થ, કોઈ કામ નથી.

| એની સાથે તુલનામાં સુવર્ણનો કોઈ તોલ નથી,

| હીરા, મોતી ને માણેક એના જેવા અણમોલ નથી;

| એના મૂલ્યાંકન માટે કોઈ તોલા, કોઈ ગ્રામ નથી.

| {{સ-મ|જુલાઈ, ૨૦૧૪}}

| </poem>

| == હવેથી હું તમને નહિ ચહું ==

| <poem>

| તમે કહો છો, ‘હવેથી હું તમને નહિ ચહું’,

| ભલે ! પણ ‘હવેથી હું તમને નહિ ચહું’ એવું હું નહિ કહું.

| એથી આપણો આ પરસ્પરનો પ્રેમ કદી મરશે નહિ,

| ને તો પછી તમે જે કંઈ ક્હેશો એનો અર્થ સરશે નહિ;

| હું તમને ચાહ્યા જ કરીશ એથી હું તો એકલતા નહિ સહું.

| જેને કદી ન ચાહ્યું હોય એને પછી ચાહવું સોહ્યલું છે,

| જેને સદા ચાહ્યું હોય એને પછી ન ચાહવું દોહ્યલું છે;

| ચાહવું કે ન ચાહવું એવી દ્વિધામાં હું તો ક્યારેય નહિ રહું.

| {{સ-મ|જાન્યુઆરી, ૨૦૧૫}}

| </poem>

| == નેવ્યાશીમે ==

| <poem>

| <ref>૨૦૧૫ના મેની ૧૮મીએ મારી નેવ્યાશીમી જન્મતિથિ નિમિત્તે ડૉ. પ્રીતિ મહેતા અને ડૉ. રૂપેશ મહેતાએ એમના નિવાસસ્થાને મિત્રમિલન અને રાત્રિભોજન યોજ્યું હતું તે પ્રસંગે વંચાયું.</ref>

| વાતમાં ને વાતમાં નેવ્યાશી વર્ષો તો ગયાં, કાલથી નેવુ થશે,

| બાકી જે કૈં રહ્યાં જોતજોતામાં જશે, એમાં આયુષ્ય કેવું હશે ?

| આજ લગી વરસોવરસ જેવું સુખે ગયું હવે એવું જશે ?

| જન્મ પૂર્વે ને મૃત્યુ પછી અંધકાર છે, એ સત્ય હું ગ્રહી શકું,

| જન્મ્યા પછી હવે પ્રકાશ મેં જોયો નથી એવું નહિ કહી શકું;

| આ જગતમાં પ્રકાશથી વિશેષ એવું કશું જોવા જેવું હશે ?

| મારું મોટું સદ્ભાગ્ય ! મને પ્રેમ મળ્યો, મૈત્રી મળી, કાવ્ય મળ્યું;

| આયુષ્ય જાણે કે એક સપનું હોય એમ ફૂલ્યું, ફાલ્યું ને ફળ્યું;

| અંતે આ દેહ ભસ્મમાં ભળી જશે, પછી જેવું હતું તેવું થશે.

| {{સ-મ|૧૮ મે, ૨૦૧૫}}

| </poem>

| == આટલું મારે માટે બસ છે ==

| <poem>

| તમે મને એક વાર ચાહ્યો હતો – આટલું મારે માટે બસ છે.

| જેણે પ્રેમ ખાતર પ્રેમ કર્યો એને અન્ય કશામાં શો રસ છે ?

| જાતજાતનો પ્રેમ આ સંસારમાં સુલભ છે,

| પ્રેમથીયે પર હોય એવો પ્રેમ દુર્લભ છે.

| તમે નિષ્કામ ને નિષ્કારણ પ્રેમ કર્યો એનો તમને યશ છે.

| ધન, સત્તા, કીર્તિ આ સંસારમાં સ્વર્ગતુલ્ય છે,

| એ સૌની તુલનામાં પ્રેમ સૌથી મોટું મૂલ્ય છે.

| તમારા એ પ્રેમની તુલનામાં સ્વર્ગોનુંયે સ્વર્ગ એવી તે શી વસ છે ?

| {{સ-મ|૧. સપ્ટેમ્બર, ૨૦૧૫}}

| </poem>

| == આ એ જ ઘર છે ? ==

| <poem>

| આ એ જ ઘર છે જે અર્ધી સદી પૂર્વે મેં હસતું રમતું જોયું હતું !

| એ જીવતું જાગતું હતું એથી તો એની પર મારું મન મોહ્યું હતું.

| આ જ ઘરમાં આપણે બે પ્રથમ વાર મળ્યાં હતાં,

| આ જ ઘરમાં આપણે બે પરસ્પરમાં ભળ્યાં હતાં;

| આ જ ઘરમાં આપણે આપણા વ્યક્તિત્વને એકમેકમાં ખોયું હતું.

| આ જ ઘરમાં હવે આપણાં બેનાં પ્રેત વસી રહ્યાં,

| અહીં શૂન્યતામાંએ કેવું ખડખડાટ હસી રહ્યાં;

| આ એ જ ઘર છે જે વરસો પૂર્વે એક વાર સ્વર્ગ સમું સોહ્યું હતું ?

| {{સ-મ|૧. સપ્ટેમ્બર, ૨૦૧૫}}

| </poem>

| == કોઈ ભેદ નથી ==

| <poem>

| હવે તમે મને ચાહો કે ન ચાહો એમાં કોઈ ભેદ નથી,

| હવે તમે નિકટ હો કે દૂર હો એનો કોઈ ખેદ નથી.

| તમે મને ચાહ્યો’તો એ કથા શું શૂન્યમાં શમી જશે ?

| આયુષ્યના અંત લગી એ તો સ્મરણોમાં રમી જશે.

| અતીત અને અનાગત એ બેની વચ્ચે કોઈ છેદ નથી.

| મારા અસ્તિત્વને તમે ક્યારેય તે નહિ હરી શકો,

| જે હતું તેને ન હતું એવુ તમે નહિ કરી શકો;

| જે મિથ્યાનેયે સત્ય માને એવો પાંચમો કોઈ વેદ નથી.

| {{સ-મ|ડિસેમ્બર, ૨૦૧૫}}

| </poem>

| == અધૂરૂં ==

| <poem>

| તે દિવસે તમારા ઘરમાંથી વિદાય થતો હતો

| (ત્યારે જાણ્યું ન’તું હું તમારાથી હંમેશ માટે દૂર જતો હતો),

| ત્યારે તમે કહ્યું’તું, ‘થોડુંક અધૂરું છે, પૂરું થશે એટલે કહીશ.’

| મેં કહ્યું’તું, ‘ત્યાં લગી તમારાથી દૂર રહીશ.’

| ‘પૂરું થશે એટલે કહીશ’, એ શબ્દોને વર્ષો થયાં,

| તમારા મૌનમાં ને મૌનમાં વર્ષો ગયાં;

| જાણું નહિ કેમ પણ મેંય તે તમને પૂછ્યું નહિ: ‘પૂરું થયું ?’

| મારું એ પૂછવાનું પણ અધૂરું રહ્યું.

| કોઈનુંયે ક્યારેય બધું પૂરું થયું હોય છે ?

| સૌ મનુષ્યોનું કૈં ને કૈં અધૂરું રહ્યું હોય છે.

| અલ્પજીવી મનુષ્યોની એ નિયતિ,

| અપૂર્ણ એવા મર્ત્ય મનુષ્યોની એ ગતિ.

| ચિતામાં ખોળિયું તો ભસ્મમાં ભળી જતું હોય છે

| તો સાથે સાથે જીવનમાં જે અધૂરું રહ્યું તે પણ બળી જતું હોય છે.

| {{સ-મ|૨૧ જાન્યુઆરી, ૨૦૧૬}}

| </poem>

| == હણી નહિ શકો ==

| <poem>

| તમે મારા અસ્તિત્વને હણી નહિ શકો,

| ભૂતકાળને ભૂલી તમે સ્વપ્નોની જાળ વણી નહિ શકો.

| કાળની ચિરગતિમાં આજની કાલ થતી હોય છે,

| સ્મરણોની સ્થિતિમાંથી કાલ ક્યારેય જતી હોય છે ?

| મને, તમારા ભૂતકાળને તમે અવગણી નહિ શકો.

| આજ પછી તમે જે કૈં મનમાન્યાં ગીત ગાયાં હશે,

| તેની પરે આજ લગી જે કૈં કર્યું તેની છાયા હશે,

| વિસ્મૃતિ ને વંચનાના પાયા પર કશું ચણી નહિ શકો.

| {{સ-મ|મે, ૨૦૧૬}}

| </poem>

| == દ્વિધા ==

| <poem>

| હું મને અનેક વાર પૂછું છું: શું હું તમને ધિક્કારું છું ?

| ને તોયે રાતદિન હું તમને મારા હૃદયમાં ધારું છું ?

| ક્ષણેક્ષણ હું આ દ્વિધામાં રહું છું,

| મૃત્યુ પૂર્વે મૃત્યુની વ્યથા સહું છું;

| તમને મારા હૃદયમાંથી દૂર કરવામાં હું હારું છું.

| હવે ક્યાંથી કહું: ‘તમે દૂર જાઓ !’?

| ને જો તમે જાતે જ દૂર ન થાઓ

| એથી તો હું તો મરું છું ને સાથે સાથે તમનેય મારું છું.

| {{સ-મ|મે, ૨૦૧૬}}

| </poem>

| == સર્વસ્વ મળી ગયું ==

| <poem>

| મને તમારો પ્રેમ મળ્યો, એમાં તો તમારું સર્વસ્વ મળી ગયું,

| હું સદ્ભાગી, જાણું નહિ મારું એવું તે કયું પુણ્ય ફળી ગયું.

| મારી પાસે શું ન્હોતું ? ધન હતું, કીર્તિ હતી, ન હતો એક પ્રેમ,

| એ પ્રેમ મને મળ્યો, સર્વસ્વ મળ્યું, હવે એ જ મારું યોગક્ષેમ;

| એ પ્રેમની પાવક જ્વાળામાં મારું જે કૈં પાપ તે પ્રજ્વળી ગયું.

| તમારો પ્રેમ તો મૃત્યુંજયનો મંત્ર, હવે મૃત્યુનો જય નથી,

| મૃત્યુ ભલેને ગમે ત્યારે આવે, હવે મને મૃત્યુનો ભય નથી;

| એ પ્રેમ તો ચિરંતન, હવે મૃત્યુ પૂર્વે મરવાનું ટળી ગયું.

| {{સ-મ|મે, ૨૦૧૬}}

| </poem>

| == નેવુમે: કાવ્ય અને કૃતાર્થતા ==

| <poem>

| મિત્રો,

| આજે મને નેવુ વર્ષ પૂરાં થાય છે. વર્ષોથી તમે સૌ મિત્રો પ્રેમ વરસાવો છો. આજે તમે સૌેએ સાથે મળીને જે પ્રેમ વરસાવ્યો છે એ માટે હું તમારો હૃદયપૂર્વક આભાર માનું છું. તમારા પ્રેમને હું પ્રણામ કરું છું. એનો કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર કરું છું અને ધન્યતા અનુભવું છું.

| મનુષ્યની અનેક વિશેષતાઓ છે. એને કાળનું ભાન છે. એ એની એક મુખ્ય વિશેષતા છે. એથી એ જાણે છે કે એના આયુષ્યને અવધિ છે. ઉપનિષદના ઋષિએ આયુષ્યની સો વર્ષની અવધિ આંકી છે. મને લાગે છે કે હું સો વર્ષ જીવી શકીશ. તમારો પ્રેમ મને જિવાડશે.

| આજના જન્મદિવસ માટે મેં એક કાવ્ય રચ્યું છે: ‘નેવુમે’. નેવુ વર્ષ થયાં હોય અને દસમા દાયકામાં પ્રવેશ થવાનો હોય ત્યારે એક વાર મૃત્યુ તરફ નજર નાંખવી જોઈએ. આ કાવ્યમાં મૃત્યુને સંબોધન છે. પણ આ મૃત્યુનું કાવ્ય નથી. આ જિજીવિષાનું કાવ્ય છે, જીવવાની ઇચ્છાનું કાવ્ય છે:

| </poem>

| == નેવુમે ==

| <poem>

| મૃત્યુ, હું જાણું છું તું કેમ આવતું નથી

| તારે આવવું નથી એવું નથી, પણ તું ફાવતું નથી.

| નેવુ વરસ લગી તો તારે ધીરજ ધરવી !

| એક દાયકો રહ્યો ત્યાં શું અધીરાઈ કરવી ?

| આ તો તને સહજ પૂછ્યું, બાકી તને કોઈ તાવતું નથી.

| આવવું છે ? આવ ! તને કોઈ રોકટોક નથી,

| તું જો આવીશ તો મને કોઈ હર્ષશોક નથી;

| હું જાણું છું તું તો સાવ મૂંગું છે, કદી કશું ક્હાવતું નથી.

| {{સ-મ|૧૮ મે, ૨૦૧૬}}

| </poem>

| == મેં કેટકેટલાં મૃત્યુ જોયાં ! ==

| <poem>

| મેં કેટકેટલા નાના, મોટા ને સમવયસ્ક મિત્રો ને સ્વજનો ખોયા !

| મારું જીવન ધન્ય હોય તો એ સૌનો પ્રેમ એનું કારણ,

| પ્રેમ એ તો આ મર્ત્યલોકમાં મૃત્યુનું એકમાત્ર વારણ;

| હવે નહિ કહું મેં એ સૌ ખોયા, એ સૌ મારી સ્મૃતિમાં સદાયના સોહ્યા.

| થોડાક નાના મિત્રો રહ્યા, એમનો પ્રેમ મળતો રહેશે.

| મારાં બકીનાં સૌ વર્ષમાં એ તો સતત ફળતો રહેશે;

| જાણું ના કેમ કાળભગવાન મારા ભાગ્ય પર આટલું મોહ્યા.

| {{સ-મ|૧૮ મે, ૨૦૧૬}}

| </poem>

| == એકાણુમે ==

| <poem>

| જ્યારે આ સાંજ ધીમેધીમે નમતી જાય,

| ત્યારે આ કોની છાયા ધીમેધીમે ભમતી થાય ?

| ત્યારે સવારનાં ઝાકળનાં રૂપ

| અને બપોરના તડકાના ધૂપ,

| એ સૌની સ્મૃતિઓ મારા મનમાં રમતી થાય.

| જ્યારે સાંજ ભાર સૌ ખમતી થાય

| અને દૂર ક્ષિતિજે શમતી જાય

| ત્યારે કોઈની છાયામૂર્તિ મને ગમતી જાય

| {{સ-મ|૧૮ મે, ૨૦૧૭}}

| </poem>

| == મૃત્યુને (એક) ==

| <poem>

| મૃત્યુ, મારા જન્મ સાથે તારો જન્મ.

| પણ ત્યારે તો તું દૂર, દૂર.

| દૂરથી તારો ચહેરો જોયો હતો, ઝાંખો ઝાંખો,

| ક્યારેક કઠોર, ક્યારેક કોમળ.

| જેમજેમ હું જીવતો ગયો,

| તેમ તેમ હું તારી નિકટ થતો ગયો.

| તોયે હજીયે તું દૂર.

| હવે આજે તું નિકટ.

| નિકટથી તારો ચહેરો જોઉં છું, સ્વચ્છ સ્વચ્છ,

| સદા શાન્ત, સદા સૌમ્ય.

| હવે આજે તું અતિ નિકટ.

| ગમે ત્યારે આપણે એકમેકમાં ભળી જશું,

| ગમે ત્યારે આપણે એકસાથે જ બળી જશું.

| ત્યારે મારા મૃત્યુ સાથે તારું મૃત્યુ.

| {{સ-મ|૧૮ મે, ૨૦૧૭}}

| </poem>

| == આ તમારો પ્રેમ ==

| <poem>

| કથીર હોય કે હેમ,

| ના, ના, ના જોઈએ આ તમારો પ્રેમ !

| એ ક્ષણમાં સહી ને ક્ષણમાં નહીં,

| એ ક્ષણમાં અહીં ને ક્ષણમાં તહીં,

| તો ભલેને જે છે તે એમનું એમ !

| મિલનમાં દુ:ખ, વિરહમાં સુખ;

| તમારા પ્રેમનાં આ કેવાં બે મુખ,

| એ ન ફરે આમ ને ન ફરે તેમ !

| {{સ-મ|ડિસેમ્બર ૨૦૧૭}}

| </poem>

| == પ્રેમ મૈત્રીમાં ફળે ==

| <poem>

| તો પ્રેમ મૈત્રીમાં ફળે,

| પ્રેમમાં જે હું તું છે, ને જે મોહ છે તે જો ટળે !

| મોહમાં આરંભ, એ મોહનો અર્થ,

| પ્રેમમાં અંત, મોહ ન હોય વ્યર્થ,

| નદી નમતી નમતી અંતે સમુદ્રમાં ભળે.

| મૈત્રી એ તો પ્રેમનું અંતિમ રૂપ,

| સુખડ બળે પછી અંતે એ ધૂપ;

| મૈત્રીમાં પ્રેમ એના વિશ્વરૂપમાં ઝળહળે !

| {{સ-મ|ડિસેમ્બર ૨૦૧૭}}

| </poem>

| == મિત્રો થવું કાંઈ સહેલું નથી ==

| <poem>

| પુરુષ: આપણે બે મિત્રો ન થયાં તે ન જ થયાં.

| {{space}} આપણે મિત્રો થવા મથ્યાં, એમાં કેટકેટલાં વર્ષો ગયાં.

| સ્ત્રી: શું મારું માન અભિમાન કારણ હશે ?

| {{space}} શું તમારો સંકોચ સંયમ ભારણ હશે ?

| {{space}} આશ્ચર્ય છે કે આપણે એકમેકને આટલાં વર્ષો સહ્યાં.

| પુરુષ: વર્ષો ગયાં ? મૈત્રીમાં મોડું વહેલું નથી,

| {{space}} કારણ ? મિત્રો થવું કાંઈ સહેલું નથી,

| {{space}} તો ભલે આપણે આમ એકમેકથી દૂર એકલાં રહ્યાં.

| {{સ-મ|જાન્યુઆરી, ૨૦૧૮}}

| </poem>

| == મૃત્યુને ==

| <poem>

| મૃત્યુ, તું માને છે કે હું તારાથી ડરીશ,

| તું આવીશ એ ક્ષણે તને કાલાવાલા કરીશ.

| એ ક્ષણ મારા જીવનની અંતિમ ક્ષણ હશે,

| એ ક્ષણે મારી ચિરવિદાયનો ઉત્સવ થશે.

| એને અંતે શું તું એ જાણે છે કે તું ક્યાં ઠરીશ ?

| એ ઉત્સવમાં તું સતત મારી સાથે રહીશ,

| એ ક્યારે સમાપ્ત થશે તે તું જ મને કહીશ,

| પછી હું તો મરીશ પણ સાથે તું યે મરીશ.

| {{સ-મ|જાન્યુઆરી, ૨૦૧૮}}

| </poem>