17,546
edits
(+1) |
(+1) |
||
Line 27: | Line 27: | ||
કાકુભાઈ રવિવારે સવારે સોસાયટીમાં ચાલવા નીકળ્યા. સફેદ બગલા જેવો ટેરીકોટનનો ચકચકતો ઝભ્ભો અને એ જ કાપડમાંથી બનાવરાવેલો લેંઘો. પગમાં કાળા કલરની બ્રાન્ડેડ પોચી ચંપલ, ડોકમાં સોનાનો દોરો. જમણા હાથની પહેલી આંગળીમાં ગુરુનું પીળું અને ત્રીજી આંગળીમાં સૂર્યનું ગુલાબી નંગ. વધારામાં ટચલી આંગળીમાં ચંદ્રનું મોતી! માથે વીઘાએકની ટાલ ચમકે. દાઢી તો એમને પહેલેથી જ પૂરી ઊગી નહોતી. મૂછનો ભાગ બરાબર ચેપ્લિન જેવો પણ દાઢીના આગળના ભાગમાં થોડાક તરણા જેવા વાળ ઊગે, વળી ગોળમટોળ એવા બંને ગાલ સાવ ખાલી. જો કે તોય રોજ છોલવું તો પડે જ. નહીંતર સાવ બકરાદાઢી જ લાગે! કાકુભાઈ આ વાત બરાબર જાણે એટલે વારંવાર ‘ક્લીનશેવ્ડ’નું મહિમ્ન ગાયા કરે. | કાકુભાઈ રવિવારે સવારે સોસાયટીમાં ચાલવા નીકળ્યા. સફેદ બગલા જેવો ટેરીકોટનનો ચકચકતો ઝભ્ભો અને એ જ કાપડમાંથી બનાવરાવેલો લેંઘો. પગમાં કાળા કલરની બ્રાન્ડેડ પોચી ચંપલ, ડોકમાં સોનાનો દોરો. જમણા હાથની પહેલી આંગળીમાં ગુરુનું પીળું અને ત્રીજી આંગળીમાં સૂર્યનું ગુલાબી નંગ. વધારામાં ટચલી આંગળીમાં ચંદ્રનું મોતી! માથે વીઘાએકની ટાલ ચમકે. દાઢી તો એમને પહેલેથી જ પૂરી ઊગી નહોતી. મૂછનો ભાગ બરાબર ચેપ્લિન જેવો પણ દાઢીના આગળના ભાગમાં થોડાક તરણા જેવા વાળ ઊગે, વળી ગોળમટોળ એવા બંને ગાલ સાવ ખાલી. જો કે તોય રોજ છોલવું તો પડે જ. નહીંતર સાવ બકરાદાઢી જ લાગે! કાકુભાઈ આ વાત બરાબર જાણે એટલે વારંવાર ‘ક્લીનશેવ્ડ’નું મહિમ્ન ગાયા કરે. | ||
એ ચાલતા હતા ત્યારે સામેથી બાજુવાળો ચિરાગ પટેલ આવ્યો. ક્યારનો ય ગાંડા હાથીની જેમ લફડફફડ ચાલતો હશે, એટલે પરસેવો પરસેવો થઈ ગયો હતો. કાકુભાઈને જોયા એટલે ‘ગુડ મોર્નિંગ સાહેબ!’ કહ્યું. કાકુભાઈએ ચિરાગ સામે જોયું ન જોયું કર્યું ને માંડ આટલું બોલ્યા: | એ ચાલતા હતા ત્યારે સામેથી બાજુવાળો ચિરાગ પટેલ આવ્યો. ક્યારનો ય ગાંડા હાથીની જેમ લફડફફડ ચાલતો હશે, એટલે પરસેવો પરસેવો થઈ ગયો હતો. કાકુભાઈને જોયા એટલે ‘ગુડ મોર્નિંગ સાહેબ!’ કહ્યું. કાકુભાઈએ ચિરાગ સામે જોયું ન જોયું કર્યું ને માંડ આટલું બોલ્યા: | ||
‘મોર્નિંગ!’ | |||
પણ ચિરાગ એમને છોડે એવો ક્યાં હતો? હળવેથી પૂછ્યું: | પણ ચિરાગ એમને છોડે એવો ક્યાં હતો? હળવેથી પૂછ્યું: | ||
‘આજે તમારી ફાયરબ્રિગેડ નહીં આબ્બાની ચ્યમ સાહેબ?’ | |||
કાકુભાઈએ પ્રશ્નસૂચક નજરે જોયું એટલે કહે કે – | કાકુભાઈએ પ્રશ્નસૂચક નજરે જોયું એટલે કહે કે – | ||
‘આજે રઈવાર ખરો કે નંઈ? એટલે પૂછ્યું.’ | |||
કાકુભાઈનો ગુસ્સો આસમાને અડી ગયો પણ ટ્રેનિંગમાં શિખવાડેલું કે ગમે તેવા સંજોગમાં ય આપણો ટોન બદલાવો ન જોઈએ. કાકુભાઈને વહીવટનું બીજું બધું ઓછું યાદ રહેલું પણ, આ વાત બરાબર બેસી ગયેલી એટલે મોઢું કડક કરીને બોલ્યા- | કાકુભાઈનો ગુસ્સો આસમાને અડી ગયો પણ ટ્રેનિંગમાં શિખવાડેલું કે ગમે તેવા સંજોગમાં ય આપણો ટોન બદલાવો ન જોઈએ. કાકુભાઈને વહીવટનું બીજું બધું ઓછું યાદ રહેલું પણ, આ વાત બરાબર બેસી ગયેલી એટલે મોઢું કડક કરીને બોલ્યા- | ||
‘અરે ભાઈ! એને ‘ઇનોવાં’ કહેવાય ફાયરબ્રિગેડ નહીં!’ | |||
ચિરાગ તો ગયો પણ મનમાં કશુંક સળગાવીને ગયો. | ચિરાગ તો ગયો પણ મનમાં કશુંક સળગાવીને ગયો. | ||
રોજ કરતાં આજે બે આંટા વધારે લીધા. ડૉક્ટરે કહ્યું હતું કે, | રોજ કરતાં આજે બે આંટા વધારે લીધા. ડૉક્ટરે કહ્યું હતું કે, | ||
‘પંડ્યાસાહેબ! જો ચાલવાનું નહીં રાખો તો સુગર કંટ્રોલ કરવાનું મુશ્કેલ બની જશે. અને આ ડાયાબિટીશને તો તમે જાણો જ છો… કાબૂમાં ન રહે તો મલ્ટિપલ ફેલ્યોર!’ | ‘પંડ્યાસાહેબ! જો ચાલવાનું નહીં રાખો તો સુગર કંટ્રોલ કરવાનું મુશ્કેલ બની જશે. અને આ ડાયાબિટીશને તો તમે જાણો જ છો… કાબૂમાં ન રહે તો મલ્ટિપલ ફેલ્યોર!’ | ||
પંડ્યાસાહેબ ચાલતા હતા, ત્યાં મંગુભાઈ પાછળથી જરા ઝડપથી ચાલીને એમના ભેગા થઈ ગયા. એ પડખોપડખ ચાલવા માંડ્યા એ કાકુભાઈને ન ગમ્યું, પણ એવડી મોટી ઉંમરના માણસને શું કહેવું? એટલી વારમાં તો મંગુભાઈએ વાત શરૂ કરી: | પંડ્યાસાહેબ ચાલતા હતા, ત્યાં મંગુભાઈ પાછળથી જરા ઝડપથી ચાલીને એમના ભેગા થઈ ગયા. એ પડખોપડખ ચાલવા માંડ્યા એ કાકુભાઈને ન ગમ્યું, પણ એવડી મોટી ઉંમરના માણસને શું કહેવું? એટલી વારમાં તો મંગુભાઈએ વાત શરૂ કરી: | ||
‘શ્યાહેબ! ચ્યેટ્લી શુગર આવે સે? | |||
બોર્ડર ઉપર! ખાસ નહીં, પણ આ તો કેવું છે કે રોજ આટલું ચાલીએ તો જરા ફિટ રહેવાય!’ | બોર્ડર ઉપર! ખાસ નહીં, પણ આ તો કેવું છે કે રોજ આટલું ચાલીએ તો જરા ફિટ રહેવાય!’ | ||
‘પાસા તમે કાયમના મીઠાબોલા ખરાં કે નઈ? ઈ ક વધારે ધ્યોંન રાખવું જોવે! મીં જોંણ્યું કે આપ તો હવે રીટાયર થાવાના...’ | ‘પાસા તમે કાયમના મીઠાબોલા ખરાં કે નઈ? ઈ ક વધારે ધ્યોંન રાખવું જોવે! મીં જોંણ્યું કે આપ તો હવે રીટાયર થાવાના...’ | ||
Line 48: | Line 48: | ||
‘દર મહિને ઉપરની આવક ચ્યેટ્લી?’ | ‘દર મહિને ઉપરની આવક ચ્યેટ્લી?’ | ||
કાકુભાઈની તીરછી નજરને મંગુભાઈ સહન ન કરી શક્યા એટલે હેંહેંહેં એવું હસતાં હસતાં કહે કે - | કાકુભાઈની તીરછી નજરને મંગુભાઈ સહન ન કરી શક્યા એટલે હેંહેંહેં એવું હસતાં હસતાં કહે કે - | ||
‘આ તો મેં એવું શોંભળ્યું છ કે એક વાર નોમિનેસન થઈ જાય અટલ્યે બધું ઈની મેળે ધોડતું આવે... અટલ્યે ઈમ જ પૂશુ સું!’ | |||
કાકુભાઈએ જવાબ ન આપ્યો. હળવેથી કહ્યું કે- | કાકુભાઈએ જવાબ ન આપ્યો. હળવેથી કહ્યું કે- | ||
‘મંગુભાઈ! તમે આગળ જાઓ! હું તો હળવે હળવે ચાલનારો છું!’ આટલું કહીને એમણે ખિસ્સામાંથી સેલફોન કાઢ્યો અને ચાલતાં ચાલતાં જ એક પછી એક મેસેજ જોવાનું શરૂ કર્યું. એક વખત તો ઝાડ સાથે અથડાતાં અથડાતાં રહી ગયા. અચાનક જ એક મેસેજ ઉપર જઈને આંગળી અટકી ગઈ. ‘ગુડ મોર્નિંગ’ સિવાય તો કશું જ નહોતું લખ્યું, તો ય સર્વદમનભાઈને પરસેવો છૂટી ગયો. એ મેસેજ હતો ધારાસભ્ય હનુભાઈનો. આમ તો એમનું નામ હનુમાનપ્રસાદ પાંડે. પણ બધાં એમને હનુભાઈ જ કહે. હજી પરસેવો સુકાયો નહોતો એટલે ચાલતાં ચાલતાં જ એમણે very good morning લખી દીધું. એક ક્ષણ થોભ્યા અને મેસેજ સેન્ડ કરવો કે નહીં એનો વિચાર કર્યો. પણ, પછી થયું કે ગુડમોર્નિંગનો જવાબ આપવામાં વાંધો નહીં; એટલે સેન્ડ કરી દીધો. | ‘મંગુભાઈ! તમે આગળ જાઓ! હું તો હળવે હળવે ચાલનારો છું!’ આટલું કહીને એમણે ખિસ્સામાંથી સેલફોન કાઢ્યો અને ચાલતાં ચાલતાં જ એક પછી એક મેસેજ જોવાનું શરૂ કર્યું. એક વખત તો ઝાડ સાથે અથડાતાં અથડાતાં રહી ગયા. અચાનક જ એક મેસેજ ઉપર જઈને આંગળી અટકી ગઈ. ‘ગુડ મોર્નિંગ’ સિવાય તો કશું જ નહોતું લખ્યું, તો ય સર્વદમનભાઈને પરસેવો છૂટી ગયો. એ મેસેજ હતો ધારાસભ્ય હનુભાઈનો. આમ તો એમનું નામ હનુમાનપ્રસાદ પાંડે. પણ બધાં એમને હનુભાઈ જ કહે. હજી પરસેવો સુકાયો નહોતો એટલે ચાલતાં ચાલતાં જ એમણે very good morning લખી દીધું. એક ક્ષણ થોભ્યા અને મેસેજ સેન્ડ કરવો કે નહીં એનો વિચાર કર્યો. પણ, પછી થયું કે ગુડમોર્નિંગનો જવાબ આપવામાં વાંધો નહીં; એટલે સેન્ડ કરી દીધો. | ||
Line 56: | Line 56: | ||
હનુભાઈનું ‘ગૂડ મોર્નિંગ’ સાવ મફતમાં નહોતું. છેલ્લા છ મહિનાથી પાછળ પડ્યા હતા. શહેરની વચ્ચોવચ કોઈ નિત્યાનંદ સ્વામીનો આશ્રમ હતો. સ્વામીજીના નિર્વાણને તો પચાસેક વરસ થઈ ગયાં હશે. બે પાંચ ભક્તો ક્યારેક આવે ને દીવોબત્તી કે ભજન-આરતી કરી જાય એટલું જ. બાકી બધું ઉજજડ. નાંખી દેતાં ય પંદરેક એકર જમીન હશે. હનુભાઈએ પહેલાં થોડું ડોનેશન આપ્યું ને પછી ધીરે રહીને વિકાસ કરવાના નામે મેનેજિંગ ટ્રસ્ટી બની ગયા. હવે એમનો ઈરાદો એવો હતો કે શહેર વચ્ચે ઘોંઘાટમાં ભક્તોને આધ્યાત્મિક શાંતિ ન મળે. એટલે આશ્રમ માટે દૂર ક્યાંક પ્રાકૃતિક વાતારણમાં નવી જમીન લઈએ. અને આ આશ્રમને કોમર્શિયલ લેન્ડમાં પરિવર્તિત કરી દઈએ. કાકુભાઈમાં પરંપરાગત સંસ્કાર જાગી ઊઠ્યા અને કહ્યું કે આ તો ન જ થવા દેવાય! પણ એકલા પડે ત્યારે રોકડા પાંચ કરોડ અને હનુભાઈની રિવોલ્વર દેખાયા કરે. નોકરીના છેલ્લા દિવસોમાં આ કામ કરી આપે તો આમ તો કંઈ વાંધો ન આવે. પણ કાયમ માટે કોન્સિયસ બાઈટ કર્યા કરે! એટલે મૂંઝવણમાં હતા. એમનામાં બહાદૂરી કરતાં બીકની માત્રા ઝાઝી એટલે મનમાં ને મનમાં વમળાયા કરે. એમને ખાતરી હતી જ કે આજે ઑફિસમાં હનુમાનપ્રસાદ આવશે, આવશે અને આવશે જ. એક ક્ષણ તો થયું કે પોતે ત્રણ દિવસની માંદગીની રજા લઈ લે. છેલ્લે દિવસે હાજર થઈને સાંજે તો નિવૃત્તિ! પછી દુનિયા જખ મારે! | હનુભાઈનું ‘ગૂડ મોર્નિંગ’ સાવ મફતમાં નહોતું. છેલ્લા છ મહિનાથી પાછળ પડ્યા હતા. શહેરની વચ્ચોવચ કોઈ નિત્યાનંદ સ્વામીનો આશ્રમ હતો. સ્વામીજીના નિર્વાણને તો પચાસેક વરસ થઈ ગયાં હશે. બે પાંચ ભક્તો ક્યારેક આવે ને દીવોબત્તી કે ભજન-આરતી કરી જાય એટલું જ. બાકી બધું ઉજજડ. નાંખી દેતાં ય પંદરેક એકર જમીન હશે. હનુભાઈએ પહેલાં થોડું ડોનેશન આપ્યું ને પછી ધીરે રહીને વિકાસ કરવાના નામે મેનેજિંગ ટ્રસ્ટી બની ગયા. હવે એમનો ઈરાદો એવો હતો કે શહેર વચ્ચે ઘોંઘાટમાં ભક્તોને આધ્યાત્મિક શાંતિ ન મળે. એટલે આશ્રમ માટે દૂર ક્યાંક પ્રાકૃતિક વાતારણમાં નવી જમીન લઈએ. અને આ આશ્રમને કોમર્શિયલ લેન્ડમાં પરિવર્તિત કરી દઈએ. કાકુભાઈમાં પરંપરાગત સંસ્કાર જાગી ઊઠ્યા અને કહ્યું કે આ તો ન જ થવા દેવાય! પણ એકલા પડે ત્યારે રોકડા પાંચ કરોડ અને હનુભાઈની રિવોલ્વર દેખાયા કરે. નોકરીના છેલ્લા દિવસોમાં આ કામ કરી આપે તો આમ તો કંઈ વાંધો ન આવે. પણ કાયમ માટે કોન્સિયસ બાઈટ કર્યા કરે! એટલે મૂંઝવણમાં હતા. એમનામાં બહાદૂરી કરતાં બીકની માત્રા ઝાઝી એટલે મનમાં ને મનમાં વમળાયા કરે. એમને ખાતરી હતી જ કે આજે ઑફિસમાં હનુમાનપ્રસાદ આવશે, આવશે અને આવશે જ. એક ક્ષણ તો થયું કે પોતે ત્રણ દિવસની માંદગીની રજા લઈ લે. છેલ્લે દિવસે હાજર થઈને સાંજે તો નિવૃત્તિ! પછી દુનિયા જખ મારે! | ||
પણ, કાકુભાઈ હનુભાઈને સારી રીતે જાણતા હતા. એ કોઈ રીતે ય છોડે એવા નહોતા. એમ સમજો ને કે એ દિવસે બીતાં બીતાં જ ઑફિસે ગયા. ઇનોવામાં બેઠેલા પંડ્યાસાહેબના પગ સતત હલતા હતા. પ્રવીણને ય અંદાજ આવી ગયો કે સાહેબ આજે કંઈક ડિસ્ટર્બ જણાય છે. બપોરે બાર વાગ્યે હનુભાઈનું આગમન થયું એ પહેલાં જ સવાણીસાહેબના પી.એ. મામતોરાનો ફોન આવી ગયો હતો. હેડકલાર્ક જે ક્યારેય સમયસર કામ ન કરે એણે ફાઈલ તૈયાર જ રાખી હતી. હવે પંડ્યાનો છૂટકો નહોતો. ક્યાં જાય? | પણ, કાકુભાઈ હનુભાઈને સારી રીતે જાણતા હતા. એ કોઈ રીતે ય છોડે એવા નહોતા. એમ સમજો ને કે એ દિવસે બીતાં બીતાં જ ઑફિસે ગયા. ઇનોવામાં બેઠેલા પંડ્યાસાહેબના પગ સતત હલતા હતા. પ્રવીણને ય અંદાજ આવી ગયો કે સાહેબ આજે કંઈક ડિસ્ટર્બ જણાય છે. બપોરે બાર વાગ્યે હનુભાઈનું આગમન થયું એ પહેલાં જ સવાણીસાહેબના પી.એ. મામતોરાનો ફોન આવી ગયો હતો. હેડકલાર્ક જે ક્યારેય સમયસર કામ ન કરે એણે ફાઈલ તૈયાર જ રાખી હતી. હવે પંડ્યાનો છૂટકો નહોતો. ક્યાં જાય? | ||
પોતાના ભૂતકાળને ભૂલી શકતા નહોતા એટલે થયું કે લક્ષ્મી ચાંદલો કરવા આવી જ છે તો શીદને મોંઢું ધોવા જવું? બાકીની જિંદગી તો સારી જાય! અને અત્યાર સુધી દબાયેલા એમના વ્યક્તિત્વ માંથું ઊંચક્યું! હનુભાઈની આંખમાં આંખ મિલાવીને પંડ્યા બોલ્યા: ‘કરી તો દંઈયેં પણ ઈ પહેલાં થોડું સમજી લઇંયેં... | પોતાના ભૂતકાળને ભૂલી શકતા નહોતા એટલે થયું કે લક્ષ્મી ચાંદલો કરવા આવી જ છે તો શીદને મોંઢું ધોવા જવું? બાકીની જિંદગી તો સારી જાય! અને અત્યાર સુધી દબાયેલા એમના વ્યક્તિત્વ માંથું ઊંચક્યું! હનુભાઈની આંખમાં આંખ મિલાવીને પંડ્યા બોલ્યા: ‘કરી તો દંઈયેં પણ ઈ પહેલાં થોડું સમજી લઇંયેં... | ||
‘અરે પંડ્યાસાહબ! આપને હમ કો ક્યા સમજ રખ્ખા હૈ? આપ કે ઘર આમ કી પેટી રખવા દેંગે! લેકિન જાને સે પહેલે સાઈન હો જાની ચાહિયે…’ | |||
પોતાને પડી એવી અગવડ છોકરાંઓને ન પડે. બસ, એમની સામે આ એક જ વિચાર રહેતો ને નાના નાના લાભ લઈ લેતા. પણ, કદીયે મોટા ભ્રષ્ટાચારમાં હાથ નાંખવાની હિંમત કરી નહોતી. અચાનક કાકુભાઈની આંખ સામે દમયંતીનો ચહેરો તરવરી રહ્યો. દમયંતી કહેતાં કે ‘જમાંનો ભલેં બદલાંય પણ આપણે ન બદલાંવું. પગાર મળે છે ઈ જ પૂરતું છે.’ કાકુભાઈ જવાબ દેવાને બદલે મૌન રહેતા. | પોતાને પડી એવી અગવડ છોકરાંઓને ન પડે. બસ, એમની સામે આ એક જ વિચાર રહેતો ને નાના નાના લાભ લઈ લેતા. પણ, કદીયે મોટા ભ્રષ્ટાચારમાં હાથ નાંખવાની હિંમત કરી નહોતી. અચાનક કાકુભાઈની આંખ સામે દમયંતીનો ચહેરો તરવરી રહ્યો. દમયંતી કહેતાં કે ‘જમાંનો ભલેં બદલાંય પણ આપણે ન બદલાંવું. પગાર મળે છે ઈ જ પૂરતું છે.’ કાકુભાઈ જવાબ દેવાને બદલે મૌન રહેતા. | ||
બીજો દિવસ પણ રંગેચંગે પસાર થઈ ગયો. પટાવાળાથી માંડીને આખી ઑફિસ એક જ વાત કરે કે પંડ્યાસાહેબ જેવા બીજા સાહેબ નો મળે હોં! સહુ જાણે હાલતાં ને ચાલતાં, વિદાયસમારંભમાં બોલવાનું બધું આગોતરું બોલતાં હતાં. સાહેબે પણ આજે સવારથી જ ચેમ્બર બધાંને માટે ખુલ્લી મૂકી દીધી હતી. ન કોઈ ચિઠ્ઠી, ન કોઈ એપોઇન્ટમેન્ટ્સ! | બીજો દિવસ પણ રંગેચંગે પસાર થઈ ગયો. પટાવાળાથી માંડીને આખી ઑફિસ એક જ વાત કરે કે પંડ્યાસાહેબ જેવા બીજા સાહેબ નો મળે હોં! સહુ જાણે હાલતાં ને ચાલતાં, વિદાયસમારંભમાં બોલવાનું બધું આગોતરું બોલતાં હતાં. સાહેબે પણ આજે સવારથી જ ચેમ્બર બધાંને માટે ખુલ્લી મૂકી દીધી હતી. ન કોઈ ચિઠ્ઠી, ન કોઈ એપોઇન્ટમેન્ટ્સ! |
edits