17,624
edits
(Created page with "{{SetTitle}} <center>'''<big>આ સંપાદન વિશે–</big>'''</center> {{Poem2Open}} ગુજરાતીના મહત્ત્વના વિવેચકોના સમગ્ર વિવેચનકાર્યમાંથી ઉત્તમ લખાણોનું ચયન આપતી આ શ્રેણી-અંતર્ગત, ગુજરાતીના પહેલા વિવેચક નવલરામનાં વિવેચનાત...") |
No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગુજરાતીના મહત્ત્વના વિવેચકોના સમગ્ર વિવેચનકાર્યમાંથી ઉત્તમ લખાણોનું ચયન આપતી આ શ્રેણી-અંતર્ગત, ગુજરાતીના પહેલા વિવેચક નવલરામનાં વિવેચનાત્મક લખાણોમાંથી પ્રતિનિધિરૂપ પણ વિશેષ મહત્ત્વનાં લખાણો પસંદ કર્યાં છે. | ગુજરાતીના મહત્ત્વના વિવેચકોના સમગ્ર વિવેચનકાર્યમાંથી ઉત્તમ લખાણોનું ચયન આપતી આ શ્રેણી-અંતર્ગત, ગુજરાતીના પહેલા વિવેચક નવલરામનાં વિવેચનાત્મક લખાણોમાંથી પ્રતિનિધિરૂપ પણ વિશેષ મહત્ત્વનાં લખાણો પસંદ કર્યાં છે. | ||
એ લેખોને ૩ વિભાગોમાં રજૂ કર્યા છે : કાવ્યશાસ્ત્રની તથા સાહિત્યનાં રૂપો-સ્વરૂપોની ચર્ચા કરવા સાથે પિંગળ અને નાટકશાળા(થિયેટર) પર પણ નવલરામનું ધ્યાન ગયેલું છે, વળી સાહિત્યના શિક્ષણમાં, તથા સ્વ-ભાષામાં એક શિક્ષક-વિવેચક તરીકે એમને રસ પડે એ પણ સ્વાભાવિક હતું. પહેલા વિભાગમાં એવા લેખોમાંથી કરેલું ચયન મૂક્યું છે. બીજા વિભાગમાં ગ્રંથકારોના પ્રદાન વિશેના લેખો છે. | |||
નવલરામનું જે પ્રધાન વિવેચક-કર્મ એ ગ્રંથાવલોકનો. એમણે બહોળા પ્રમાણમાં કરેલાં અવલોકન/સમીક્ષામાંથી અહીં મૌલિક ગ્રંથો પરના લેખો સાથે અનુવાદગ્રંથો પરના એમના લેખો પણ પસંદ કર્યા છે. પસંદગીનાં ટૂંકાં અવલોકનો પછી, તત્કાલીન પુસ્તક-પ્રકાશનનું એક વ્યાપક પણ ચિકિત્સક ચિત્ર આપતો લેખ ‘ગુજરાતી પુસ્તકવૃદ્ધિ’ મૂક્યો છે તથા નવલરામની હાસ્ય-કટાક્ષની શક્તિનો પરિચય કરાવતું – પણ સમજ-સજ્જતા વિનાની લખવા-વૃત્તિની ચિકિત્સા કરતું એક જાણીતું ચર્ચાપત્ર ‘ઓથારિયો હડકવા’ પણ મૂક્યું છે. એ જાણે કે કાલિદાસકથિત ‘મન્દઃ કવિયશઃપ્રાર્થી’ એવા સર્વ કાળના ને આજના લેખકોને પણ લાગુ પડે છે! | નવલરામનું જે પ્રધાન વિવેચક-કર્મ એ ગ્રંથાવલોકનો. એમણે બહોળા પ્રમાણમાં કરેલાં અવલોકન/સમીક્ષામાંથી અહીં મૌલિક ગ્રંથો પરના લેખો સાથે અનુવાદગ્રંથો પરના એમના લેખો પણ પસંદ કર્યા છે. પસંદગીનાં ટૂંકાં અવલોકનો પછી, તત્કાલીન પુસ્તક-પ્રકાશનનું એક વ્યાપક પણ ચિકિત્સક ચિત્ર આપતો લેખ ‘ગુજરાતી પુસ્તકવૃદ્ધિ’ મૂક્યો છે તથા નવલરામની હાસ્ય-કટાક્ષની શક્તિનો પરિચય કરાવતું – પણ સમજ-સજ્જતા વિનાની લખવા-વૃત્તિની ચિકિત્સા કરતું એક જાણીતું ચર્ચાપત્ર ‘ઓથારિયો હડકવા’ પણ મૂક્યું છે. એ જાણે કે કાલિદાસકથિત ‘મન્દઃ કવિયશઃપ્રાર્થી’ એવા સર્વ કાળના ને આજના લેખકોને પણ લાગુ પડે છે! | ||
કથા અને ચરિત્રકેન્દ્રી કેટલાંક પુસ્તકો પરના લેખોમાં નવલરામે, એમના સમયના વ્યાપક વાચકવર્ગ માટ,ે વિસ્તૃત કથાસાર આપ્યા છે. એવા થોડાક લેખોમાંથી સાર-ભાગો સંપાદિત કરી લીધા છે.એ સ્થાનો [...] એવી સંપાદકીય નિશાનીથી દર્શાવ્યાં છે. | કથા અને ચરિત્રકેન્દ્રી કેટલાંક પુસ્તકો પરના લેખોમાં નવલરામે, એમના સમયના વ્યાપક વાચકવર્ગ માટ,ે વિસ્તૃત કથાસાર આપ્યા છે. એવા થોડાક લેખોમાંથી સાર-ભાગો સંપાદિત કરી લીધા છે.એ સ્થાનો [...] એવી સંપાદકીય નિશાનીથી દર્શાવ્યાં છે. | ||
નવલરામના પૂર્વ-સમકાલીન નર્મદે પણ વિવેચન અંગે અભિજ્ઞતા દાખવેલી. એ ઐતિહાસિક તથ્યને જાળવવા, પરિશિષ્ટરૂપે નર્મદનો એક જાણીતો લેખ ‘ટીકા કરવાની રીત’ નવલરામના કાર્યના પૂર્વસંદર્ભ તરીકે મૂક્યો છે. | નવલરામના પૂર્વ-સમકાલીન નર્મદે પણ વિવેચન અંગે અભિજ્ઞતા દાખવેલી. એ ઐતિહાસિક તથ્યને જાળવવા, પરિશિષ્ટરૂપે નર્મદનો એક જાણીતો લેખ ‘ટીકા કરવાની રીત’ નવલરામના કાર્યના પૂર્વસંદર્ભ તરીકે મૂક્યો છે. | ||
છેલ્લે, નવલરામના વિવેચનનો વધુ પરિચય ઇચ્છતા જિજ્ઞાસુઓ માટે એક નાની સંદર્ભગ્રંથસૂચિ પણ જોડી છે. | છેલ્લે, નવલરામના વિવેચનનો વધુ પરિચય ઇચ્છતા જિજ્ઞાસુઓ માટે એક નાની સંદર્ભગ્રંથસૂચિ પણ જોડી છે. | ||
આ સંપાદનમાં મુખ્ય સ્રોત તરીકે નવલગ્રંથાવલિ ખંડ : ૨, સંપાદક રમેશ મ. શુક્લ(૨૦૦૬)નો ઉપયોગ કર્યો છે. કેટલીક વિગતોની વધુ સ્પષ્ટતા અને ઉમેરણ માટે ગોવર્ધનરામ ત્રિપાઠીના સંપાદન(૧૮૯૧)ની મદદ લીધી છે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{સ-મ|વડોદરા; ૨૦મી મે, ૨૦૨૪||'''– રમણ સોની'''}} | {{સ-મ|વડોદરા; ૨૦મી મે, ૨૦૨૪||'''– રમણ સોની'''}} | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = ‘સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી’ | |previous = ‘સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી’ | ||
|next = સર્જક-પરિચય | |next = સર્જક-પરિચય | ||
}} | }} |
edits