ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/નવલિકા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<center>'''<big>નાટક</big>'''</center>
<center>'''<big>નવલિકા</big>'''</center>


{{Poem2Open}}
{{Poem2Open}}
દાયકામાં શુમારે સો નાટ્યપુસ્તકો પ્રગટ થયાં છે. તેમાં એકાંકી, ત્રિઅંકી, ચતુરંકી, પાંચઅંકી નાટક, રેડિયો રૂપકો યા રેડિયો નાટિકાઓ યા રેડિયો ધ્વનિકાઓને સમાવેશ થાય છે. નાટ્યસાહિત્યનો વિકાસ હવે આપણે ત્યાં ઠીક ઠીક પ્રમાણમાં થતો જાય છે. ધંધાદારી રંગભૂમિ અને અવેતન રંગભૂમિના કલાકારો હવે એકબીજાની વધુ નિકટ આવ્યા છે અને ક્યારેક તો સહિયારા પ્રયોગો પણ રજૂ થાય છે. નાટ્યક્ષેત્રે પ્રતિભાશાળી લેખકો, દૃષ્ટિસંપન્ન દિગ્દર્શકો, કુશળ કલાકારો અને નાટ્યપ્રેમી જનતા વચ્ચે સારી એવી ‘એકતા' અનુભવાય એવાં નાટકો વધુ ને વધુ લખાતાં, ભજવાતાં જાય છે. સિનેમાના અમોઘ આકર્ષણ વચ્ચે પણ રંગભૂમિ ટકી રહી છે; એટલું જ નહિ, નાટક પ્રત્યે પ્રેક્ષકોની અભિરુચિ ખૂબ ખૂબ જાગ્રત થઈ છે. એક ચિંતાજનક હકીકત સર્વને વિચાર કરતાં મૂકી દે એવી છે. આજકાલ પ્રહસનોની માંગ એટલી બધી વધી પડી છે કે ગંભીર અને શિષ્ટ કૃતિઓની રજૂઆત કરવાનું સાહસ બહુ ઓછા કરે છે. ફારસ, પ્રહસન ઘડી ગમ્મત કે આનંદ આપે છે એ સાચું, પણ એથી ક્યારેક સુરુચિનાં ધોરણો નીચાં ઊતરતાં જણાય છે. આ ભયસ્થાન નાનુંસૂનું નથી જ.
ગયા દાયકા કરતાં લગભગ બમણા નવલિકાસંગ્રહો દાયકા દરમ્યાન પ્રકટ થયા છે. બસોએક નવલિકાસંગ્રહો અને પચાસેક નવલિકાલેખકો વિશે સમગ્રપણે વિચારતાં સૌ પ્રથમ ધ્યાન ખેંચે છે નવલિકાસ્વરૂપ પ્રત્યે લેખકો અને ભાવકોની સહજ પ્રીતિ. વાર્તાઓ થોકબંધ લખાયે જાય છે, ઢગલાબંધ પ્રકટ થયે જાય છે અને તોય ચિરંજીવ કહી શકાય એવી વાર્તાઓ બહુ ઓછી ઊતરે છે. આ દાયકામાં આપણી ગુજરાતી ટૂંકી વાર્તાએ વિષય પરત્વે અપૂર્વ વૈવિધ્ય અને સંખ્યા પરત્વે ઠીક ઠીક વૈપુલ્ય દાખવ્યું છે. ટૂંકી વાર્તાની ટેકનિક પરત્વે પણ અભૂતપૂર્વ પ્રયોગો થયા છે; એટલું જ નહિ, ટૂંકી વાર્તાના ક્ષેત્રમાં વિશ્વભરના નામી વાર્તાકારોની કૃતિઓના વાચન-મનનને પરિણામે આપણે ત્યાં પણ અવનવીન રીતિની વાર્તાઓ પ્રકટ થઈ રહી છે. આ બધું એક જ વાત કહે છે - ટૂંકી વાર્તાની આવતી કાલ ખૂબ ઊજળી છે.
આ દાયકાના ધ્યાનપાત્ર નાટ્યલેખકોને યાદ કરતાં સૌ પ્રથમ શ્રી ચંદ્રવદનને જ મૂકવા પડે. એમની આ ક્ષેત્રની વિશિષ્ટ સેવાઓનું અહીં પુનરાવર્તન ન કરીએ. આ દાયકા દરમ્યાન એમણે ‘રંગભંડાર' જેવો રેડિયો નાટિકાઓનો સમૃદ્ધ સંગ્રહ, ‘કિશોર નાટકો'ના બે ભાગ, ‘હોહોલિકા', 'પરમમાહેશ્વર', 'માઝમ રાત’ અને ‘સોના-વાટકડી' તેમ જ 'સતી' જેવાં નાટકો આપ્યાં છે. આ સર્વમાં ‘હોહિલિકા' તથા ‘રંગભંડાર’માંનાં રેડિયો રૂપકો, ‘પ્રભાત ચાવડા', 'અત્ર લુપ્તા સરસ્વતી', ‘મુઝફ્ફરશાહ', 'એચ. એમ. આઈ. એસ. બંગાલ' ખૂબ સફળ રહ્યાં છે.
આ દાયકાના નવીન વાર્તાકારો અને તેમની કૃતિઓને સૌ પ્રથમ સંભારીએ. શ્રી શિવકુમાર જોશીકૃત ‘રજનીગન્ધા' અને 'રહસ્યનગરી': શ્રી સુરેશ જોશીકૃત 'ગૃહપ્રવેશ’ અને 'બીજી થોડીક'; શ્રી ચંદ્રકાત બક્ષીનો 'પ્યાર'; સ્વ. કેતન મુનશીકૃત 'અંધારી રાતે’ અને ‘સ્વપ્નનો ભંગાર'; શ્રી મોહનલાલ પટેલકૃત' હવા તુમ ધીરે બહો!', 'વિધિનાં વર્તુલ' અને 'ટૂંકા રસ્તા’; શ્રી રમણલાલ પાઠકકૃત ‘સબસે ઊંચી પ્રેમસગાઈ'; ‘શ્રી સરોજ પાઠકનો' ‘પ્રેમ ઘટા ઝુક આઈ’; શ્રી વિનોદિની નીલકંઠકૃત ‘કાર્પાસી અને બીજી વાતો' તેમ જ 'દિલદરિયાવનાં મોતી': શ્રી કુન્દનિકા કાપડિયાકૃત 'પ્રેમનાં આંસુ' તેમ જ 'દ્વાર અને દીવાલ'; શ્રી સરોજિની મહેતાકૃત ‘ચાર પથરાની મા'; શ્રી ધીરુબહેન પટેલના ‘અધૂરો કોલ’ અને ‘એક લહર'; શ્રી મહાશ્વેતા પંડ્યાકૃત 'દર્પણ'; શ્રી મોહમ્મદ માંકડકૃત ‘ઝાકળનાં મોતી’; ‘શ્રી ચંદુલાલ પટેલકૃત 'રંગ અને દીવો' તથા 'ઉઘાડા આકાશ નીચે'; શ્રી જયંત પરમારકૃત 'બીજરેખા' અને ‘નદીનાં નીર'; શ્રી કે. જે. મહેતાકૃત ‘સમર્પણ'; શ્રી ચંદુલાલ સેલારકાનો ‘દૂરના ડુંગરા'; શ્રી ટી. પી. સૂચકની 'છેલ્લી રાત'; શ્રી શનાભાઈ પટેલકૃત 'સાચાં જીવતર’; શ્રી ડાહ્યાભાઈ પટેલકૃત 'કલા કલાવતી' 'પદ્માવતી', 'આગમન', 'શર્મિષ્ઠા'; શ્રી રમણીક પટેલકૃત ' ધર 'ધરતીની પ્રીત'; શ્રી કનૈયાલાલ રાવળકૃત 'છૂંદણાં'; શ્રી રતિલાલ દેસાઈકૃત 'રાગ-વિરાગ': શ્રી દામુભાઈ શુક્લ અને કુમુદ શુકલને સહિયારી નવલિકાઓનો સંગ્રહ ‘ગુલાબની ટેકરી'; શ્રી રમેશ સંઘવીકૃત 'કફન અને ચૂંદડી'; શ્રી ભૂપત વડોદરિયાકૃત 'કસુંબીનો રંગ', 'જીવનનાં જળ'; શ્રી ભગવત ભટ્ટનો 'કીટી અને ધાગા’, શ્રી વિષ્ણુકુમાર પંડ્યાનો 'દિલની સગાઈ’-આ છે આપણાં ઊગતાં વાર્તાકારો અને એમની કૃતિઓ. આમાનાં કેટલાંકની વાર્તાઓ પરંપરાગત છે તો વળી કેટલાંકે નવા ચીલા પાડ્યા છે. આ દાયકાનો સૌથી નોંધપાત્ર અને ચર્ચાસ્પદ બનેલ નવલિકાસંગ્રહ છે 'ગૃહપ્રવેશ'. શ્રી સુરેશ જોશીના સંગ્રહમાં વાર્તાના રૂપ અને રંગ તેમ આકારમાં આમૂલ પરિવર્તન થયેલું નજરે પડે છે. એમાં નવા અલંકારો, નવાં પ્રતીકો, નવી શૈલી અને નવીન રજૂઆત ખાસ ધ્યાન ખેંચે છે. શ્રી ચંદ્રકાન્ત બક્ષીનો વાર્તાસંગ્રહ 'પ્યાર' પણ 'ગૃહપ્રવેશ' જેવો વૈવિધ્ય અને વૈચિત્ર્યભર્યો છે. જાતીય પ્રશ્નોની, જિન્સી સંબંધોની વાર્તામાં નીડર અને વેધક રજૂઆત આ બંને વાર્તાકારોને સહજસાધ્ય છે. મનનાં આજસુધી અગોચર રહેલાં ઊંડાણોમાં ડૂબકી લગાવીને આજનો વાર્તાકાર નવી સૃષ્ટિનો નિર્માતા બન્યો છે. નવી વાર્તા પાત્ર યા પ્રસંગથી વિમુખ બનીને માનસશાસ્ત્રીય નિરૂપણમાં વધુ રાચે છે. પશ્ચિમના વાર્તાકારો અને વાર્તાપ્રચારકોની અસર નીચે આપણો નવીન વાર્તાકાર અનુકરણ કરે છે કે નિજની અભિવ્યક્તિ માટે મથે છે એ પ્રશ્નનો ઉત્તર આપવો સરળ નથી. ક્ષણિક આકર્ષણ કે મોહ પામીને stream of consciousness ને નામે કેટલાક વાર્તાકારો પશ્ચિમનો રગડો પણ લાવે છે એ હકીક્તનો ઈશારો અહીં કરી લઈએ. આખરે તો નિર્મળ, નિતાન્ત સુંદર વાર્તાઓ ટકશે એ નિઃશંક. ઉપર ઉલ્લેખેલાં અનેક વાર્તાકારો આપણા આ સ્વરૂપને વિકસાવવા પોતપોતાની રીતે ફાળો આપી રહ્યાં છે. એમાંનાં કેટલાં ટકશે, આગળ વધશે યા ઝંખવાશે એ તો કાળ જ કહેશે.
શ્રી. કનૈયાલાલ મુનશીએ 'વાહ રે મેં વાહ' નામનું એક વિલક્ષણ નાટક આપ્યું છે. આમ તો એ fantacy છે. ચારઅંકી નાટકમાં મુનશીએ પાત્રમિલન યોજ્યું છે- પોતાની જ કૃતિઓનાં પાત્રોનું અને જીવનગત સ્નેહીસંબંધીઓનું. એમાં ઠઠ્ઠાખોરી છે મોટા માણસોની, પૂજ્ય પાત્રોની અને સૌથી વધુ મુનશીની પોતાની. આ બધાને એમણે 'અંજલિ' અર્પી છે તે વાંચતાં સાચે રસ પડે છે. મશ્કરા મુનશી જીવનની એક ગંભીર, કરુણતમ કર્તવ્ય પળે પણ કેવા ખીલી શકે છે તેનું સ-રસ નિરૂપણ એટલે 'વાહ રે મેં વાહ'.
આટલી બધી સંખ્યામાં વાર્તાઓ અને વાર્તાકારો વધતાં જાય છે. એનું એક કારણ છે વાર્તાસામયિકો. ચોમાસામાં ઊગી નીકળતા બિલાડીના ટોપ જેમ અનેક વાર્તાસામયિકો આજે શતાવધિ વાર્તાઓ પ્રગટ કરી રહ્યાં છે. વાર્તા દ્વારા જલદી જલદી સસ્તી પ્રસિદ્ધિ પામવાની લોલુપતા પણ આજે ઠીક ઠીક જોવા મળે છે. સંખ્યાદૃષ્ટિએ ખૂબ ખેડાતો લાગતો સાહિત્યપ્રકાર ગુણવત્તાની દૃષ્ટિએ પાંખો પડે છે. વાર્તાક્ષેત્રે અનેકવિધ પ્રયોગો થતા રહેતા હોય છે, છતાં ગઈકાલના સમર્થ વાર્તાકારોને ભુલાવે એવી કલમ હજી પ્રગટવી બાકી છે.
શ્રી જયંતી દલાલે આ દાયકામાં ‘જવનિકા' પછી અનુક્રમે ‘બીજો પ્રવેશ', 'ત્રીજો પ્રવેશ', 'ચોથો પ્રવેશ' આપીને એકાંકી નાટકો તેમ રેડિયો ધ્વનિકાઓના ક્ષેત્રમાં નોંધપાત્ર અર્પણ કર્યું છે. શ્રી જયંતી દલાલ, શ્રી ચંદ્રવદન મહેતાની જેમ નાટ્યક્ષેત્રના કસબી છે અને અવનવા પ્રયોગો કુશળતાથી કરે જ જાય છે. આ સંગ્રહોમાં એમની કટાક્ષકલા, કથનકલા અને રેડિયો-ફીચર-રજૂઆત-કલાનો સ્પષ્ટ વિકાસ જોઈ શકાય છે.
નવલિકાક્ષેત્રે નામી લેખકોએ દાયકામાં એક યા વધુ નવલિકાસંગ્રહની ભેટ ધરી જ છે. શ્રી ધૂમકેતુ વાર્તાસંગ્રહો નિયમિત આપ્યે જ જાય છે. 'તેજબિંદુ', 'જલદીપ', 'વનરેખા', 'ઇતિહાસની તેજમૂર્તિઓ’ ‘વનવેણુ', 'મંગલદીપ' અને 'ચંદ્રરેખા'માં ધૂમકેતુની વાર્તાકલાના ઉન્મેષો ક્યાંક ક્યાંક ઝબકી જાય છે, પણ સમગ્રતયા એમના અસલ નૂરની ઓટ જ વરતાય છે. ધૂમકેતુ પાસે વાર્તાનો કસબ અને કલાત્મકતા બંને છે. આજે પણ એમને કોઈ આંબી શક્યું નથી. એમણે પોતાની બહુસંખ્ય વાર્તાઓમાંથી વીણીને, ચૂંટીને બાવીસ વાર્તાઓનો સંગ્રહ ‘ધૂમકેતુની શ્રેષ્ઠ વાર્તાઓ' ૧૯૫૮માં પ્રગટ કર્યો છે. આ જ પ્રમાણે આપણા પ્રસિદ્ધ વાર્તાકારો સ્વ. દેસાઈ ગુલાબદાસ બ્રોકર, પન્નાલાલ પટેલ, ચુનીલાલ મડિયા, ઈશ્વર પેટલીકર, પીતાંબર પટેલ આદિના ‘શ્રેષ્ઠ વાર્તાસંગ્રહો' પ્રગટ થઈ ચૂક્યા છે. એકદંરે આ સંગ્રહોને સારો આવકાર મળ્યો છે.
શ્રી ચુનીલાલ મડિયાએ ૧૯૫૧માં ‘રંગદા’ નામનો એકાંકી નાટ્યસંગ્રહ પ્રગટ કર્યો અને એને નર્મદચંદ્રક પ્રાપ્ત થયો. સફળ નવલિકાકાર મડિયા એટલા જ સફળ નાટ્યકાર પણ છે. આ દાયકામાં એમણે ‘રંગદા’, ‘વિષવિમોચન', 'હું ને મારી વહુ’, ‘શૂન્ય શેષ', 'નાટ્યમંજરી' આદિ નાટ્યસંગ્રહો આપીને એકાંકીક્ષેત્રે સુંદર અર્પણ કર્યું છે. ‘શ્રેષ્ઠ નાટિકાઓ'નું એમણે કરેલ સંપાદન પણ નોંધપાત્ર છે. એમાં સ્વ. યશવંત પંડ્યાના ‘ઝાંઝવાં’ નાટકથી માંડી શ્રી રાજેન્દ્ર શાહના 'ગતિ-મુક્તિ' સુધીનાં, ૧૯૨૫થી ૧૯૫૦ લગીનાં, વિવિધ લેખકોનાં ૧૩ એકાંકીનો સમાવેશ કર્યો છે. એમાં ભજવી શકાય એવી, તખતાલાયક, કલાત્મક એકાંકી નાટિકાઓ છે.
શ્રી જયંતી દલાલકૃત ‘આ ઘેર પેલે ઘેર,’ ‘મૂકં કરોતિ' અને 'શહેરની શેરી'; શ્રી બ્રોકરકૃત 'પુણ્ય પરવાર્યું નથી' અને 'પ્રકાશનું સ્મિત'; શ્રી પન્નાલાલ પટેલકૃત 'વાત્રકને કાંઠે', 'ઓરતા,; 'દિલની વાત', 'પારેવડાં’; શ્રી પેટલીકરકૃત 'શ્રેષ્ઠ વાતો’; શ્રી પીતાંબર પટેલકૃત 'શ્રદ્ધાદીપ', 'છૂટાછેડા’, ‘સોનાનું ઈડું’, ‘કલ્પના' અને 'કર લે સિંગાર'; શ્રી ચુનીલાલ મડિયાકૃત 'તેજ અને તિમિર', 'રૂપ-અરૂપ', 'શરણાઈના સૂર', ‘અંતઃસ્રોતા’; શ્રી જીતુભાઈ મહેતાકૃત 'ખરતા તારા'; શ્રી સારંગ બારોટકૃત ‘મોરનાં આંસુ’, ‘વિમોચન’, ‘કોઈ ગોરી કોઈ સાંવરી' અને 'નારી નમણું ફૂલ’; સ્વ. બકુલેશકૃત 'કંકુડી'; શ્રી કિશનસિંહ ચાવડાકૃત 'અમાસના તારા'; શ્રી ઉમાશંકરકૃત 'વિસામો'; શ્રી જયંત ખત્રીકૃત ‘વહેતાં ઝરણાં': શ્રી જયભિખ્ખુકૃત 'અંગના’; શ્રી પુષ્કર ચંદરવાકરકૃત બાંધણી’, 'શુકનવંતી', 'ખેતરનો ખેડૂ' અને 'અંતરદીપ'; શ્રી સોપાનકૃત 'કલ્યાણમૂર્તિ’, 'અખંડ જ્યોત', 'છેલ્લો પ્રયોગ', ‘વિદાય’; શ્રી ધનસુખલાલ મહેતાકૃત ખોળો ભર્યો'; સ્વ. ૨. વ. દેસાઈકૃત 'સતી અને સ્વર્ગ' તેમ જ ‘હીરાની ચમક’; શ્રી યશોધર મહેતાકૃત 'પ્રેમગંગા' અને 'રસનંદા'; શ્રી ચુ. શાહકૃત 'વર્ષા અને બીજી વાતો' તથા 'કાળની કલમે'; શ્રી ગુણવંતરાય આચાર્ય કૃત 'આ જાણે આંબાનું ઝાડ'; શ્રી કરસનદાસ માણેક કૃત ‘અમર અજવાળાં'- આ છે આપણા જૂના વાર્તાકારનું અર્પણ.
શ્રી શિવકુમાર જોશી દાયકાને સાંપડેલા એક નવા નાટ્યકાર છે. ‘પાંખ વિનાનાં પારેવાં’, ‘અનંત સાધના’ અને ‘સોનાની હાંસડી, રૂપાની હાંસડી' જેવા એકાંકીસંગ્રહો અને 'સુમંગલા', 'સાંધ્યદીપિકા' 'દુર્વાંકુર', 'અંગારભસ્મ', 'એકને ટકોરે' અને 'ઘટા ધીરી ધીરી આઈ' જેવાં ત્રિઅંકી, પંચઅંકી, ચતુરંકી નાટકો શિવકુમારને સફળ નાટ્યકાર તરીકે સ્થાપે છે. એમની કૃતિઓમાં ચબરાક સંવાદો, સૌષ્ઠવવંતું ગદ્ય, જીવનને જોવાની મર્મગામી દૃષ્ટિ, કરુણ અને હાસ્ય ઉપર એકસરખું પ્રભુત્વ જોવા મળે છે. રેડિયો નાટિકાના વિકાસમાં એમની 'અનંત સાધના' કૃતિ સ્મરણીય અર્પણ છે. અહીં એક હકીકત ખાસ નોંધવી જોઈએ. નાટ્યસ્પર્ધાએ શિવકુમારને ઉત્તેજ્યા જણાય છે. સરકારી પારિતોષિક એમની કૃતિઓને મળતાં જ રહ્યાં છે, એ ઘટના એમની સર્જકપ્રતિભાને જેબ આપનાર ગણવી જોઈએ.
સર્વમાં વાર્તાનાં આંતરબાહ્ય તત્વોની સારી સમજણ છે, છતાં સંઘેડાઉતાર કલાકૃતિઓ પ્રમાણમાં ઘણી ઓછી ઊતરી છે. કેટલાક સમર્થ વાર્તાકારોના આ દાયકે મળેલા નબળા વાર્તાસંગ્રહો હકીકતની ચાડી ખાય છે. જૂના વાર્તાકારોમાંથી સર્વશ્રી પન્નાલાલ પટેલ, ગુલાબદાસ બ્રોકર, ઈશ્વર પેટલીકર, ચુનીલાલ મડિયા, જયંતી દલાલ, પીતાંબર પટેલ, સારંગ બારોટ વગેરે ઓછેવત્તે અંશે પ્રવાહની સાથે રહ્યા છે. પ્રતિભાબીજની માવજત કરતાં કરતાં સાહિત્યકાર આંતરયાત્રી બને અને વિશ્વસાહિત્યની વાર્તાઓનું પરિશીલન કરે તો આપણું વાર્તાધન સમૃદ્ધ બને ખરું.
શ્રી રંભાબહેન ગાંધીએ પણ આ દાયકા દરમ્યાન ઉલ્લેખપાત્ર એકાંકીઓ આપ્યાં છે. નારીજીવન, ગૃહજીવનની અનેક સમસ્યાનું રંભાબહેન હૃદ્ય નિરૂપણ એમની કૃતિઓમાં કરે છે.  ‘કોઈને કહેશો નહિ પછી 'રોજની રામાયણ' અને 'ચકમક' એ સંગ્રહોમાં એમણે નવ નવ એકાંકીઓ આપ્યાં છે. ‘દેવ તેવી પૂજા'માં અગિયાર એકાંકી છે. ‘પરણું તો એને જ'માં સાત એકાંકી છે. રેડિયો ઉપર એમની કૃતિઓ ઠીક ઠીક વૈવિધ્ય પૂરું પાડે છે. નારીની અનેક મૂંઝવણોનું સહૃદયી નિરૂપણ કરનાર રંભાબહેન પાસે વધુ કલાત્મક અભિવ્યક્તિની અપેક્ષા રાખીએ.  
આ દાયકામાં ‘લોકમિલાપ' કાર્યાલય તરફથી ‘ગુજરાતી વાર્તાસમૃદ્ધિમાળા’માં સર્વશ્રી ધૂમકેતુ, મેઘાણી, રા. વિ. પાઠક, સુન્દરમ્, ઉમાશંકર, પન્નાલાલ, પેટલીકર, મડિયા, વિનોદિની આદિની પસંદ કરેલી વાર્તાઓ 'પ્રૌઢો માટે' સંગૃહીત થઈ છે. સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્યની શિષ્ટ કૃતિઓ સામાન્ય વાચકવર્ગને સુલભ થઈ પડે એ હેતુથી નાનાં નાનાં પુસ્તકોમાં પ્રગટ થઈ છે. આ પ્રવૃત્તિ ખાસ ઉલ્લેખ માંગી લે છે. આથી પ્રજાનો વાર્તારસ પોષાય છે અને પ્રજામાં સંસ્કારસિંચન પણ થાય છે. માનવતાનું સુભગ દર્શન કરાવતી સત્યકથાઓ લઈ આવેલું સ્વ. ગણેશ વાસુદેવ માવલંકરકૃત 'માનવતાનાં ઝરણાં' તેની વિશિષ્ટતાના કારણે ધ્યાન ખેંચે તેવું પુસ્તક છે. જીવનમાંગલ્ય અને માણસાઈને કેન્દ્રમાં રાખી શ્રી પીતાંબરપટેલ સંપાદિત 'માણસાઈની વાતો' પણ આવું હેતુલક્ષી પ્રકાશન છે.
‘સાપના ભારા' પછી વર્ષો બાદ શ્રી ઉમાશંકર જોશીએ 'શહીદ’ નામે સફળ એકાંકીસંગ્રહ આપ્યો છે. શ્રી ગુલાબદાસ બ્રોકરનો પ્રથમ એકાંકીસંગ્રહ 'જવલંત અગ્નિ’; શ્રી ધનસુખલાલ મહેતાનો 'રંગોત્સવ' અને 'ફુરસદના ફટાકા'; શ્રી યશોધર મહેતાકૃત 'ઘેલો બબલ’ અને ‘ઘાઘરાઘેલો’ તેમ જ ઐતિહાસિક નાટક 'સમર્પણ' સ્વ. બચુભાઈ શુકલકૃત 'હરિરથ ચાલે': શ્રી બાબુભાઈ વૈદ્યકૃત 'એ-આવજો' અને 'પ્રેરણા'; શ્રી પ્રાગજી ડોસાકૃત 'છોરુ કછોરુ' અને 'મંગલમંદિર'; શ્રી ગુણવંતરાય આચાર્યકૃત 'અખોવન' અને 'મા'રરાજ', શ્રી જયભિખ્ખુકૃત ‘રસિયો વાલમ અને બીજાં નાટકો'; શ્રી દુર્ગેશ શુકલકૃત 'ઉલ્લાસિકા', 'રૂપ પ્રથમમ્' અને ‘પલ્લવી પરણી ગઈ'; શ્રી સુરેશ ગાંધીકૃત 'વૌઠાનો મેળો’; શ્રી મધુકર રાંદેરિયાકૃત 'અંતે તો તમારી જ'; શ્રી ચંદરવાકરકૃત 'યજ્ઞ' અને 'મહીના એવારે'; શ્રી વજુભાઈ ટાંકકૃત વૈભવનાં વિષ, સ્વ. રમણલાલ દેસાઈ કૃત 'બૈજુ બ્હાવરો' અને 'વિદેહી'; શ્રી રમણ પટેલકૃત 'પેલે પાર'; શ્રી નંદકુમાર પાઠક કૃત 'વૈશાખી વાદળ', શ્રી મૂળજીભાઈ પી. શાહકૃત 'તાજમહાલ'; શ્રી દામુભાઈ શુકલકૃત 'રૂપા અને બીજાં ત્રણ'; શ્રી ભૂખણવાળાકૃત રૂપાંતરો 'જમાઉધાર' અને 'વારસદાર' શ્રી હકુમત દેસાઈકૃત 'મનના મેલ' અને ‘ધરતીનાં ધણી'; શ્રી ચુ. વ. શાહકૃત 'દેવનર્તકી; શ્રી કરુણશંકર સાતાકૃત 'વિશ્વવિજેતા'; સ્વ. કવિચિત્રકાર ફૂલચંદભાઈ શાહકૃત ‘મહાશ્વેતા કાદંબરી', 'માલતીમાધવ' અને 'મુદ્રાપ્રતાપ'; શ્રી જયમલ પરમારકૃત 'ભૂદાન'; શ્રી નાથાલાલ દવેકૃત 'ભૂદાનયજ્ઞ'; શ્રી રમેશ જાનીકૃત 'હુતાશની'- આ કૃતિઓ નાટ્યસાહિત્યના પ્રવાહને આગળ ધપાવવામાં પોતપોતાની રીતે ફાળો આપે છે.
નવી અને જૂની પેઢીના વાર્તાકારો વચ્ચે તુલના કરવાનું સહજ રીતે મન થાય છે. વ્યષ્ટિસમષ્ટિના જીવનના થરેથરનું નિરૂપણ વાર્તામાં હવે જૂનું થયું એટલે મનનાં અનંત ઊંડાણોમાં ડૂબકી લગાવવામાં આજનો વાર્તાકાર ઠીક સફળ થયો છે. આજે તો વાર્તામાં વસ્તુ કે ઘટના કે પ્રસંગ કે પાત્ર સુધ્ધાં ન હોય તો ચાલે છે. અગોચર પ્રદેશના અંધકારનું નિરૂપણ કરવામાં સુરેશ જોશી અને ચંદ્રકાંત બક્ષી અગ્રપદે છે. ઇંગિતમાં રાચતી, નવાં જ પ્રતીક સર્જતી, નવીનતાભર્યા દૃષ્ટાંતો દ્વારા અપૂર્વ ધ્વનિ કે વ્યંજના સાધતી, બૌદ્ધિક ઉન્મેષોથી શોભતી, પ્રગટ કે પ્રચ્છન્ન રીતે જિન્સી આવેગોનું ચિત્રણ કરતી અને ભાવકોને આઘાત કે આંચકો આપવાની વૃત્તિથી લખાતી આજની વાર્તા કાલે કેવો વળાંક લેશે એ કહેવું મુશ્કેલ છે. જમાને જમાને નવા પ્રશ્નો અને નવી સમસ્યાઓ જાગે જ. ૧૯૨૬થી ૧૯૫૦ સુધીની પચીશી દરમ્યાન વાર્તાક્ષેત્રે 'તણખા'થી માંડી 'સુખદુઃખનાં સાથી', 'લોહીની સગાઈ' અને 'ઘૂઘવતાં પૂર'માં કચડાયેલાં, ત્યજાયેલાં, તરછોડાયેલાં દલિતો અને પીડિતો તરફ અનુકંપા; મધ્યમવર્ગીય પાત્રો-પ્રસંગોનું અશેષ નિરૂપણ; સ્વતંત્રતા, બંધુતા, સમાનતાની ભાવનાનું વાસ્તવિક આલેખન; પ્રગતિશીલતા અને પ્રેયોગશીલતા વગેરેનું યથાર્થદર્શી ચિત્રણ સફળતાપૂર્વક થયું છે. તો, ૧૯૫૦ પછીની વાર્તાઓમાં આઝાદ ભારતની અનેક સમસ્યાઓનું આલેખન, વિશ્વયુદ્ધોથી ત્રાસેલી પ્રજાઓની આશા-નિરાશાનું આલેખન, સમાજના કોઈ પણ સ્તરના માનવીની આંતરમનની છબીનું નિરૂપણ, પ્રણયની-સનાતન છતાં નૂતન પ્રણયની-ભાવનાનું કે વાસનાનું અતિરાગી આલેખન; સક્ષ્માતિસૂક્ષ્મ ભાવ કે વિચારનું વિશ્લેષણ વધુ પ્રમાણમાં જોવા મળે છે.
સ્વ. મણિલાલ નભુભાઈ દ્વિવેદીરચિત 'નૃસિંહાવતાર' નામે ત્રિઅંકી નાટમનું શ્રી ધીરુભાઈ ઠાકરે કરેલું સંપાદન પણ નોંધપાત્ર છે.  ‘કાન્તા'ના લેખકની બીજી કૃતિનું વસ્તુ પૌરાણિક છે, ખાસ રંગભૂમિ માટે તૈયાર થયેલ મંગલાન્ત નાટક છે. (શ્રી ધીરુભાઈ એ દાયકામાં એક સુંદર કાર્ય કર્યું છે. એમણે ‘અભિનેય નાટકો’ની ઉપયોગી સૂચિ તૈયાર કરી છે. ભજવનારાઓને સુગમ પડે એ દૃષ્ટિએ એમાં પ્રત્યેક કૃતિનો આછો રેખાત્મક પરિચય અપાયો છે.) શ્રી અનંત આચાર્યની પારિતોષિક પામેલી કૃતિઓ 'કરિયાવર' અને 'અબીલ ગુલાલ' નોંધપાત્ર છે. શ્રી હંસાબહેન મહેતાએ કરેલ અનુવાદ 'મેલિયેરનાં બે નાટકો' અકાદમીનું પ્રકાશન છે. શ્રી ફિરોઝ આંટિયાએ સ્વરચિત કૃતિઓનો સંગ્રહ 'છ નાટક' અને બીજો ‘૧૫ નાટકો અને ૧૧ ટચૂકડીઓ' નામે પ્રકટ કરેલ છે. લેખક કુશળ નટ, નિર્માતા અને દિગ્દર્શક છે એટલે તખ્તાની દૃષ્ટિએ એમની તમામ કૃતિઓ સફળતાને વરી છે. શ્રી ચીનુભાઈ પટવાકૃત 'શકુન્તલાનું ભૂત', શ્રી અજિત પટેલકૃત 'જીવન નાટક અને બીજાં એકાંકી' પણ સફળ નાટિકાઓ છે.
દાયકામાં વિશ્વ-પ્રતિષ્ઠિત વાર્તાકારો મોપાસાં, ચેખોવ, સ્ટીફન ઝૂવિગ આદિની વાર્તાઓના ગુજરાતીમાં અનુવાદ થયા છે અગર રૂપાંતર, શ્રી જયંત પાઠક અને શ્રી રમણલાલ પાઠકે 'ચેખોવની શ્રેષ્ટ નવલિકાઓ' ૧૯૫૭માં આપી છે, તે મોપાસાંની કેટલીક વાર્તાઓને ‘ચંપાકલી' નામે રૂપાંતરિત વાર્તાસંગ્રહ શ્રી રમણીકલાલ જ. દલાલે પ્રગટ કર્યો છે. સ્ટીફન ઝૂવિગની બે પ્રસિદ્ધ વાર્તાઓ Amok અને Letter from the Unknown Womar નો અનુવાદ 'હૈયાની થાપણ' નામે શ્રી. ચુનીલાલ વર્ધમાન શાહે આપ્યો છે. શ્રી ચુનીલાલ મડિયાએ ‘કાળજાં કોરાણાં'માં વિશ્વના નામી વાર્તાકારોની કૃતિઓ સંગ્રહી છે. શ્રી મડિયાએ ‘શ્રેષ્ટ અમેરિકન વાતો'નું પણ સંપાદન પ્રગટ કર્યું છે. અનુવાદપ્રવૃત્તિ વિકસે એ આપણી ભાષાની ધારણશક્તિને બળવતી કરવા માટે જરૂરી છે.
શ્રી રસિકલાલ પરીખની આ દાયકાની મહત્ત્વની નાટ્યકૃતિ 'શર્વિલક'ને સાહિત્ય અકાદમીનું રાષ્ટ્રીય પારિતોષિક મળ્યું છે. ‘દરિદ્ર ચારુદત્ત' તેમ 'મૃચ્છકટિક' એ બે નાટકોમાંથી પ્રેરણા મેળવીને ‘શર્વિલક’ લખાયું છે. વિવિધ સંસ્કૃતિમાં માનતાં પાત્રો દ્વારા લેખકે એ કાળનો સંસ્કૃતિસંઘર્ષ કુશળતાથી રજૂ કર્યો છે. ‘મૃચ્છકટિક' માં ગૌણ પાત્ર તરીકે દેખાતો શર્વિલક આ નાટકમાં નાયક છે, એની પ્રિયા મદનિકા નાયિકા છે. રાજપરિવર્ત એ આ નાટકનું મુખ્ય વસ્તુ છે. ‘શર્વિલક' સંસ્કૃત નાટકની હરોળમાં બેસે એવી સમર્થ કૃતિ છે. પાત્ર, પ્રસંગ, રસ-સર્વ દૃષ્ટિએ આ નાટ્યકૃતિ સફળ રહી છે. બીજા એવા પ્રૌઢ નાટ્યલેખક સ્વ. રામનારાયણ વિ. પાઠકકૃત 'કુલાંગાર અને બીજી કૃતિઓ' એ પણ દાયકાનો નોંધપાત્ર નાટ્યસંગ્રહ છે. એમાં પાઠકસાહેબ જેવા સમર્થ સર્જકની દસ રચનાઓ છે. 'કુલાંભાર', 'દેવી કે રાક્ષસી' અને 'ભુલકણો પ્રોફેસર' એ ત્રણ મૌલિક રચનાઓ છે; અને ‘ઉરુભંગ’, 'ભગ વદજ્જુકીયમ્' આદિ પાંચ મૂળ સંસ્કૃતમાંથી અનુવાદિત નાટકો છે અને બાકીની બે શેક્સપિયરની બે નાટ્યકૃતિઓના પ્રવેશો છે – ‘બાગમાં મિલન, અને ‘શેર માંસનો મુકદ્દમો’. આમાંની મોટા ભાગની કૃતિઓ રેડિઓ યા તખ્તા ઉપર સફળતાથી ભજવાઈ ચૂકી છે.
અહીં શ્રી ગુલાબદાસ બ્રોકરસંપાદિત ‘આપણી શ્રેષ્ઠ નવલિકાઓ' અને સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત તેમ જ શ્રી મનસુખલાલ ઝવેરી-સંપાદિત 'ગુજરાતી ટૂંકી વાર્તા’ને પણ નોંધી લઈએ. બંને સંપાદકોએ પોતપોતાની રુચિ અનુસાર ઉત્તમ કક્ષાની કૃતિઓને સંગૃહીત કરી છે. આ દાયકામાં 'શ્રેષ્ઠ'નું લેબલ બહુ લપટું બની ગયું છે. કાળના પ્રવાહમાં આ ‘શ્રેષ્ઠ' સંગ્રહમાંથી કેટલા ટકશે એ ભવિષ્ય કહેશે.
દાયકામાં એકાંકી નાટિકાઓના સંગ્રહોનાં સંપાદનો પણ થયાં છે. શ્રી મડિયાસંપાદિત 'શ્રેષ્ઠ નાટિકાઓ' ઉપરાંત શ્રી ગુલાબદાસ બ્રોકરનું સંપાદાન 'ગુજરાતનાં એકાંકી'; શ્રી પુષ્કર ચંદરવાકરસંપાદિત નટીશૂન્ય નાટિકાઓને સંગ્રહ 'રંગલીલા': શ્રી મડિયા સંપાદિત 'નટીશૂન્ય નાટકો'. ‘મારાં પ્રિય એકાંકી'ના સંપાદકો છે સર્વ શ્રી જશભાઈ પટેલ, ભાનુ ચોકસી અને મધુરમ્, આ સિવાય શ્રી વજુભાઈ ટાંક સંપાદિત 'નાટયવિહાર' નોંધપાત્ર છે.
૧૯૫૧ના વર્ષમાં પ્રગટ થયેલી વાર્તાઓમાંથી વીણીને શ્રી ઉમાશંકર જોશીએ 'વરસની શ્રેષ્ઠ વાર્તાઓ'નું સંપાદન કર્યું છે. એ રીતે ‘વરસની શ્રેષ્ઠ વાર્તાઓ'નાં વર્ષે વર્ષે ત્રણ ચાર સંપાદનો થયાં છે. શ્રી તખ્તસિંહ પરમારે ૧૯૫૫માં ‘દસ શ્રેષ્ઠ નવલિકાઓ'નું સંપાદન કરેલું‘સવિતા’ માસિક દ્વારા યોજાયેલ વાર્તાહરીફાઈની પ્રથમ ૫૪ વાર્તાઓનું ‘મોગરાનાં ફૂલ’ નામથી શ્રી ધીરજબહેન પારેખે સંપાદન કર્યું છે. એમાં ઊગતા, આશાસ્પદ, વાર્તાકારોની મધ્યમ કક્ષાની વાર્તાઓ છે. 'સંસ્કૃતિ', 'બુદ્ધિપ્રકાશ', 'કુમાર', 'ક્ષિતિજ', 'નવચેતન', 'અખંડ આનંદ', 'ગૃહમાધુરી', 'જનકલ્યાણ', ‘ચાંદની’, ‘આરામ આદિ સામયિકોમાં તેમ દૈનિકોમાં પણ વાર્તાઓ આવતી રહે છે. એમાં જૂના-નવા અનેક પ્રવાહોનું દર્શન થાય છે. વાર્તામાસિકોની સંખ્યા ઠીક ઠીક વધતી રહી છે. આવાં સામયિકો ‘ખાસ અંકો’-હાસ્યાંક, વિદેશ-વાર્તા અંક-પ્રગટ કરતાં રહે છે. ટૂંકમાં, ટૂંકી વાર્તાનું–નવલિકાનું મેદાન મોકળું છે પ્રત્યેક પ્રયોગવીરને માટે. નવલકથાની જેમ જ ટૂંકી વાર્તા લોકપ્રિય સાહિત્યપ્રકાર છે. દાયકાના નોંધપાત્ર વાર્તાસંગ્રહો આટલા: તમામ ‘શ્રેષ્ઠ વાર્તાસંગ્રહો’, ‘ઓરતા’, ‘વાત્રકને કાંઠે’, ‘આ ઘેર પેલે ઘેર', 'અંતઃસ્ત્રોતા', 'ગૃહપ્રવેશ', 'પ્યાર', ‘સ્વપ્નનો ભંગાર’, ‘સબસે ઊંચી પ્રેમ સગાઈ’, ‘પ્રેમ ઘટા ઝુક આઈ’.
નવલકથામાંથી નાટ્યરૂપાંતરો થયાં હોય એવી બે કૃતિઓ છે. રમણલાલ દેસાઈની ‘પૂર્ણિમા’નું નાટ્યરૂપાંતર કર્યું છે શ્રી વિષ્ણુકુમાર વ્યાસે અને શરદબાબુના 'દેવદાસ'નું રૂપાંતર કર્યું છે શ્રી શિવકુમાર જોશીએ. બંને રૂપાંતરો સુંદર બન્યાં છે.
‘ગુજરાતનાં નાટકો' (ગીતોની સારીગમ)નું સંપાદન શ્રી જયશંકર 'સુંદરી'કર્યું છે. એમાં જૂની રંગભૂમિનાં નાટકોનાં ગીતો એકઠાં કરીને સંગીત શોખીનો માટે એક જ સંગ્રહમાં સુલભ કર્યાં છે. ‘નાટક ભજવતાં પહેલાં' એ શ્રી ધનસુખલાલ મહેતાની અનુભવપૂત પુસ્તિકા છે‘નાટક ભજવતાં' એ શ્રી ચંદ્રવદન મહેતાએ તૈયાર કરેલ પુસ્તિકા છે. નાટ્યેતર ગણાય એવી આ કૃતિઓ એટલા માટે નોંધી છે કે તે નાટકની કલાને સમજવામાં ઉપયોગી નીવડી છે. નાટકની તખ્તાલાયકી અને આપણું અભિનયક્ષમતાની સમજણમાં એથી જરૂર વધારો થાય છે. માત્ર નાટકનાં બે વિશિષ્ટ સામયિકો થોડો કાળ ચમકી ગયાં તેમને અહીં નોંધવાં જ જોઈએ. ગુલાબદાસ બ્રોકર અને સુશીલ ઝવેરીસંપાદિત 'એકાંકી’ અને પ્રાગજી ડોસા આદિ સંપાદિત ‘ગુજરાતી નાટ્ય’ થોડી પણ અમૂલ્ય સેવા નાટ્યક્ષેત્રે કરી ગયાં છે. સમગ્ર લેતાં આ દાયકાનો નાટ્યફાલ સંખ્યા અને ગુણવત્તા બંને દૃષ્ટિએ નોંધપાત્ર બન્યો છે. શાળા-કૉલેજોના સમારંભો–ઉત્સવો નાટ્યલેખનપ્રવૃતિને વેગ આપે છે; એટલું નહિ, પણ સાહિત્યધેારણે નબળી ગણાતી કૃતિઓ કેટલીક વાર તો તખ્તા ઉપર, રંગભૂમિ ઉપર વધુ સબળ પુરવાર થઈ છે. રેડિયોનું માધ્યમ રૂપકોના સર્જન માટે મહદંશે નિમિત્ત બન્યુ છે. આ દાયકાના નવીનોમાં બે કલમો વધુ તેજસ્વી ગણાવી શકાય. એક શિવકુમાર જોશી અને બીજા ચુનીલાલ મડિયા. જૂનામાં શ્રી ચંદ્રવદન મહેતા અને જયંતી દલાલ સમય સાથે તાલ મિલાવી શક્યા છે. આ અને અન્ય જૂના-નવા નાટ્યકારો પાસેથી આપણે ગૌરવ કે ગર્વ પ્રેરે એવી સિદ્ધિ માટે રાહ જોઈએ.
હજી આપણે ત્યાં શિષ્ટ સાહિત્યકૃતિઓ નાટકરૂપે પ્રમાણમાં ઘણી ઓછી રજૂ થાય છે. બંગાળી અને મરાઠી રંગભૂમિ ઉપર તો સંખ્યાબંધ નાટકો સમર્થ કૃતિ ઉપરથી, સમર્થ રીતે રજૂ થાય છે. ગુજરાતી રંગભૂમિમાં ધંધાદારી, અવેતન, અર્ધ-વેતન સંસ્થાઓ અને કલાકારો પોતપોતાની રીતરસમ પ્રમાણે પ્રયોગો કરે જાય છે; પણ એમાં પરિવર્તન આણવાનો સમય પાકી ગયો છે. રંગભૂમિ નવજીવન પામે તે માટે સૌ નાટકપ્રેમીઓએ સહિયારો પુરુષાર્થ પ્રમાણિકપણે કરવાની જરૂર છે. નાટકના ઉત્સાહી દિગ્દર્શકો ઘણી વાર નાટ્યસર્જકો તરફ આશાભરી મીટ માંડી કહે છે: અમને હોંસભેર ભજવવાનું મન થાય એવાં નાટકો આપો.
<center>'''અનુવાદો'''</center>
સંસ્કૃતમાંથી કાલિદાસ, ભવભૂતિ જેવાની નાટ્યકૃતિઓ સાહિત્યકારોને હંમેશા આહ્વાન આપતી રહી છે.  ‘શાકુન્તલ' અને ‘ઉત્તરરામચરિત'ના અનેક અનુવાદ આજસુધીમાં આપણે ત્યાં થયા છે. આ દાયકા દરમ્યાન શ્રી ઉમાશંકર જોશીએ આ બંને નાટકોના સુંદર અનુવાદ આપ્યા છે. કવિત્વની છાંટભર્યાં ટીકા-ટિપ્પણ અને હૃદયંગમ પ્રસ્તાવના આ અનુવાદોની ઝલક ઓર વધારે છે. શ્રી કે. કા શાસ્ત્રીએ કરેલ ‘ભાસ નાટ્યચક્ર’નો અનુવાદ પણ અહીં સંભારી લઈએ. શ્રી પદ્માવતી દેસાઈનો ‘ઉત્તરરામચરિત' અનુવાદ પણ સુવાચ્ય છે. ચુનંદી સંસ્કૃત કૃતિઓ યુનિવર્સિટીના ઉચ્ચ અભ્યાસક્રમમાં અવારનવાર ભણવાની હોય છે એટલે તમામના ગુજરાતી અનુવાદો થાય છે ખરા, પણ તે બધા મોટે ભાગે વિદ્યાર્થીભોગ્ય હોય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>

Navigation menu