ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/સંશેાધન-સંપાદન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 22: Line 22:
{{Poem2Open}}
{{Poem2Open}}
ગુજરાતનો પરિચય આપતા કેટલાક વિશિષ્ટ ગ્રંથો પણ આ દાયકામાં પ્રકટ થયા છે. શિવપ્રસાદ રાજગોરનો 'ગુજરાત એક દર્શન' ગુજરાતની ઐતિહાસિક-ભૌગોલિક માહિતી-તેની ખનિજસંપત્તિ, તેનું પશુધન, લોકો વગેરે –વ્યવસ્થિત રૂપમાં રજૂ કરે છે. એ જ રીતે ધનવંત ઓઝાનું ‘ઊર્વીસાર ગુજરાત’ અને ભોગીલાલ ગાંધીનું ‘ગુજરાત દર્શન’ પણ ગુજરાતના પરિચય માટે ઉપયોગી વિચારણા પૂરી પાડે છે. [આ પ્રકારનાં પ્રકાશનોમાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના ૬૬મા અધિવેશન પ્રસંગે પ્રગટ થયેલ સ્મૃતિગ્રન્થ 'ગુજરાત એક પરિચય' (સં. રામલાલ પરીખ) ગુજરાતનાં વિવિધ પાસાંનો પરિચય કરાવતો ૭૦૦ ઉપરાંત પાનાંનો માહિતીપ્રધાન બૃહદ્ ગ્રંથ બન્યો છે, પણ એનું પ્રકાશન જાન્યુઆરી '૬૧માં થયું છે.]

‘આપણી કહેવતો' (શંકરભાઈ પટેલ), 'કહેવતો અને કથાનકો' (સ્વામી પ્રણવતીર્થજી) જેવાં સંપાદનો પણ આવકારપાત્ર છે. બીજા સંપાદનમાં કહેવતનું અર્થ સહિત સારું સંકલન થયું છે અને એમાં કહેવતો પાછળનાં કથાનકો અને પ્રજાની સંસ્કારિતાનો પણ પરિચય છે.

છેલ્લાં સો વર્ષના આપણા ગદ્યસાહિત્યના મહત્ત્વના નિબંધાત્મક લેખોનું સંપાદન વ્રજરાય દેસાઈ અને કુંજવિહારી મહેતાએ ‘ગદ્યરંગ' નામની સંચય-કૃતિમાં કર્યું છે. 'અભિનેય નાટકોમાં’માં ડૉ. ધીરુભાઈ ઠાકરે અત્યંત શ્રમપૂર્વક ૩૬૦ ગુજરાતી નાટકોની રંગસૂચિ આપી છે. એની અભ્યાસયુક્ત પ્રસ્તાવના પણ એનું આકર્ષક અંગ છે.

ખ્યાતનામ સાહિત્યકારોના કેટલાક શતાબ્દી-સ્મૃતિ-અભિનંદન-જયંતી ગ્રંથો પણ આ દાયકામાં પ્રકટ થયા છે. વિવેચનવિભાગમાં એમાંને કેટલાકનો નિર્દેશ કર્યો છે. ગોવર્ધનરામ અને મણિલાલ-બાલાશંકરના શતાબ્દીગ્રંથ; ખબરદાર, રમણલાલ, અંબુભાઈ પુરાણીના પષ્ટિપૂર્તિ ગ્રંથ, મેઘાણીનો સ્મૃતિગ્રંથ તેમ જ મગનભાઈ દેસાઈ (‘કેળવણીકારનું પોત અને પ્રતિભા')નો અભિનંદન ગ્રંથ; દીવાન બલ્લુભાઈ શાળાના સુવર્ણ જયંતી મહોત્સવનો સ્મારક ગ્રંથ; નૃસિંહાચાર્યજી શતાબ્દી-સ્મૃતિગ્રંથ, ‘નવચેતન'ના તંત્રીનો ષષ્ટિપૂર્તિ અંક-આ સઘળા ગ્રંથો ચરિત્રરેખાઓથી, સંસ્મરણોથી, તે તે લેખકો વિશેના કે અન્ય અભ્યાસલેખોથી સમૃદ્ધ થયેલા છે. તેમ છતાં આ પ્રકારના ગ્રંથોને અધ્યયન-ગ્રંથો જ બનાવાય તો એમની ગુણવત્તા વધે એમ લાગે છે. (૧૯૬૧માં પ્રગટ થયેલ 'કાલેલકર-અધ્યયનગ્રંથ' એનો આદર્શ નમૂનો ગણાય.)

Navigation menu