ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/કવિતા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 5: Line 5:
કવિતા એ સાહિત્યનાં સર્વ સ્વરૂપોમાં સૌથી વિશેષ ઋજુ અને સંવેદનશીલ સાહિત્યસ્વરૂપ છે. માનવ-આત્માના સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાવો એમાં ઝિલાય છે અને એમનું સુરેખ કલાત્મક પ્રતિબિંબ એ ઉપસાવે છે. પોતપોતાની આંતર જરૂરિયાત પ્રમાણે તે તે સમયનો કવિ પોતાની અનુભૂતિને નિરૂપવા મથામણ કરે છે, એ માટે પ્રયોગો કરે છે અને એ દ્વારા અભિવ્યક્તિના સ્વરૂપને સિદ્ધ કરવા યત્નશીલ રહે છે. એટલે દસકે દસકે કે બીજા એવા કોઈ સમય-વિભાગથી સાહિત્યપ્રવાહના-કવિતાપ્રવાહના પલટાઓનું ગણિત માંડી શકાતું નથી. એમાં જૂના પ્રવાહો વહેતા હોય, નવા પ્રવાહો ઉમેરાતા જતા હોય, જૂના પ્રયોગો પરંપરારૂપે સ્થપાતા હોય અને નવા પ્રયોગો થતા રહેતા હોય-અને એમ કવિતાનો પ્રવાહ અસ્ખલિત ગતિએ વહેતો રહેતો હોય છે.

છેલ્લા દસકાની કવિતાની વાત કરીએ તો એ પ્રવાહમાં અનેક ઝીણીમોટી સેરો ભળેલી છે. એમાં કોઈ સેરનું સાતત્ય મધ્યકાળની પરંપરા સાથે, કોઈકનું અર્વાચીનના ઊગમકાળ સાથે, કોઈકનું પંડિતયુગ કે ગાંધીયુગ સાથે છે, તો વળી કેટલીક નવી જ ફૂટેલી સેરો આ પ્રવાહને પુષ્ટ કરતી ૫ણ દેખાય છે. એમાં પ્રત્યેક સેરનું આગવું વ્યક્તિત્વ પણ હોય છે એટલું જ નહિ, એક સેર પોતાના જૂના પ્રવાહ સાથે સાતત્ય રાખતી છતાં નવા પ્રવાહ સાથે પણ મળી જતી નજરે પડે; નવી ફૂટતી સેર પોતાના ‘નવીન’ને પ્રગટ કરતી છતી પ્રાચીન તરફ મીટ માંડતી ૫ણ દેખાય: આવાં આવાં મનોહર દૃશ્યો પ્રવાહનું અવલેકન કરતાં દૃષ્ટિએ પડવાનાં અને એ દ્વારા પેલા સનાતનની નવનવોન્મેષ સૌન્દર્યલીલાનો રમણીય આવિષ્કાર મનને ભરી દેવાનો.

આ દાયકામાં એક તરફ આપણા અર્વાચીન યુગના મહાન કવિ ન્હાનાલાલનો પોણાબારસો પાનાંમાં અને ૨૭૦૦૦ જેટલી પંક્તિઓમાં વિસ્તરીને 'હરિસંહિતા'ના ત્રણ ભાગમાં વહેતો કાવ્યધોધ જોવા મળે છે. ‘નવ-ભાગવત બનાવવાના મનોરથ' સેવતા આપણા કવિએ યોગેશ્વર સ્વરૂપ શ્રીહરિની ભારતપરિક્રમા અહીં બહુધા અનુષ્ટુપમાં વર્ણવી છે એ સવિશેષ ધ્યાન ખેંચે છે. ૧૯૪૨માં આરંભાયેલું. કવિમૃત્યુને કારણે અધૂરું રહેલું આ 'ભક્તિભીનું પુરાણકાવ્ય', ગુજરાતી કવિતામાં, મહાન કાવ્યરચનાના આપણે ત્યાં થયેલા પ્રયોગોમાં-સ્થૂળ પંક્તિસંખ્યાની દૃષ્ટિએ જોઈએ તો ૫ણ આટલો વિસ્તાર પ્રથમવાર જ આપે છે, અને આપણા આ કવિના ઊંચા નિશાનનો લાક્ષણિક પરિચય કરાવે છે; તો બીજી બાજુ, આ શતકના ત્રીજા દશકામાં નોંધપાત્ર સિદ્ધિઓ મેળવનાર દેશળજી પરમારની કૃતિ 'ઉત્તરાયન', ગાંધીયુગ સાથે અનુસંધાન દાખવતા પણ નવીન રચનારીતિનો સફળતાથી ઉપયોગ કરતા રામનારાયણ પાઠકનો કાવ્યસંગ્રહ 'વિશેષ કાવ્યો’, અને ત્રાશીના બે પ્રમુખ કવિઓ-સુન્દરમ્ અને ઉમાશંકર-ના અનુક્રમે 'યાત્રા' અને 'વસંતવર્ષા' એ કાવ્યસંગ્રહો; ઉપરાંત કરસનદાસ માણેકનો 'મધ્યાહ્ન', મનસુખલાલ ઝવેરીનો 'અનુભૂતિ', સુંદરજી બેટાઈનો 'વિશેષાંજલિ', પૂજાલાલનો 'ગુર્જરી', ઇંદુલાલ ગાંધીના 'શ્રીલેખા' અને ‘પલ્લવી ' એ સંગ્રહ આ દાયકામાં પ્રકટ થયા છે. ત્રીજી તરફ નવતર પેઢીના પ્રમુખ કવિ રાજેન્દ્ર શાહનો ‘ધ્વનિ', અને હરિશ્ચન્દ્ર ભટ્ટ, નિરંજન ભગત, બાલમુકુન્દ દવે, પ્રજારામ રાવળ, 'ઉશનસ્', જયન્ત પાઠક, પ્રિયકાન્ત મણિયાર, પિનાકિન્ ઠાકોર, રતિલાલ છાયા, વેણીભાઈ પુરોહિત, મકરંદ દવે, હસિત બૂચ, સુરેશ જોશી, હસમુખ પાઠક આદિના, અભિવ્યક્તિના નવનવીન પ્રયોગો કરતા કાવ્યસંગ્રહો, અને આ સમયાવધિમાં સંગ્રહસ્થ નહિ થયેલા છતાં સામયિકોમાં પ્રકટ થયેલ શ્રી હેમન્ત દેસાઈ, નલિન રાવળ જેવા અનેક કવિઓનાં કાવ્યો : આ દાયકાની કવિતાની લાક્ષણિક તાસીર ઉપસાવી આપે છે.
આ દાયકામાં એક તરફ આપણા અર્વાચીન યુગના મહાન કવિ ન્હાનાલાલનો પોણાબારસો પાનાંમાં અને ૨૭૦૦૦ જેટલી પંક્તિઓમાં વિસ્તરીને 'હરિસંહિતા'ના ત્રણ ભાગમાં વહેતો કાવ્યધોધ જોવા મળે છે. ‘નવ-ભાગવત બનાવવાના મનોરથ' સેવતા આપણા કવિએ યોગેશ્વર સ્વરૂપ શ્રીહરિની ભારતપરિક્રમા અહીં બહુધા અનુષ્ટુપમાં વર્ણવી છે એ સવિશેષ ધ્યાન ખેંચે છે. ૧૯૪૨માં આરંભાયેલું. કવિમૃત્યુને કારણે અધૂરું રહેલું આ ‘ભક્તિભીનું પુરાણકાવ્ય', ગુજરાતી કવિતામાં, મહાન કાવ્યરચનાના આપણે ત્યાં થયેલા પ્રયોગોમાં-સ્થૂળ પંક્તિસંખ્યાની દૃષ્ટિએ જોઈએ તો ૫ણ આટલો વિસ્તાર પ્રથમવાર જ આપે છે, અને આપણા આ કવિના ઊંચા નિશાનનો લાક્ષણિક પરિચય કરાવે છે; તો બીજી બાજુ, આ શતકના ત્રીજા દશકામાં નોંધપાત્ર સિદ્ધિઓ મેળવનાર દેશળજી પરમારની કૃતિ 'ઉત્તરાયન', ગાંધીયુગ સાથે અનુસંધાન દાખવતા પણ નવીન રચનારીતિનો સફળતાથી ઉપયોગ કરતા રામનારાયણ પાઠકનો કાવ્યસંગ્રહ 'વિશેષ કાવ્યો’, અને ત્રાશીના બે પ્રમુખ કવિઓ-સુન્દરમ્ અને ઉમાશંકર-ના અનુક્રમે 'યાત્રા' અને 'વસંતવર્ષા' એ કાવ્યસંગ્રહો; ઉપરાંત કરસનદાસ માણેકનો 'મધ્યાહ્ન', મનસુખલાલ ઝવેરીનો 'અનુભૂતિ', સુંદરજી બેટાઈનો 'વિશેષાંજલિ', પૂજાલાલનો 'ગુર્જરી', ઇંદુલાલ ગાંધીના 'શ્રીલેખા' અને ‘પલ્લવી ' એ સંગ્રહ આ દાયકામાં પ્રકટ થયા છે. ત્રીજી તરફ નવતર પેઢીના પ્રમુખ કવિ રાજેન્દ્ર શાહનો ‘ધ્વનિ', અને હરિશ્ચન્દ્ર ભટ્ટ, નિરંજન ભગત, બાલમુકુન્દ દવે, પ્રજારામ રાવળ, 'ઉશનસ્', જયન્ત પાઠક, પ્રિયકાન્ત મણિયાર, પિનાકિન્ ઠાકોર, રતિલાલ છાયા, વેણીભાઈ પુરોહિત, મકરંદ દવે, હસિત બૂચ, સુરેશ જોશી, હસમુખ પાઠક આદિના, અભિવ્યક્તિના નવનવીન પ્રયોગો કરતા કાવ્યસંગ્રહો, અને આ સમયાવધિમાં સંગ્રહસ્થ નહિ થયેલા છતાં સામયિકોમાં પ્રકટ થયેલ શ્રી હેમન્ત દેસાઈ, નલિન રાવળ જેવા અનેક કવિઓનાં કાવ્યો : આ દાયકાની કવિતાની લાક્ષણિક તાસીર ઉપસાવી આપે છે.
૧૯૪૭માં આ૫ણને સ્વાતંત્ર્ય મળ્યું, દેશના ભાગલા પડ્યા, ગાંધીજીની હત્યા થઈ સરહદોના પ્રશ્નો ઊભા થયા, ચારે બાજુ સંહારની લીલા આરંભાઈ દેશી રજવાડાંઓનું વિલીનીકરણ થયું, પંચવર્ષી યોજનાઓ ઘડાઈ સ્તભૂદાનપ્રવૃત્તિ વિરવા લાગી, પ્રાંતોની પુનર્રચના થઈ; અને સમગ્ર રીતે પ્રજાજીવન વેરવિખેર થયું..આ અને આવી ઘટનાઓનાં પ્રતિબિંબ છેલ્લા દાયકાના સાહિત્યમાં ઝિલાયા વિના રહ્યાં નથી. ગાંધીયુગમાં સ્વતંત્રતાનો અગ્નિ પ્રજ્વલતો હતો અને એણે કવિતાને પ્રાણબળ પૂરું પાડેલું. પ્રસંગ કે ઘટનાની પ્રધાનતા એ યુગમાં વિશેષ મહત્ત્વ ધરાવતી હતી અને કવિતામાં એ સમયની ઘટનાઓ પ્રતિબિંબિત થઈ છે. અંગ્રેજસત્તા સામે અહિંસક યુદ્ધ ખેલાતું હતું, કવિઓમાં પણ એ ઉત્સાહનાં પૂર ઊમટેલાં હતાં. પરિણામે કાવ્યસર્જનમાં એ ભાવો વિપુલ પ્રમાણમાં ગૂંથાયેલા છે. એમાં સત્ત્વશાળી કાવ્યકૃતિઓની સાથે સાથે કેટલીક પ્રાસંગિક રચનાઓ પણ જન્મેલી છે. પરંતુ સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી ગાંધીયુગની ઘટનાઓનો પ્રવાહ ઓસર્યો અને કવિતા પણ ભિન્ન પંથે સંચરી, અંતર્મુખ બનેલો સર્જક નવા નવા રમણીય આકારો સર્જવા કટિબદ્ધ થયો. નરસિંહરાવના સમયમાં ચંદ્ર, સૂર્ય અને તારકનાં ગાન ગાઈ કવિતા સર્જતો કવિ, ગાંધીયુગમાં દલિતો અને પીડિતો પ્રતિ સમભાવનાં ગાન ગાવા લાગ્યો. એમાં સ્વ-પુરૂષાર્થના ઉડ્ડયનને બદલે ક્યાંક ઉછીનાં પીછાંનું બળ પણ દેખાય છે. એ પછી સમયરંગ ઝીલવાને બદલે માનવભાવો તરફ વળતી કલમનાં દર્શન થાય છે. રાષ્ટ્રીય જાગૃતિ અને સામાજિક વિષમતાનો આલેખ હવે મંદ પડે છે અને કવિતાનો પ્રવાહ નરવા સૌન્દર્યના નિરૂપણ તરફ વળે છે. પરંતુ છેલ્લા દશકામાં, શ્રી ઉમાશંકરે દર્શાવ્યું છે તેમ, એમાં સમાજ-સંદર્ભનું પરિમાણ પ્રવેશે છે. આ સમાજ-અભિમુખતા, ગાંધીયુગ કરતાં વિશેષ વાસ્તવલક્ષી છે. એની ગતિ સાચા વાસ્તવદર્શી વલણ પ્રતિની છે. આ દશકામાં જીવન ઉપર પણ વાસ્તવિકતાનું ક્રૂર મોજું ફરી વળે છે અને જીવન નવી વેદનાઓથી ઊભરાવા માંડે છે. આપણો સામાન્ય માનવ-માનવ જીવન એની ભીંસ અનુભવી રહે છે. આ નવીન પરિસ્થિતિમાં કાવ્યસર્જન પણ નિરાશા અને વ્યથાના ભાવો અંકિત કરે છે. સમકાલીન આર્થિક, સામાજિક કે પછી નૈતિક બળોને એ ઝીલે છે અને એમની વ્યંજનાત્મક અભિવ્યક્તિ એ સાધે છે. ૧૯૫૧માં પ્રગટ થયેલા શ્રી રાજેન્દ્ર શાહના ‘ધ્વનિ' કાવ્યસંગ્રહમાં, સમકાલીન ઘટનાઓ ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ એ પછીના અન્ય કવિઓના સંગ્રહમાં સમકાલીન જીવનનો પડઘો પડે છે: માનવભૂમિકા પરથી કવિ એમનું દર્શન અને નિરૂપણ કરે છે. કેટલીકવાર એ વિષમ પરિસ્થિતિનું આલેખન કરે છે તો વળી કવચિત્ અસહાયતાને કારણે કટાક્ષનો ચાબુક પણ વીંઝી લે છે. શ્રી જયન્ત પાઠકે, એમના ‘આધુનિક કવિતા પ્રવાહ'ના બૃહન્નિબંધમાં દર્શાવ્યુ છે તેમ, છેલ્લા દાયકાની કવિતામાં પરિસ્થિતિની વાસ્તવિક્તાનો અને કવિહૃદયની નિખાલસ સચ્ચાઈનો સ્પષ્ટ રણકાર સંભળાય છે. એ પરિસ્થિતિ અને એ સચ્ચાઈ ‘હું છિન્નભિન્ન છું' કે 'મને મુર્દાંની વાસ આવે' (બંને શ્રી ઉમાશંકરનાં) એ કાવ્યો આપણા કવિ પાસે સર્જાવે છે. વ્યાકુળતા અને પ્રકોપ, નિરાશા અને હતાર્થતાના સૂર આ દશકાની કવિતામાંથી ઊઠતા સંભળાય છે. પરિસ્થિતિની ભીંસ, નવી યાતનાઓ, માનવીની અસહાયતા અને હતાશા એમાં અભિવ્યક્તિ પામે છે. ચારે બાજુ જેવા મળતાં લાચારી અને દંભ કવિના હૈયાને અકળાવે છે. સ્વતંત્રનાને વધાવનાર કવિ, સ્વાતંત્ર્ય પછી નજરે પડતા માનવમનના અજંપાને, એની ગૂંગળામણને વ્યક્ત કરે છે. એમાં કવિને અંગત દૃષ્ટિકોણ પણ વિશેષ જોવા મળે છે. ક્યાંક ક્યાંક સ્વાનુભૂતિની ઉત્કટતાને સ્થાને, જાણે ફેશન ખાતર, અસુંદરનો પુરસ્કાર અને સુંદરનો તિરસ્કાર કરવાનાં વલણો ૫ણ અછતાં રહેતાં નથી. ચાલી આવતી પરંપરાને તોડી-ફોડી આઘાત આપવાની વૃત્તિ ૫ણુ જોર પકડતી દેખાય છે. એ માટે પરંપરાનાં પુષ્પ કે ચંદ્ર જેવાં પ્રતીકોનું સ્થાન લેવા સર્પ અને ધુવડ, લોહી અને પરુ દોડી આવે છે: એ માટે જ જાણે કૃતિઓ રચાતી હોય, નિશ્ચિત બીબાંમાં ગોઠવાતી હોય એવી છાપ પણ કેટલીકવાર પડે છે. સ્વાનુભૂતિનો અભાવ, આવી રચનાઓને દીર્ધાયુષી ન બનાવી શકે એ સ્વયંસ્પષ્ટ છે. પણ આ તો સમગ્ર પ્રવાહની એક સેર છે, અને એનું દર્શન, મુખ્યત્વે, દશકાના ઉત્તરાર્ધમાં થાય છે.

આ દશકાની કવિતાએ આમ તો પ્રચલિત કાવ્ય વિષયોને જ આલેખ્યા છે, પણ એમના નિરૂપણમાં નાવીન્ય છે. અહીં પ્રણય અને પ્રકૃતિ, માનવતા અને અધ્યાત્મભાવ જેવા વિષયોની ખોટ નથી. એમાંયે પ્રેમ જેવો મહત્તમ ભાવ વિવિધ રીતે આલેખાયો છે, અને એના નિરૂપણમાં કવિએાએ નવીન પ્રતીકો પણ આપ્યાં છે. એમાં યૌવનની કોમળ પ્રણયભાવના છે, મસ્તી અને આનંદના ઉલ્લાસ-ઉછાળા છે, દામ્પત્યપ્રેમની પ્રસન્નતા છે અને ભગિનીસ્નેહનું નિરૂપણ પણ છે. નારીસૌન્દર્યનાં વર્ણનો છે, મદનબાણના અનુભવો છે અને સ્ત્રી-પુરુષ સંબંધનું કુત્સિત ચિત્રણ પણ છે. ક્યાંક પ્રણયની મુગ્ધ ચારુતા શુચિતાથી મુદ્રાંકિત થઈ છે, તો ક્યાંક સજની સાથેનું સહજીવન મધુરતા નિર્ઝરે છે. ગઝલોમાં પ્રણયની ચકચૂર મસ્તી આલેખાઈ છે અને ગીતમાં રાધા અને ગોરીના નેડાને નિરૂપતી પ્રીત-ચિનગારીઓ પણ ચમકી છે. ગાર્હસ્થ્યજીવનનું સુભગ દર્શન કરાવવા સાથે એના અસંતોષને પણ ક્યાંક ક્યાંક કવિઓએ નિરૂપ્યો છે. ક્યાંક ઊર્ધ્વયાત્રી કવિની મંગલ દૃષ્ટિનો ૫ણ પરિચય થાય છે, તો ક્યાંક ગૃહના પ્રેમ અને વિરહ ઉપરાંત વાત્સલ્યનું પણ મનોરમ નિરૂપણ થયું છે. પરંતુ આ સર્વમાં મુગ્ધ પ્રણય અને અતૃપ્તિની ઝંખના વિશેષ ધ્યાન ખેંચી રહે છે. શ્રી રામપ્રસાદ શુક્લે નોંધ્યું છે તેમ, અદ્યતન કવિતા પર 'અરતિના ઓળા' વધુ પડેલા છે.

Navigation menu