સોનાની દ્વારિકા/વીસ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 13: Line 13:
તળાવની પાળે સ્મશાનછાપરીમાં ડોહાના દેહને જાદવજીએ દેન દીધી ત્યારે એને લાગ્યું કે પોતાનો જલમધરમ પૂરો થઈ ગયો છે. જાદવજી ઠૂંઠવો મેલી મેલીને રડ્યો ત્યારે એને એકલું બાપાના જવાનું દુ:ખ નહોતું. સંસારભરના સાક્ષાત્કારની પીડા એમાં ભરી હતી.

બાપાના કારજ વખતે આવેલો દુલો પંદરેક દિવસ રહ્યો. પોતે બધી જવાબદારી ઉપાડી લીધી. બાપા પાછળ જે કંઈ કરવું પડે તે બધું જ કર્યું. બેનું-દીકરિયુંને દાન-દખૈણાથી માંડીને ગાયોને ઘાસ અને કૂતરાંઓને રોટલા, કોઈ વાતે કમી ન રાખી. જરૂર જણાય ને જાદવજીને કંઈ પૂછવા જાય તો કહે—

‘તું ને તારી... ભાભી કહેતાં એની જીભ થોથવાણી, પછી કહ્યું.

‘તમને બધાંને જીમ ઠીક લાગે ઈમ કરો....’
‘તમને બધાંને જીમ ઠીક લાગે ઈમ કરો....’
પોતે જાણે આ ઘરનું માણસ જ ન હોય એમ જાદવજી બધાં સાથે વર્તતો. વ્યવહાર-સંસારનાં કામ કરે, પણ એમ લાગે કે એ બધે હાજર હોવા છતાં સાવ ગેરહાજર જ છે. એક દિવસ વહેલી સવારે પોતે દિશાએ જઈને આવ્યો. ડબલું મૂકીને હાથ ધોતો હતો અને એની નજર ઓરડા તરફ ગઈ. એમ લાગ્યું કે આખું બ્રહ્માંડ બમણી ગતિએ દોડી રહ્યું છે. રસીલા અંદર

સૂતેલા દુલાને જગાડતી હતી. એને તો ખબરેય નહોતી કે જાદવજી આવી ગયો છે. બસ, એ ક્ષણે જ જાદવજીને લાગ્યું કે એ દુલાને નહીં, ખરેખર તો મને જગાડી રહી છે, સંસારનિદ્રામાંથી. અજ્ઞાનનિદ્રામાંથી. મનમાં કંઈક ગાંઠ વાળી. નાહીધોઈને કામે જતાં પહેલાં રોજની જેમ હાથમાં કાતર લીધી. પિત્તળના અંગુઠ્વાળી લાંબી ધારદાર કાતર! એના મનમાં એક દૃશ્ય ભજવાયું. દુલાના ચહેરા પર ઝૂકેલી રસીલાની પીઠમાં કાતરના ઘા! ઉપરાઉપરી, એક-બે-ત્રણ- ચાર-અસંખ્ય... લોહીની વહેતી નદી... દુલો ઊભો થવા ગયો તો એની ડોક ઉપર કાતર જાણે આપોઆપ ઊંડા ઘા કરતી હતી, પણ પોતાનો હાથ ક્યાંય એને દેખાતો નહોતો. જાદવજીને ચક્કર આવી ગયાં. એને થયું કે શીદ આવાં પાતક વહોરવાં? કોઈને મારવા કરતાં જાતે મરીને અમર કેમ ન થવું? એની જીભે આવીને અખૈયો બેસી ગયો :

Navigation menu