સોનાની દ્વારિકા/સત્તાવીસ: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
 
Line 28: Line 28:
જિતુએ હાથ લંબાવીને થેલી લઈ લીધી અને પોતાની બાજુની જગ્યાએ મૂકી દીધી. ત્યાં તો એક નાનકડી પતરાની બેગ! એ પણ લઈ લીધી અને ઊભા થઈને છાજલીમાં મૂકી દીધી. હજી બેસવા જાય ત્યાં તો નાનું એવું ટેણિયું! હસીને સંભાળપૂર્વક તેડીને અંદર લઈ લીધું અને બાજુમાં બેસાડ્યું. જિતુને રમૂજ સૂઝી. નીચે જોયું તો પેલી સ્ત્રી ઊભી હતી. જિતુએ બેય હાથ બારીમાંથી બહાર કાઢ્યા અને આંગળીઓથી જ કહ્યું કે તમેય આ બારીમાંથી જ આવી જાવ! પેલી સ્ત્રી હસી પડી અને દોડતી, બસના બારણા પાસે આવી. થોડી વારમાં એ આવીને જિતુની બાજુમાં બેસી ગઈ. છોકરાને ખોળામાં લીધું અને આભારની નજરે જોઈ રહી. પળ વાર જિતુને થયું કે એ પોતાનો ભવિષ્યકાળ જોઈ રહ્યો છે કે શું?

બસ કરતાંય જિતુના મનની ઝડપ વધારે હતી. હજી તો લખતર, વિઠ્ઠલગઢ, વીરમગામ, સાણંદ... એ વિચારે ચડી ગયો : મા આમ તો રાજી હતી. પણ એ એવી છે કે મારી પસંદગીથી રાજી નહીં હોય, તોય આખી જિંદગી વેઠી લેશે. મનમાં ને મનમાં શોષાતી રહેશે. પોતાની ઈચ્છા ક્યારેય પ્રગટ થવા નહીં દે. હવે એને દુઃખનો ડર રહ્યો નથી. હા, જિતુ પાસે એવી આશા ખરી કે મોત આવે ત્યાં સુધી શાંતિથી જીવી શકે. એટલે જ એને થયું કે પોતાની અને સુમિત્રાની જવાબદારી ઘણી મોટી છે. પોતે મનમાં ગાંઠ વાળી કે પોતે કોઈ પણ ભોગેય માની આંતરડીને કકળવા નહીં દે… માનો વિચાર કરતાં કરતાં જ એને ભરતમામા યાદ આવ્યા. એ જાણશે તો શું કહેશે? ભરતમામાએ માને કહી રાખેલું કે-

‘જિતુ હાટન એક સારી કન્યા જોઈ રાખી છે. વખત આવશે તાંણે કહીશ... પણ ઈના બારામાં બોન તમારે ચંત્યા કરવાની નથી...’

કદાચ એમના મનમાં મામીની બહેનની દીકરી માયા હોય! બી. એ. ના છેલ્લા વર્ષની પરીક્ષા આપવા આવી ત્યારે મામીએ એને આપડે ત્યાં ઉતારેલી. હવે વાતની ગડ બેઠી કે મામીના મનમાં તો આ વાત બહુ પેલ્લેથી જ ગોઠવાયેલી! માયા સળંગ એક અઠવાડિયું રહી હતી. માને તો કંઈ વાંધા જેવું નહીં હોય. પણ એ મારું મન વાંચી ગઈ હશે કે ગમે તેમ પણ મને એનામાં રસ નથી એની જાણ થઈ ગયેલી. મામા જ્યાં સુધી મોઢે ચડીને ન કહે ત્યાં સુધી શું કામ મગનું નામ મરી પાડવું? એમ વિચારીને મૂંગી રહેલી.. જિતુએ બારી બહાર જોયું તો આકાશમાં બે સફેદ વાદળીઓ તરી રહી હતી. બંને વચ્ચે થોડુંક અંતર દેખાતું હતું, પણ આકાર એવો કે નજીક આવી જાય તો ખબર ન પડે કે આ બંને અલગ હતી. એણે બંને વાદળીની ધાર ખૂણા અને આકારને મેળવવાની મનોમન કોશિશ કરી. વળી વિચાર આવ્યો કે કદાચ એકમાંથી જ બે નહીં થઈ હોય એની શી ખાતરી? અને મગજમાં ગીત આવ્યું : ‘દિવાના હૂઆ બાદલ...!’

સુમિત્રાએ એક વાર કહેલું :
સુમિત્રાએ એક વાર કહેલું :

Navigation menu