સંચયન-૬૨: Difference between revisions

Jump to navigation Jump to search
()
()
Line 107: Line 107:


==સમ્પાદકીય==
==સમ્પાદકીય==
<big>{{color|BlueViolet|રસરુચિને વિસ્તારનારા ક્ષેત્રોની અનિવાર્યતા }}</big><br>કૉલેજ કક્ષાએ અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને કોઈ ઉત્તમ પુસ્તક વાંચ્યું હોય તો એની વાત કરવાનું કહેવામાં આવે અથવા તો કોઈ પ્રસંગે સાંપ્રત સાહિત્ય સંદર્ભે કશુંક પૂછવામાં આવે છે ત્યારે તેઓ એકબીજા સામે જોઈને ચૂપ બેસી રહે છે. એના હાથમાં કોઈ કોશ આપવામાં આવે તો એને જોવામાં એ ફાંફાં મારે છે. સાહિત્ય સામયિકોમાંથી કોઈનું નામ લેવામાં આવે ત્યારે એ સમજે છે કે સાહેબ કોઈ પુસ્તકનું નામ લઈ રહ્યા છે ! સાંપ્રત સર્જકો કે કોઈ યુગના સર્જકો વિશે પણ એને ખાસ જાણકારી નથી હોતી. નાનીમોટી સંસ્થાઓમાં રંગભૂમિના આવડે એવા પ્રયોગો થતા રહેતા હતા. હવે તો એવી પ્રવૃત્તિ ગણતર શૈક્ષણિક સંકુલોમાં જ થતી જોવા મળે છે. આવું શા કારણે થયું ? આપણી પાસે માહિતી કે જાણકારી તો હોવી જ જોઈએ એમ કહીને આપણે આગળ ચાલી જઈએ છીએ પણ રસરુચિની આવી મર્યાદાઓ છેલ્લા કેટલાયે સમયથી આપણી સામે વિકરાળ મોં ફાડીને ઊભી છે. અભ્યાસક્રમ બહારની કશી પણ સાહિત્યિક પ્રવૃત્તિ કરવાની જાણે કે આપણામાં તમન્ના નથી. સાહિત્યનું શિક્ષણ આપનારી સંસ્થાઓ તો ઘણી વધી છે પણ રસરુચિને વિસ્તારનારાં ક્ષેત્રો સાંકડા થતાં ચાલ્યાં છે. એક સમય હતો કે આપણી અગાઉની પેઢી ઝાઝું ભણેલી ન હોવા છતાં એના ગળામાં થાળ, પદ, ભજનો, લોકગીતો અને કથાઓ અભરે ભરી હતી. રમેશ પારેખે પોતાની માતાની ધાણીફૂટ સૌરાષ્ટ્રી બોલી વિશે પોતાના સંસ્મરણોમાં અનેકવાર લખ્યું છે. વાતવાતમાં મર્મીલી કહેવતો અને રૂઢિપ્રયોગોનો ઉપયોગ તો તદ્દન નહીંવત્ થઈ જવા પામ્યો છે. એક સમયે સાહિત્ય સિવાયના ક્ષેત્રોમાં કામ કરનારો વર્ગ પણ સાહિત્યથી દીક્ષિત રહ્યો હતો કેમકે કુટુંબ, શાળા, સમાજ એને પોષક બનતો હતો. શહેરોને બાદ કરતાં કેટલાક રસિક વાચકોનું જૂથ સાહિત્યની વાત કરતાં આપણને મળે છે ખરાં ? આજના સમયે પણ મેઘાણી, ઉમાશંકર જોશી કે ધૂમકેતુ જેવા સર્જકોની વાત અમુક પેઢી કરી શકવાનું ગજું સાચવીને બેઠી છે ત્યારે પ્રશ્ન એ છે કે ઉચ્ચ શિક્ષણ લેનારા વિદ્યાર્થીઓ પાસે આવી રસરુચિની તાણ કેમ વરતાય છે ? શિક્ષણનો આટલો ફેલાવો છતાં આપણા પરિવારોએ વિધવિધ પ્રકારના સામયિકોને ઘરમાં જાણે પ્રવેશબંધી ફરમાવી છે. કેટલા પરિવારો પોતાના બાળકો માટે સામયિકો કે પુસ્તકો વસાવવાનાં આગ્રહી છે ? જો આર્થિક રીતે એ પોસાતું ન હોય તો કેટલા વાલીઓ કે શિક્ષકો ફરજિયાતપણે પોતાના બાળકોને ગ્રંથાલયમાં જવાનો આગ્રહ થાક્યા વિના કે નિરાશ થયા વિના કર્યા કરે છે ? ખરેખર તો વિદ્યાર્થીઓ પાસે વર્ષભરમાં વાંચેલી ગુજરાતી કે પરભાષાની ઉત્તમ કૃતિઓની પોતીકી યાદી હોવી જોઈએ. જેના પર શિક્ષકોની પણ નજર રહે. શાળાઓ, હાઈસ્કૂલો અને કૉલેજોમાં કવિની જન્મજયંતીનાં કે વિશેષ પ્રસંગોના કાર્યક્રમો થાય એ તો સારી બાબત છે પણ કવિતા વાચનના, વાર્તા વાચનના કે સાહિત્ય ચર્ચાના નિયમિતપણે ઘરઘરાઉ કાર્યક્રમો થવા ઘટે. દરેક સંસ્થાઓમાં ભીંતપત્રો પર મહત્ત્વની રચનાઓ પ્રદર્શિત થતી રહેતી હોય જેમાં વિવિધ સ્વરૂપો વિશે વિદ્યાર્થીઓ લખવાનો મનોયત્ન કરે એવું ઘણી સંસ્થાઓમાં આપણે જોઈએ છીએ. કેટલીક સંસ્થાઓ પોતાનાં વાર્ષિકો પણ પ્રગટ કરે છે પણ એમાં ઉત્તમ કૃતિઓનો આપણે આગ્રહ આગળ નહીં ધરીએ તો ખોટાં વલણો ઊભાં થવા પામશે આથી વિવેચકની જેમ ભાષાસાહિત્યના અધ્યાપકને પણ દુરારાધ્ય થવું ઘટે છે. શાળા અને હાઈસ્કૂલ કક્ષાએ હજુ સુધી પ્રાર્થના સંમેલનોમાં અવકાશ છે જેનો રસરુચિ વિકસાવવા ભરપૂર લાભ લેવો જોઈએ. અધ્યાપકો જો સામયિકો મગાવતા હોય તો એ સામયિકો વિદ્યાર્થીઓના હાથમાં પણ મૂકવાં જોઈએ.ઉત્તમ વાર્તાઓ, નવલકથાઓ અને સર્જકો વિશે ટૂંકા નિબંધો લખાવવાના, ચર્ચાસત્રો યોજવાના પ્રયત્નો પણ કરવા રહે.
<big>{{color|BlueViolet|'''રસરુચિને વિસ્તારનારા ક્ષેત્રોની અનિવાર્યતા'''}}</big><br>કૉલેજ કક્ષાએ અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને કોઈ ઉત્તમ પુસ્તક વાંચ્યું હોય તો એની વાત કરવાનું કહેવામાં આવે અથવા તો કોઈ પ્રસંગે સાંપ્રત સાહિત્ય સંદર્ભે કશુંક પૂછવામાં આવે છે ત્યારે તેઓ એકબીજા સામે જોઈને ચૂપ બેસી રહે છે. એના હાથમાં કોઈ કોશ આપવામાં આવે તો એને જોવામાં એ ફાંફાં મારે છે. સાહિત્ય સામયિકોમાંથી કોઈનું નામ લેવામાં આવે ત્યારે એ સમજે છે કે સાહેબ કોઈ પુસ્તકનું નામ લઈ રહ્યા છે ! સાંપ્રત સર્જકો કે કોઈ યુગના સર્જકો વિશે પણ એને ખાસ જાણકારી નથી હોતી. નાનીમોટી સંસ્થાઓમાં રંગભૂમિના આવડે એવા પ્રયોગો થતા રહેતા હતા. હવે તો એવી પ્રવૃત્તિ ગણતર શૈક્ષણિક સંકુલોમાં જ થતી જોવા મળે છે. આવું શા કારણે થયું ? આપણી પાસે માહિતી કે જાણકારી તો હોવી જ જોઈએ એમ કહીને આપણે આગળ ચાલી જઈએ છીએ પણ રસરુચિની આવી મર્યાદાઓ છેલ્લા કેટલાયે સમયથી આપણી સામે વિકરાળ મોં ફાડીને ઊભી છે. અભ્યાસક્રમ બહારની કશી પણ સાહિત્યિક પ્રવૃત્તિ કરવાની જાણે કે આપણામાં તમન્ના નથી. સાહિત્યનું શિક્ષણ આપનારી સંસ્થાઓ તો ઘણી વધી છે પણ રસરુચિને વિસ્તારનારાં ક્ષેત્રો સાંકડા થતાં ચાલ્યાં છે. એક સમય હતો કે આપણી અગાઉની પેઢી ઝાઝું ભણેલી ન હોવા છતાં એના ગળામાં થાળ, પદ, ભજનો, લોકગીતો અને કથાઓ અભરે ભરી હતી. રમેશ પારેખે પોતાની માતાની ધાણીફૂટ સૌરાષ્ટ્રી બોલી વિશે પોતાના સંસ્મરણોમાં અનેકવાર લખ્યું છે. વાતવાતમાં મર્મીલી કહેવતો અને રૂઢિપ્રયોગોનો ઉપયોગ તો તદ્દન નહીંવત્ થઈ જવા પામ્યો છે. એક સમયે સાહિત્ય સિવાયના ક્ષેત્રોમાં કામ કરનારો વર્ગ પણ સાહિત્યથી દીક્ષિત રહ્યો હતો કેમકે કુટુંબ, શાળા, સમાજ એને પોષક બનતો હતો. શહેરોને બાદ કરતાં કેટલાક રસિક વાચકોનું જૂથ સાહિત્યની વાત કરતાં આપણને મળે છે ખરાં ? આજના સમયે પણ મેઘાણી, ઉમાશંકર જોશી કે ધૂમકેતુ જેવા સર્જકોની વાત અમુક પેઢી કરી શકવાનું ગજું સાચવીને બેઠી છે ત્યારે પ્રશ્ન એ છે કે ઉચ્ચ શિક્ષણ લેનારા વિદ્યાર્થીઓ પાસે આવી રસરુચિની તાણ કેમ વરતાય છે ? શિક્ષણનો આટલો ફેલાવો છતાં આપણા પરિવારોએ વિધવિધ પ્રકારના સામયિકોને ઘરમાં જાણે પ્રવેશબંધી ફરમાવી છે. કેટલા પરિવારો પોતાના બાળકો માટે સામયિકો કે પુસ્તકો વસાવવાનાં આગ્રહી છે ? જો આર્થિક રીતે એ પોસાતું ન હોય તો કેટલા વાલીઓ કે શિક્ષકો ફરજિયાતપણે પોતાના બાળકોને ગ્રંથાલયમાં જવાનો આગ્રહ થાક્યા વિના કે નિરાશ થયા વિના કર્યા કરે છે ? ખરેખર તો વિદ્યાર્થીઓ પાસે વર્ષભરમાં વાંચેલી ગુજરાતી કે પરભાષાની ઉત્તમ કૃતિઓની પોતીકી યાદી હોવી જોઈએ. જેના પર શિક્ષકોની પણ નજર રહે. શાળાઓ, હાઈસ્કૂલો અને કૉલેજોમાં કવિની જન્મજયંતીનાં કે વિશેષ પ્રસંગોના કાર્યક્રમો થાય એ તો સારી બાબત છે પણ કવિતા વાચનના, વાર્તા વાચનના કે સાહિત્ય ચર્ચાના નિયમિતપણે ઘરઘરાઉ કાર્યક્રમો થવા ઘટે. દરેક સંસ્થાઓમાં ભીંતપત્રો પર મહત્ત્વની રચનાઓ પ્રદર્શિત થતી રહેતી હોય જેમાં વિવિધ સ્વરૂપો વિશે વિદ્યાર્થીઓ લખવાનો મનોયત્ન કરે એવું ઘણી સંસ્થાઓમાં આપણે જોઈએ છીએ. કેટલીક સંસ્થાઓ પોતાનાં વાર્ષિકો પણ પ્રગટ કરે છે પણ એમાં ઉત્તમ કૃતિઓનો આપણે આગ્રહ આગળ નહીં ધરીએ તો ખોટાં વલણો ઊભાં થવા પામશે આથી વિવેચકની જેમ ભાષાસાહિત્યના અધ્યાપકને પણ દુરારાધ્ય થવું ઘટે છે. શાળા અને હાઈસ્કૂલ કક્ષાએ હજુ સુધી પ્રાર્થના સંમેલનોમાં અવકાશ છે જેનો રસરુચિ વિકસાવવા ભરપૂર લાભ લેવો જોઈએ. અધ્યાપકો જો સામયિકો મગાવતા હોય તો એ સામયિકો વિદ્યાર્થીઓના હાથમાં પણ મૂકવાં જોઈએ.ઉત્તમ વાર્તાઓ, નવલકથાઓ અને સર્જકો વિશે ટૂંકા નિબંધો લખાવવાના, ચર્ચાસત્રો યોજવાના પ્રયત્નો પણ કરવા રહે.
આમ કહીએ છીએ ત્યારે તેઓની ફરિયાદ હોય છે કે અભ્યાસસત્ર જ એટલા ટૂંકા છે કે અમે પરીક્ષા લીધા વિના બીજું કશું કરી શકવાની સ્થિતિમાં નથી ! વિદ્યાર્થીઓને એકડે એકથી આરંભ કરવા બાબતે પણ તેઓ ખાસ્સા નિરાશ હોય છે. આવી પરિસ્થિતિ હોવાનાં રોદણાં રોઈ આપણે બેઠા રહીશું ? ખરેખર તો માંડવાળ કરવાને બદલે મંડળી મળવાથી થતા લાભ અંગે ને ટેબલ ટોક કરવા સક્રિય થવાનો આ ખરો સમય છે. રસરુચિ ખીલવે તેવા વૈવિધ્યસભર કાર્યક્રમો સંસ્થાઓએ, શિક્ષકોએ અને પ્રજાએ જાતે ઊભા કરવા જોઈએ કે ઘડી કાઢવા જોઈએ. જે મનોરંજક નહીં, સાદગીભર્યા અને સત્વશીલ હોય. નવી પેઢીના ઘડતર માટે મથનાર પ્રત્યેક વ્યક્તિ માટે આ પડકાર ઊભો છે એને પાર પાડવો જ રહ્યો.
આમ કહીએ છીએ ત્યારે તેઓની ફરિયાદ હોય છે કે અભ્યાસસત્ર જ એટલા ટૂંકા છે કે અમે પરીક્ષા લીધા વિના બીજું કશું કરી શકવાની સ્થિતિમાં નથી ! વિદ્યાર્થીઓને એકડે એકથી આરંભ કરવા બાબતે પણ તેઓ ખાસ્સા નિરાશ હોય છે. આવી પરિસ્થિતિ હોવાનાં રોદણાં રોઈ આપણે બેઠા રહીશું ? ખરેખર તો માંડવાળ કરવાને બદલે મંડળી મળવાથી થતા લાભ અંગે ને ટેબલ ટોક કરવા સક્રિય થવાનો આ ખરો સમય છે. રસરુચિ ખીલવે તેવા વૈવિધ્યસભર કાર્યક્રમો સંસ્થાઓએ, શિક્ષકોએ અને પ્રજાએ જાતે ઊભા કરવા જોઈએ કે ઘડી કાઢવા જોઈએ. જે મનોરંજક નહીં, સાદગીભર્યા અને સત્વશીલ હોય. નવી પેઢીના ઘડતર માટે મથનાર પ્રત્યેક વ્યક્તિ માટે આ પડકાર ઊભો છે એને પાર પાડવો જ રહ્યો.<br>
{{right|{{color|DarkOliveGreen|~ કિશોર વ્યાસ}}}}
{{right|{{color|DarkOliveGreen|'''~ કિશોર વ્યાસ'''}}}}
17,546

edits

Navigation menu