17,756
edits
(+1) |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{center|<big>'''વર્ણોની વ્યંજકતા'''</big>}} | {{center|<big>'''વર્ણોની વ્યંજકતા'''</big>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વર્ણોનું વ્યંજકત્વ સંસ્કૃત કાવ્યશાસ્ત્ર સ્વીકારે છે, પણ એ વિષયનું એનું નિરૂપણ આજે આપણને કદાચ પૂરતું સંતોષકારક ન લાગે અને | વર્ણોનું વ્યંજકત્વ સંસ્કૃત કાવ્યશાસ્ત્ર સ્વીકારે છે, પણ એ વિષયનું એનું નિરૂપણ આજે આપણને કદાચ પૂરતું સંતોષકારક ન લાગે અને એને આગળ લઈ જવાનું આવશ્યક લાગે. વર્ણોનો કાવ્યશાસ્ત્રે રસભાવવ્યંજકતા અથવા કહો કે રસભાવપોષકતાની દૃષ્ટિએ જ વિચાર કર્યો છે વ<ref>ર્ણોની રસ-વ્યંજકતા એ આનંદવર્ધનના ધ્વનિભેદો માંહેનો એક ભેદ છે. પણ અભિનવગુપ્ત યોગ્ય રીતે સ્પષ્ટતા કરે છે કે વર્ણોથી રસાભિવ્યક્તિ થતી નથી, એ તો વિભાવાદિથી જ થાય છે. વર્ણોનું રસાસ્વાદમાં સહકારિત્વ હોય છે, સંગીતની પેઠે, (જુઓ ધ્વન્યાલોક, ૩.૪ તથા તે પરની લોચન-ટીકા)</ref> અને માધુર્ય, ઓજસ, પ્રસાદ જેવા ગુણો રૂપે એની વ્યવસ્થા કરી સંતોષ માન્યો છે. અમુક પ્રકારની વર્ણરચના એણે માધુર્ય ગુણવાળી ગણી છે અને એની શૃંગાર વગેરે કેટલાક રસમાં ઉપકારકતા બતાવી છે, તો બીજા પ્રકારની વર્ણરચના એણે ઓજસવાળી ગણી છે અને એની વીર આદિ કેટલાક રસમાં ઉપકારકતા બતાવી છે. વર્ણોની આ ઘણી વ્યાપક પ્રકારની અસર છે આજના સાહિત્યમાં પણ એ સહેલાઈથી બતાવી શકાય – પણ અગત્યની વાત એ છે કે સંસ્કૃત કાવ્યશાસ્ત્ર પણ જે-તે રસમાં જે-તે પ્રકારની વર્ણરચનાની અનિવાર્યતા બતાવતું નથી. એ હોય તો ઉપકારક થાય એટલું જ તાત્પર્ય છે. વળી, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની ગુણ – વિચારણામાં કેટલીક મુશ્કેલીઓ છે અને રામનારાયણ પાઠકે એનો નિર્દેશ કર્યો છે. આપણે માટે એની ચર્ચા અહીં પ્રસ્તુત નથી પણ વર્ણોની વ્યંજકતાની વાતને આધુનિક કાવ્યવિવેચનમાં વધુ નક્કર, વધુ સક્ષમ રીતે આપણે ઉપયોગમાં લઈ શકીએ કે કેમ એ વિચારવું આપણે માટે પ્રસ્તુત છે. મને લાગે છે કે વર્ષોની વ્યંજકતાની વાત આપણે માટે અવશ્ય ઉપયોગી છે. વસ્તુતઃ આપણે ઘણું વર્ણરચનાપરક વિશ્લેષણ કરીએ છીએ તે વર્ણોની વ્યંજકતામાં જ સમાય. હું મારી રીતે વર્ણોની વ્યંજકતાનાં થોડાં ઉદાહરણો આપું. | ||
બળવંતરાય ઠાકોરના ‘ભણકારા’ની ‘તેમાં મેળે તલ સમ પડે ઊપડે નાવ મારી’ એ પંક્તિમાંના ‘પડે ઊપડે’ની વર્ણરચનામાં નાવની ઊંચી – નીચી ગતિ મૂર્ત થતી હોવાનું આપણા વિવેચનને લાગ્યું છે પણ તે કેવી રીતે તે બરાબર સમજાવી શકાયું નથી. વસ્તુતઃ અહીં ભાષાવિજ્ઞાનની પરિભાષામાં કહીએ તો ‘એ’ ‘ઊ’ ‘એ’ એ જીભના ઉચ્ચ-નિમ્ન-ઉચ્ચ સ્થાનથી ઉચ્ચારાતા સ્વરની યોજના છે, જે ઊંચી – નીચી ગતિને મૂર્ત કરી શકે છે. આવું જ ઉદાહરણ બાલમુકુન્દ દવેના ‘નદીકાંઠે સૂર્યાસ્ત’ એ કાવ્યમાં મળે છે. એમાં એક પંક્તિ છે – ‘સરપ સરકે, મત્સ્યો કૂદે, હલે જલકાચબો’ ‘મત્સ્યો કૂદે’માં ઊછળતા મત્સ્યના ધ્વનિચિત્રનો આભાસ નથી થતો? જોઈ શકાય છે કે અહીં પણ ‘ઓ’ ‘ઊ’ ‘એ’ એવી ઉચ્ચ-નિમ્ન-ઉચ્ચ સ્વરની યોજના છે. ‘સરપ સળકે’ની વર્ણધ્વનિની રચનામાં પણ સર્પના સળકવાનો આભાસ આપણને થાય છે, પણ એ તો આપણી ભાષાનાં ‘સર(વું)’ અને ‘સળક(વું) એ ક્રિયાપદોને કારણે. જેમને આપણે રવાનુકારી તરીકે ઓળખાવીએ એવાં એ ક્રિયાપદો છે. ‘સરવું’ એના ધ્વનિથી જ સરવાની ક્રિયાનો બોધ કરાવે છે અને ‘સળકવું’ એના ધ્વનિથી જ સળવળાટનો બોધ કરાવે છે. | બળવંતરાય ઠાકોરના ‘ભણકારા’ની ‘તેમાં મેળે તલ સમ પડે ઊપડે નાવ મારી’ એ પંક્તિમાંના ‘પડે ઊપડે’ની વર્ણરચનામાં નાવની ઊંચી – નીચી ગતિ મૂર્ત થતી હોવાનું આપણા વિવેચનને લાગ્યું છે પણ તે કેવી રીતે તે બરાબર સમજાવી શકાયું નથી. વસ્તુતઃ અહીં ભાષાવિજ્ઞાનની પરિભાષામાં કહીએ તો ‘એ’ ‘ઊ’ ‘એ’ એ જીભના ઉચ્ચ-નિમ્ન-ઉચ્ચ સ્થાનથી ઉચ્ચારાતા સ્વરની યોજના છે, જે ઊંચી – નીચી ગતિને મૂર્ત કરી શકે છે. આવું જ ઉદાહરણ બાલમુકુન્દ દવેના ‘નદીકાંઠે સૂર્યાસ્ત’ એ કાવ્યમાં મળે છે. એમાં એક પંક્તિ છે – ‘સરપ સરકે, મત્સ્યો કૂદે, હલે જલકાચબો’ ‘મત્સ્યો કૂદે’માં ઊછળતા મત્સ્યના ધ્વનિચિત્રનો આભાસ નથી થતો? જોઈ શકાય છે કે અહીં પણ ‘ઓ’ ‘ઊ’ ‘એ’ એવી ઉચ્ચ-નિમ્ન-ઉચ્ચ સ્વરની યોજના છે. ‘સરપ સળકે’ની વર્ણધ્વનિની રચનામાં પણ સર્પના સળકવાનો આભાસ આપણને થાય છે, પણ એ તો આપણી ભાષાનાં ‘સર(વું)’ અને ‘સળક(વું) એ ક્રિયાપદોને કારણે. જેમને આપણે રવાનુકારી તરીકે ઓળખાવીએ એવાં એ ક્રિયાપદો છે. ‘સરવું’ એના ધ્વનિથી જ સરવાની ક્રિયાનો બોધ કરાવે છે અને ‘સળકવું’ એના ધ્વનિથી જ સળવળાટનો બોધ કરાવે છે. | ||
ઉમાશંકર જોશીના ‘શૂરસંમેલન’ની નીચેની ચાર પંક્તિઓએ વર્ણ-રચનાની દૃષ્ટિએ તપાસવા જેવી છે : | ઉમાશંકર જોશીના ‘શૂરસંમેલન’ની નીચેની ચાર પંક્તિઓએ વર્ણ-રચનાની દૃષ્ટિએ તપાસવા જેવી છે : | ||
Line 24: | Line 24: | ||
છંદોલય પણ વર્ણરચનાની જેમ કાવ્યાર્થ કે કાવ્યભાવને ઉપકારક થઈ શકે છે. પણ એ નોંધવું જોઈએ કે, ધ્વનિકારની ધ્વનિવ્યવસ્થામાં એને સ્થાન નથી. | છંદોલય પણ વર્ણરચનાની જેમ કાવ્યાર્થ કે કાવ્યભાવને ઉપકારક થઈ શકે છે. પણ એ નોંધવું જોઈએ કે, ધ્વનિકારની ધ્વનિવ્યવસ્થામાં એને સ્થાન નથી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<hr> | |||
{{reflist}} | |||
{{HeaderNav | {{HeaderNav | ||
|previous = [[સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/અભિધામૂલ શાબ્દી વ્યંજના|અભિધામૂલ શાબ્દી વ્યંજના]] | |previous = [[સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/અભિધામૂલ શાબ્દી વ્યંજના|અભિધામૂલ શાબ્દી વ્યંજના]] | ||
|next = [[સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/રસધ્વનિ : માનસી સાક્ષાત્કાર|રસધ્વનિ : માનસી સાક્ષાત્કાર]] | |next = [[સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/રસધ્વનિ : માનસી સાક્ષાત્કાર|રસધ્વનિ : માનસી સાક્ષાત્કાર]] | ||
}} | }} |
edits