અર્વાચીન કવિતા/કેશવ હ. શેઠ: Difference between revisions

Jump to navigation Jump to search
+1
No edit summary
(+1)
Line 122: Line 122:
આવ્યા ઘરે, આવી બધું એ લઈ ગયા લૂંટી ગયા,
આવ્યા ઘરે, આવી બધું એ લઈ ગયા લૂંટી ગયા,
બાકી હવે જો હોય તો બસ, આંસુઓ બે ચાર છે.
બાકી હવે જો હોય તો બસ, આંસુઓ બે ચાર છે.
<center>*</center>
<center>*</center>એ જુવો ખંજર લઈ ઉતાવળા આવે ધસી,
એ જુવો ખંજર લઈ ઉતાવળા આવે ધસી,
શું તમે આવા દયાળુને કહો છો ક્રૂર છે?
શું તમે આવા દયાળુને કહો છો ક્રૂર છે?
આ હૃદયજ્વાળા અરે બુઝાવવી સારી નથી;
આ હૃદયજ્વાળા અરે બુઝાવવી સારી નથી;
Line 129: Line 128:
લાશ મારી જોઈ એ અટકી ઉભા ને તે પછી
લાશ મારી જોઈ એ અટકી ઉભા ને તે પછી
ઠોકરો મારી કહ્યું કેવો નશામાં ચૂર છે.</poem>}}

{{Poem2Open}}
વિરોધાભાસનો આશ્રય લઈ વસ્તુ તથા લાગણીને ખૂબીપૂર્વક ધ્વનિત કરતી આ પંક્તિઓ શયદાની શક્તિનો પૂરતો ખ્યાલ આપે તેવી છે.

ગોવિન્દ હ. પટેલનાં ‘હૃદયધ્વનિ’ (૧૯૨૩), ‘જીવન્તપ્રકાશ’ (૧૯૩૬), ‘તપોવન’ (૧૯૩૭) અને ‘મદાલસા’ (૧૯૩૯)માંનાં પહેલાં ત્રણમાં બેબે અને છેલ્લાં બેમાં એકએક એમ કુલ આઠ ખંડકાવ્યો છે. કાવ્યોની શૈલી કાન્તનાં ખંડકાવ્યોને તેનાં છંદોવૈવિધ્ય તથા સંસ્કૃતપ્રાચુર્યમાં અનુસરવા મથે છે. પહેલા સંગ્રહનાં કાવ્યોમાં છંદોની પણ કચાશ છે, વસ્તુની યોજના શિથિલ છે, અને નિરૂપણ ક્લિષ્ટ છે. છેલ્લા બે સંગ્રહમાં લેખકનો છંદ અને ભાષા ઉપર હાથ બેઠો છે, પરંતુ કાવ્યના વિષયમાં તેઓ રસની ચમત્કૃતિ લાવી શક્યા નથી. પુરાણો તથા ઇતિહાસમાંથી લીધેલું કાવ્યનું કથાનક શિષ્ટ ભાષા અને છંદમાં અત્યંત દીર્ઘસૂત્રીપણે, કથાવસ્તુના મૂલ તત્ત્વમાં કશા નવા કે ઊંડા રહસ્યના કે રસના ઉદ્દીપન વગર નિરૂપાયું છે, અને કાવ્યો માત્ર વસ્તુના પ્રાણહીન કથન જેવાં બની ગયાં છે. ‘મદાલસા’ એક ઠીકઠીક લાંબું કથાકાવ્ય છે. ખંડકાવ્ય કરતાં તેનો વિસ્તાર ઘણો મોટો છે. એ કાવ્યના પ્રસ્તાવનાકાર શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના શબ્દોમાં કહીએ તો ‘પ્રેમાનંદના માર્કણ્ડેય પુરાણનો મસાણિયો અને ગ્રામ્ય ઉપદેશ સંસ્કારી, શિષ્ટ અને ગૌરવવાળો’ બન્યો છે છતાં કાવ્યની ‘દલીલમય બોધક કવિતામાં ઊંચી રસસિદ્ધિને ઓછો અવકાશ’ જ રહ્યો છે.

સૌ. દીપકબા દેસાઈના ‘સ્તવનમંજરી’ (૧૯૩૨)નાં કાવ્યોમાં ભાષાની સરળતા અને શિષ્ટતા છે, વિષયોની વિવિધતા છે, પદબંધ સારો છે, પણ રસની ચમત્કૃતિ શૂન્યવત્‌ છે. લેખિકાનાં ‘ખંડકાવ્યો’ (૧૯૨૬)માંનાં ૨૦ કાવ્યોમાં પુરાણઇતિહાસના જુદાજુદા પ્રસંગોને કાવ્યમાં મૂક્યા છે એ પ્રસંગોમાં તત્ત્વનું કે રસનું ઊંડાણ લેખિકા સાધી શક્યાં નથી, તેમજ પ્રસંગને પૂરતા વિસ્તારથી કે ઘનતાથી જમાવી શક્યાં પણ નથી. કાવ્યો બોધાત્મક કે વર્ણનાત્મક બનેલાં છે. લેખિકા વર્ણનની સારી શક્તિ બતાવે છે. ‘ચિત્રદર્શન’, ‘ઉત્તરરામચરિત’માંના તે પ્રસંગનો અનુવાદ છે છતાં તે બીજાં કાવ્યો કરતાં વિશેષ રસપ્રદ બન્યું છે.

લેખિકાના ‘રાસબત્રીસી’ (૧૯૩૧)નાં ત્રીસેક ગીતોમાં ભાષાની મીઠાશ વધેલી દેખાય છે, જોકે ભાવોની વાચ્યાર્થતા અને પોચટતા હજી પૂર્વવત જ છે. આમાં ‘હિંડોલ’ ‘ચાંદલિયો’ તથા ‘શિવ-ભીલડી’નાં ગીતોમાં કંઈક રસ આવી શક્યો છે. ‘ચાંદલિયો’માં રામચંદ્રની ચંદ્રમા માટેની હઠ નાજુક સૌંદર્યથી આલેખાઈ છે :

ઝગમગતો આભલિયે ભાળ્યો,
{{Poem2Close}}
રઢ લાગી ત્હેની માત!
{{Block center|<poem>ઝગમગતો આભલિયે ભાળ્યો,
રમવા આપોને મા! મ્હને ચાંદલિયો.
{{gap}}રઢ લાગી ત્હેની માત!
રમવા આપોને મા! મ્હને ચાંદલિયો.</poem>}}
{{Poem2Open}}
‘ધીરજ’ ઉપનામધારી લેખકનાં ‘ધીરજનાં કાવ્યો’ (૧૯૨૩)માં એંસીએક કાવ્યોમાં ભાષા છંદ તથા રજૂઆત ત્રણે સારાં છે, પણ કાવ્યોના રૂઢ વિષયોમાં સર્જકકલ્પના ઘણી ઓછી આવી છે. લેખકનું પત્નીને અંગેનું ખંડકાવ્ય મનોહર બન્યું છે. ‘વર્ષાની એક રાત’માંની થોડી પંક્તિઓ લેખકની શક્તિનો ખ્યાલ આપશે :

‘અંધારું ગગને થયું, ઉડુગણે જ્યોત્સના છુપાવી દીધી,
{{Poem2Close}}
વંદારુ શશિએ વિકીર્ણ કિરણો સંકેર્લી નિદ્રા લીધી.
{{Block center|<poem>‘અંધારું ગગને થયું, ઉડુગણે જ્યોત્સના છુપાવી દીધી,
રાત્રિના ઉદરે થઈ વિલીન સૌ અંધારવસ્ત્રો ધરે,
વંદારુ શશિએ વિકીર્ણ કિરણો સંકેર્લી નિદ્રા લીધી.
ને સર્વત્ર મધુસ્વરા અનિલની લ્હેરી નભે વિસ્તરે.’
રાત્રિના ઉદરે થઈ વિલીન સૌ અંધારવસ્ત્રો ધરે,
ને સર્વત્ર મધુસ્વરા અનિલની લ્હેરી નભે વિસ્તરે.’</poem>}}
{{Poem2Open}}
લતીફનું ‘મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ’ (૧૯૨૩)માં એક વીસ વર્ષના મુગ્ધ યુવકની ન્હાનાલાલની ડોલનશૈલીમાં વિચરતી રચના છે. ઘણુંખરું લખાણ સાદા ગદ્યની કોટિનું છે. વિચાર કે ભાવમાં ન જેવું બળ છે. ‘કિરણાવલિ’ (૧૯૨૭)માં આ મુસલમાન યુવકે ઉપનિષદોના વાચનથી પોતાને સ્ફુરેલા કેટલાક વિચારો મૂક્યા છે. એ માટે યોજેલાં કેટલાંક રૂપકોમાં ‘પ્રસન્ન મનોહરતા’ છે, પણ વિષયની રજૂઆતમાં છંદની તથા દસ પંક્તિની કડીની યોજના લેખકને મદદ-રૂપ થઈ લાગતી નથી. ક્યાંક દલપતશૈલીની કોટિએ કાવ્ય સરી જાય છે.

ત્રિભુવન ગૌરીશંકર વ્યાસનાં ‘નવાં ગીતો’ ભાગ ૧-૨, (૧૯૨૫)માં શૈલીની અને વિષયની એક નવી જ તાજગી પ્રગટી છે. એ ગીતોની વાણીમાં સરળતા સાથે માધુર્ય છે, અને કળાની નાજુક ચમક પણ છે. કવિની શક્તિ ઉત્તમ રૂપે વર્ણનાત્મક કાવ્યોમાં પ્રગટી છે. આછા પણ અસરકારક અને ઔચિત્યપૂર્ણ અલંકારો, વર્ણનની તાદૃશતા, વિગતની કુશળ પસંદગી, અને વસ્તુની સુરેખ કોમળ છતાં દૃઢ બલિષ્ઠ રજૂઆત એમનાં વર્ણનકાવ્યોનાં મુખ્ય લક્ષણો છે. એવાં કાવ્યોમાં ઋતુઓનાં વર્ણનો તથા ‘ગીરના જંગલ’નું કાવ્ય આપણા સાહિત્યમાં ખૂબ મહત્ત્વને સ્થાને બેસે તેવાં છે. આ કાવ્યોમાં વાપરેલા કટાવ, લાવણી, સવૈયા વગેરે છંદો પણ તેમની એક નવી કાવ્યક્ષમતા બતાવે છે. વર્ણનાત્મક કાવ્યોમાં ‘રતનબાનો ગરબો’ લેખકની સર્વશ્રેષ્ઠ કૃતિ કહી શકાય, કવિએ જલિયાંવાલા બાગની કથનીને લોકગીતની વેધક શૈલીમાં સફળતાથી આલેખી છે. લોકવાણી તરફ વળવા લાગેલા આપણા કાવ્યસાહિત્યમાં આ કાવ્ય નવા યુગની ભાવના અને જૂના યુગની શૈલીના મિશ્રણના એક સીમાચિહ્ન જેવું છે. ‘હીરાનું ભણતર’ ‘ભરવાડનો મનોરથ’ જેવાં કાવ્યોમાં કવિએ પોતે જ નિપજાવેલી ગ્રામશૈલીમાં આજના કેળવણી તથા શહેરી જીવન ઉપર સફલ કટાક્ષો છે. લેખકે બાલજીવનનાં તથા ગૃહજીવનનાં કાવ્યો ‘બાળ સ્વરૂપ’ ‘શૈશવ’ ‘કૌમાર’ ‘કુમારિકા’ ‘જનની’ વગેરે લખ્યાં છે, તેમાં નિરૂપણની કુમાશ અને સુરેખતા છે, પણ સાહજિકતા રહી નથી લાગતી. લેખકે કેટલાંક ઊર્મિકાવ્યો લખવા પ્રયત્ન કર્યો છે, પણ તેમાં ઊર્મિની ઘનતા સાધી શક્યા નથી. ‘બે દેશગીતો’ (૧૯૨૮)માં કવિએ આ પ્રકારનાં ભીમરાવ અને બોટાદકરનાં ‘ભારતી’ અને ‘સૌરાષ્ટ્ર’ કાવ્યોનું અનુસરણ કર્યું છે. કવિએ શૈલીમાં ગાંભીર્ય સાધવા પ્રયત્ન કર્યો છે, પણ તેમાં તેમનાં વર્ણનાત્મક ગીતોને સફળ કરનારાં તત્ત્વોનું પુનરાવર્તન જેવું હોઈ નિરૂપણની ચમત્કૃતિ બહુ થોડી આવી છે. લેખકમાં ભાષાશૈલી વગેરે પૂરી ઇષ્ટશિષ્ટ રીતિની હોવા છતાં દર્શન કે રસનું ઊંડાણ બહુ નથી. ‘નવી ગરબાવળી’માં લેખકના કેટલાક સુંદર રાસ છે. રાસમાં લોકવાણીનાં સૌંદર્ય અને બળ તેઓ સહજ રીતે સિદ્ધ કરી શખ્યા છે. તેમણે ‘મેઘદૂત’નો ઝૂલણામાં કરેલો અનુવાદ (૧૯૩૭) લેખકની કાવ્યશક્તિના નવા પ્રસ્થાન રૂપે પ્રશસ્ય પ્રયત્ન છે.

Line 147: Line 150:
પુરુષોત્તમ જોગીભાઈ ભટ્ટનું ‘કાવ્યગંગા : વિદ્યાર્થી વિલાસ’ (૧૯૨પ)માં છંદ ભાષા વગેરેમાં શિષ્ટતા છે. લેખકનો અભ્યાસ સારો લાગે છે, પણ તેમને કળાની સાચી ચમત્કૃતિની પરખ નથી. દલપતથી માંડી મણિકાન્ત સુધીની અનેક કોટિઓ આ લેખકની શૈલીમાં છે. ક્યાંક ક્યાંક કલાપીની શૈલીનાં મુક્તકો પણ છે.

નારાયણલાલ ૨. ઠાકરનાં ‘કાવ્યાર્વિન્દ’નાં કાવ્યોમાં ભાષા છંદ ઉપર ઠીક કાબૂ દેખાય છે. કેટલાંક ખંડકાવ્યો સારાં છે, પણ તેમાં પ્રસંગોના નિરૂપણથી વિશેષ કશું નથી.

<br>{{HeaderNav2
<br>{{HeaderNav2
|previous =    નર્મદાશંકર પ્રભુરામ ભટ્ટ
|previous =    દામોદર ખુશાલદાસ બોટાદકર
|next =  દામોદર ખુશાલદાસ બોટાદકર
|next =  જનાર્દન ન્હાનાભાઈ પ્રભાસ્કર
}}
}}

Navigation menu