અર્વાચીન કવિતા/‘ઋષિરાય’–હરજીવન કુબેરજી ત્રવાડી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 5: Line 5:
{{Poem2Open}}
{{Poem2Open}}
ચાવડા ચરિત્ર (૧૮૬૭), ઋષિરાયનાં ભજનો : નીતિબોધ ચિંતામણિ (૧૮૯૨)
ચાવડા ચરિત્ર (૧૮૬૭), ઋષિરાયનાં ભજનો : નીતિબોધ ચિંતામણિ (૧૮૯૨)
ગુજરાતના ભક્તિપ્રિય આમ વર્ગમાં તેમનાં ભજનો દ્વારા ‘ઋષિરાય’ તરીકે ઘણા લોકપ્રિય થયેલા તથા ગુજરાતના આધ્યાત્મિક જીવનમાં પણ કીમતી ફાળો આપનાર આ સંત કવિ તેમની પૂર્વાવસ્થામાં દલપતરામના એક નિકટના મિત્ર હતા અને તેમની શૈલીના એક ઘણા સફળ અનુસરનારા હતા. ઉત્તર ગુજરાતનાં નાનાં દેશી રાજ્યોમાં ચાવડા વંશના વારસોનું હજી પણ એક નાનું સંસ્થાન છે. તેના વારસોને પોતાના આદિ પૂર્વજની યશગાથા કાવ્યમાં અંકિત કરવાનું મન થયું અને તે માટે તેમણે દલપતરામને આમંત્રેલા. જવાબમાં, દલપતરામે હરજીવનની એ કાર્ય માટે ભલામણ કરેલી. અને હરજીવને ‘ચાવડાચરિત્ર રચી આપ્યું, જેને બીજી આવૃત્તિમાં ‘ચાપોત્કટચરિત્ર’ નામ આપવામાં આવેલું. એ લાંબા વર્ણનાત્મક કાવ્યમાં હરજીવનનું દલપતરીતિની કાવ્યશૈલી ઉપરનું પ્રભુત્વ જણાઈ આવે છે. દલપતરીતિનાં સરળતા અને પ્રસાદ તેમનામાં પૂરેપૂરાં ઊતરેલાં છે. ઉત્તરજીવનમાં તેમણે આધ્યાત્મિક જીવન અંગીકાર કર્યું અને ડાકોરમાં રહેવા લાગેલા. એ પછી તેમની કૃતિઓ ઈશ્વરભક્તિ તરફ વળી. તેમનાં સંખ્યાબંધ ભજનો ગુજરાતના દૂરદૂરના ખૂણામાં પહોંચી ગયેલાં છે અને સમાજના બધા થરોમાં એકસરખી રીતે લોકપ્રિયતા પામેલાં છે.
'''ગુજરાતના''' ભક્તિપ્રિય આમ વર્ગમાં તેમનાં ભજનો દ્વારા ‘ઋષિરાય’ તરીકે ઘણા લોકપ્રિય થયેલા તથા ગુજરાતના આધ્યાત્મિક જીવનમાં પણ કીમતી ફાળો આપનાર આ સંત કવિ તેમની પૂર્વાવસ્થામાં દલપતરામના એક નિકટના મિત્ર હતા અને તેમની શૈલીના એક ઘણા સફળ અનુસરનારા હતા. ઉત્તર ગુજરાતનાં નાનાં દેશી રાજ્યોમાં ચાવડા વંશના વારસોનું હજી પણ એક નાનું સંસ્થાન છે. તેના વારસોને પોતાના આદિ પૂર્વજની યશગાથા કાવ્યમાં અંકિત કરવાનું મન થયું અને તે માટે તેમણે દલપતરામને આમંત્રેલા. જવાબમાં, દલપતરામે હરજીવનની એ કાર્ય માટે ભલામણ કરેલી. અને હરજીવને ‘ચાવડાચરિત્ર રચી આપ્યું, જેને બીજી આવૃત્તિમાં ‘ચાપોત્કટચરિત્ર’ નામ આપવામાં આવેલું. એ લાંબા વર્ણનાત્મક કાવ્યમાં હરજીવનનું દલપતરીતિની કાવ્યશૈલી ઉપરનું પ્રભુત્વ જણાઈ આવે છે. દલપતરીતિનાં સરળતા અને પ્રસાદ તેમનામાં પૂરેપૂરાં ઊતરેલાં છે. ઉત્તરજીવનમાં તેમણે આધ્યાત્મિક જીવન અંગીકાર કર્યું અને ડાકોરમાં રહેવા લાગેલા. એ પછી તેમની કૃતિઓ ઈશ્વરભક્તિ તરફ વળી. તેમનાં સંખ્યાબંધ ભજનો ગુજરાતના દૂરદૂરના ખૂણામાં પહોંચી ગયેલાં છે અને સમાજના બધા થરોમાં એકસરખી રીતે લોકપ્રિયતા પામેલાં છે.
‘ચાવડાચરિત્ર’માંથી કેટલાંક અવતરણો :
‘ચાવડાચરિત્ર’માંથી કેટલાંક અવતરણો :
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 62: Line 62:
આ ભક્તો હમેશાં આમ જ જીવ્યા છે, અને જીવે છે.
આ ભક્તો હમેશાં આમ જ જીવ્યા છે, અને જીવે છે.
હવે આધ્યાત્મિક જીવનમાં વિચરનાર છતાં બહુ જ થોડું પણ કદીક ઊંચી કોટિનું કાવ્યસર્જન કરનારમાંથી કેટલાંકનાં સ્મરણપાત્ર નામો જોઈ લઈએ.
હવે આધ્યાત્મિક જીવનમાં વિચરનાર છતાં બહુ જ થોડું પણ કદીક ઊંચી કોટિનું કાવ્યસર્જન કરનારમાંથી કેટલાંકનાં સ્મરણપાત્ર નામો જોઈ લઈએ.
જેમણે ઉત્તર જીવનમાં સંન્યાસ લીધેલો તે મનોહરદાસ નાનકડાની કૃતિઓ નરસિંહ અને દયારામની ફિક્કી છાયાવાળી છે. નર્મદે તેમનાં પદો૧<ref>૧. ‘મનહર પદ’ (૧૮૬૦)</ref> સંપાદિત કરેલાં એ બીનાથી આ કવિ જરા વિશેષ નોંધપાત્ર બને છે.
જેમણે ઉત્તર જીવનમાં સંન્યાસ લીધેલો તે '''મનોહરદાસ નાનકડા'''ની કૃતિઓ નરસિંહ અને દયારામની ફિક્કી છાયાવાળી છે. નર્મદે તેમનાં પદો૧<ref>૧. ‘મનહર પદ’ (૧૮૬૦)</ref> સંપાદિત કરેલાં એ બીનાથી આ કવિ જરા વિશેષ નોંધપાત્ર બને છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>કૃષ્ણદાસ તે જન જે સ્વપ્ને કૃષ્ણવચન નવ લોપે રે.
{{Block center|<poem>કૃષ્ણદાસ તે જન જે સ્વપ્ને કૃષ્ણવચન નવ લોપે રે.
Line 68: Line 68:
{{Poem2Open}}
{{Poem2Open}}
‘વૈષ્ણવજન’ના પડઘા જેવી આ લીટીઓ તેમની શક્તિની મર્યાદા બતાવે છે.
‘વૈષ્ણવજન’ના પડઘા જેવી આ લીટીઓ તેમની શક્તિની મર્યાદા બતાવે છે.
આથી પણ ઓછા કાવ્યગુણવાળાં પદો૨<ref>૨. ગુરૂજ્ઞાનગ્રંથ (૧૮૭૪</ref> અલખ બુલાખીરામનાં છે, પણ તેમના આ પુસ્તકે તથા તેમના રંગદર્શી જીવનના ધાર્મિક ઉત્તરાર્ધે તેમને તે વખતે ખૂબ જાણીતા કર્યા હતા.
આથી પણ ઓછા કાવ્યગુણવાળાં પદો૨<ref>૨. ગુરૂજ્ઞાનગ્રંથ (૧૮૭૪</ref> '''અલખ બુલાખીરામ'''નાં છે, પણ તેમના આ પુસ્તકે તથા તેમના રંગદર્શી જીવનના ધાર્મિક ઉત્તરાર્ધે તેમને તે વખતે ખૂબ જાણીતા કર્યા હતા.
બ્રહ્મનિષ્ઠ મહાત્મા તરીકે જાણીતા છોટમ કવિએ ખૂબ લખ્યું છે.૧<ref>૧. છોટમકૃત જ્ઞાનોપદેશ ભજનાવલી (૧૮૯૮), છોટમની વાણી, ચાર ગ્રંથ (૧૯૨૬)</ref> દલપતરીતિની કવિતા તેમણે ખૂબ કરેલી અને એ જ શુષ્ક રીતિમાં તેમનું આધ્યાત્મિક કવન પણ પછી ચાલુ રહ્યું. તેમની વાણીમાં સાક્ષાત્કારનો રણકાર કે રસની મસ્તી નથી.{{Poem2Close}}
બ્રહ્મનિષ્ઠ મહાત્મા તરીકે જાણીતા '''છોટમ કવિ'''એ ખૂબ લખ્યું છે.૧<ref>૧. છોટમકૃત જ્ઞાનોપદેશ ભજનાવલી (૧૮૯૮), છોટમની વાણી, ચાર ગ્રંથ (૧૯૨૬)</ref> દલપતરીતિની કવિતા તેમણે ખૂબ કરેલી અને એ જ શુષ્ક રીતિમાં તેમનું આધ્યાત્મિક કવન પણ પછી ચાલુ રહ્યું. તેમની વાણીમાં સાક્ષાત્કારનો રણકાર કે રસની મસ્તી નથી.{{Poem2Close}}
{{Block center|<poem>સન્મુખ દરિયો સભર ભર્યો ઊલટ્યો છે આનંદનો તોરીંગ રે,
{{Block center|<poem>સન્મુખ દરિયો સભર ભર્યો ઊલટ્યો છે આનંદનો તોરીંગ રે,
હંસ બિરાજે હરિતણા નહિ જેને રૂપ ને રંગ રે.</poem>}}
હંસ બિરાજે હરિતણા નહિ જેને રૂપ ને રંગ રે.</poem>}}
Line 78: Line 78:
ભક્તિ વિહૂણું જ્ઞાન, તેજ વિન લોચન કહીએ.</poem>}}
ભક્તિ વિહૂણું જ્ઞાન, તેજ વિન લોચન કહીએ.</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અસંખ્ય પદોના૨<ref>૨. મહાકાવ્ય ભા. ૧ – ૨ (૧૯૧૫)</ref>  લખનાર, શ્રી કૃષ્ણરામ મહારાજને દયારામની સાથે બહુ નિકટ સંબંધ હતો. તેમની વચ્ચે પોતાનાં કાવ્યોની ચર્ચા અને તુલના થતી. મહારાજ દયારામની હોડમાં કાવ્ય લખતા હોય તેવું પણ દેખાઈ આવે છે, પણ તેમને દયારામ જેટલી કાવ્યકળા વરી નથી; છતાં તેમની વાણીમાં ક્યાંક તો સુંદર ચમક દયારામ જેવી જ આવી જાય છે; જેમકે,
અસંખ્ય પદોના૨<ref>૨. મહાકાવ્ય ભા. ૧ – ૨ (૧૯૧૫)</ref>  લખનાર, '''શ્રી કૃષ્ણરામ મહારાજ'''ને દયારામની સાથે બહુ નિકટ સંબંધ હતો. તેમની વચ્ચે પોતાનાં કાવ્યોની ચર્ચા અને તુલના થતી. મહારાજ દયારામની હોડમાં કાવ્ય લખતા હોય તેવું પણ દેખાઈ આવે છે, પણ તેમને દયારામ જેટલી કાવ્યકળા વરી નથી; છતાં તેમની વાણીમાં ક્યાંક તો સુંદર ચમક દયારામ જેવી જ આવી જાય છે; જેમકે,
{{Poem2Close}}
{{Poem2Close}}

Line 89: Line 89:
કઈ કેવળ કરુણાથી તાર્યા ભાવથકી ભગવાને.</poem>}}
કઈ કેવળ કરુણાથી તાર્યા ભાવથકી ભગવાને.</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
શ્રીમદ્‌ રાજચંદ્રે દલપતરીતિના શતાવધાની શીઘ્ર કવિ તરીકે કાવ્યપ્રવૃત્તિ પ્રારંભેલી. તેમણે પોતાનું અધ્યાત્મદર્શન પદ્યમાં મૂકેલું છે, પણ તેમાં કાવ્યગુણને તેમણે અપેક્ષિત રાખેલો નથી; છતાં ક્યાંક કાવ્યૌજસવાળી પંક્તિઓ મળી આવે છે અને તે મુખ્યત્વે દલપતરીતિની છે :
'''શ્રીમદ્‌ રાજચંદ્રે''' દલપતરીતિના શતાવધાની શીઘ્ર કવિ તરીકે કાવ્યપ્રવૃત્તિ પ્રારંભેલી. તેમણે પોતાનું અધ્યાત્મદર્શન પદ્યમાં મૂકેલું છે, પણ તેમાં કાવ્યગુણને તેમણે અપેક્ષિત રાખેલો નથી; છતાં ક્યાંક કાવ્યૌજસવાળી પંક્તિઓ મળી આવે છે અને તે મુખ્યત્વે દલપતરીતિની છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>હતી દીનતાઈ ત્યારે તાકી પટલાઈ અને
{{Block center|<poem>હતી દીનતાઈ ત્યારે તાકી પટલાઈ અને
Line 100: Line 100:
વધે તૃષ્ણાઈ તો ય જાય ન મરાઈને.૧<ref>૧. રાજપદ્ય (૧૯૧૬)</ref></poem>}}
વધે તૃષ્ણાઈ તો ય જાય ન મરાઈને.૧<ref>૧. રાજપદ્ય (૧૯૧૬)</ref></poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
યોગનિષ્ઠ મુનિ મહારાજ બુદ્ધિસાગરે ઘણા ઉમંગ તથા શ્રમથી કાવ્યનો ખૂબ પ્રદેશ ખેડેલો છે.૨<ref>૨. ભજનપદસંગ્રહ (૧૯૦૭), સાબરમતી ગુણશિક્ષણકાવ્ય (૧૯૧૭), ભારત સહકારશિક્ષણ (?), કક્કાવલિ સુબોધ (૧૯૨૫)</ref>  તેમનાં કાવ્યોનો મોટો ભાગ બોધપ્રધાન દલપતરીતિનો છે. છેલ્લાં કાવ્યોમાં તો હિંદુ-મુસલમાનની એકતા જેવા વિષયોને પણ તેમણે સ્પર્શ્યા છે, પણ તેમનું કાવ્ય ઊંડા અનુભવમાં કે કાવ્યત્વમાં જતું નથી, તેમનાં પ્રારંભનાં કેટલાંક ભજનો સુંદર છે.
યોગનિષ્ઠ '''મુનિ મહારાજ બુદ્ધિસાગરે''' ઘણા ઉમંગ તથા શ્રમથી કાવ્યનો ખૂબ પ્રદેશ ખેડેલો છે.૨<ref>૨. ભજનપદસંગ્રહ (૧૯૦૭), સાબરમતી ગુણશિક્ષણકાવ્ય (૧૯૧૭), ભારત સહકારશિક્ષણ (?), કક્કાવલિ સુબોધ (૧૯૨૫)</ref>  તેમનાં કાવ્યોનો મોટો ભાગ બોધપ્રધાન દલપતરીતિનો છે. છેલ્લાં કાવ્યોમાં તો હિંદુ-મુસલમાનની એકતા જેવા વિષયોને પણ તેમણે સ્પર્શ્યા છે, પણ તેમનું કાવ્ય ઊંડા અનુભવમાં કે કાવ્યત્વમાં જતું નથી, તેમનાં પ્રારંભનાં કેટલાંક ભજનો સુંદર છે.
{{Poem2Close}}
{{Poem2Close}}

Line 121: Line 121:
{{Poem2Open}}
{{Poem2Open}}
ગુજરાતના શિક્ષિત સમાજમાં પ્રિય અને વ્યાપક બનેલી શ્રેયઃસાધક પ્રવૃત્તિએ સારી એવી કાવ્યપ્રવૃત્તિને જન્મ આપ્યો છે. એ સંપ્રદાયમાં સાહિત્યસેવાને પણ માનવંતું સ્થાન રહેલું છે અને તેના આચાર્યોથી માંડી શિષ્યશિષ્યાઓ લગી ઘણાંએ સારા ઉત્સાહથી કાવ્યપ્રવૃત્તિ સેવી છે, પરંતુ એ બધામાં ઉત્તમ કલાકૃતિઓ કહેવાય તેવી ઘણી થોડી છે.

આ સંપ્રદાયના આદિ પ્રવર્તક શ્રીમન્નૃસિંહાચાર્યજીની વાણી જેટલી હિંદુસ્તાનીમાં ખીલે છે તેટલી ગુજરાતીમાં ખીલતી નથી. ગ્રામસમાજ માટે તેમણે ખાસ પદો લખેલાં છે, પણ તેમાં કશી ખાસ લાક્ષણિકતા નથી.
આ સંપ્રદાયના આદિ પ્રવર્તક '''શ્રીમન્નૃસિંહાચાર્યજી'''ની વાણી જેટલી હિંદુસ્તાનીમાં ખીલે છે તેટલી ગુજરાતીમાં ખીલતી નથી. ગ્રામસમાજ માટે તેમણે ખાસ પદો લખેલાં છે, પણ તેમાં કશી ખાસ લાક્ષણિકતા નથી.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ગગન મંડળમાં અધર ઘર કીધું રે, અખંડ શું તાળી લાગી રે,
{{Block center|<poem>ગગન મંડળમાં અધર ઘર કીધું રે, અખંડ શું તાળી લાગી રે,
Line 133: Line 133:
શીર્ષ રહિત જો હોયગા કરિયો સંગ હમાર૧.<ref>૧. શ્રી નૃસિંહવાણીવિલાસ. (૧૯૦૭, રજી આવૃત્તિ)</ref> દેશમેં.</poem>}}
શીર્ષ રહિત જો હોયગા કરિયો સંગ હમાર૧.<ref>૧. શ્રી નૃસિંહવાણીવિલાસ. (૧૯૦૭, રજી આવૃત્તિ)</ref> દેશમેં.</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એમના અનુગામી આચાર્ય શ્રી ઉપેન્દ્ર ભગવાનમાં કલાદૃષ્ટિ વિશેષ જાગ્રત છે, તેમજ અર્વાચીનતાનો સુંદર સ્પર્શ છે. તેમણે જૂના ઢાળો મૂકી નવા ઢાળો, મુખ્યત્વે નાટક વગેરેના લીધા છે, જે હમેશાં યોગ્ય નથી લાગતા. ઝડઝમક તેમજ શબ્દચાતુર્યની અજમાયશ પણ તેમનામાં ઘણી વાર જોવામાં આવે છે, છતાં લાક્ષણિક કહેવાય તેવું કળાતત્ત્વ બહુ અલ્પ પ્રમાણમાં છે. જોકે આ સંપ્રદાયના બીજા કવિઓ કરતાં તેમનાં ગીતો વધારે સારાં છે.૧<ref>૧. રસાંજલિ, ઉપેન્દ્રગિરામૃત.</ref>
એમના અનુગામી આચાર્ય '''શ્રી ઉપેન્દ્ર ભગવાન'''માં કલાદૃષ્ટિ વિશેષ જાગ્રત છે, તેમજ અર્વાચીનતાનો સુંદર સ્પર્શ છે. તેમણે જૂના ઢાળો મૂકી નવા ઢાળો, મુખ્યત્વે નાટક વગેરેના લીધા છે, જે હમેશાં યોગ્ય નથી લાગતા. ઝડઝમક તેમજ શબ્દચાતુર્યની અજમાયશ પણ તેમનામાં ઘણી વાર જોવામાં આવે છે, છતાં લાક્ષણિક કહેવાય તેવું કળાતત્ત્વ બહુ અલ્પ પ્રમાણમાં છે. જોકે આ સંપ્રદાયના બીજા કવિઓ કરતાં તેમનાં ગીતો વધારે સારાં છે.૧<ref>૧. રસાંજલિ, ઉપેન્દ્રગિરામૃત.</ref>
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>નમન નમન તન મન ધન જન અન્તર્ગત ચેતનઘન!
{{Block center|<poem>નમન નમન તન મન ધન જન અન્તર્ગત ચેતનઘન!
Line 179: Line 179:
{{Poem2Open}}
{{Poem2Open}}
ચંદ્ર અને કુમુદનું આ જાણીતું રૂપક ઈશ્વર અને મનુષ્યના સંબંધમાં કવિએ સુંદર રીતે ઘટાવ્યું છે અને તેને અર્થવાહી મધુર લય પણ તેઓ આપી શક્યા છે. ગુજરાતની નવીન શૈલીની ગીતરચનાઓમાં આવી પંક્તિઓ દ્વારા આ લેખકે પણ મૂલ્યવાન ફાળો આપ્યો છે.

શ્રેયઃસાધકોમાં સ્ત્રીઓએ પણ ઠીક ઠીક કાવ્યો લખ્યાં છે. જ. દેવીનાં ગીતો ધ્યાન ખેંચે તેવાં છે. ‘ભક્તિપદ્યતરંગિણી’ (૧૯૦૫)માં આઠ સ્ત્રી-લેખિકાઓનાં પદોને શ્રી કૌશિકરામ વિઘ્નહરરામે સંપાદિત કર્યાં છે. આ બહેનોની રચનાઓ ઉપર સંપાદકનો હાથ ફરેલો હોવાનો સંભવ છે. તેમજ પહેલી ત્રણ લેખિકાઓમાં દરેકનાં ગીતોની બરાબર ૧૧૨ની એકસરખી સંખ્યા પણ કૌતુક ઉપજાવે તેવી છે. પદબંધ સારા છે, પણ અર્થચમત્કૃતિ ક્યાંક જ છે. સ્ત્રીલેખિકાઓ તરીકે તે નોંધપાત્ર છે.
શ્રેયઃસાધકોમાં સ્ત્રીઓએ પણ ઠીક ઠીક કાવ્યો લખ્યાં છે. '''જ. દેવી'''નાં ગીતો ધ્યાન ખેંચે તેવાં છે. ‘ભક્તિપદ્યતરંગિણી’ (૧૯૦૫)માં આઠ સ્ત્રી-લેખિકાઓનાં પદોને શ્રી કૌશિકરામ વિઘ્નહરરામે સંપાદિત કર્યાં છે. આ બહેનોની રચનાઓ ઉપર સંપાદકનો હાથ ફરેલો હોવાનો સંભવ છે. તેમજ પહેલી ત્રણ લેખિકાઓમાં દરેકનાં ગીતોની બરાબર ૧૧૨ની એકસરખી સંખ્યા પણ કૌતુક ઉપજાવે તેવી છે. પદબંધ સારા છે, પણ અર્થચમત્કૃતિ ક્યાંક જ છે. સ્ત્રીલેખિકાઓ તરીકે તે નોંધપાત્ર છે.
પીર કાયમદીન અને તેમના શિષ્યમંડળે કેટલાંક સારાં ભજનો આપ્યાં છે.*<ref>* ભક્તિસાગર (૧૯૨૯)</ref> એ શિષ્યોમાં એક બાઈ રતને પણ પદો લખેલાં છે. ગુરુ કરતાં યે શિષ્યોની વાણીમાં વધારે કળા છે. આ બધા શિષ્યો આમ નિરક્ષર જેવા જ છે, છતાં તેમનાં ભજનોમાં ઊંચા પ્રકારની કલ્પનાશક્તિ તથા વાણીસામર્થ્ય દેખાય છે.
'''પીર કાયમદીન''' અને તેમના શિષ્યમંડળે કેટલાંક સારાં ભજનો આપ્યાં છે.*<ref>* ભક્તિસાગર (૧૯૨૯)</ref> એ શિષ્યોમાં એક બાઈ રતને પણ પદો લખેલાં છે. ગુરુ કરતાં યે શિષ્યોની વાણીમાં વધારે કળા છે. આ બધા શિષ્યો આમ નિરક્ષર જેવા જ છે, છતાં તેમનાં ભજનોમાં ઊંચા પ્રકારની કલ્પનાશક્તિ તથા વાણીસામર્થ્ય દેખાય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>મારા ઘટમાં વલોણું વાગે, તેની ધૂન ગગનમાં ગાજે રે.
{{Block center|<poem>મારા ઘટમાં વલોણું વાગે, તેની ધૂન ગગનમાં ગાજે રે.
Line 193: Line 193:
સબરસમાં સબરસ થઈ રહી ને રસમાં રસ ભળી.... લાલનસે.</poem>}}
સબરસમાં સબરસ થઈ રહી ને રસમાં રસ ભળી.... લાલનસે.</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ લીટીઓનો લખનાર પૂંજા બાબર ખંભાતનો એક અભણ ખારવો જ છે.
આ લીટીઓનો લખનાર '''પૂંજા બાબર''' ખંભાતનો એક અભણ ખારવો જ છે.
અધ્યાત્મ જીવન ગાળનારા અને સાથે સાથે કવિતાપ્રવૃત્તિ કરનારાઓમાં સૌથી છેલ્લું અને અર્વાચીન નામ રંગ અવધૂતનું છે. આધ્યાત્મિક માર્ગોમાં દત્તની ઉપાસના એક જીવંત અને જ્વલંત સાધનાપ્રણાલી છે. એ પ્રણાલીની સાધનાને તથા દત્તની ભક્તિથી નીતરતાં ભજનો અને સ્તોત્રો તેમણે સંસ્કૃત અને ગુજરાતીમાં ઘણાં લખ્યાં છે. એમનું સૌથી મોટું કાવ્ય ‘ગુરુલીલામૃત’ (૧૯૩૪) ૧૪૮ અધ્યાયમાં ૧૯૦૦૦ હજાર દોહરામાં જ્ઞાન, કર્મ અને ઉપાસનાનો વિષય ચર્ચે છે. અર્વાચીન કેળવણી પામેલા જન્મે મહારાષ્ટ્રી આ અવધૂતને છંદપદાદિની કળા સહજસિદ્ધ છે. સંસ્કૃતના ઊંડા જ્ઞાનને લીધે ગુજરાતીમાં પણ આજ લગી ન જેવા વપરાયેલા કેટલાક સંસ્કૃત શબ્દો તેઓ ઔચિત્યપૂર્વક વાપરે છે. એમની રચનાઓમાં બીજું એક ધ્યાન ખેંચનારું તત્ત્વ તેમણે મરાઠી ઓવી વૃત્તનો કરેલો પ્રયોગ છે. જુગતરામ દવે પછી ઓવી વૃત્તનો ગુજરાતી કવિતામાં પ્રયોગ કરનાર આ બીજા લેખક છે. આ લાંબી વર્ણનાત્મક તેમજ તત્ત્વજ્ઞાનના વિષયને નિરૂપતી રચનાઓમાં વિષય પ્રાસાદિક વાણીથી નિરૂપાતો જાય છે, પણ તેની પાછળ સર્જનાત્મક શબ્દની કે દૃષ્ટિની ચમત્કૃતિ નથી. છંદોને વાહન બનાવી આ અવધૂતની વિચાર અને અનુભવની સમૃદ્ધિ પોતાના ઉદ્‌ગારમાં જ રાચે છે, અને કવિતા પ્રત્યે તે વિશેષ સાભિમુખ થવા ઇચ્છતી નથી; જોકે લેખકે દલપતરીતિના સ્થૂલ શબ્દાલંકારો વાપર્યા છે ખરા. ‘પત્રગીતા’ (૧૯૩૯)માં તેમણે ગીતાના અમુક શ્લોકો લઈ તેમના પ્રત્યેક અક્ષરને ઓવીના પ્રથમ ચરણમાં ગૂંથ્યો છે. તેમનાં સ્તોત્રોમાં ઊર્મિનો ઉદ્‌ગાર વધારે ઊંડો બને છે. એમની રચનાશક્તિનું વધારે પ્રતિનિધિ ગણાય તેવું દત્તનું એક હાલરડું અત્રે ઉતારીશું :

Navigation menu