17,386
edits
(+1) |
(+1) |
||
Line 8: | Line 8: | ||
સોફા પર બંને બેઠાં પછી સચિને પૅકૅટ ખોલ્યું, તો સૌથી ઉપર એક કવર હતું. એના પર સચિન અને અંજલિનાં નામ લખેલાં હતાં. અને એમ પણ લખ્યું હતું કે અંદરનો કાગળ બંનેએ સાથે વાંચવો. કવરની અંદર કેતકીના હાથનો લખેલો એક કાગળ હતો. | સોફા પર બંને બેઠાં પછી સચિને પૅકૅટ ખોલ્યું, તો સૌથી ઉપર એક કવર હતું. એના પર સચિન અને અંજલિનાં નામ લખેલાં હતાં. અને એમ પણ લખ્યું હતું કે અંદરનો કાગળ બંનેએ સાથે વાંચવો. કવરની અંદર કેતકીના હાથનો લખેલો એક કાગળ હતો. | ||
એણે લખ્યું હતું, “મારા વહાલા બાબા અને મારી વહાલી દીકરી, | એણે લખ્યું હતું, “મારા વહાલા બાબા અને મારી વહાલી દીકરી, | ||
હા, તમને નથી ગમતું, પણ મારા મનમાં તો હું તમને બંનેને આ જ રીતે બોલાવું છું. | |||
આ પત્ર તમે વાંચતાં હશો ત્યારે હું પંચભૂતમાં ભળી ગઈ હોઈશ. અરે, ચોંકતાં નહીં, મારી માંદગી ઘણા વખતથી ચાલતી હતી, અને છેવટે અંત તો આ જ હોય છેને? | |||
મેં પહેલેથી નિર્ણય લઈ રાખેલો, કે મૃત્યુના સમાચાર કોઈને આપવાના નથી, અને ફ્યુનરલ હોમમાં કોઈને બોલાવવાનાં નથી. મારે બહુ સરસ રીતે, આનંદથી અને શાંતિથી વિદાય લેવી છે, તેમ મારી ઈચ્છા હતી. | |||
આનંદ તો બહુ જ હતો મારા મનમાં. તમે બંને મને મળવા આવ્યાં એ મનમાં પૂરતું લાગ્યું હતું. તમને બંનેને છેલ્લે જોયાં, કેવાં દેખાવડાં થયાં છો તમે બંને. મારા મનમાં ખૂબ વહાલ છે તમારે માટે. | |||
સાથેના બીજા કવરમાં બે ચેક છે. મારા તરફથી તમને બંનેને ભેટ છે. રોચેસ્ટરનું ઘર વેચવાથી મળેલા પૈસામાંથી અમુક તમને આપ્યા છે, અમુક દેવકીને આપ્યા છે - એણે મારું ઘણું કર્યું; અમુક મારી સારવારમાં વપરાયા, અને અગ્નિદાહ વગેરેને માટે પણ પૂરતા પૈસા રાખ્યા છે. હા, મારી રાખ પણ ત્યાં જ, સ્મશાનગૃહના જથ્થા ભેગી નાખી દેવાની છે. ક્યાંય - કોઈ પણ નદીમાં પધરાવવી નથી મારે. | |||
મારી પાસે ખાસ કશું ઘરેણું હતું નહીં. બે ચેન છે, એમાંની એક અંજલિને માટે, ને બીજી સચિનની (થનારી) મંગેતરને માટે. અંજલિના (થનારા) વરને માટે અને સચિનને માટે આ બે વીંટી છે. તે ના થાય તો બદલાવી લેજો. | |||
તમે બધાં ખૂબ પ્રેમ અને આનંદથી જીવન ગાળજો. આવજો. | તમે બધાં ખૂબ પ્રેમ અને આનંદથી જીવન ગાળજો. આવજો. | ||
– મૉમ.” | – મૉમ.” |
edits