31,691
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એકવીસ|સુરેશ જોષી}} {{Poem2Open}} સમુદ્રના ઊછળતાં મોજાં સાથે પવન પો...") |
(+નેવિગેશન ટૅબ) |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 4: | Line 4: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સમુદ્રનાં ઊછળતાં મોજાં સાથે પવન પોતાનો પ્રાસ મેળવે છે. એના સ્રગ્ધરા છંદની બધી યતિ ઊડી ગઈ છે. એના પ્લવંગમ લય સાથે આપણો લય જાળવવો અઘરો થઈ પડે છે. એ આપણાં બધાં પોલાણ શોધીને એમાં ભરાઈને સૂસવાઈ ઊઠે છે ને આપણને બિવડાવી મારે છે. પવન બે વ્યક્તિ વચ્ચે આલાપસંવાદ ચાલવા દેતો નથી; એ બધી સંધિઓ છૂટી પાડી દે છે; એક્કેય સમાસ ટકી રહેતો નથી; ઉપસર્ગો ને પ્રત્યેયો ક્યાં ને ક્યાં ઊડી જાય છે. આજુબાજુ અસ્પૃશ્યતાના કોટકિલ્લા રચીને આપણી જોડે ચાલતી કોઈ સંકોચશીલ ભીરુ કન્યાને પવન એના કોટકિલ્લા તોડીને સ્પર્શની સીમામાં ખેંચી લાવે છે. સાફસૂથરી ગોઠવી રાખેલી આપણી રોજિંદી વાસ્તવિકતાને એ એની જાદુઈ હૂંફથી પલકવારમાં ઉડાડી મૂકે છે. આપણી લાગણીના વિન્યાસને પણ એ અસ્તવ્યસ્ત કરી મૂકે છે. ઉપેક્ષાનું અવળું પડ સવળું બનીને પ્રતીક્ષારૂપે દેખા દે છે. ઘણી વાર જિંદગીનાં કેટલાં ય વર્ષોનો પુંજ આ પવન ભેગો ઊડી જાય છે, ને ત્યારે આપણે એટલા તો હળવા બની જઈએ છીએ કે આપણે આપણાપણાને ય બાઝી રહી શકતા નથી. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav2 | |||
|previous = વીસ | |||
|next = બાવીસ | |||
}} | |||