ગુજરાતી બાળવાર્તા સંપદા/લેખક પરિચય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} <big>'''લેખક પરિચય'''</big><br> {{Poem2Open}} '''ગિજુભાઈ બધેકા''' (જ.તા. ૧૫/૧૧/૧૮૮૫; અ. ૨૫/૬/૧૯૩૯) : બાળકેળવણીકાર અને ગુજરાતી બાળસાહિત્યના સર્વ પ્રથમ સમર્થ પુરસ્કર્તા. તેઓ ‘મુછાળી મા’ અને ‘બાળસાહિત્યના બ...")
 
No edit summary
Line 13: Line 13:
'''જીવરામ જોષી''' (જ.તા. ૬/૭/૧૯૦૫; અ. ૨૭/૪/૨૦૦૪) : અગ્રણી બાળસાહિત્યકાર અને ગુજરાતી બાળસાપ્તાહિક ‘ઝગમગ’નો પ્રારંભ કરનાર. તેમને પાસેથી ૫૦૦થી વધુ પુસ્તકો મળ્યાં છે. ‘મિયાં ફૂસકી’, ‘છેલ-છબો’, ‘છકો-મકો’, ‘અડૂકિયો-દડૂકિયો’, માનસેન સાહસી જેવાં તેમનાં પાત્રો, બાળકોમાં ખૂબ પ્રિય છે. રાજ્ય સરકાર થકી સન્માનિત.

'''વિનોદિની નીલકંઠ''' (જ.તા. ૯/૨/૧૯૦૭; અ. ૨૯/૯/૧૯૮૭) : ગુજરાતી  લેખિકા, બાળસાહિત્યકાર અને સમાજસુધારક. સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓમાં કાર્યરત. ‘ગુજરાત સમાચાર’માં ‘ઘર ઘરની જ્યોત’ નામની કૉલમ વર્ષો સુધી ચલાવેલી. તેમણે નિબંધો, વાર્તાસંગ્રહો અને નમૂનારૂપ બાળવાર્તાઓ આપી છે. તેમને રાજ્ય સરકારનાં પારિતોષિકો પ્રાપ્ત થયાં હતાં.

રમણલાલ પી. સોની (જ.તા. ૨૫/૧/૧૯૦૮; અ. ૨૦/૯/૨૦૦૬) : ગાંધીજી પાસેથી ‘જનસેવા’ની દીક્ષા લીધેલી. મોડાસાની શાળામાં પ્રથમ શિક્ષક અને પછી આચાર્ય. બાળસાહિત્ય અને અનુવાદ - એ બે ક્ષેત્રે ઉત્તમ કામગીરી. તેમની પાસે વાર્તા, કાવ્ય, નાટકો વગેરે ક્ષેત્રે ઉત્તમ બાળસાહિત્ય મળ્યું છે. ગલબા શિયાળનાં પરાક્રમોનાં તો ત્રણ-ચાર સંગ્રહો મળ્યાં છે. ૧૯૮૧માં ગુજરાત રાજ્ય સરકારે સન્માનેલાં, ૧૯૮૬માં ‘ગિજુભાઈ બધેકા સુવર્ણચંદ્રક’ અને ૧૯૯૬માં ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ મળેલો.
'''રમણલાલ પી. સોની''' (જ.તા. ૨૫/૧/૧૯૦૮; અ. ૨૦/૯/૨૦૦૬) : ગાંધીજી પાસેથી ‘જનસેવા’ની દીક્ષા લીધેલી. મોડાસાની શાળામાં પ્રથમ શિક્ષક અને પછી આચાર્ય. બાળસાહિત્ય અને અનુવાદ - એ બે ક્ષેત્રે ઉત્તમ કામગીરી. તેમની પાસે વાર્તા, કાવ્ય, નાટકો વગેરે ક્ષેત્રે ઉત્તમ બાળસાહિત્ય મળ્યું છે. ગલબા શિયાળનાં પરાક્રમોનાં તો ત્રણ-ચાર સંગ્રહો મળ્યાં છે. ૧૯૮૧માં ગુજરાત રાજ્ય સરકારે સન્માનેલાં, ૧૯૮૬માં ‘ગિજુભાઈ બધેકા સુવર્ણચંદ્રક’ અને ૧૯૯૬માં ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ મળેલો.
'''જયભિખ્ખુ''' (જ.તા. ૨૬/૬/૧૯૦૮; અ. ૨૪/૧૨/૧૯૬૯) : જાણીતા નવલકથાકાર, પત્રકાર અને બાળસાહિત્યકાર. ‘ઈંટ અને ઇમારત’ તેમની લોકપ્રિય કૉલમ હતી. તેમની પાસેથી નવલકથાઓ, ચરિત્રો અને અનેક સંપાદનો મળ્યાં છે. જુદા જુદા ધર્મની પ્રાણીકથાઓ અને બાળકિશોર સાહિત્યની અનેક કૃતિઓ તેમણે આપી છે. તેમને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પુરસ્કારો મળેલા.

'''સોમાભાઈ ભાવસાર''' (જ.તા. ૧૩/૩/૧૯૧૧; અ. ૧૫/૫/૧૯૮૪) : કવિ, નિબંધકાર, ચરિત્રકાર અને બાળસાહિત્યકાર. જનસેવા એ જ એમનું જીવનકાર્ય. ‘ધાણીચણા’, ‘ચગડોળ’, ‘ખારેક ટોપરા’ વગેરે તેમના બાળ સાહિત્યનાં પુસ્તકો છે. તેમને ગુજરાત સરકાર તથા મુંબઈ રાજ્ય તરફથી પારિતોષિક મળેલાં.

ઉમાશંકર જોશી (જ.તા. ૨૧/૭/૧૯૧૧; અ. ૧૯/૧૨/૧૯૮૮) : ગાંધીયુગના પ્રમુખ કવિ. સમર્થ એકાંકીકાર, વાર્તાકાર, નિબંધકાર અને વિવેચક. ‘સંસ્કૃતિ’ સામયિકના સ્થાપક-તંત્રી-સંપાદક. ગુજરાત યુનિવર્સિટીમાં બે વાર કુલપતિપદે પસંદગી પામેલા. ૧૯૬૭માં તેમને જ્ઞાનપીઠ પુરસ્કાર (અન્ય સાથે) મળેલો. તેમને ૧૯૩૯માં ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ તથા આ સિવાય અનેક ચંદ્રકો-પુરસ્કારો મળેલાં. તેમણે સુંદર બાળકાવ્યો તથા પ્રસંગોપાત બાળવાર્તાઓ પણ આપી છે.
'''ઉમાશંકર જોશી''' (જ.તા. ૨૧/૭/૧૯૧૧; અ. ૧૯/૧૨/૧૯૮૮) : ગાંધીયુગના પ્રમુખ કવિ. સમર્થ એકાંકીકાર, વાર્તાકાર, નિબંધકાર અને વિવેચક. ‘સંસ્કૃતિ’ સામયિકના સ્થાપક-તંત્રી-સંપાદક. ગુજરાત યુનિવર્સિટીમાં બે વાર કુલપતિપદે પસંદગી પામેલા. ૧૯૬૭માં તેમને જ્ઞાનપીઠ પુરસ્કાર (અન્ય સાથે) મળેલો. તેમને ૧૯૩૯માં ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ તથા આ સિવાય અનેક ચંદ્રકો-પુરસ્કારો મળેલાં. તેમણે સુંદર બાળકાવ્યો તથા પ્રસંગોપાત બાળવાર્તાઓ પણ આપી છે.
'''અનંતરાય રાવળ''' (જ.તા. ૧/૧/૧૯૧૨; અ. ૧૮/૧૧/૧૯૮૮) : સંનિષ્ઠ અધ્યાપક, વિવેચક, સંપાદક. થોડો સમય ગુજરાત રાજ્યના ભાષાવિભાગમાં ભાષાનિયામક તરીકે રાજ્યવહીવટની ભાષાના ગુજરાતીકરણની કામગીરી કરેલી. તેમની પાસેથી બધું મળી ૪૫ જેટલા ગ્રંથો મળ્યા છે. તેમને ૧૯૫૫નો રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૭૪માં દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર મળેલો. ૧૯૮૦માં ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં પ્રમુખપદે રહેલા. પ્રસંગોપાત્ત બાળસાહિત્યમાં લેખન.

'''પન્નાલાલ પટેલ''' (જ.તા. ૭/૫/૧૯૧૨; અ. ૬/૪/૧૯૮૯) : ૧૯૮૫નો જ્ઞાનપીઠ પુરસ્કાર તેમને મળેલો. તેમની પાસેથી સામાજિક, પૌરાણિક નવલકથાઓ મળી છે. તેમણે ગ્રામજીવનને વાસ્તવિક રીતે આલેખતી વાર્તાઓ - નવલકથાઓ આપી છે. ૧૯૭૦ પછી સત્ત્વશીલ બાળસાહિત્ય મળ્યું છે. ‘દેવનો દીધેલ’ તેમની સુંદર બાલનવલ છે. તેમની વાર્તાઓ કથારસ સાથે જીવનશિક્ષણ આપે છે. તેમને ૧૯૫૦નો રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૮૬નો ગુજરાત સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર અને અન્ય ચંદ્રકો/ઍવૉર્ડો મળ્યાં છે.

Line 34: Line 34:
'''લાભશંકર ઠાકર''' (જ.તા. ૧૪/૧/૧૯૩૫; અ. ૬/૧/૨૦૧૬) : કવિ, વિવેચક, નાટ્યકાર, બાળસાહિત્યકાર. ‘લાઠાદાદાની બાળવાર્તાઓ’, ‘લા. ઠા. દાદ આવે છે નવી વાર્તા લાવે છે.’ - તેમના નિર્લોભ આનંદ અને વિશિષ્ટ રચનારીતિવાળા  બાળવાર્તા સંગ્રહો છે. તેમને અનેક ઍવૉર્ડ અને ચંદ્રકો મળ્યા છે. ૧૯૮૧નો ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ અને ૨૦૦૨નો ગુજરાત સાહિત્ય અકાદમીનો ‘ગૌરવ પુરસ્કાર’ તેમને એનાયત થયેલો.

'''જયંતી ધોકાઈ''' (જ.તા. ૭/૯/૧૯૩૫) : વાર્તાકાર, બાળવાર્તાકાર અને સંપાદક. ઓખામાં ૨૦ વર્ષ સુધી શિક્ષક અને બેટ દ્વારકામાં ૧૩ વર્ષ આચાર્ય પદે રહેલા. તેઓ અનેક સંસ્થાઓ તરફથી સંનિષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત થયેલાં. તેમની પાસેથી આઠેક પુસ્તકો મળ્યાંં છે. ‘અમથાલાલનાં જાંબુ’, ‘આકાશને આમંત્રણ’ એ તેમનાં જાણીતાં બાળવાર્તાસંગ્રહો છે.

અરુણિકા દરૂ (જ.તા. ૪/૮/૧૯૩૭) : મુંબઈની એસ.એન.ડી.ટી. યુનિ.ની વિવિધ કૉલેજમાં અધ્યાપિકા રહેલાં, પછી વલસાડમાં નિવાસ. તેમની પાસેથી ત્રીસ જેટલાં બાળસાહિત્યનાં પુસ્તકો મળ્યાં છે. ‘કુલીન-ગણેશનાં પરાક્રમો’, ‘બીલબલ બુદ્ધિ શારદત્ત’ વગેરે તેમની બાળપ્રિય રચનાઓ છે. તેમને ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદનાં પારિતોષિકો પણ મળ્યાં છે. તેમનાં અન્ય સ્વરૂપોનાં પુસ્તકો પણ પુરસ્કૃત થયાં છે.
'''અરુણિકા દરૂ''' (જ.તા. ૪/૮/૧૯૩૭) : મુંબઈની એસ.એન.ડી.ટી. યુનિ.ની વિવિધ કૉલેજમાં અધ્યાપિકા રહેલાં, પછી વલસાડમાં નિવાસ. તેમની પાસેથી ત્રીસ જેટલાં બાળસાહિત્યનાં પુસ્તકો મળ્યાં છે. ‘કુલીન-ગણેશનાં પરાક્રમો’, ‘બીલબલ બુદ્ધિ શારદત્ત’ વગેરે તેમની બાળપ્રિય રચનાઓ છે. તેમને ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદનાં પારિતોષિકો પણ મળ્યાં છે. તેમનાં અન્ય સ્વરૂપોનાં પુસ્તકો પણ પુરસ્કૃત થયાં છે.
'''ચંદ્રકાન્ત શેઠ''' (જ.તા. ૩/૨/૧૯૩૮) : કવિ, નિબંધકાર, વિવેચક અને બાળસાહિત્યકાર. તેમને લગભગ ત્રીસેક જેટલાં ચંદ્રકો / પુરસ્કારો / ઍવૉર્ડો મળ્યાં છે. તેમની પાસેથી બધું મળી લગભગ ૧૨૫ ઉપરાંત પુસ્તકો મળ્યાં છે.  તેમના બાળકાવ્યસંગ્રહોમાં લયાત્મકતા, ચિત્રાત્મકતા તથા ભાષાશિક્ષણનો સુંદર સુમેળ થયો છે.  તેમની પાસેથી જીવનનિષ્ઠાના પાઠ ભણાવતાં ચાર બાળવાર્તાસંગ્રહો મળ્યાં છે. તેમને ૧૯૮૫નો રણજિતરામ સુવર્ણચંદ્રક, ૨૦૦૬નો ગુજરાત સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર, આદ્યકવિ નરસિંહ મહેતા ઍવૉર્ડ તથા દિલ્હી સાહિત્ય અકાદમીનો ૨૦૧૮નો ‘બાલસાહિત્ય પુરસ્કાર’ મળ્યો છે.

'''યશવન્ત મહેતા''' (જ.તા. ૧૯/૬/૧૯૩૮) : બાલ સાહિત્ય અકાદમી નિમિત્તે બાલસાહિત્ય ક્ષેત્રે ખૂબ કાર્યનિષ્ઠ. તેમણે બાળકો માટે કાવ્યો, વાર્તાઓ, કિશોરકથાઓ, અનુવાદો, વિજ્ઞાનકથાઓ - એમ અનેક રીતે કાર્ય કર્યું છે. લગભગ ૪૫૦ જેટલાં તેમના પુસ્તકો પ્રકાશિત થયા છે. તે એક સારા સંપાદક પણ છે. પત્રકારત્વ ક્ષેત્રે પણ ઉલ્લેખનીય પ્રદાન કર્યું છે. દિલ્હી સાહિત્ય અકાદમીનો પહેલો ‘બાલસાહિત્ય પુરસ્કાર’ તેમને ૨૦૧૦માં પ્રાપ્ત થયો હતો. આ સિવાય પણ અનેક પુરસ્કારો અને સન્માનો મળ્યાં છે.

સાં. જે. પટેલ (જ.તા. ૮/૭/૧૯૪૦) : પૂરું નામ સાંકળચંદ પટેલ. સારા શિક્ષક, લેખક-સંપાદનમાં સતત કાર્યરત. સો ઉપરાંત પ્રકાશનો છે. અનુવાદ માટે તેમને પારિતોષિક મળ્યું છે. આવતીકાલના બાળકો માટે તેમણે વાર્તાઓ આપી છે. ‘વિજ્ઞાનનાં રમકડાં’, ‘ઢબુબહેનનો ઓઢણો’, ‘દાદાજીની દુનિયા’ તથા અન્ય બાળવાર્તા સંગ્રહો અને નાટકો તેમની પાસેથી મળ્યાં છે.
'''સાં. જે. પટેલ''' (જ.તા. ૮/૭/૧૯૪૦) : પૂરું નામ સાંકળચંદ પટેલ. સારા શિક્ષક, લેખક-સંપાદનમાં સતત કાર્યરત. સો ઉપરાંત પ્રકાશનો છે. અનુવાદ માટે તેમને પારિતોષિક મળ્યું છે. આવતીકાલના બાળકો માટે તેમણે વાર્તાઓ આપી છે. ‘વિજ્ઞાનનાં રમકડાં’, ‘ઢબુબહેનનો ઓઢણો’, ‘દાદાજીની દુનિયા’ તથા અન્ય બાળવાર્તા સંગ્રહો અને નાટકો તેમની પાસેથી મળ્યાં છે.
'''અનિલ જોશી''' (જ.તા. ૨૮/૭/૧૯૪૦) : ગુજરાતી ભાષાના એક સારા ગીતકવિ. નિબંધકાર. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાષાવિકાસ યોજનામાં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર રહેલા. બાળકો માટે ‘ચકલી બોલે ચીં...ચીં...’ નામે સરસ વાર્તાસંગ્રહ આપ્યો છે. તેમાં બારાખડીના દરેક વર્ણ પર આધારિત કથાઓ છે. તેમને ગુજરાત સાહિત્ય અકાદમી અને દિલ્હી સાહિત્ય અકાદમીના પુરસ્કારો મળ્યાં છે.

'''રમેશ પારેખ''' (જ.તા. ૨૭/૧૧/૧૯૪૦; અ. ૧૭/૫/૨૦૦૬) : ગુજરાતી સાહિત્યના અગ્રણી ગીતકવિ, વાર્તાકાર અને બાળસાહિત્યકાર. તેમની પાસેથી બારેક જેટલા કાવ્યસંગ્રહો મળ્યાં છે. બાળસાહિત્ય ક્ષેત્રે તેમનું પ્રદાન યાદગાર છે. તેમની પાસેથી ‘હાઉક’ અને અન્ય બાળકાવ્યસંગ્રહો તથા ‘હફરક લફરક’, ‘દે તાલ્લી’, ‘અજબગજબનો ખજાનો’ જેવા વાર્તાસંગ્રહો મળ્યાં છે. તેમને અનેક ચંદ્રકો/પુરસ્કારો મળ્યા છે. ૧૯૮૬નો રણજિતરામ સુવર્ણચંદ્રક, દિલ્હી સાહિત્ય અકાદમીનો ૨૦૧૧નો ‘બાલસાહિત્ય પુરસ્કાર’ (મરણોત્તર) મળ્યો છે.

Line 53: Line 53:
'''શ્રદ્ધા ત્રિવેદી''' (જ.તા. ૨/૮/૧૯૪૮) : બાળસાહિત્યકાર, વાર્તાકાર, વિવેચક તથા સંપાદક. ‘ગુજરાતીમાં બાલવાર્તા’ - પર સંશોધન - અભ્યાસ. બધું મળી લગભગ ૮૦ જેટલાં પુસ્તકો પ્રકાશિત. ‘ઠેરના ઠેર’, ‘છમ્મકછલ્લો’, ‘પહેલું ઈનામ’, ‘કરામતી પટ્ટો’ તથા અન્ય મળી લગભગ ૧૨ વાર્તાસંગ્રહો તથા શિશુકથાસંગ્રહ મળ્યાં છે. તેમને ૧૯૯૬માં ગિજુભાઈ બધેકા સુવર્ણચંદ્રક, ફ્રેની રતન માર્શલ ચંદ્રક તથા ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીનાં ઈનામો મળેલાં છે. દિલ્હી સાહિત્ય અકાદેમીનો ૨૦૧૩નો ‘બાલસાહિત્ય પુરસ્કાર’ તેમને મળ્યો છે.

'''નટવર પટેલ''' (જ.તા. ૧૭/૧૧/૧૯૫૦) : બાળસાહિત્યકાર, નાટ્યકાર, પત્રકાર. બાળકો માટે કામ કરવામાં રસ અને આનંદ. બાળસાહિત્ય અને શિક્ષણક્ષેત્રનાં મળી લગભગ ૧૦૦ ઉપરાંત પુસ્તકો તેમની પાસેથી મળ્યાં છે. અનેક સાહિત્યિક સંસ્થાઓ તરફથી તેમને પુરસ્કારો મળ્યાં છે. ‘તલ્લક છાંયો’, ‘એક બિલાડી જાડી’, ‘ટનટનિયો’, ‘ઉડણ ફુગ્ગો’, ‘નાના નાના નાટકો’, ‘બાળનાટક ઝિંદાબાદ’ વગેરે તેમના બાળસાહિત્યનાં પુસ્તકો છે. તેમને દિલ્હી સાહિત્ય અકાદમીનો ઈ. સ. ૨૦૨૦નો ‘બાલસાહિત્ય પુરસ્કાર’ મળ્યો છે.

ગિરિમા ઘારેખાન (જ.તા. ૨૮/૨/૧૯૫૫) : વાર્તાકાર અને બાળસાહિત્યકાર. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં રસ. અનેક સામયિકોમાં વાર્તાલેખન અને ઈનામપ્રાપ્તિ. તેમની પાસેથી બધું મળી દસેક પુસ્તકો મળ્યાં છે. તેમની બાળવાર્તાઓ અને વાર્તાઓ અનેક સંસ્થા તરફથી પુરસ્કૃત થઈ છે. તેમની વાર્તાઓનાં અન્ય ભાષામાં અનુવાદો પણ થયાં છે.
'''ગિરિમા ઘારેખાન''' (જ.તા. ૨૮/૨/૧૯૫૫) : વાર્તાકાર અને બાળસાહિત્યકાર. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં રસ. અનેક સામયિકોમાં વાર્તાલેખન અને ઈનામપ્રાપ્તિ. તેમની પાસેથી બધું મળી દસેક પુસ્તકો મળ્યાં છે. તેમની બાળવાર્તાઓ અને વાર્તાઓ અનેક સંસ્થા તરફથી પુરસ્કૃત થઈ છે. તેમની વાર્તાઓનાં અન્ય ભાષામાં અનુવાદો પણ થયાં છે.
'''ઉદયન ઠક્કર''' (જ.તા. ૨૮/૧૦/૧૯૫૫) : કવિ અને બાળસાહિત્યકાર. તેમની પાસેથી રજૂઆતનું વૈશિષ્ટય ધરાવતી બાળવાર્તાઓ મળી છે. કાવ્યસંગ્રહ અને બાળસાહિત્ય મળી તેમની પાસેથી આઠેક પુસ્તકો મળ્યાં છે. ‘ઝટપટ સસલી’, ‘રાજુ રંગારો’ વગેરે તેમના બાળવાર્તાસંગ્રહો છે. તેમને એન.સી.ઈ.આર.ટી. તથા ગુજરાત સાહિત્ય અકાદમીના પુરસ્કારો મળ્યા છે.

આઈ. કે. વીજળીવાળા (જ.તા. ૧૪/૭/૧૯૬૦) : મૂળ નામ ઇનુસ કાસમભાઈ વીજળીવાળા. નિબંધકાર, બાળસાહિત્યકાર. વ્યવસાયે તબીબ. ‘મોતીચારો’ - એ શ્રેણી તેમની ખૂબ લોકપ્રિય થયેલી. તે એક સારા ભાવાનુવાદક છે. ‘ટપાકો અને જાદુઈ ચંપલ’માં તેમણે સુંદર ભાવાત્મક અને મૂલ્યનિષ્ઠ, કલ્પનાપ્રધાન બાળવાર્તાઓ આપી છે.
'''આઈ. કે. વીજળીવાળા''' (જ.તા. ૧૪/૭/૧૯૬૦) : મૂળ નામ ઇનુસ કાસમભાઈ વીજળીવાળા. નિબંધકાર, બાળસાહિત્યકાર. વ્યવસાયે તબીબ. ‘મોતીચારો’ - એ શ્રેણી તેમની ખૂબ લોકપ્રિય થયેલી. તે એક સારા ભાવાનુવાદક છે. ‘ટપાકો અને જાદુઈ ચંપલ’માં તેમણે સુંદર ભાવાત્મક અને મૂલ્યનિષ્ઠ, કલ્પનાપ્રધાન બાળવાર્તાઓ આપી છે.
'''પ્રજ્ઞા પટેલ''' (જ.તા. ૧૫/૧૧/૧૯૬૦) : સરકારી નોકરી સાથે વાર્તા, કાવ્ય, નિબંધ અને બાળસાહિત્યમાં લેખન. એક સારાં પ્રવાસી. ‘આત્મન્‌ ફાઉન્ડેશન’નાં સ્થાપક. બાળકોના ઉત્કર્ષ અને આનંદ માટે ગાઢી નિસબતથી કાર્ય કરે છે. ‘નટખટ નિરાલી’ તેમનો જાણીતો બાળવાર્તાસંગ્રહ છે. તેમના અનેક પુસ્તકોને પુરસ્કારો મળ્યા છે.

'''ગિરા પિનાકીન ભટ્ટ''' (જ. તા. ૪-૧૨-૧૯૬૨) : બાળસાહિત્યકાર અને કવયિત્રી. ઈ. સ. ૨૦૧૧થી ૨૦૨૪ સુધીમાં તેમનાં ૬૦ પુસ્તકો પ્રકાશિત થયાં છે. તેમાં વયસ્કો માટે કાવ્યસંગ્રહ, લઘુકથાસંગ્રહ નવલિકાસંગ્રહ વગેરેનો સમાવેશ થાય છે. લગભગ ૫૦ જેટલાં પુસ્તકો બાળસાહિત્યનાં છે. તેમનાં બાળસાહિત્યનાં કેટલાંક પુસ્તકોનો હિંદીમાં અનુવાદ થયો છે. તેમને ગુજરાતની અનેક સંસ્થાઓ તરફથી પુરસ્કારો મળ્યા છે. તેમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી, ગાંધીનગર; ગુજરાત સાહિત્ય અકાદમી; ગુજરાતી સાહિત્ય પરિષદ; બાળસાહિત્ય અકાદમીનો સમાવેશ થાય છે. તેમને ૨૦૧૫માં અંજુ નરસી પારિતોષિક મળેલ અને સ્મિતા પારેખ ઍવૉર્ડ વગેરે પણ મળેલ છે. ઈ. સ. ૨૦૨૪નો દિલ્હી સાહિત્ય અકાદેમીનો ‘બાલસાહિત્ય પુરસ્કાર’ તેમને મળ્યો છે.

17,546

edits

Navigation menu