ખબરદાર : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/ભક્તિની કવિતા અને ‘ધ્વનિત’ના પ્રયોગ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 9: Line 9:
આ વિરાટ-સુંદર સૃષ્ટિ ઈશ્વરદર્શનની વચ્ચે એક મોટા અવરોધરૂપ બની જાય છેને ઈશ્વરની ઝાંખી કરવાની કવિની પ્રબળ ઈચ્છા ફળતી નથી એનાં મૂઝવણ અને વ્યથા ‘દિલની વાતો’ (ભજનિકા); ‘પ્રભુની સ્નેહઠગાઈ,’ ‘અશ્રુવિજ્ય,’(ભજનિકા); ‘અવિરત શોધ, ‘ઝબૂકા’,(નંદનિકા) – જેવાં કાવ્યોમાં વિવિધ રૂપે વ્યક્ત થઈ છે.

સત્યને ઢોંકતા હિરણ્યમય પાત્રની જેમ સૃષ્ટિનાં રૂપો ઉપર ઊપસી રહે છે ને ભક્તની પ્રતીક્ષા લંબાતી જાય છે. ‘દિલની વાતો’માં આ ભાવ બહુ લાક્ષણિક અભિવ્યક્ત પામ્યો છેઃ

{{Poem2Close}}
{{Block center|<poem>દિવસે તેજપટે બંધાતું મૂખ આકાશનું,

{{gap}}જાણે ઊઘડશે રાતે એના ઉરલેખ;
{{gap}}જાણે ઊઘડશે રાતે એના ઉરલેખ;
Line 29: Line 30:
એક સુભગ પળ અદલ અકળ બળ
એક સુભગ પળ અદલ અકળ બળ
{{gap}}સ્નેહકરે સપડાશો!</poem>}}
{{gap}}સ્નેહકરે સપડાશો!</poem>}}
{{Poem2Open}}
આ બધાં કાવ્યો જોતાં એક લાક્ષણિક બાબત એ સ્પષ્ટ થાય છે કે ખબરદારની ભક્તિસંવેદનામાં પ્રેમલક્ષણાના ભાવજગતનું ને અદ્વૈત વિચારધારાનું એક મિશ્ર રૂપ ઊપસે છે. પામવો છે. વિવિધ રૂપો ધારતાં આ વિરાટ સૃષ્ટિતત્ત્વોના સંધિક્ષણે તો ક્યારેક ઈશ્વરનો હાથ ભક્તની નજરે પડે છે પણ તેને ઝાલવા જતાં જ તે અદૃશ્ય થાય છે. આવા આકૃત–નિરાકૃત ઈશ્વરરૂપની વચ્ચે ઝોલાં ખાતા ભક્તનું આલેખન ખૂબ અસ્વાદ્ય બન્યું છે. વળી ક્યારેક, આ સૃષ્ટિરૂપોમાં જ ઈશ્વરની ભવ્યસુંદર આકૃતિની કેટલીક રેખાઓ ઊપસે છે. ‘તારી કેડી’ (નંદનિકા) નામના કાવ્યમાં. ઊષામાં ઈશ્વરના મુખની લાલી, સંધ્યામાં એના પાદપદ્મ, તારકમાં એનાં લોચનની જ્યોતિ ને ચંદ્રની શુભ્રતામાં એનાં શણગાર કવિ નિહાળે છે. પણ આખરે તો અંધકારમાં પ્રગટી આવતા કોઈક કિરણની કેડીએ એક રહસ્યમય ઊંડાણમાં ઊતરી ઈશ્વરની સમુખ થવાનો ઉપક્રમ જ એમને ઈષ્ટ લાગે છે. નિરાકરનું પણ એક મધુર અને સંવેદ્ય રૂપ અહીં ઊપસે છે.

વિશ્વચૈતન્યના મૂળ શાશ્વત તત્ત્વને અવગત કરવાને બદલે મોહક અને માયાભરપૂર સાંસારિકતાના આકર્ષણથી ક્ષુદ્રતામાં સરતા આત્માનું આલેખન કરતી ને એ દિશામાંથી એને પાછો વળવાનો ઉપદેશ પ્રબોધતી રૂપકાત્મક કવિતા પણ ખબરદારમાં છે. આવાં કાવ્યોમાં ‘કલ્યાણિકા’માંનાં ‘તલાવડી દૂધે ભરી’ તથા ‘કમળ તલાવડીનો હંસલો’ નોંધપાત્ર છે. (આ કાવ્યોની વાત રાસકવિતાની ચર્ચામાં કરેલી છે.) આ સિવાયની, આ પ્રકારની કવિતામાં બોધકતા આગળ તરી આવે છે ને એવી રૂઢ ભક્તિરચનાઓ કાવ્યરૂપ પામતી નથી.

17,185

edits

Navigation menu