17,185
edits
(Created page with "{{SetTitle}} {{Heading|૧૭. ભૂ-કંપ ઉર્ફે એક શોધ|}} {{Block center|<poem> કોઈ કંપ નથી કંપ કોઈ ખગ નથી ખગ છે કેવળ કપાયેલી મસમોટી સમયની પાંખો મારી જ અંદર તમારી બહાર સરતી છેક અનાદિ કાળથી એ. પણ વધતું નથી, વહેંત એક આગળ જા...") |
(+1) |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|૧૬. પૂર|}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem>{{gap|6em}}આ તો એવું ગાંડુંતૂર પૂર | ||
{{gap|6em}}કશી જ ખબર પડે એ પહેલાં | |||
{{gap|6em}}પળમાં તાણી જાય છે | |||
{{gap|6em}}એ જોજનોનાં જોજન | |||
{{gap|6em}}આપણને આપણાથી દૂર. | |||
{{gap|6em}}આખી જિંદગીમાં એક વાર નહીં | |||
{{gap|6em}}અનેક વારેય નહીં | |||
{{gap|6em}}પણ, ક્ષણેક્ષણે ઢસડી જાય છે | |||
{{gap|6em}}કાળોતરું પૂર. | |||
{{gap|6em}}નદીનું પૂર આવે ને જાય | |||
{{gap|6em}}આ તો એવું પૂર જે ખસતું નથી | |||
{{gap|6em}}તસુયે આગળ. | |||
ખેંચી જાય | |||
માલમિલકત ને માણસો માત્ર નહીં | |||
પણ ઢસડી જાય છે | |||
સઘળું મૂળસોતુંક | |||
જે પૂર્વજોએ ધરબ્યું’તું તળિયે | |||
પાસે, અંદર, હાથવગું બધુંય, | |||
ખેંચી જાય છે અજાણ્યા કિનારે. | |||
અંદર છે પાર વગરના કાંઠા, | |||
કાંઠેકાંઠે ઊમટ્યાં અકળ કાળાં પૂર. | |||
અંદર પડેલો છે દુકાળ | |||
ને બહાર છે ધસમસતું પૂર, | |||
{{gap|6em}}ભીતરના ખવાણની ખીણો વચ્ચે | |||
{{gap|6em}}ઊભરાયાં છે આદિમ અંધારાંનાં રૂપ. | |||
ધણી વગરના ધણની જેમ આવેલાં આ પૂરથી ડૂબી ગયેલાંને | |||
ઉગારવા આવ્યાં છે ગઈકાલનાં અજવાળાં. | |||
{{gap|6em}}પૂરમાં તણાતો તણખલાનો તરાપો | |||
{{gap|6em}}ડૂબી ગયો છે કાળના પૂરના બુંદબુંદમાં | |||
{{gap|6em}}એને બચાવવા આવ્યું એક ધોળું ધોળું પૂર | |||
જે બચાવે છે એ જ બચે છે આ પૂરમાં | |||
નથી | અને આદરે એક નવા કાંઠાની શોધ. | ||
૦ | |||
{{gap}}અનેક યુગો પહેલાં | |||
{{gap}}મનુષ્ય માત્રનો કપાઈ ગયો’તો | |||
{{gap}}હાથનો અંગૂઠો | |||
{{gap}}અને હવે અડતો નથી પગનો અંગૂઠો જળને. | |||
{{gap}}એટલે જ | |||
{{gap}}જળમાં જ હોવા છતાં, જળ | |||
ર{{gap}}ણનો અનુભવ કરતું હશે? | |||
{{gap}}એક વાર જમનામાં આવેલું એ પૂર | |||
{{gap}}હજુયે જાણે ઓસર્યું નથી કે શું? | |||
{{gap}}હજુ કાલીનાગની નાગચૂડ છૂટી નથી કે શું? | |||
{{gap}}જળમધ્યે હજુયે છે શું આણ કાલીનાગની? | |||
{{gap}}આટઆટલા યુગ પછી ઓસર્યું નથી પૂર. | |||
૦ | |||
કારાવાસમાં જે જન્મે | |||
અને પારાવાર યાતનામાં જે ઊછરે | |||
એનો જ અંગૂઠો કામમાં આવતો હશે? | |||
કે પછી પળના કેદીઓને | |||
પડી ગઈ ટેવ આ પૂરની? | |||
કે પછી શું યાતનાએ ઓળંગ્યો નથી ઉંબરો? | |||
થતી નથી કોઈ આકાશવાણી, | |||
તૂટતી નથી કોઈ બેડી | |||
અંધારાના પૂરમાં જડતી નથી કોઈ કેડી. | |||
બસ જામ્યું છે એક પૂર | |||
નસનસમાં એ | |||
શેરી શેરીમાં ને | |||
શહેર શહેરમાં એ. | |||
નક્ષત્રો નાથી શકતાં નથી એને. | |||
૦ | |||
{{gap|6em}}આ પૂરને | |||
{{gap|6em}}હાંસિયામાં રહેલા તારાઓ ખાળી શકતા નથી. | |||
{{gap|6em}}ભઈલાઓ, | |||
{{gap|6em}}આ પૂર તો છે બંધ આંખોનું | |||
{{gap|6em}}આ પૂર તો છે ઠાલા શબ્દોનું | |||
{{gap|6em}}આ પૂર તો છે આપણા હોવાપણાના ડોળનું | |||
{{gap|6em}}પાણીનું પૂર પળમાં શમે | |||
{{gap|6em}}પણ રણના આ પૂરનું શું? | |||
{{gap|6em}}ટોપલો ભરીને ગંદકી લઈ જતા લોકોના હાડમાં | |||
{{gap|6em}}વહેતા પૂરનું શું? | |||
{{gap|6em}}૦ | |||
</poem>}} | </poem>}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = દર્પણ (૧, ૩) | ||
|next = | |next = ભૂ-કંપ ઉર્ફે એક શોધ | ||
}} | }} |
edits