ભારતીય કાવ્યસિદ્ધાંત/રસાભાસ અને ભાવાભાસ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|રસાભાસ અને ભાવાભાસ|}} {{Poem2Open}} {{Poem2Open}} ભાવની ત્રણ અવસ્થઆ હોઈ શકે : ઉદય, સ્થિતિ અને લય કે શાંતિ. ‘ભાવધ્વનિ’માં ભાવની સ્થિતિનું નિરૂપણ હોય છે. ભાવના ઉદયને નિરૂપતા કાવ્યને ‘ભાવોદયધ્વ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|રસાભાસ અને ભાવાભાસ|}}
{{Heading|રસાભાસ અને ભાવાભાસ|}}
{{Poem2Open}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ભાવની ત્રણ અવસ્થઆ હોઈ શકે : ઉદય, સ્થિતિ અને લય કે શાંતિ. ‘ભાવધ્વનિ’માં ભાવની સ્થિતિનું નિરૂપણ હોય છે. ભાવના ઉદયને નિરૂપતા કાવ્યને ‘ભાવોદયધ્વનિકાવ્ય’ કહે છે; અને ભાવની શાંતિને નિરૂપતા કાવ્યને ‘ભાવશાંતિધ્વનિકાવ્ય’ કહે છે. તદુપરાંત ભિન્ન ભિન્ન ભાવોની એકસાથે ઉપસ્થિતિ પણ થાય. બે ભાવોની ઉપસ્થિતિ હોય તો ‘ભાવસંધિ’ કહે છે અને એથી વધારે ભાવોનું સંયોજન હોય તો ‘ભાવશબલતા’ કહેવામાં આવે છે.

Line 11: Line 10:
चेतः स्वास्थ्यमुपैहि कः खलु युवा धन्योऽघरं धास्यति ।।   

{{gap|10em}}(विक्रमोर्वशीयम्)</poem>}}
{{gap|10em}}(विक्रमोर्वशीयम्)</poem>}}
{{Poem2Open}}
ઉર્વશી પ્રત્યે આકર્ષાયેલા પુરુરવાની આ ઉક્તિ છે : ‘ક્યાં મારું ચંદ્રવંશી કુળ અને ક્યાં (આ મુનિપુત્રી પ્રત્યે પ્રેમ અનુભવવાનું) અકાર્ય? (અહીં વિતર્ક નામનો વ્યભિવાચરી ભાવ છે.)’ એનું ફરીવાર દર્શન થાય તો ! (અહીં ઔત્સુકય.) મારું શાસ્ત્રજ્ઞાન મારા આ દોષના નિવારણ અર્થે હો. (અહીં મતિ-બુદ્ધિ.) અહો, ગુસ્સો કરતી વખતે પણ એનું મુખ કેવું સુંદર હતું ! (અહીં સ્મરણ) પવિત્ર ડાહ્યા માણસો મારે માટે શું કહેશે? (અહીં શંકા.) એ તો હવે સ્વપ્નમાં પણ દુર્લભ છે. (અહીં દૈત્ય-વિવશતા) ચિત્ત, સ્વાસ્થ્ય ધર. (અહીં ધૃતિ-ધૈર્ય.) કયો ધન્ય યુવાન એનો અધર પામશે? (અહીં ચિંતા-ચિંતવન.) આમ, આ શ્લોકમાં અનેક ભાવોની શબલતાનો આસ્વાદ છે. જોકે અભિલાષનિમિત્તક શૃંગારનું વ્યંજન પણ અહીં જોઈ શકાય.

રસાસ્વાદમાં એક મહત્ત્વનો પ્રશ્ન તે ચર્વણાના આભાસનો છે. રસાભાસ અને ભાવાભાસ એના બે પ્રકારો છે. મમ્મટ અનૌચિત્યથી પ્રવર્તતા રસ અને ભાવને રસાભાસ અને ભાવાભાસ ગણે છે.૧<ref>1. तदामासा अनौचित्यप्रवर्तिताः । (काव्यप्रकाश)</ref> અનેક-કામુકવિષયક રતિ જ્યાં વ્યંજિત થાય છે તેને એ રસભાસનું ઉદાહરણ ગણે છે; અને સીતાની પ્રીતિ પ્રાપ્ત કરવાની રાવણની ચિંતા જ્યાં વ્યંજિત થાય છે તેને એ ભાવાભાસનું ઉદાહરણ ગણે છે. અહીં મમ્મટની દૃષ્ટિએ અનૌચિત્ય એટલે નીતિનું અનૌચિત્ય હોય એમ જણાય છે.

Line 22: Line 22:
પ્રકૃતિનું કે ભાવનું અનૌચિત્ય બીજે કેટલેક ઠેકાણે પણ જોઈ શકાય. ઉંદરને મારવા તલવાર લઈ ઉત્સાહથી દોડતો યોદ્ધો કે ઉતરેડ ને વહુ માની આલિંગન કરવા જતો વાંઢો આપણને વીર કે શૃંગારરસનો અનુભવ નહિ કરાવે, પણ હાસ્યરસનો અનુભવ કરાવશે. ત્યાં આલંબનના અનૌચિત્યને કારણે ભાવ પણ અનુચિત બને છે; પણ ત્યાં દોષ છે એમ નહિ કહેવાય; કારણ કે કવિ હાસ્યરસનું જ ચિત્ર આલેખવા માગતો હોય છે. આ જાતનું અનૌચિત્ય પણ કાવ્યશાસ્ત્રીઓને રસાભાસ કે ભાવાભાસમાં અભિપ્રેત હોય એમ જણાતું નથી.

એટલે અકંદરે જોઈએ તો રસાભાસ અને ભાવાભાસની ભારતીય કાવ્યશાસ્ત્રીઓની ચર્ચા બહુ સ્પષ્ટ નથી. તેઓ એમાં આસ્વાદનો એક પ્રકાર ગણે છે, એમ તો લાગે છે; પણ એ આસ્વાદ્યતાનું સ્વરૂપ ખરેખર કેવું છે, એ જીવનની દૃષ્ટિએ જ આભાસી છે – અનિષ્ટ છે, અને જીવનની દૃષ્ટિએ જે અનિષ્ટ છે તેને કાવ્યમાં પણ પરિહાર્ય ગણવું કે કેમ, એ જાતના પ્રશ્નોના સ્પષ્ટ જવાબ તેમની પાસેથી મળતા નથી.

{{Poem2Close}}
<hr>
<hr>
{{Reflist}}
{{Reflist}}
17,607

edits

Navigation menu