17,546
edits
(+1) |
No edit summary |
||
Line 31: | Line 31: | ||
આથી જ ‘સાહિત્યદર્પણ’કાર વિશ્વનાથ ‘રસાદિરૂપમાત્ર ધ્વનિ’ને કાવ્યનો આત્મા માને છે અને ‘वाक्यं रसात्मकं काव्यम्’ એવી કાવ્યની વ્યાખ્યા આપે છે. વળી, સિદ્ધ કાવ્યત્વવાળાં અને વસ્તુ કે અલંકારધ્વનિરૂપે ઉદાહ્ય્ત થયેલાં કેટલાંક કાવ્યોમાં રસાદિનું વ્યંજન છે એમ એ બતાવી આપે છે. આમ, વિશ્વનાથ, એક રીતે કહીએ તો, રસસંપ્રદાયના આચાર્ય બને છે. | આથી જ ‘સાહિત્યદર્પણ’કાર વિશ્વનાથ ‘રસાદિરૂપમાત્ર ધ્વનિ’ને કાવ્યનો આત્મા માને છે અને ‘वाक्यं रसात्मकं काव्यम्’ એવી કાવ્યની વ્યાખ્યા આપે છે. વળી, સિદ્ધ કાવ્યત્વવાળાં અને વસ્તુ કે અલંકારધ્વનિરૂપે ઉદાહ્ય્ત થયેલાં કેટલાંક કાવ્યોમાં રસાદિનું વ્યંજન છે એમ એ બતાવી આપે છે. આમ, વિશ્વનાથ, એક રીતે કહીએ તો, રસસંપ્રદાયના આચાર્ય બને છે. | ||
આ રસસિદ્ધાંત કાવ્યતત્ત્વવિચારની દૃષ્ટિએ અત્યંત મહત્ત્વનો છે. પણ તેની એકબે મર્યાદાઓ છે તે પણ સમજી લેવી જોઈએ. સિદ્ધાંતચર્ચામાં તો ‘રસ’ એટલે ભાવનાત્મક આનંદ, જે વ્યવહારના ઇન્દ્રિયગ્રાહ્ય આનંદથી જુદો છે એમ સમજાવવામાં આવે છે. પણ રસના સ્વરૂપ અંગે ભ્રાન્તિ થવા સંભવ છે, અને એ રસસિદ્ધાંતની મર્યાદા બની રહે છે, એ શ્રી મણિલાલ ન. દ્વિવેદી સારી રીતે સમજાવે છે : ‘... કાવ્યનું કાવ્યત્વ આનંદવિશેષમાં – અર્થાત આનંદમાં અને એ આનંદની અલૌકિકતા તથા વિશુદ્ધિસાધક પ્રતિભામાં રહેલું છે. આ વિશિષ્ટ આનંદને રસ કહેવામાં આવે છે તો ‘સરસ વાક્ય તે કાવ્ય’ એ ઉક્તિ નિર્બાધ છે. પરંતુ ઘણું કરીને એમ થતું નથી અને આનંદ થયો એટલે કાવ્યત્વ સિદ્ધ થઈ ગયું એવી ભ્રાન્તિ બહુ ચાલે છે.. અલૌકિક વિશુદ્ધિપ્રદ પ્રતિભાના બળથી જાગૃત થતો આનંદ તે રસ, એ અર્થમાં કાવ્યને ‘રસાત્મક’ ગણવાને બદલે હરકોઈ પ્રકારે રત્યાદિ ભાવને ઉત્પન્ન કરવો એમાં જ કવિનું કવિત્વ માનવાનો અત્રે પાછળના વખતમાં પ્રચાર થયો. વાલ્મીકિ, વ્યાસ, કાલિદાસ, ભવભૂતિ, બાણવિગેરે મહાન કવિઓની સમાનકક્ષામાં – અથવા તો તે થકી પણ અધિક પદે – જગન્નાથ, જયદેવ, અમરુકાદિ કવિઓની સ્થાપના થાય એ આવા સમયમાં સ્વાભાવિક છે. ‘તું મુજ જીવિત તું મુજ હૃદય જ તું કૌમુદી મુજ નેત્ર તણી, તું મુજ પીયૂષ તું મુજ વ્હાલી’ ઇત્યાદિ ઉદ્ગારો ભુલાઈ જઈ. ‘ચૂમે ચશ્ચશી’ ‘રતિ રણધીર ધુરંધર ઘાયલમલ્લ ગવાયે’ ‘કીધું સાહસકર્મ પર્મ પીયુને પાડી નીચે સંભ્રમે’ એટલામાં જ શૃંગારરસની પર્યાપ્તિ થઈ રહી ! .... અને ઉમાસુરત-વર્ણનને સર્વોત્કૃષ્ટ કાવ્ય ગણવામાં એ સુરત શિવપાર્વતીનું છે એટલો જ બાધ આવે એમાં શું આશ્ચર્ય?’૧<ref>૧. ‘સુદર્શન ગદ્યાવલિ’ : પૃ.૯૩૬</ref> | આ રસસિદ્ધાંત કાવ્યતત્ત્વવિચારની દૃષ્ટિએ અત્યંત મહત્ત્વનો છે. પણ તેની એકબે મર્યાદાઓ છે તે પણ સમજી લેવી જોઈએ. સિદ્ધાંતચર્ચામાં તો ‘રસ’ એટલે ભાવનાત્મક આનંદ, જે વ્યવહારના ઇન્દ્રિયગ્રાહ્ય આનંદથી જુદો છે એમ સમજાવવામાં આવે છે. પણ રસના સ્વરૂપ અંગે ભ્રાન્તિ થવા સંભવ છે, અને એ રસસિદ્ધાંતની મર્યાદા બની રહે છે, એ શ્રી મણિલાલ ન. દ્વિવેદી સારી રીતે સમજાવે છે : ‘... કાવ્યનું કાવ્યત્વ આનંદવિશેષમાં – અર્થાત આનંદમાં અને એ આનંદની અલૌકિકતા તથા વિશુદ્ધિસાધક પ્રતિભામાં રહેલું છે. આ વિશિષ્ટ આનંદને રસ કહેવામાં આવે છે તો ‘સરસ વાક્ય તે કાવ્ય’ એ ઉક્તિ નિર્બાધ છે. પરંતુ ઘણું કરીને એમ થતું નથી અને આનંદ થયો એટલે કાવ્યત્વ સિદ્ધ થઈ ગયું એવી ભ્રાન્તિ બહુ ચાલે છે.. અલૌકિક વિશુદ્ધિપ્રદ પ્રતિભાના બળથી જાગૃત થતો આનંદ તે રસ, એ અર્થમાં કાવ્યને ‘રસાત્મક’ ગણવાને બદલે હરકોઈ પ્રકારે રત્યાદિ ભાવને ઉત્પન્ન કરવો એમાં જ કવિનું કવિત્વ માનવાનો અત્રે પાછળના વખતમાં પ્રચાર થયો. વાલ્મીકિ, વ્યાસ, કાલિદાસ, ભવભૂતિ, બાણવિગેરે મહાન કવિઓની સમાનકક્ષામાં – અથવા તો તે થકી પણ અધિક પદે – જગન્નાથ, જયદેવ, અમરુકાદિ કવિઓની સ્થાપના થાય એ આવા સમયમાં સ્વાભાવિક છે. ‘તું મુજ જીવિત તું મુજ હૃદય જ તું કૌમુદી મુજ નેત્ર તણી, તું મુજ પીયૂષ તું મુજ વ્હાલી’ ઇત્યાદિ ઉદ્ગારો ભુલાઈ જઈ. ‘ચૂમે ચશ્ચશી’ ‘રતિ રણધીર ધુરંધર ઘાયલમલ્લ ગવાયે’ ‘કીધું સાહસકર્મ પર્મ પીયુને પાડી નીચે સંભ્રમે’ એટલામાં જ શૃંગારરસની પર્યાપ્તિ થઈ રહી ! .... અને ઉમાસુરત-વર્ણનને સર્વોત્કૃષ્ટ કાવ્ય ગણવામાં એ સુરત શિવપાર્વતીનું છે એટલો જ બાધ આવે એમાં શું આશ્ચર્ય?’૧<ref>૧. ‘સુદર્શન ગદ્યાવલિ’ : પૃ.૯૩૬</ref> | ||
વળી, રસનિષ્પત્તિની પ્રક્રિયાને એવી શાસ્ત્રીયતાથી યોજવામાં આવી છે કે એનો વિનિયોગ કેટલાંયે સાચા કાવ્યો પરત્વે મુશ્કેલ બની જાય. જગન્નાથ આથી જ ‘वाक्यं रसात्मकं काव्यम्’ એ વિશ્વનાથની વ્યાખ્યાનો અસ્વીકાર કરી ‘रमणीयार्थप्रतिपादकः शब्दः काव्यम्’ એવી સાદી વ્યાખ્યા આપવાનું પસંદ કરે છે. આધુનિક વિવેચકો પણ આ મુશ્કેલી અનુભવે છે; તેથી કહે છે : ‘આધુનિક સંવિતલક્ષી કાવ્યોને રસસિદ્ધાંતની કસોટીએ ચઢાવવામાં બેહૂદાપણું આવે છે.’૨ | વળી, રસનિષ્પત્તિની પ્રક્રિયાને એવી શાસ્ત્રીયતાથી યોજવામાં આવી છે કે એનો વિનિયોગ કેટલાંયે સાચા કાવ્યો પરત્વે મુશ્કેલ બની જાય. જગન્નાથ આથી જ ‘वाक्यं रसात्मकं काव्यम्’ એ વિશ્વનાથની વ્યાખ્યાનો અસ્વીકાર કરી ‘रमणीयार्थप्रतिपादकः शब्दः काव्यम्’ એવી સાદી વ્યાખ્યા આપવાનું પસંદ કરે છે. આધુનિક વિવેચકો પણ આ મુશ્કેલી અનુભવે છે; તેથી કહે છે : ‘આધુનિક સંવિતલક્ષી કાવ્યોને રસસિદ્ધાંતની કસોટીએ ચઢાવવામાં બેહૂદાપણું આવે છે.’૨<ref>૨. પ્રો. વિષ્ણુપ્રદાસ ત્રિવેદી : ‘પરિશીલન’ પૃ.૪૭</ref> | ||
સમગ્ર રીતે જોતાં લાગે છે કે કવિતામાં ઉપાદનરૂપ એટલાં બધાં તત્ત્વો છે અને એનો વ્યાપાર એટલો વૈવિધ્યસભર છે કે એમાં તારતમ્ય કરવું અને કોઈ એક તત્ત્વ કે વ્યાપારને કાવ્યનો આત્મા ગણવો, એ કાવ્યનું અધૂરું વર્ણન છે. કાવ્યના આત્મતત્ત્વની ખોજ, આમ, અસંતોષકારક રહેવા જ નિર્માયેલી લાગે છે. છતાં આવાં બધાં મંતવ્યોનો એકસાથે વિચાર કરતાં કાવ્યતત્ત્વનો કંઈક વ્યાપક અને સાચો ખ્યાલ આવે ખરો. | સમગ્ર રીતે જોતાં લાગે છે કે કવિતામાં ઉપાદનરૂપ એટલાં બધાં તત્ત્વો છે અને એનો વ્યાપાર એટલો વૈવિધ્યસભર છે કે એમાં તારતમ્ય કરવું અને કોઈ એક તત્ત્વ કે વ્યાપારને કાવ્યનો આત્મા ગણવો, એ કાવ્યનું અધૂરું વર્ણન છે. કાવ્યના આત્મતત્ત્વની ખોજ, આમ, અસંતોષકારક રહેવા જ નિર્માયેલી લાગે છે. છતાં આવાં બધાં મંતવ્યોનો એકસાથે વિચાર કરતાં કાવ્યતત્ત્વનો કંઈક વ્યાપક અને સાચો ખ્યાલ આવે ખરો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits