17,344
edits
(+1) |
(+1) |

Line 60: | Line 60: | ||
રાત્રે સૂતી વખતે હરિતાએ કહ્યું, “જોય, આઈ લવ યુ” જેના જવાબમાં જરાક એવું હસી હરિતાના ગાલ પર હળવી ટપલી મારી સુજોયે કહ્યું, | રાત્રે સૂતી વખતે હરિતાએ કહ્યું, “જોય, આઈ લવ યુ” જેના જવાબમાં જરાક એવું હસી હરિતાના ગાલ પર હળવી ટપલી મારી સુજોયે કહ્યું, | ||
“સુઈ જા હવે. ગુડનાઈટ.” | “સુઈ જા હવે. ગુડનાઈટ.” | ||
તારીખ : 6 એપ્રિલ 2020 }}
| {{right|તારીખ : 6 એપ્રિલ 2020 }}

સમય : 10 am }}
| {{right|સમય : 10 am }}

“પ્રિયા, આજે અડધી રાત્રે જાગી ગયો ત્યારે તું બહુ યાદ આવી ગઈ. મિસ યુ ટૂ મચ. ઊભી રહે વિડીયો કૉલ કરું. હેત અને તને જોવાનું બહુ મન થઈ ગયું છે." | “પ્રિયા, આજે અડધી રાત્રે જાગી ગયો ત્યારે તું બહુ યાદ આવી ગઈ. મિસ યુ ટૂ મચ. ઊભી રહે વિડીયો કૉલ કરું. હેત અને તને જોવાનું બહુ મન થઈ ગયું છે." | ||
“હેલો, મારો હેત શું કરે છે?... અચ્છા, મમા કિન્ડલ જોય નથી અપાવતી, હું આવીશ ત્યારે અપાવીશ... પ્રોમિસ." | “હેલો, મારો હેત શું કરે છે?... અચ્છા, મમા કિન્ડલ જોય નથી અપાવતી, હું આવીશ ત્યારે અપાવીશ... પ્રોમિસ." | ||
Line 69: | Line 69: | ||
"હરિતા શું થયું?" સુજોયે દૂરથી થોડા મોટા અવાજે પૂછયું. હરિતાએ સહેજ ઊંચું જોયું. સુજોયે એને સ્મિત આપ્યું. એ બદલામાં કશું આપી શકી નહીં, ઠાલું સ્મિત પણ નહીં. એ અંદર જતી રહી. એકલી એકલી છટપટાતી રહી. એ વિચારતી હતી કે વિચારશૂન્ય બની ગઈ હતી ! જે અનુભવાતું હતું, એ શબ્દોની બહાર છટકી ગયું હતું. દુઃખ, આંસુ, અભાવ કોઈ વસ્તુ જ અનુભવાતી નહોતી. પોતાને કોઈ ભાગરૂપે સંવેદી શકાતી ન હતી. એ છેક સાંજ સુધી સૂતી જ રહી. સુજોય પણ આખો દિવસ કામના બોજમાં તણાયેલો રહ્યો. વચ્ચે એક-બે વાર મન થયું કે એ હરિતા પાસે જાય, પણ ન ગયો. કામ પૂરું થયાં પછી પણ એ મુવી જોતો રહ્યો. એનો મોબાઇલ ડ્રોઇંગરૂમમાં પડ્યો રહ્યો પણ એક’ય વાર એને ઇચ્છા ન થઈ કે મોબાઇલમાં કશું જુએ. સાંજે જ્યારે હરિતાએ એના બેડરૂમ પાસે આવીને પૂછ્યું, “તેં કશું ખાધું કે નહિ?” લેપટોપમાં જોવાનું ચાલુ રાખીને એણે જવાબ આપ્યો, “ના. ભૂખ નથી." | "હરિતા શું થયું?" સુજોયે દૂરથી થોડા મોટા અવાજે પૂછયું. હરિતાએ સહેજ ઊંચું જોયું. સુજોયે એને સ્મિત આપ્યું. એ બદલામાં કશું આપી શકી નહીં, ઠાલું સ્મિત પણ નહીં. એ અંદર જતી રહી. એકલી એકલી છટપટાતી રહી. એ વિચારતી હતી કે વિચારશૂન્ય બની ગઈ હતી ! જે અનુભવાતું હતું, એ શબ્દોની બહાર છટકી ગયું હતું. દુઃખ, આંસુ, અભાવ કોઈ વસ્તુ જ અનુભવાતી નહોતી. પોતાને કોઈ ભાગરૂપે સંવેદી શકાતી ન હતી. એ છેક સાંજ સુધી સૂતી જ રહી. સુજોય પણ આખો દિવસ કામના બોજમાં તણાયેલો રહ્યો. વચ્ચે એક-બે વાર મન થયું કે એ હરિતા પાસે જાય, પણ ન ગયો. કામ પૂરું થયાં પછી પણ એ મુવી જોતો રહ્યો. એનો મોબાઇલ ડ્રોઇંગરૂમમાં પડ્યો રહ્યો પણ એક’ય વાર એને ઇચ્છા ન થઈ કે મોબાઇલમાં કશું જુએ. સાંજે જ્યારે હરિતાએ એના બેડરૂમ પાસે આવીને પૂછ્યું, “તેં કશું ખાધું કે નહિ?” લેપટોપમાં જોવાનું ચાલુ રાખીને એણે જવાબ આપ્યો, “ના. ભૂખ નથી." | ||
જમતી વખતે પણ બંને બે-ચાર વાક્ય માંડ બોલ્યાં, “તબિયત ઠીક છે, હરિતા?” જવાબમાં “હા” કહી, “તું કેમ છે?” એટલું હરિતાએ સામે પૂછ્યું. જેનો જવાબ "સારું છે” એટલો જ મળ્યો. | જમતી વખતે પણ બંને બે-ચાર વાક્ય માંડ બોલ્યાં, “તબિયત ઠીક છે, હરિતા?” જવાબમાં “હા” કહી, “તું કેમ છે?” એટલું હરિતાએ સામે પૂછ્યું. જેનો જવાબ "સારું છે” એટલો જ મળ્યો. | ||
તારીખ : 9 એપ્રિલ, 2020 }}
| {{right|તારીખ : 9 એપ્રિલ, 2020 }}

સમય 2:30 pm }}
| {{right|સમય 2:30 pm }}

“તો આજે લોકડાઉનનો સોળમો દિવસ” કેલેન્ડરમાં જોતાં સુજોય બોલ્યો. ખોળામાં તકિયો રાખી બેસેલી હરિતા માત્ર હોંકારો ભણી. પુસ્તકની અંદર ખૂંપી ગઈ. બેડ પર એની બાજુમાં ચાર-પાંચ પુસ્તકો પડેલાં હતાં. એ પછીની જગ્યા પર સુજોય સૂતો સૂતો મોબાઇલમાં કશુંક જોતો હતો. એને વાંચવાની આદત ન હતી. બ્લોગ કે પછી 'ધ ઈકોનોમી ટાઈમ્સ’ કે માર્કેટિંગને લગતાં આર્ટિકલ્સ વાંચતો, પણ હરિતા જેમ ફિક્શન વાંચવાનું એને આટલા દિવસના પ્રયાસ પછી પણ નહોતું ફાવ્યું. એણે હરિતાની સામે જોયું અને કહ્યું, | “તો આજે લોકડાઉનનો સોળમો દિવસ” કેલેન્ડરમાં જોતાં સુજોય બોલ્યો. ખોળામાં તકિયો રાખી બેસેલી હરિતા માત્ર હોંકારો ભણી. પુસ્તકની અંદર ખૂંપી ગઈ. બેડ પર એની બાજુમાં ચાર-પાંચ પુસ્તકો પડેલાં હતાં. એ પછીની જગ્યા પર સુજોય સૂતો સૂતો મોબાઇલમાં કશુંક જોતો હતો. એને વાંચવાની આદત ન હતી. બ્લોગ કે પછી 'ધ ઈકોનોમી ટાઈમ્સ’ કે માર્કેટિંગને લગતાં આર્ટિકલ્સ વાંચતો, પણ હરિતા જેમ ફિક્શન વાંચવાનું એને આટલા દિવસના પ્રયાસ પછી પણ નહોતું ફાવ્યું. એણે હરિતાની સામે જોયું અને કહ્યું, | ||
“સ્વીટી, મારી પાસે આવને. ચશ્માં પહેરી વાંચતી વખતે તું બહુ સેક્સી લાગે છે. આવને." હરિતાએ પુસ્તક બાજુ પર મૂક્યું, એના પર ઝુકી. એના હોઠમાં હોઠ પરોવ્યા. એ પછીની બપોર શબ્દોમાં વહેતી કવિતા બની, પછી એ શબ્દો પીગળ્યા અને નદી બની. વહેતી નદી ધીરે ધીરે અફળાતાં મોજાં બની ગઈ. થોડીવાર પછી એ જ બપોર ખડક પર અફળાતાં મોજાંમાંથી ફીણ બની વિખરાઈ ગઈ. સુજોય અલગ થવાની ક્ષણ પછી સીધો મોબાઇલમાં જોવા લાગ્યો. અરજભરી નજરે હરિતા બોલી, “થોડીવાર મને વળગીને સૂઈ જા ને" મોબાઇલ બાજુ પર મૂકી સુજોય બોલ્યો, "મને ઊંઘ આવે છે. તું પણ થોડી વાર સૂઈ જા. સારું લાગશે.” સુજોયે આખો બંધ કરી દીધી. એને સમજાતું નહોતું, અલગ થયાં પછી નિર્જીવ લાગતા, બાજુમાં પડેલા શરીરનું અત્યારે શું કરવું? સુઈ જવું, એ બચવાનો સહેલો રસ્તો હતો. | “સ્વીટી, મારી પાસે આવને. ચશ્માં પહેરી વાંચતી વખતે તું બહુ સેક્સી લાગે છે. આવને." હરિતાએ પુસ્તક બાજુ પર મૂક્યું, એના પર ઝુકી. એના હોઠમાં હોઠ પરોવ્યા. એ પછીની બપોર શબ્દોમાં વહેતી કવિતા બની, પછી એ શબ્દો પીગળ્યા અને નદી બની. વહેતી નદી ધીરે ધીરે અફળાતાં મોજાં બની ગઈ. થોડીવાર પછી એ જ બપોર ખડક પર અફળાતાં મોજાંમાંથી ફીણ બની વિખરાઈ ગઈ. સુજોય અલગ થવાની ક્ષણ પછી સીધો મોબાઇલમાં જોવા લાગ્યો. અરજભરી નજરે હરિતા બોલી, “થોડીવાર મને વળગીને સૂઈ જા ને" મોબાઇલ બાજુ પર મૂકી સુજોય બોલ્યો, "મને ઊંઘ આવે છે. તું પણ થોડી વાર સૂઈ જા. સારું લાગશે.” સુજોયે આખો બંધ કરી દીધી. એને સમજાતું નહોતું, અલગ થયાં પછી નિર્જીવ લાગતા, બાજુમાં પડેલા શરીરનું અત્યારે શું કરવું? સુઈ જવું, એ બચવાનો સહેલો રસ્તો હતો. | ||
Line 79: | Line 79: | ||
સુજોયથી હું કટાળી ગઈ છું. “કારણ?” તું તરત જ માસ્તરાણી બની મને પૂછીશ, એટલે તને-એ જવાબ દેતાં દેતાં, હું મારી પાસે જ જવાબ શોધું છું. તું જ કહે, પ્રેમ એટલે શું? મારી માટે પ્રેમ એ છે કે જેમાં વ્યક્તિ ઓગળી જાય. કેવળ સમર્પિત થવાનો ભાવ રહે. જેવી છે તેવી વ્યક્તિનો બિનશરતી સ્વીકાર કરવાનો ભાવ. સુજોય પાસે હું એવો જ પ્રેમ ઇચ્છતી રહુ છું. એ મને માત્ર સ્ત્રી તરીકે જ નહીં, વ્યક્તિ તરીકે પણ સ્વીકારે. મને માન આપે – આવી અપેક્ષા રાખવી શું ખોટી છે? સાચી-ખોટી તો રામ જાણે ! પણ એ માત્ર સ્પર્શની ભાષામાં જ વાચાળ હોય છે. બાકી, પોતાના વિષેની કોઈ પણ વાત કરવાની હોય તો મોંમાં મગ ભર્યા હોય એમ મોબાઇલ જોયા કરે કે વાત બદલાવી દે. અરે, હું કાંઈ એનું સુખ ચોરી લેવાની છું? તો પણ ના ! માત્ર જનરલ ટોપિક્સ પર વાત કરી, મનને ન કળાવા દઈ, એ પોતાની જાતને બહુ સ્માર્ટ માને છે. મને એ વસ્તુ કોરી ખાય છે કે એ મને વ્યક્તિ કે મિત્ર તરીકે સ્વીકારતો જ નથી. એની બધી વાતો અંતે તો 'સબ રસ્તા ગોડ કી ઓર જાતા હૈ' ની માફક શરીર પર આવી અટકે...યાર, શરીરને સ્પર્શવું અને મનને અક્ષુણ્ણ રાખવું, એ કેમ સહન થાય? | સુજોયથી હું કટાળી ગઈ છું. “કારણ?” તું તરત જ માસ્તરાણી બની મને પૂછીશ, એટલે તને-એ જવાબ દેતાં દેતાં, હું મારી પાસે જ જવાબ શોધું છું. તું જ કહે, પ્રેમ એટલે શું? મારી માટે પ્રેમ એ છે કે જેમાં વ્યક્તિ ઓગળી જાય. કેવળ સમર્પિત થવાનો ભાવ રહે. જેવી છે તેવી વ્યક્તિનો બિનશરતી સ્વીકાર કરવાનો ભાવ. સુજોય પાસે હું એવો જ પ્રેમ ઇચ્છતી રહુ છું. એ મને માત્ર સ્ત્રી તરીકે જ નહીં, વ્યક્તિ તરીકે પણ સ્વીકારે. મને માન આપે – આવી અપેક્ષા રાખવી શું ખોટી છે? સાચી-ખોટી તો રામ જાણે ! પણ એ માત્ર સ્પર્શની ભાષામાં જ વાચાળ હોય છે. બાકી, પોતાના વિષેની કોઈ પણ વાત કરવાની હોય તો મોંમાં મગ ભર્યા હોય એમ મોબાઇલ જોયા કરે કે વાત બદલાવી દે. અરે, હું કાંઈ એનું સુખ ચોરી લેવાની છું? તો પણ ના ! માત્ર જનરલ ટોપિક્સ પર વાત કરી, મનને ન કળાવા દઈ, એ પોતાની જાતને બહુ સ્માર્ટ માને છે. મને એ વસ્તુ કોરી ખાય છે કે એ મને વ્યક્તિ કે મિત્ર તરીકે સ્વીકારતો જ નથી. એની બધી વાતો અંતે તો 'સબ રસ્તા ગોડ કી ઓર જાતા હૈ' ની માફક શરીર પર આવી અટકે...યાર, શરીરને સ્પર્શવું અને મનને અક્ષુણ્ણ રાખવું, એ કેમ સહન થાય? | ||
મને ગૂંગળામણ થાય છે. કેટલી વાર ભીંત જોડે ભટકાઈને પોતાનું જ માથું ફોડવાનું? અત્યારે હું ક્રોધ, સ્વમાન અને ઇર્ષ્યામાં સળગું છું. એને માફ કરવો, શાંતિ રાખી એને સહન કરવો – જેવા ફાલતુ વિચારને બદલે એક લાત મારી એને કાઢી મૂકવાનું મન થાય છે. ચલ, મનનો ઊભરો ઠાલવી દીધો. હવે સૂઈ જવાનો પ્રયત્ન કરું. | મને ગૂંગળામણ થાય છે. કેટલી વાર ભીંત જોડે ભટકાઈને પોતાનું જ માથું ફોડવાનું? અત્યારે હું ક્રોધ, સ્વમાન અને ઇર્ષ્યામાં સળગું છું. એને માફ કરવો, શાંતિ રાખી એને સહન કરવો – જેવા ફાલતુ વિચારને બદલે એક લાત મારી એને કાઢી મૂકવાનું મન થાય છે. ચલ, મનનો ઊભરો ઠાલવી દીધો. હવે સૂઈ જવાનો પ્રયત્ન કરું. | ||
તારીખ : 13 એપ્રિલ }}
| {{right|તારીખ : 13 એપ્રિલ }}

સમય: 11:30 am}}
| {{right|સમય: 11:30 am}}

“તારી હિમ્મત કેમ થઈ મારી પર હાથ ઉપાડવાની?" ફાટેલા અવાજે ચીસ પાડતાં હરિતા બોલી. | “તારી હિમ્મત કેમ થઈ મારી પર હાથ ઉપાડવાની?" ફાટેલા અવાજે ચીસ પાડતાં હરિતા બોલી. | ||
“બે વેંતનું બૈરું ને આખો દિવસ ચપડ-ચપડ ને ટોક ટોક ! વધારે બોલી તો બીજી થપાટ ઠોકી દઈશ." | “બે વેંતનું બૈરું ને આખો દિવસ ચપડ-ચપડ ને ટોક ટોક ! વધારે બોલી તો બીજી થપાટ ઠોકી દઈશ." |
edits