17,546
edits
No edit summary |
No edit summary |
||
Line 22: | Line 22: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મધ્યકાલીન સાહિત્યમાં પદ્યવાર્તા લખાતી. શામળ ભટ્ટની ‘વેતાળપચીસી', | મધ્યકાલીન સાહિત્યમાં પદ્યવાર્તા લખાતી. શામળ ભટ્ટની ‘વેતાળપચીસી', ‘પદ્માવતી' અને ‘સૂડાબહોતેરી’ તો ખાસી લોકપ્રિય થઈ હતી. પદ્યવાર્તામાં ઉખાણાંયે આવે રાજકુંવરી પૂછતી હોય, પ્રધાનપુત્ર ઉત્તર આપતો હોય. પ્રત્યેક પ્રશ્નનો ઉત્તર જેની પાસે હોય એવો નાવલિયો કઈ નવયૌવનાને ન ગમે? હરીન્દ્ર દવેના આ ગીતની વિશેષતા એ છે કે પ્રત્યેક ઉખાણામાં તેનો ઉત્તર પણ સમાયેલો છે. | ||
‘દૂધે ધોઈ ચાંદની' — ચાંદની રાતે આકાશે દૂધની રેલમછેલ હોય. આપણી નિહારિકાનું અંગ્રેજી નામ જ છે : મિલ્કી વે. જે સર્વગુણસંપન્ન હોય એને માટે ‘દૂધે ધોયેલો' એવો રૂઢિપ્રયોગ પણ છે. 'ચાંદનીએ ધોઈ રાત' — અંગ્રેજી રૂઢિપ્રયોગ વાપરીને કહી શકાય, 'ધ નાઇટ ઇઝ અવૉશ વિથ મૂનલાઇટ’. ‘એવામાં જો મળે તો' – હૈયું ખોલતાં પહેલાં કાવ્યનાયિકા ઊજળી રાતે મળવાની પૂર્વશરત મૂકે છે. શાકમાર્કેટમાં જઈને વહાલપની વાત માંડે, તો વટાણા વેરાઈ જાય. | ‘દૂધે ધોઈ ચાંદની' — ચાંદની રાતે આકાશે દૂધની રેલમછેલ હોય. આપણી નિહારિકાનું અંગ્રેજી નામ જ છે : મિલ્કી વે. જે સર્વગુણસંપન્ન હોય એને માટે ‘દૂધે ધોયેલો' એવો રૂઢિપ્રયોગ પણ છે. 'ચાંદનીએ ધોઈ રાત' — અંગ્રેજી રૂઢિપ્રયોગ વાપરીને કહી શકાય, 'ધ નાઇટ ઇઝ અવૉશ વિથ મૂનલાઇટ’. ‘એવામાં જો મળે તો' – હૈયું ખોલતાં પહેલાં કાવ્યનાયિકા ઊજળી રાતે મળવાની પૂર્વશરત મૂકે છે. શાકમાર્કેટમાં જઈને વહાલપની વાત માંડે, તો વટાણા વેરાઈ જાય. | ||
‘અડધું પિંજર હેમ મઢ્યું'—દિવસ જાણે સોનાનો. | ‘અડધું પિંજર હેમ મઢ્યું'—દિવસ જાણે સોનાનો. ‘અડધું રૂપે સ્હોય,’ — રાત જાણે રૂપાની. એક જ પિંજરમાં બે પંખી એકમેકને જોઈ શકે, પણ મળી ન શકે. કાવ્યનાયિકા વ્હાલમને હરાવવા નથી માગતી, જિતાડવા માગે છે, એટલે સોગાત દેવાને બહાને ચાંદ-સૂરજનાં નામ બોલી નાખે છે. ચોવીસ સળિયાવાળા પિંજરમાં રહેતા ચાંદ અને સૂરજ, ભલા એકમેકને ક્યારે મળવાના? ‘વ્હાલમ' અને ‘પિયુ' સંબોધનો કરતી કાવ્યનાયિકા સ્નેહસદનને ઉંબરે ઊભી હોવાથી એને દિવસ સોનાનો, રાત રૂપાની અને ચાંદ-સૂરજ અલબેલા લાગે છે. | ||
‘વનવગડે એક વાટ' — બ્રહ્માંડમાં આપણું જીવન વનવગડામાં કેડી જેવું. આ કેડીએ ચાલીને આપણે ક્યાં પહોંચવાનું છે? કશેય નહીં. ચાલવું એ જ પહોંચવું. 'વાટે ઊગ્યાં રાન ગુલાબ' —ગુલાબ ઉપવનનાં નથી, વનનાં છે. ઉગાડેલાં નથી, ઊગી નીકળેલાં છે. આપણે શું કરવાનું? ગુલાબોને ચૂંટવાનાં? ‘વણચૂંટ્યે વીણી લેવાની મળી છે અમને છાબ'—વીણવાનાં ખરાં, પણ ચૂંટવાનાં નહીં. એવી તે કઈ જાદુઈ છાબ હોય? કાવ્યનાયિકા આંખો નચાવતી, વણકહ્યે કહી દે છે : કીકી! વાંસની છાબમાં મૂકેલાં પુષ્પો આજે નહીં ને કાલે કરમાશે, કીકીની છાબમાં વસાવેલાં પુષ્પો સદા રળિયાત રહેશે. | ‘વનવગડે એક વાટ' — બ્રહ્માંડમાં આપણું જીવન વનવગડામાં કેડી જેવું. આ કેડીએ ચાલીને આપણે ક્યાં પહોંચવાનું છે? કશેય નહીં. ચાલવું એ જ પહોંચવું. 'વાટે ઊગ્યાં રાન ગુલાબ' —ગુલાબ ઉપવનનાં નથી, વનનાં છે. ઉગાડેલાં નથી, ઊગી નીકળેલાં છે. આપણે શું કરવાનું? ગુલાબોને ચૂંટવાનાં? ‘વણચૂંટ્યે વીણી લેવાની મળી છે અમને છાબ'—વીણવાનાં ખરાં, પણ ચૂંટવાનાં નહીં. એવી તે કઈ જાદુઈ છાબ હોય? કાવ્યનાયિકા આંખો નચાવતી, વણકહ્યે કહી દે છે : કીકી! વાંસની છાબમાં મૂકેલાં પુષ્પો આજે નહીં ને કાલે કરમાશે, કીકીની છાબમાં વસાવેલાં પુષ્પો સદા રળિયાત રહેશે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits