32,256
edits
(Created page with "{{SetTitle}} {{Heading|બાપુની મીઠાની ગાંગડીનું ગીત|હરીશ મીનાશ્રુ}} પલટણ અગણ્યાએંશી જોધ્ધાની, એનાં હથિયાર કિયાં?- તકલી ને ત્રાકડી ડગલું ભર્યું કે હવે ના હઠવું ના હઠવું સાચનું છે વેણ હવે ના લટવું ના...") |
(+1) |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|બાપુની મીઠાની ગાંગડીનું ગીત|હરીશ મીનાશ્રુ}} | {{Heading|બાપુની મીઠાની ગાંગડીનું ગીત|હરીશ મીનાશ્રુ}} | ||
પલટણ અગણ્યાએંશી જોધ્ધાની, | {{Block center|'''<poem>પલટણ અગણ્યાએંશી જોધ્ધાની, | ||
એનાં હથિયાર કિયાં?- તકલી ને ત્રાકડી | એનાં હથિયાર કિયાં?- તકલી ને ત્રાકડી | ||
ડગલું ભર્યું કે હવે ના હઠવું ના હઠવું | ડગલું ભર્યું કે હવે ના હઠવું ના હઠવું | ||
| Line 32: | Line 32: | ||
આવડીક મીઠાની ગાંગડી | આવડીક મીઠાની ગાંગડી | ||
-હરીશ મીનાશ્રુ | {{right|-હરીશ મીનાશ્રુ}}</poem>'''}} | ||
ધરતીનું લૂણ | {{center|'''ધરતીનું લૂણ'''}} | ||
{{Poem2Open}} | |||
બારમી માર્ચ,૧૯૩૦ ના પરોઢિયે ગાંધી સાબરમતી આશ્રમથી નીકળ્યા ત્યારે લોર્ડ ઇર્વિને દાંડીકૂચને હસી કાઢેલી: ગાંધી પાસે હતું શું? સિવાય કે અઠોતેર 'સાચના સિપાહી.' હથિયારમાં ય હતું શું? સિવાય કે તકલી (કાંતવાનું ઓજાર) અને ત્રાકડી (રેંટિયાનો સોયો.) ગાંધી બસો ચાલીસ માઇલની યાત્રા થકી વિશ્વભરમાં ઘૂમી વળ્યા, કારણ કે તેમને પક્ષે સત્ય હતું. નર્મદનું શૌર્યગીત છે: | બારમી માર્ચ,૧૯૩૦ ના પરોઢિયે ગાંધી સાબરમતી આશ્રમથી નીકળ્યા ત્યારે લોર્ડ ઇર્વિને દાંડીકૂચને હસી કાઢેલી: ગાંધી પાસે હતું શું? સિવાય કે અઠોતેર 'સાચના સિપાહી.' હથિયારમાં ય હતું શું? સિવાય કે તકલી (કાંતવાનું ઓજાર) અને ત્રાકડી (રેંટિયાનો સોયો.) ગાંધી બસો ચાલીસ માઇલની યાત્રા થકી વિશ્વભરમાં ઘૂમી વળ્યા, કારણ કે તેમને પક્ષે સત્ય હતું. નર્મદનું શૌર્યગીત છે: | ||
'ડગલું ભર્યું કે ના હઠવું ના હઠવું; | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>'ડગલું ભર્યું કે ના હઠવું ના હઠવું; | |||
વેણ કાઢ્યું કે ના લટવું ના લટવું. | વેણ કાઢ્યું કે ના લટવું ના લટવું. | ||
સમજીને તો પગલું મૂકવું,મૂકીને ના બીવું; | સમજીને તો પગલું મૂકવું,મૂકીને ના બીવું; | ||
જવાય જો નહિ આગળ તોયે ફરી ના પાછું લેવું.' | જવાય જો નહિ આગળ તોયે ફરી ના પાછું લેવું.'</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
ગાંધીના પહેલા ડગલે જ વીર નર્મદ તેમને પોરસાવી રહ્યો છે. મીરાંનું પદ છે: | ગાંધીના પહેલા ડગલે જ વીર નર્મદ તેમને પોરસાવી રહ્યો છે. મીરાંનું પદ છે: | ||
'ઉપાડી ગાંસડી વેઠની રે, | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>'ઉપાડી ગાંસડી વેઠની રે, | |||
કેમ નાખી દેવાય? | કેમ નાખી દેવાય? | ||
એ છે શામળશા શેઠની રે. | એ છે શામળશા શેઠની રે. | ||
કેમ નાખી દેવાય?' | કેમ નાખી દેવાય?'</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
કવિ મીરાંને સ્મરે છે, કારણ કે ગાંધીએ ઈશ્વરચીંધ્યું કામ ઉપાડી લીધું છે. આ વૈતરું ખરું, પણ વહાલનું વૈતરું. કવિ બહુશ્રુત છે, આવા સાહિત્યિક સંદર્ભો (ઇન્ટર- ટેક્સચ્યુઆલિટી) તેમના કાવ્યમાં કંતાઈ જાય છે. | કવિ મીરાંને સ્મરે છે, કારણ કે ગાંધીએ ઈશ્વરચીંધ્યું કામ ઉપાડી લીધું છે. આ વૈતરું ખરું, પણ વહાલનું વૈતરું. કવિ બહુશ્રુત છે, આવા સાહિત્યિક સંદર્ભો (ઇન્ટર- ટેક્સચ્યુઆલિટી) તેમના કાવ્યમાં કંતાઈ જાય છે. | ||
સાંઠીકડું એટલે તુવેરની સોટી. ગાંધીની કાયા લાકડી જેવી હતી. 'સાંઠી, સાઠી, કાઠી,લાઠી'નો પ્રાસવિલાસ કવિના વાગ્વૈભવનો પરચો આપે છે. રામજી શ્યામવર્ણા હતા, ગાંધી 'ઘઉંવર્ણા રામજી' છે. (ગાંધી માનવ ખરા પણ મુઠ્ઠી ઊંચેરા માનવ, એવો ભાવ ગીતમાં સળંગ આવે છે.) ગાંધીના રુદિયે રામ વસ્યા છે. રામજીએ 'વજ્જર પલાંઠી' વાળી છે. ધ્યાનમુદ્રામાં વજ્રાસનનો મહિમા છે, વળી 'વજ્ર જેવી કઠોર' એવો અર્થ પણ ખરો. | સાંઠીકડું એટલે તુવેરની સોટી. ગાંધીની કાયા લાકડી જેવી હતી. 'સાંઠી, સાઠી, કાઠી,લાઠી'નો પ્રાસવિલાસ કવિના વાગ્વૈભવનો પરચો આપે છે. રામજી શ્યામવર્ણા હતા, ગાંધી 'ઘઉંવર્ણા રામજી' છે. (ગાંધી માનવ ખરા પણ મુઠ્ઠી ઊંચેરા માનવ, એવો ભાવ ગીતમાં સળંગ આવે છે.) ગાંધીના રુદિયે રામ વસ્યા છે. રામજીએ 'વજ્જર પલાંઠી' વાળી છે. ધ્યાનમુદ્રામાં વજ્રાસનનો મહિમા છે, વળી 'વજ્ર જેવી કઠોર' એવો અર્થ પણ ખરો. | ||
દરિદ્રનારાયણની દશા જોઈ ગાંધીએ પાઘડી ત્યજીને ઉઘાડમથ્થા રહેવાનું ઠેરવેલું એટલે કહે છે કે માથે ફાટેલું આભ ટેકવ્યું છે. કૂચ બારમી માર્ચથી પાંચમી એપ્રિલ ચાલી હતી, ઉનાળામાં તો આભ ફાટેલું જ હોય. આભને પણ જેનો ટેકો લેવો પડે તે માનવ નહિ પણ મહામાનવ હોય. દાંડીકૂચમાં ગાંધી વાયુવેગે ચાલતા, કવિ કલ્પે છે કે પવનપાવડી પહેરી હશે. સાધારણ માણસ પહેરે તે જૂતિયાં (વહ દિન કહાં કે મિયાં કે પાંવમેં જૂતિયાં?) પણ ગાંધી પહેરે તે પવનપાવડી. મારગ પર ધૂળ નથી ઊડતી પણ ગાંધી ઊડે છે. નેવુ વર્ષ પહેલાનો પ્રસંગ હોવાથી માઇલ કે કિલોમીટર નહિ પણ જોજનવા કહ્યું છે. | દરિદ્રનારાયણની દશા જોઈ ગાંધીએ પાઘડી ત્યજીને ઉઘાડમથ્થા રહેવાનું ઠેરવેલું એટલે કહે છે કે માથે ફાટેલું આભ ટેકવ્યું છે. કૂચ બારમી માર્ચથી પાંચમી એપ્રિલ ચાલી હતી, ઉનાળામાં તો આભ ફાટેલું જ હોય. આભને પણ જેનો ટેકો લેવો પડે તે માનવ નહિ પણ મહામાનવ હોય. દાંડીકૂચમાં ગાંધી વાયુવેગે ચાલતા, કવિ કલ્પે છે કે પવનપાવડી પહેરી હશે. સાધારણ માણસ પહેરે તે જૂતિયાં (વહ દિન કહાં કે મિયાં કે પાંવમેં જૂતિયાં?) પણ ગાંધી પહેરે તે પવનપાવડી. મારગ પર ધૂળ નથી ઊડતી પણ ગાંધી ઊડે છે. નેવુ વર્ષ પહેલાનો પ્રસંગ હોવાથી માઇલ કે કિલોમીટર નહિ પણ જોજનવા કહ્યું છે. | ||
| Line 62: | Line 66: | ||
બાઈબલના ગિરિપ્રવચનમાં ઈસુ ઉત્તમ માનવીઓને 'સોલ્ટ ઓફ ધ અર્થ' કહે છે. સત્યાગ્રહ દ્વારા ગાંધીએ આપણને ધરતીના લૂણ સમાન વ્યક્તિઓ આપી. | બાઈબલના ગિરિપ્રવચનમાં ઈસુ ઉત્તમ માનવીઓને 'સોલ્ટ ઓફ ધ અર્થ' કહે છે. સત્યાગ્રહ દ્વારા ગાંધીએ આપણને ધરતીના લૂણ સમાન વ્યક્તિઓ આપી. | ||
{{Poem2Close}} | |||
{{center|<nowiki>***</nowiki>}} | {{center|<nowiki>***</nowiki>}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = પતંગિયું ને ચંબેલી — કૃષ્ણલાલ શ્રીધરાણી | ||
|next = | |next = ભાભી — દા. ખુ. બોટાદકર | ||
}} | }} | ||