32,301
edits
(+1) |
(added Images) |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|(૨૩) રાતા સમુદ્રને કિનારે સોનેરી શહેર : અકાબા}} | {{Heading|(૨૩) રાતા સમુદ્રને કિનારે સોનેરી શહેર : અકાબા}} | ||
[[File:Ran to Resham 28.jpg|500px|center]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વિશ્વના સમુદ્રોનો અને મહાસાગરોનો નકશો જોઉં, ત્યારે જોયેલા કિનારાઓની સ્મૃતિ તાજી થઈ આવે ને વણજોયેલી ભૂમિઓ સાદ કરતી હોય તેવું લાગે. સામાન્ય રીતે હિન્દ મહાસાગરને કિનારેથી માંડેલી સફર કઈ કઈ ક્ષિતિજોને અને કયા કયા સમુદ્રોને પાર લઈ ગઈ તે નકશામાં પણ જોઉં તો જળમાં અંકાયેલાં પગલાં નજર સામે તરવરવા લાગે. મહાસાગરોના ચહેરા પણ કેટલા સુંદર હોય છે! વિશાળ હિન્દ મહાસાગરને ઉત્તર તરફ અનુસરતા જઈએ, જમીનની નજીક આવતાં જ એ બે વિભાગમાં વહેંચાઈ જતો દેખાય. એક ફાંટો કોઈ નૃત્યાંગનાનાં વસ્ત્રોના ઘેરની જેમ જમીનની કોરે ફેલાઈને પર્શિયાના અખાત સુધી લંબાતો દેખાય, જ્યારે બીજો ફાંટો એડનના અખાત પાસેથી સંકોચાઈને રાતા સમુદ્ર તરીકે આફ્રિકાખંડને બે વિભાગમાં વહેંચતો ઊંચે સુધી લંબાતો દેખાય. રાતા સમુદ્રનો આકાર સસલા જોવો લાગે. સરકસનો ખેલ કરવા બે પગ ઉપર ઊભું રહેલું કોઈ સસલું જાણે! સસલાના આકારના આ રાતા સમુદ્રના નકશાને ઉત્તર દિશામાં અનુસરતા જઈએ તો જોઈ શકાય કે, ઇજિપ્તના રાસ મોહમ્મદ નામના બંદરથી રાતો સમુદ્ર બે સાંકડા ફાંટામાં વહેંચાઈ જાય છે. જાણે સસલાના બે કાન! ડાબી બાજુનો કાન ઇજિપ્તને બે વિભાગમાં વહેંચતો, સુએઝ કેનાલને મળ્યા પછી છેક ઉત્તરની ટોચ પર ઇસ્માઇલિયાના બંદરગાહ પર પૂરો થાય છે. જ્યારે તેનો જમણો કાન સાઉદી અરેબિયા તથા ઇજિપ્તને છૂટો પાડતો ઉત્તરે લંબાય છે અને ત્યાં છેલ્લે જોર્ડનના દક્ષિણતમ બિંદુ પર પૂરો થાય છે. રાતા સમુદ્રની આ જમણા ફાંટાની ટોચ ઉપર એક નમણું બંદરગાહ છે. એનું નામ છે અકાબા. બાઇબલમાં ઉલ્લેખાયેલો રાજા સોલોમન જ્યાં જહાજ બાંધતો તે પુરાણા સમયનું જાજરમાન બંદરગાહ અકાબા. સહસ્રાબ્દીઓથી એશિયાખંડ તથા આફ્રિકાખંડ વચ્ચે સમુ્દ્રમાર્ગે થતા વ્યાપાર-વાણિજ્યનું અગત્યનું મથક તે અકાબા. ઇજિપ્તના પ્રવાસ દરમિયાન સુએઝ કેનાલ પાર કરીને સિનાઈના પ્રદેશની મુલાકાત લીધેલી, ત્યારે ઇસ્માઇલિયા બંદર પર રાતા સમુદ્રના ડાબા ફાંટાના અંતિમબિંદુને સ્પર્શવાની તક મળેલી અને હવે જમણા ફાંટાની ટોચે સ્થિત જોર્ડનના એકમાત્ર સમુદ્રતટ તેવા અકાબા શહેરને કિનારે વિસ્તરેલા રાતા સમુદ્રને મળવા અમે આતુર હતાં. | વિશ્વના સમુદ્રોનો અને મહાસાગરોનો નકશો જોઉં, ત્યારે જોયેલા કિનારાઓની સ્મૃતિ તાજી થઈ આવે ને વણજોયેલી ભૂમિઓ સાદ કરતી હોય તેવું લાગે. સામાન્ય રીતે હિન્દ મહાસાગરને કિનારેથી માંડેલી સફર કઈ કઈ ક્ષિતિજોને અને કયા કયા સમુદ્રોને પાર લઈ ગઈ તે નકશામાં પણ જોઉં તો જળમાં અંકાયેલાં પગલાં નજર સામે તરવરવા લાગે. મહાસાગરોના ચહેરા પણ કેટલા સુંદર હોય છે! વિશાળ હિન્દ મહાસાગરને ઉત્તર તરફ અનુસરતા જઈએ, જમીનની નજીક આવતાં જ એ બે વિભાગમાં વહેંચાઈ જતો દેખાય. એક ફાંટો કોઈ નૃત્યાંગનાનાં વસ્ત્રોના ઘેરની જેમ જમીનની કોરે ફેલાઈને પર્શિયાના અખાત સુધી લંબાતો દેખાય, જ્યારે બીજો ફાંટો એડનના અખાત પાસેથી સંકોચાઈને રાતા સમુદ્ર તરીકે આફ્રિકાખંડને બે વિભાગમાં વહેંચતો ઊંચે સુધી લંબાતો દેખાય. રાતા સમુદ્રનો આકાર સસલા જોવો લાગે. સરકસનો ખેલ કરવા બે પગ ઉપર ઊભું રહેલું કોઈ સસલું જાણે! સસલાના આકારના આ રાતા સમુદ્રના નકશાને ઉત્તર દિશામાં અનુસરતા જઈએ તો જોઈ શકાય કે, ઇજિપ્તના રાસ મોહમ્મદ નામના બંદરથી રાતો સમુદ્ર બે સાંકડા ફાંટામાં વહેંચાઈ જાય છે. જાણે સસલાના બે કાન! ડાબી બાજુનો કાન ઇજિપ્તને બે વિભાગમાં વહેંચતો, સુએઝ કેનાલને મળ્યા પછી છેક ઉત્તરની ટોચ પર ઇસ્માઇલિયાના બંદરગાહ પર પૂરો થાય છે. જ્યારે તેનો જમણો કાન સાઉદી અરેબિયા તથા ઇજિપ્તને છૂટો પાડતો ઉત્તરે લંબાય છે અને ત્યાં છેલ્લે જોર્ડનના દક્ષિણતમ બિંદુ પર પૂરો થાય છે. રાતા સમુદ્રની આ જમણા ફાંટાની ટોચ ઉપર એક નમણું બંદરગાહ છે. એનું નામ છે અકાબા. બાઇબલમાં ઉલ્લેખાયેલો રાજા સોલોમન જ્યાં જહાજ બાંધતો તે પુરાણા સમયનું જાજરમાન બંદરગાહ અકાબા. સહસ્રાબ્દીઓથી એશિયાખંડ તથા આફ્રિકાખંડ વચ્ચે સમુ્દ્રમાર્ગે થતા વ્યાપાર-વાણિજ્યનું અગત્યનું મથક તે અકાબા. ઇજિપ્તના પ્રવાસ દરમિયાન સુએઝ કેનાલ પાર કરીને સિનાઈના પ્રદેશની મુલાકાત લીધેલી, ત્યારે ઇસ્માઇલિયા બંદર પર રાતા સમુદ્રના ડાબા ફાંટાના અંતિમબિંદુને સ્પર્શવાની તક મળેલી અને હવે જમણા ફાંટાની ટોચે સ્થિત જોર્ડનના એકમાત્ર સમુદ્રતટ તેવા અકાબા શહેરને કિનારે વિસ્તરેલા રાતા સમુદ્રને મળવા અમે આતુર હતાં. | ||