32,222
edits
No edit summary |
(Added Image) |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|(૨૮) અલ ખઝનાહ, અલ લાજવાબ : પેટ્રા}} | {{Heading|(૨૮) અલ ખઝનાહ, અલ લાજવાબ : પેટ્રા}} | ||
[[File:Ran to Resham 33.jpg|500px|center]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પર્વત જેવડી શિલાઓ વચ્ચેથી પસાર થતા સાંકડા માર્ગ ઉપર પહોંચ્યાં, તે પહેલાં પેલા મેદાનની કોરે ઊભેલાં ખંડિયેરોની ઓળખાણ કરવાની હતી. મોટી મોટી શિલાઓને બહારથી મનગમતા ઘાટ આપીને અંદર ગુફાઓ કોતરવામાં આવેલી હતી. કોઈ ગોળ તો હોઈ ચોરસ, તો કોઈ વળી હોય કુદરતી આકારની, પણ એના પ્રવેશદ્વાર પર વિશિષ્ટ કોતરણી કોતરેલી દેખાય. તલાલને આર્કિયોલૉજી તથા ઇતિહાસ બંનેનું બહોળું જ્ઞાન હતું. જોર્ડનની રાજ્યવ્યવસ્થા, લોકજીવન, રીતરિવાજો, સંસ્કૃતિ, ત્યાંના લોકોમાં પ્રવર્તતો ઇસ્લામ ધર્મ પ્રત્યેનો અભિગમ, ત્યાંની શિક્ષણવ્યવસ્થા, ત્યાંની લગ્નસંસ્થા વગેરે અનેક વિષયો પર તે રોજ વાતો કરતો. તેમાં પણ આ પેટ્રા તો તેનું પ્રિય સ્થાન હતું. અહીંના એકેએક પથ્થર પરની સંજ્ઞાઓ તે ઉકેલી શકતો હતો. વળી આ સ્થાન વિશે વિવિધ દેશોના નિષ્ણાતોના મતમતાંતર વિશે પણ તે જાણતો હતો અને તેમાં કયો મત સૌથી સાચો હોઈ શકે અથવા બધા જ મતોનું ખંડન કરીને ખરેખર હકીકત શી હોઈ શકે તેનો પોતીકો વિચાર તે કારણો સહિત સાબિત કરી શકતો. કહેતો હતો કે તે આ વિષય ઉપર અંગ્રેજીમાં એક પુસ્તક લખી રહ્યો છે. અને પુસ્તક પ્રગટ થયે એક પ્રત અમને ચોક્કસ મોકલવાનો છે. તેણે કહેલી હકીકતો રસપ્રદ હતી. ગુફાઓ પરની સંજ્ઞાઓ પરથી તથા એ ગુફાઓના આકાર પરથી વિવિધ સમય તથા તેના રચયિતાઓ વિશે જાણી શકાતું હતું. કેટલીક ગુફાઓ ગ્રીક અસર તળે બંધાયેલી તો કેટલીક મેસોપોટેમિયન, ઇજિપ્શિયન, સિરિયન કે એસ્સિરિયન બાંધણી દર્શાવતી હતી. જુઓ આ ગુફા પર સર્પનું નિશાન છે અને પેલી ઉપર ગરુડ પંખીનું. બાકીની ગુફાઓ કરતાં જુદી એવી તે બંને ગુફાઓ આખાય પેટ્રામાં એક-એક જ છે. એ ચિહ્નો ઇજિપ્તનાં છે. જુઓ પેલી ગુફાનું નામ ‘જીની બ્લૉક્સ’ છે. આ મેદાનમાં ફૂંકાતો શિયાળુ પવન ગુફાઓમાં ઘુમરાઈને ભૂતિયા અવાજો સર્જે છે, એટલે આ ગુફાઓ ‘જીન’ એટલે કે ‘ભૂતની ગુફાઓ’ તરીકે ઓળખાય છે. પેલો દેખાય તે પર્શિયન ટાવર છે. પારસીઓ મૃત્યુ પામે ત્યારે તેમનાં શરીરો ટાવર ઉપર પંખીઓનો ખોરાક બની ઉપયોગી બનવા કુદરતને પાછાં સમર્પિત કરી દેવામાં આવે છે તેવું જ અહીં વસી ગયેલાં લોકો પણ કરતા તેનો આ પુરાવો. જ્યાં જ્યાં માલિકનાં પૂતળાં છે તે બધી ગુફાઓ ઇજિપ્શિયન પ્રકારની ગણાય. પેલી ઊંચી ઊંચી ભેખડો વચ્ચેથી પસાર થતો રસ્તો જુઓ. આ ભેખડો પર છીણી જેવા ઓજારના ઘસરકા છે. જે સાબિત કરે છે કે આ ત્રણ કિલોમીટર લાંબી એ કરાડ કુદરતી નથી, માણસે એને પર્વત કોતરીને બનાવેલી છે!’ | પર્વત જેવડી શિલાઓ વચ્ચેથી પસાર થતા સાંકડા માર્ગ ઉપર પહોંચ્યાં, તે પહેલાં પેલા મેદાનની કોરે ઊભેલાં ખંડિયેરોની ઓળખાણ કરવાની હતી. મોટી મોટી શિલાઓને બહારથી મનગમતા ઘાટ આપીને અંદર ગુફાઓ કોતરવામાં આવેલી હતી. કોઈ ગોળ તો હોઈ ચોરસ, તો કોઈ વળી હોય કુદરતી આકારની, પણ એના પ્રવેશદ્વાર પર વિશિષ્ટ કોતરણી કોતરેલી દેખાય. તલાલને આર્કિયોલૉજી તથા ઇતિહાસ બંનેનું બહોળું જ્ઞાન હતું. જોર્ડનની રાજ્યવ્યવસ્થા, લોકજીવન, રીતરિવાજો, સંસ્કૃતિ, ત્યાંના લોકોમાં પ્રવર્તતો ઇસ્લામ ધર્મ પ્રત્યેનો અભિગમ, ત્યાંની શિક્ષણવ્યવસ્થા, ત્યાંની લગ્નસંસ્થા વગેરે અનેક વિષયો પર તે રોજ વાતો કરતો. તેમાં પણ આ પેટ્રા તો તેનું પ્રિય સ્થાન હતું. અહીંના એકેએક પથ્થર પરની સંજ્ઞાઓ તે ઉકેલી શકતો હતો. વળી આ સ્થાન વિશે વિવિધ દેશોના નિષ્ણાતોના મતમતાંતર વિશે પણ તે જાણતો હતો અને તેમાં કયો મત સૌથી સાચો હોઈ શકે અથવા બધા જ મતોનું ખંડન કરીને ખરેખર હકીકત શી હોઈ શકે તેનો પોતીકો વિચાર તે કારણો સહિત સાબિત કરી શકતો. કહેતો હતો કે તે આ વિષય ઉપર અંગ્રેજીમાં એક પુસ્તક લખી રહ્યો છે. અને પુસ્તક પ્રગટ થયે એક પ્રત અમને ચોક્કસ મોકલવાનો છે. તેણે કહેલી હકીકતો રસપ્રદ હતી. ગુફાઓ પરની સંજ્ઞાઓ પરથી તથા એ ગુફાઓના આકાર પરથી વિવિધ સમય તથા તેના રચયિતાઓ વિશે જાણી શકાતું હતું. કેટલીક ગુફાઓ ગ્રીક અસર તળે બંધાયેલી તો કેટલીક મેસોપોટેમિયન, ઇજિપ્શિયન, સિરિયન કે એસ્સિરિયન બાંધણી દર્શાવતી હતી. જુઓ આ ગુફા પર સર્પનું નિશાન છે અને પેલી ઉપર ગરુડ પંખીનું. બાકીની ગુફાઓ કરતાં જુદી એવી તે બંને ગુફાઓ આખાય પેટ્રામાં એક-એક જ છે. એ ચિહ્નો ઇજિપ્તનાં છે. જુઓ પેલી ગુફાનું નામ ‘જીની બ્લૉક્સ’ છે. આ મેદાનમાં ફૂંકાતો શિયાળુ પવન ગુફાઓમાં ઘુમરાઈને ભૂતિયા અવાજો સર્જે છે, એટલે આ ગુફાઓ ‘જીન’ એટલે કે ‘ભૂતની ગુફાઓ’ તરીકે ઓળખાય છે. પેલો દેખાય તે પર્શિયન ટાવર છે. પારસીઓ મૃત્યુ પામે ત્યારે તેમનાં શરીરો ટાવર ઉપર પંખીઓનો ખોરાક બની ઉપયોગી બનવા કુદરતને પાછાં સમર્પિત કરી દેવામાં આવે છે તેવું જ અહીં વસી ગયેલાં લોકો પણ કરતા તેનો આ પુરાવો. જ્યાં જ્યાં માલિકનાં પૂતળાં છે તે બધી ગુફાઓ ઇજિપ્શિયન પ્રકારની ગણાય. પેલી ઊંચી ઊંચી ભેખડો વચ્ચેથી પસાર થતો રસ્તો જુઓ. આ ભેખડો પર છીણી જેવા ઓજારના ઘસરકા છે. જે સાબિત કરે છે કે આ ત્રણ કિલોમીટર લાંબી એ કરાડ કુદરતી નથી, માણસે એને પર્વત કોતરીને બનાવેલી છે!’ | ||