સંચયન-૬૩: Difference between revisions

Jump to navigation Jump to search
()
()
Line 113: Line 113:
[[File:Sanchayan 63 Image 2.jpg|left|275px|thumb|<center>'''બીનોદ બિહારી મુખર્જી, વૃક્ષપ્રેમી, ૧૯૩૨, ટેમ્પેરા ઓન પેપર'''</center>]]
[[File:Sanchayan 63 Image 2.jpg|left|275px|thumb|<center>'''બીનોદ બિહારી મુખર્જી, વૃક્ષપ્રેમી, ૧૯૩૨, ટેમ્પેરા ઓન પેપર'''</center>]]

{{right|{{color|#003399|“હું વૃક્ષવાદી છું”}} }}<br>
<big>{{right|{{color|#003399|''' “હું વૃક્ષવાદી છું” '''}} }}</big><br>
{{right|{{Color|RoyalBlue|ꕥ મણિલાલ હ. પટેલ ꕥ}} }}<br>
<big>{{right|{{Color|RoyalBlue|ꕥ મણિલાલ હ. પટેલ ꕥ}} }}</big><br>
{{rule|width=15em|height=1em|align=right|style=background-color:#eda475;color:inherit;border:0px solid black;}}
{{right|''<poem>‘બ્હારથી એ દમામ કે પાસ આવવા ન દે,
{{right|''<poem>‘બ્હારથી એ દમામ કે પાસ આવવા ન દે,
અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે.’
અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે.’
Line 124: Line 125:
હું કશીય સગવડ વગરના તળગામમાં મોટો થયો છું. જીવવા માટેય ત્યારે તો બહુ અગવડો હતી પણ એવા અનુભવો-અગવડોએ મારું ઘડતર કરીને મને વૃક્ષવાદી બનાવ્યો છે! બાળપણમાં જે કૈંક ખાવાપીવાનું ઘરમાં ન્હોતું મળતું તે વૃક્ષો વનરાજી નદી સરોવર પ્હાડોએ અને ખેતર-સીમ-વગડાએ આપેલું-એટલે આજે પણ હું વૃક્ષો પાસે વધુ જાઉં છું- મંદિરો મારી આસ્થાનો વિષય નથી. ઘરમાં બાપુજી- (અમે કાકા કહેતાં)-નાહી ધોઈને, ગોખલામાં મૂકેલી છબીઓમાં ફોટારૂપે બિરાજમાન દેવીદેવતા સમક્ષ ઘીનો દીવો કરી સીમ વગડે ચાલ્યા જતા! અમે તો માટી અને મેઘમાં માનનારા પૂર્વજોનાં પ્રકૃતિવાદી સંતાનો છીએ...! પ્રકૃતિએ જ અમને પાળ્યાં પોષ્યાં છે.

મારા ગામપાદરે એક જર્જરીત શિવાલય પડવાને વાંકે એમ જ ઊભેલું હતું- જે હવે અેક નાનકડી દેરી બનીને રહી ગયું છે. હવે તો અપૂજ બનીને ઝાંખરામાં ઢંકાઈ ગયું છે - ત્યારે પણ ત્યાં આરતી કરનારું કોઈ ન્હોતું. અમે તો પાદરના વિશાળ વડદાદા તથા લીમડાઓની વચ્ચે એમની સંગે રમતા રહેતા. અમને કદીય ભગવાનની જરૂર પડી ન્હોતી. આજે પણ નથી પડી! કેમકે એ તો ચોપાસ પ્રકૃતિરૂપે હાજરાહજૂર છે. અમને આંબા આંબલી રાયણ-મહુડાએ ગોદ લીધેલા હતા. અમને પ્રકૃતિનાં રહસ્યો ગમે છે, અમે મુગ્ધતાથી વનોવૃક્ષો તથા મોલભરેલાં ખેતરોને જોયા કરીએ છીએ –હજી એમનો એ ખોળો જ શ્રદ્ધા અને આશા પ્રેરતો ને વ્હાલ કરતો લાગે છે. ફૂલોફળોથી લચી પડતાં છોડ તથા વૃક્ષો અને કંટીઓ, ડૂંડા, કણસલાંથી શોભતાં –વ્હાલથી બોલાવતાં ખેતરો જ મારે મન ઈશ્વરની દેણ છે. એ છાનોમાનો આપ્યા જ કરે છે. કેમકે એ મહેનતની કદર કરી જાણે છે. ઘરેથી રિસાઈને આખો દિવસ રાયણવૃક્ષોની ઘટામાં બેસી રહેતા ને રાયણ ખાઈને ભૂખ ઓછી કરતા. પ્રકૃતિની એ કૃપા આજેય છે ને અજેય પણ છે- આ વલણ સહજ છે. એને રહસ્ય પણ કહી શકો. માનવ અને પ્રકૃતિની આ ચેતનાને ચાહીચાહીને સમજવાની છે.
મારા ગામપાદરે એક જર્જરીત શિવાલય પડવાને વાંકે એમ જ ઊભેલું હતું- જે હવે એક નાનકડી દેરી બનીને રહી ગયું છે. હવે તો અપૂજ બનીને ઝાંખરામાં ઢંકાઈ ગયું છે - ત્યારે પણ ત્યાં આરતી કરનારું કોઈ ન્હોતું. અમે તો પાદરના વિશાળ વડદાદા તથા લીમડાઓની વચ્ચે એમની સંગે રમતા રહેતા. અમને કદીય ભગવાનની જરૂર પડી ન્હોતી. આજે પણ નથી પડી! કેમકે એ તો ચોપાસ પ્રકૃતિરૂપે હાજરાહજૂર છે. અમને આંબા આંબલી રાયણ-મહુડાએ ગોદ લીધેલા હતા. અમને પ્રકૃતિનાં રહસ્યો ગમે છે, અમે મુગ્ધતાથી વનોવૃક્ષો તથા મોલભરેલાં ખેતરોને જોયા કરીએ છીએ –હજી એમનો એ ખોળો જ શ્રદ્ધા અને આશા પ્રેરતો ને વ્હાલ કરતો લાગે છે. ફૂલોફળોથી લચી પડતાં છોડ તથા વૃક્ષો અને કંટીઓ, ડૂંડા, કણસલાંથી શોભતાં –વ્હાલથી બોલાવતાં ખેતરો જ મારે મન ઈશ્વરની દેણ છે. એ છાનોમાનો આપ્યા જ કરે છે. કેમકે એ મહેનતની કદર કરી જાણે છે. ઘરેથી રિસાઈને આખો દિવસ રાયણવૃક્ષોની ઘટામાં બેસી રહેતા ને રાયણ ખાઈને ભૂખ ઓછી કરતા. પ્રકૃતિની એ કૃપા આજેય છે ને અજેય પણ છે- આ વલણ સહજ છે. એને રહસ્ય પણ કહી શકો. માનવ અને પ્રકૃતિની આ ચેતનાને ચાહીચાહીને સમજવાની છે.

અમારાં એ ગામડાંનાં લોકો ખેતરોમાં-ઝાડવામાં જીવન પૂર્ણ કરી દેતાં. એમણે કદી ફરિયાદ ન્હોતી કરી - અભાવોની ફરિયાદ. અન્નને દેવ માનનારાં એ લોકો પશુપંખી સાથે પણ વ્હેંચીને ખાતાં; લાલસા નહિવત્ હતી. ઘડતરના એવા દિવસો હવે નવી પેઢીઓને મળતા નથી - પીડાઓ એની જ છે.

Navigation menu