સંચયન-૬૩: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 742: Line 742:
‘કહું?’
‘કહું?’
‘કહો.’
‘કહો.’
‘કંઈ નથી.
‘કંઈ નથી.’dhr
‘કંઈ નથી જુઓ આ શું છે?’ મેં એની હથેલીમાં છીપ જોઈ... ખાલી છીપ... મેં કહ્યું: ‘બચુ, આ તો ખાલી છીપ છે!’
‘કંઈ નથી જુઓ આ શું છે?’ મેં એની હથેલીમાં છીપ જોઈ... ખાલી છીપ... મેં કહ્યું: ‘બચુ, આ તો ખાલી છીપ છે!’
‘ખોટી વાત... છીપ ખાલી ન હોય...!’
‘ખોટી વાત... છીપ ખાલી ન હોય...!’
Line 748: Line 748:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|(નિરીક્ષક: ૬–૧૨–૧૯૭૦)}}
{{right|(નિરીક્ષક: ૬–૧૨–૧૯૭૦)}}
== ॥ વિવેચન ॥ ==
<big><big>{{right|{{color|#003399|''' ગીતમાં લયવિધાન '''}} }}</big></big><br>
<big>{{right|{{Color|RoyalBlue|ꕥ લાભશંકર પુરોહિત ꕥ}} }}</big><br>
{{rule|width=15em|height=1em|align=right|style=background-color:#eda475;color:inherit;border:0px solid black;}}
{{Poem2Open}}
‘લય’ જેવી સંગીતકળાની પારિભાષિક સંજ્ઞાને આપણે જ્યારે કાવ્યચર્ચાને અનુષંગે પ્રયોજીએ ત્યારે એના વિભાવસંકેતોની ચોકસાઈ હોવી ઘટે. સમવિષમ તમામ ઘટકોનો ઉપચયાત્મક સંવાદ, એવો યૌગિક અર્થ સંસ્કૃત ‘લય’ સંજ્ઞામાં નિહિત (यास्मिन् लीनो भवेत्तदुभयं लय इति व्यवरहन्ति) અંગ્રેજી ‘રીધમ’ સંજ્ઞાના પર્યાય તરીકે એને પ્રયોજવાનું બનતાં અંગ્રેજી સંકેતો પણ એમાં ઉમેરાયા. હવે બન્યું એવું કે, ‘rhythm’નો ‘નિયમિત ધબકાર’ (beat) – એ અર્થ વધારે ચલણી બન્યો જ્યારે ‘આંદોલ’, ‘સંચરણ’(movement) – એ સંકેત પાછળ રહી ગયો. આવું બનવામાં સંગીત અને કવિતા– બંનેમાં સમાનપણે પ્રવર્તતા તાલના અનુશાસનનો પ્રભાવ કારણરૂપ હોઈ શકે. હકીકતે તો શબ્દની કળામાં પ્રવર્તતા વાગ્લયની ઘટનામાં, ઉક્તિમાં વરતાતા ધ્વનિથડકાર લયઅંતર્ગત પ્રાથમિક દ્રવ્ય છે. આવા થડકાર અને વિરામની પ્રવાહિતાથી નીપજતાં ગત્યાત્મક આંદોલનમાં લયનું સાચું સ્વરૂપ છે.
શબ્દને ઉપાદન વા ઉદ્દિષ્ટ લેખે સ્વીકારતી કાવ્યકળામાં લયનિબંધનનાં વિવિધ સ્તરો-કક્ષાઓ પ્રતીત થતાં હોય છે. સૌંદર્યવિષયક વિભાવ તરીકે લયનાં સર્વસાધારણ ઘટકોની વાણીગત ઉપસ્થિતિ એ કાવ્યલયની પ્રાથમિક શરત છે. ગદ્ય અને છાંદસ વાણીમાં પ્રતીત થતા વાગ્લયને મુકાબલે ગીતમાં લયપ્રવર્તનનું સ્વરૂપ થોડુંક વિલક્ષણ અને નિરાળું હોય છે. લયની અનુનેયતા (flexibility),ગતિશીલતા અને સેન્દ્રિયતાનો પરિચય આપણને ગીતમાં પ્રયોજાતો લય સંપડાવી રહે છે.
ગીતમાં લયનો વિભાવ અત્યંત સંકુલ, સર્વતઃ સ્પર્શી અને બહુપરિમાણીય સત્તા ધરાવતો હોય છે. ગીતને સાદ્યન્તપણે સંચારિત કરનારું અને વાણીગત દ્રવ્યને સૌંદર્યરસિત કરનારું મહત્ત્વનું ઘટક છે આ લય. પણ લય કેવળ છાંદસ સંધિએકમોની મિલાવટનો જ મામલો નથી કેમ કે એનો રસાત્મક પુદ્ગલ જેમાંથી બંધાતો હોય છે તે શબ્દ ‘અવાજ’ અને ‘અર્થ’ની સૌંદર્યસંપૃક્ત પદઘટના છે. એટલે એમાં પ્રત્યક્ષ મૂતર્તાની કક્ષાએ ધ્રુવપદ/અંતરાની આંતરુક્તિ, યમકાદિ પ્રાસ ને અર્થશૂન્ય પૂરકો (suppliments)થી નિયંત્રિત થતા પંક્તિબંધોને સમાવતા અને માત્રિક સંધિએકમોના અંતરાલમાં સંગીતસંધિઓના મેળવણથી રસાયેલા પદ્યબંધોની બાહ્ય આકૃતિ તરત નજરે-કાને ચડતી ચીજ છે; તો ગીતના કેન્દ્રીય ભાવને રચનાના સાદ્યંતપટમાં વિલસાવવાની નોખનોખી તરેહો, ચરણોના પારસ્પરિક અન્વયમાંથી બંધાતા પાસાદાર અર્થસ્ફટિકો અને સમગ્ર નિબંધનમાંથી ઊપસતા ભાવવિવર્તોની ધ્વનનપ્રતીતિ રચનાના આંતરલયની અમૂર્તતાનો અણસાર આપે છે. ઊર્મિના સરલતરલ સંવેદનમાંથી ઉ્દભવેલું ગીત આજે માનવીય સંવેદનાના સૂક્ષ્મ-સંકુલ અનેકાનેક ભાવપ્રદેશોને વ્યક્ત કરવામાં સમર્થ નીવડ્યું છે. એમાં લયની પ્રાણપ્રદતા મહત્ત્વની રહી છે. કહો કે, લય ગીતની સમગ્ર કાવ્યચેતનાનું મૂલધારકચક્ર છે. ગીતની કવિતાકોટીમાં રચનાગત લયપ્રવર્તન ‘અવાજ’ (Sound) અને ‘અર્થ’ (meaning) – ‘ભાષા’ અને ‘ભાવ’ની દ્વિ-સ્તરીય ભૂમિકા સંપૃક્તપણે સંચરણશીલ રહે છે. શ્રુતિ અને શ્રુતિખંડકોના કાલમાન પર આધારિત આરોહ-અવરોહનાં ધ્વનિકંપનો તથા સ્વર-વ્યંજનોની અન્વિતિમાંથી ઊઠતાં નાદસંચલનોની જુગલબંદી નાદાત્મક-અવાજ-ની લયસંસૃષ્ટિ નિષ્પન્ન કરે છે; તો ગીતની નાદાત્મક સપાટી તળે આંતરસ્તરે સ્ફુટ-અસ્ફુટપણે વહેતો ‘અર્થ’ ભાવનિબંધનની વિવિધ રચનાતરેહો દ્વારા જ્યાં વ્યંજનાપ્રતીતિ પામતો હોય છે ત્યાં અર્થાત્મક-ભાવ-ની લ્યસંસિદ્ધિ પ્રકાશિત થતી હોય છે. ધ્રુવપદમાં સૂત્રરૂપે રહેલું ભાવબિંદુ અંતરાઓમાં તરંગાયિત થઈને ભાવશબલતા પામતું પામતું વિસ્તરતું જાય અને ધ્રુવપદનાં આવર્તનો એને ઘૂંટતાં જાય એવી ધ્રુવપદ/અંતરાની અતિપ્રચલિત તરેહનાં અનેક ઉદાહરણો મળી રહેશે. ન્હાનાલાલનું ‘ફૂલડાંકટોરી’, વેણીભાઈ પુરોહિતનું ‘ઊનાં રે પાણીનાં...’ રમેશ પારેખનું ‘તારો મેવાડ મીરાં છોડશે’, વિનોદ જોશીનું ‘ઝાલર વાગે જૂઠડી’ – તરત કલમે ચડતાં દૃષ્ટાંતો છે. ટૂંકા ધ્રુવપદથી અન્વિત થતી પંક્તિમાલા કે ચરણયુગ્મોમાં વ્યંજક પુદ્ગલોની વિવર્તયુતિઓ આકારાતી જાય એવી તરેહ પણ જાણીતી છે. દયારામનું ‘બિહારીલાલ’, સુન્દરમ્ નું ‘કોણ’, ન્હાનાલાલનું ‘હરિ આવો ને’, બાલમુકુન્દ દવેનું ‘શ્રાવણ નીતર્યો’માં એની સાહેદી મળી રહેશે. સામસામે તોળાતાં ભાવબિંબોનાં દ્વંદ્વથી ગ્રથિત તરેહ દયારામના ‘લોચન-મનનો ઝઘડો’માં, તો ભાવ-યમકની આંતરસંકલનાની સાવ નવી તરેહ જયેન્દ્ર શેખડીવાળાની ‘કોણ’ ભલે સંલક્ષ્યક્રમવ્યંગ્ય પ્રકારે હોય; પણ ‘અર્થ’ લયનો જે અનુભવ ભાવક તરીકે આપણને સાંપડતો હોય છે તે તો ભાવનપ્રક્રિયાના સંલક્ષ્યક્રમવ્યંગ્ય સ્તરે જ સંભવી શકે; કહો કે ભાવબોધના ક્રમ-ઉપક્રમની સંલક્ષ્યતાની પ્રક્રિયા એ જ એના અંતરલયના ઉઘાડની અવસ્થા હોય છે; ભાવક્રમની સંલક્ષ્યતા ઊકલતી થાય એ જ લય પ્રતીતિ રસવ્યાપાર નીવડે.
{{Poem2Close}}
{{right|'''(ફલશ્રુતિ,૧૯૯૯)'''}}<br>
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<big><big>{{right|{{color|#003399|''' સર્જકની નજરે સર્જકો '''}} }}</big></big><br>
<big>{{right|{{Color|RoyalBlue|ꕥ ચુનીલાલ મડિયા ꕥ}} }}</big><br>
{{rule|width=15em|height=1em|align=right|style=background-color:#eda475;color:inherit;border:0px solid black;}}
{{Poem2Open}}
એક કલાકૃતિ વિષે કલાકાર પોતે શું કહે છે એ જાણવું રસપ્રદ થઈ પડે છે. એક સર્જક વિષે બીજા સર્જકનો અભિપ્રાય રસશાસ્ત્રીઓના અભિપ્રાય કરતાં વધારે મહત્ત્વનો બની રહે છે. અગાઉ ફૅબર પ્રકાશકોએ ‘કવિઓ વિષે કવિતાઓ’ નામની પુસ્તકશ્રેણી પ્રગટ કરેલી, એ પણ આ પ્રકારના એક વિશિષ્ટ રસાસ્વાદનો જ પ્રયોગ હતો. આપણે ત્યાં ‘દર્શક’કૃત ‘વાગીશ્વરીનાં કર્ણફૂલો’ પણ સર્જકતા વિશેનું એક સર્જકનું દૃષ્ટિબિંદુ સમજવામાં સહાયભૂત થાય એવો વિવેચનગ્રંથ છે.
દર્શકે આ ગ્રંથમાં ટૉલ્સ્ટોયથી વિભૂતિભૂષણ બંદોપાધ્યાય સુધીના નવ નવલકથાકારોની કૃતિઓનું સૌન્દર્યદર્શન કરાવ્યું છે. એમાં ‘ઘરે બાહિરે’થી માંડીને ‘ડૉ. ઝિવાગો’ જેવી ભિન્નભિન્ન ભૂમિ અને તાસીરની કથાઓનો સમાવેશ થાય છે. ‘મીરાંની સાધના’ નામક અધ્યયન એ કવયિત્રીના જીવન અને કવનને નવીન નજરે મૂલવવા મથે છે. આ ઉપરાંત ‘સાહિત્યકારની સાધના’, ‘સર્જનમાં સાવચેતી’ અને ‘સ્વાંતઃસુખાય’ એ ત્રણ લેખોમાં લેખકે પોતાની સર્જનપ્રવૃત્તિ અને અેનાં ચાલકબળોની ચર્ચાવિચારણા કરી છે.
‘શિક્ષણ અને રચનાકાર્યમાં પડ્યો હોવા છતાં સાહિત્ય એ મારા હૃદયના આનંદની વસ્તુ રહી છે,’ એમ આરંભમાં જ કબૂલનાર લેખકે અહીં જે જે કૃતિઓ હૃદયનો આનંદ વ્યક્ત કરવા માટે પસંદ કરી છે તે તે કૃતિઓ એના પ્રકારોમાં શિરટોચે સ્થાન પામેલી છે. એ દૃષ્ટિએ એમની એ પસંદગી પોતે જ એક પ્રશિષ્ટપૂજક ઉન્નતભ્રૂ ને દુરારાધ્ય રસવૃત્તિની શાખ પૂરી રહે છે.
તો, બીજી દૃષ્ટિએ જોતાં અહીં પસંદગી પામેલી કૃતિઓ અને અહીં ગેરહાજર જણાતી અન્ય રચનાઓ ઉપરથી વિવેચકના ગમા-અણગમા, આગ્રહો અને અભિગમોનો પણ અંદાજ બાંધી શકાય એમ છે. દાખલા તરીકે આરંભિક અધ્યયન ‘યુદ્ધમાંથી શાંતિ’ના આરંભમાં જ શ્રી દર્શક કલા અંગેનું પોતાનું એક વલણ સોઈ ઝાટકીને જણાવી દે છેઃ ‘આનંદ પણ આનંદ ખાતર નથી પણ મંગળના અનુભવ માટે છે. તો કલાએ પણ તે જ કર્તવ્ય અદા કરવાનું છે.’
શ્રી દર્શક પોતે ટૉલ્સ્ટોયને આ રીતે મૂલવવા મથે છેઃ
‘ટૉલ્સ્ટોયને મન કલા એ માત્ર મોજનો વિષય નથી; તે ચિત્તને વ્યાપક કરવા સારુ ચિત્ર શુદ્ધ કરે તેવી અપેક્ષા છે. સાચી કલા સત્યને કે વાસ્તવને છેહ દીધા વિના ચાલે છે. રસશુદ્ધિની જોડાજોડ રસતૃપ્તિ કરી જ શકે છે.’
‘યુદ્ધ અને શાંતિનો’નો કથાવિકાસ, પાત્રવિકાસ ને તેનું પર્યવસાન જોતાં એવા અનુમાન પર આવવું પડે તેમ છે કે કલા અને નીતિને અનિવાર્ય સંબંધ હોવો જોઈએ. કલા ભલે કલાની રીતે તે સંબંધની અભવ્યક્તિ કરે, તે આંડબરી તટસ્થતા ધારણ ન કરી શકે... આખરે નૈતિક સમસ્યાઓની ખોજ દ્વારા જ માનવસમાજનાં ધોરણ, પોષણ ને સત્યની સંશુદ્ધિ થયા છે.
બીજે એક સ્થળે લેખક કહે છેઃ
‘દરેક મહાન કલા એના પૂર્ણ સ્વરૂપને ત્યારે જ પામે છે, જ્યારે એ વ્યષ્ટિની કથાને સમષ્ટિનાં સુખદુઃખોનું વાહન બનાવે છે.’
‘સાહિત્યકારની સાધના’માં શ્રી, દર્શક એક અભિપ્રાય દર્શાવે છેઃ ‘...માનવીના ચિત્તને વ્યાપક કરવું, અભેદનો અનુભવ કરાવવો તે જ સાહિત્યકારનું ઇતિકર્તવ્ય છે. જેનું લખાણ ચિત્તને સંકુચિત કરે, મલિન કરે, અહંબુદ્ધિ ને ભેદને જન્માવે કે પોષે તેનું લખાણ ગમે તેવું જોરદાર હોય, ગમે તેવી તેની પદવિન્યાસચાતુરી હોય તો પણ તેને મનીષી નહિ કહેવાય...’
આટલાં અવતરણો પરથી લેખકનું કલા અને સૌન્દર્ય અંગેનું વલણ જાણી શકાય છે. આરંભમાં એમણે ‘મંગલ’ની વાત કરી છે એથી કોઈ વાચકને ગેરસમજ થવાનો પણ ભય છે. શ્રી દર્શક ‘શુભ’ના પુરસ્કર્તા છે. છતાં ‘મંગલ’ની વાત કરીએ તેઓ આજકાલ બજારુ થઈ પડેલા ‘માંગલ્ય’ની માગણી કરનારાઓમાંના એક નથી જ.
એમની સૌન્દર્યદૃષ્ટિ સાફ છે અને પારગામી છે, નહિતર ‘યુદ્ધ અને શાંતિ’ કે ‘ઘરે બાહિરે’ જેવી નવલકથાઓનાં સૌન્દર્યબિંદુઓને તેઓ પામી જ ન શકત. પણ એ અને અન્ય સમર્થ નવલકથાઓનું કલાસામર્થ્ય તેઓ નિરૂપી શક્યા છે એ જ બતાવે છે કે કલા અને નીતિ બાબતમાં પણ તેઓ ધોકાપંથી નથી. પોતે શિક્ષક છે અને એ પ્રવૃત્તિમાં સમાજસુધારક કે સેવકની કામગીરી આપોઆપ જ એમને ભાગે આવે છે, છતાં તેઓ સાહિત્ય કે કલા પાસેથી સસ્તી સુધારકશાઈ કામગીરી લેવામાં માનતા નથી. વ્યવસાયી Do gooder જેવા બનવાનું એમના સ્વભાવમાં જ નથી. શ્રી ‘દર્શક’ની પોતાની નવલકથાઓ વાંચનાર સાખ પૂરી શકશે કે આ લેખક સાહિત્યસર્જનમાં નીતિના ડોળઘાલુ કે મરજાદી કે ચોખલિયા નથી. ‘દીપનિર્વાણ’ કે ‘ઝેર તો પીધાં છે...’નાં ઘણાંયે પ્રકરણો ને ખંડો કહી આપે છે કે લેખકને શુદ્ધ સૌન્દર્યથી ઓછું કશુંય સંતોષી શકે એમ નથી.
કલા કનેથી આ લેખક તેઓ સસ્તી પાદરીશાઈ કામગીરી લેવામાં માનતા જ નથી. અને છતાં ‘વાગીશ્વરીનાં કર્ણફૂલો’માં વિશ્વસાહિત્યની કેટલીક પ્રશિષ્ટ કૃતિઓનો રસાસ્વાદ કરાવતી વેળા એમને કેટલાંક વળગણો નડતાં હોય એમ વાચકને લાગ્યા વિના રહેતું નથી.
શ્રી દર્શક પોતે ગાંધીયુગની નીપજ છે. આશ્રમજીવન, જેલજીવન આદિનો એમને પ્રત્યક્ષ પરિચય છે. ગાંધીવાદી વિચારધારા ઉપર એમણે ભાષ્યો પણ લખ્યાં છે, એની મૂલવણી કરી જોઈ છે. છતાં તેઓ મૂઢમતિ કે વેદિયા ગાંધીવાદી નથી. એવું હોત તો લેજરક્વિસ્ટકૃત ડેલ્ફીની દેવદર્શિનીની કથાને તેઓ સ્પર્શ પણ ન કરત. અથવા ‘ગુજરાતનો નાથ’ કે ‘માનવીની ભવાઈ’માંના શૃંગારભરપૂર, લગ્નબાહ્ય મિલનપ્રસંગોને ઝાડી નાખત. એવું કશું કરવાને બદલે એ નવલકથાઓનાં એમણે ભરપેટ વખાણ કર્યાં છે, એ જ બતાવે છે કે એમની સૌન્દર્યદૃષ્ટિને સુધારકદૃષ્ટિનાં કે પાદરીવેડાનાં પડળ બાઝી શક્યાં નથી. એવું હોત તો, ‘ઘરે બાહિરે’માંના સંદીપ-વિમલાના નાજુક મિલનપ્રસંગોને એમણે આડો વહેવાર, અનાચાર, ભ્રષ્ટાચાર, વ્યભિચાર આદિ નામો વડે નવાજ્યા હોત. પણ એમ કરવાને બદલે તેઓ એક સમાનધર્મી સર્જકની જ હેસિયતથી સંદીપ અને વિમલાના એ પતનને સહાનુકમ્પાથી અવલોકી શકે છે એ પણ એમની શુદ્ધ કલાદૃષ્ટિની સાહેદી જ ગણાય.
અને છતાં આ પુસ્તકમાં વારેવારે ચિત્તની સંશુદ્ધિ, ચિત્તની વ્યાપકતા, રસશુદ્ધિ વગેરેની વાત આવ્યા જ કરે છે એ શાથી ભલા?
એક ખુલાસો કલ્પી શકાય. લેખક પોતે આજન્મ શિક્ષક છે, આચાર્ય છે. સમાજ સુધારક બન્યા, સુધારક બન્યા વિના પણ, અજ્ઞાતપણે તેઓ જીવનસુધારણા, સમાજસુધારણા માટે મથતા જ હોય. એ એમના વ્યવસાયની જોડે અભિન્નપણે જોડાયેલી સ્વાભાવિક કામગીરી છે. સંભવ છે એમણે કરેલી કલાકૃતિઓના રસાસ્વાદમાં એ ‘શુભંકર’ દૃષ્ટિબિંદુ અસંપ્રજ્ઞાતપણે કામ કરતું જ હોય. અથવા કદાચ એમ પણ બન્યું હોય કે એ શુભલક્ષી, મંગલલક્ષી દૃષ્ટિએ જ એમણે આ પ્રશિષ્ટ સાહિત્યકૃતિઓ અધ્યયન અને આસ્વાદ માટે પસંદ કરી હોય.
જો એમ જ હોય તો, શ્રી ‘દર્શક’ની કલાદૃષ્ટિનો હજી વધારે પરચો પામવા માટે એમને એક પડકાર આપવો જોઈએ.
આ ગ્રંથમાં એમણે વાગીશ્વરીનાં જે કર્ણફૂલો પસંદ કર્યાં છે એમાં સૌન્દર્ય બેશક ઘણું છે, પણ એ મહદઅંશે એકાંગી છે. કલામાં તો કૃત્સિતતાનું પણ સૌન્દર્ય હોઈ શકે. એવાં કર્ણફૂલો લેખકે બહુ પસંદ કર્યાં નથી.
તેથી જ એમની કલાદૃષ્ટિને હજી વધારે નાણવા માટે આ પડકારનું કરવાનું મન થાય છેઃ જેમ્સ જૉઈસકૃત ‘યુલિસિસ’ને તે આન્દ્ર જિદકૃત ‘કાઉન્ટરફિટર્સ’ કે ‘લેડી ચે.’ નહિ તોયે હેન્રી મિલરકૃત ‘ટ્રોપિક ઑફ કૅન્સર’ (પ્રતિબંધ ઉવેખીને વાંચી શકાય તો જ!) જેવી નવલકથાઓની દેખીતી અસુંદરતામાંથી સુંદરતા સારવી આપો તો તમને રંગ ભણીએ.
ફ્રાન્સ કાફકાને ખાસ્સા એક યુગ જેટલો ઉવેખીને, દુર્બોધતાની અને અનીતિમયતાની ગાળો ભાંડીભાંડીને છેક હવે જ વિવેચકોએ કાનબૂટ પકડી છે કે કાફકા અત્યંત નીતિમય નવલકથાકાર હતો, ઈસુપરાયણ હતો. પાપભીરુ હતો. એની ‘ધ કૅસલ’ કે ‘ધ ટ્રાયલ’ જેવી નવલકથાઓ કે ‘ધ મેટેમોર્ફોસિસ’ જેવી વાર્તાઓને આપણા લેખક કઈ રીતે આસ્વાદે છે એ જાણવું પણ બહુ રસપ્રદ થઈ પડશે.
દેવી વાગીશ્વરીનાં કર્ણફૂલોમાં તો ‘વૉર ઍન્ડ પીસ’ કે ‘સરસ્વતીચન્દ્ર’ જેવી મહાનવલોની જોડાજોડ જ, દુનિયાદારીએ જેને અનીતિમય આલેખન કહેલુ એ ‘માદામ બોવારી’નું પણ માનભર્યું સ્થાન છે જ. તેથી જ, ફ્લૉબેર અને પ્રુસ્ત જેવા નવલકથાકારોની કૃતિઓની ખામી-ખૂબીઓ સમજાવવાનું, ભલે જરા અવિનય લાગે તો પણ, શ્રી દર્શકને આહ્વાન આપવાનું મન થાય છે.
{{Poem2Close}}
{{right|‘કથાલોક'માંથી}}
17,478

edits

Navigation menu