17,546
edits
(+1) |
No edit summary |
||
Line 29: | Line 29: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જીવનનો ઉત્તરકાળ જેમણે ઈટાલીમાં વિતાવ્યો એવા પ્રધુમ્ન તન્નાનું આ વર્ષાગીત છે. વાદળીઓ માથે થઈને સરતી જાય છે. ‘સરતી’, ‘તરતી’, અને ‘લળૂંબ ઝળૂંબ લળૂંબ ઝળૂંબ’ શબ્દપ્રયોગો જુઓ. આ ફોટોગ્રાફી નથી, વીડિયોગ્રાફી છે. પ્રથમ ત્રણ પંક્તિ પર ‘ળ’કારનાં છ છાંટણાં કરી, કવિએ જળ વહેવાનો સ્વર જાણે ઝીલ્યો છે. ‘તળે, વચવચાળે, માથે’—કવિએ સાવનઘટાનું પગથી માથા સુધીનું ચિત્ર દોર્યું છે. ‘તરલ’ યાને ચંચળ ઉપર સરે વાદળી, નીચે તરે છાયા, તેજના ચટાપટા ચીતરાતા જાય. | જીવનનો ઉત્તરકાળ જેમણે ઈટાલીમાં વિતાવ્યો એવા પ્રધુમ્ન તન્નાનું આ વર્ષાગીત છે. વાદળીઓ માથે થઈને સરતી જાય છે. ‘સરતી’, ‘તરતી’, અને ‘લળૂંબ ઝળૂંબ લળૂંબ ઝળૂંબ’ શબ્દપ્રયોગો જુઓ. આ ફોટોગ્રાફી નથી, વીડિયોગ્રાફી છે. પ્રથમ ત્રણ પંક્તિ પર ‘ળ’કારનાં છ છાંટણાં કરી, કવિએ જળ વહેવાનો સ્વર જાણે ઝીલ્યો છે. ‘તળે, વચવચાળે, માથે’—કવિએ સાવનઘટાનું પગથી માથા સુધીનું ચિત્ર દોર્યું છે. ‘તરલ’ યાને ચંચળ ઉપર સરે વાદળી, નીચે તરે છાયા, તેજના ચટાપટા ચીતરાતા જાય. | ||
વાદળીની જોડજોડે ઊડતા બગલાઓનું લઘુચિત્ર (મિનિએચર પેઇન્ટિંગ) તમે જોયું હશે. બગલાની ચાંચ ટકરાવાથી મોતીની માળ તૂટે અને લળખ લળખ થતાં બુંદ ઝરે. કૂવા-કાંઠે શેનો કલરવ છે? પનિહારીનો? કે વાતે ચડેલા પાણીનો? કવિ કહેતા નથી, જળને બોલવા દે છે. જળ બેડાં પર ચડ્યાં છે અને વાતેય ચડ્યાં છે. ‘જાંબુલ’ એટલે જાંબલી અથવા તો જાંબુનું. કવિ ભાવકની પંચેન્દ્રિયને પંચામૃત ચખાડે | વાદળીની જોડજોડે ઊડતા બગલાઓનું લઘુચિત્ર (મિનિએચર પેઇન્ટિંગ) તમે જોયું હશે. બગલાની ચાંચ ટકરાવાથી મોતીની માળ તૂટે અને લળખ લળખ થતાં બુંદ ઝરે. કૂવા-કાંઠે શેનો કલરવ છે? પનિહારીનો? કે વાતે ચડેલા પાણીનો? કવિ કહેતા નથી, જળને બોલવા દે છે. જળ બેડાં પર ચડ્યાં છે અને વાતેય ચડ્યાં છે. ‘જાંબુલ’ એટલે જાંબલી અથવા તો જાંબુનું. કવિ ભાવકની પંચેન્દ્રિયને પંચામૃત ચખાડે છે—‘જાંબલી’ (દૃષ્ટિ), ‘જાંબુ’ (સ્વાદ), ‘પવન’ (ગંધ), ‘ભીનાં’ (સ્પર્શ) અને, ‘ઝીણા સૂર’ (શ્રુતિ) કાવ્ય સૌ ઇન્દ્રિયોથી માણી શકાય તેવું—સેન્સુયસ બને છે. | ||
છેક છેલ્લા બંધમાં આવીએ ત્યારે સમજાય છે કે આ ગીત એક યુવતીની ઉક્તિ છે. ‘લોલુપ ઝરૂખ’ કહી કવિ ‘વિષયલોલુપ આંખો’ ભણી સંકેત કરે છે. ભીની ઓઢણી અરધી ચોંટેલી હોય અને અરધી ઊડતી હોય એવી ઊડું ઊડું થતી ક્ષણને કવિએ આબાદ ઝીલી છે. યુવતીનું અંગ ઉઘાડું નથી, તો ઢંકાયેલું પણ નથી. ઢાંકી ઢાંકી પ્રકટ કરવું કાર્ય એ છે કલાનું. | છેક છેલ્લા બંધમાં આવીએ ત્યારે સમજાય છે કે આ ગીત એક યુવતીની ઉક્તિ છે. ‘લોલુપ ઝરૂખ’ કહી કવિ ‘વિષયલોલુપ આંખો’ ભણી સંકેત કરે છે. ભીની ઓઢણી અરધી ચોંટેલી હોય અને અરધી ઊડતી હોય એવી ઊડું ઊડું થતી ક્ષણને કવિએ આબાદ ઝીલી છે. યુવતીનું અંગ ઉઘાડું નથી, તો ઢંકાયેલું પણ નથી. ઢાંકી ઢાંકી પ્રકટ કરવું કાર્ય એ છે કલાનું. | ||
કવિની શબ્દપસંદગી જુઓ-મોતી નહીં પણ મોતન, સ્થિર નહીં પણ થીર, હાલકડોલક નહીં પણ હાલકદોલક, વન નહીં પણ વંન, જળથી નહીં પણ જળ સું. જોબન નહીં પણ જોવન. કાવ્યપદાવલિ લલિત, કોમળ અને તળપદી છે. | કવિની શબ્દપસંદગી જુઓ-મોતી નહીં પણ મોતન, સ્થિર નહીં પણ થીર, હાલકડોલક નહીં પણ હાલકદોલક, વન નહીં પણ વંન, જળથી નહીં પણ જળ સું. જોબન નહીં પણ જોવન. કાવ્યપદાવલિ લલિત, કોમળ અને તળપદી છે. |
edits