ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/કવિતા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+૧)
 
No edit summary
 
Line 6: Line 6:
પ્રકૃતિનિરૂપણમાં કવિઓનું વલણ સૌન્દર્યલક્ષી તેમજ વાસ્તવદર્શી રહ્યું છે. સાદા અલંકારો, બુટ્ટાદાર તરંગો, કવિતોચિત પદાવલિઓ અને પ્રાદેશિક સૌન્દર્યશ્રી વડે પ્રકૃતિનાં સરલરમ્ય વિગતપ્રચુર વર્ણનો કાવ્યોમાં સભર ભર્યાં છે. સાથે સાથે ચિંતન, સ્વાનુભવકથન અને વૃત્તિમય-ભાવાભાસનું આલંબન પણ પ્રકૃતિ બની છે. કુદરત પ્રત્યે પિયુભાવ, બાલભાવ, સખ્યભાવ ભક્તિભાવ-એમ જુદા જુદા કવિઓએ પોતપોતાની નિરાળી દૃષ્ટિ વડે પ્રકૃતિને નિરખી અને પીધી છે.

પ્રણય-આલેખનમાં સ્વચ્છ દામ્પત્યની પ્રસન્નગંભીર પ્રૌઢિ કરતાં યૌવનની નિરકુંશ મસ્તી, ચાંચલ્ય, અશાંતિ, પ્રેમનું વૈફલ્ય, દર્દ અને તેમાંથી ઉદ્દભવતા સ્વૈરવિહારી ચિંતનનું નિરૂપણ વિશેષે જોવા મળે છે.
પ્રણય-આલેખનમાં સ્વચ્છ દામ્પત્યની પ્રસન્નગંભીર પ્રૌઢિ કરતાં યૌવનની નિરકુંશ મસ્તી, ચાંચલ્ય, અશાંતિ, પ્રેમનું વૈફલ્ય, દર્દ અને તેમાંથી ઉદ્દભવતા સ્વૈરવિહારી ચિંતનનું નિરૂપણ વિશેષે જોવા મળે છે.
આ દાયકાનાં કાવ્યોનો કેટલોક ભાગ વિસરાઈ ગયેલ ભક્તિ અને ઈશ્વર-તત્વ તરફ પુનઃ જાગતું વલણ બતાવે છે. કવિ પૂજાલાલ ભક્તિ, સ્તુતિ અને પ્રાર્થનાને જ ત્રણ-ચાર કાવ્યસંગ્રહોના વિષય બનાવે છે. કોઈ અજ્ઞાત કવિની ‘શ્રી ગંગાચરણે’ ‘તુજ ચરણે’ 'હૃદયપોકાર’ ‘મનને’ ‘જીવનપગલે' આદિ પુસ્તિકાઓમાંની ભક્તિપોષક કવિતા તેનું બીજું નિદર્શક દૃષ્ટાંત છે. શ્રી. સુંદરમસંપાદિત 'દક્ષિણા' ત્રૈમાસિકમાં રજૂ થતાં મૌલિક અને અનુવાદિત કાવ્યો તેમજ વિવિધ સામયિકોમાં પ્રગટ થતાં રહેતાં સુંદરમ્ થી માંડીને શ્રીકાન્ત માહુલીકર સુધીના કવિઓનાં કાવ્યો આ દાયકાની કવિતાને આધ્યાત્મિક ઝોક પણ આપે છે. ‘યાત્રા' ‘અભિસાર’, ‘મંજૂષા', ‘ગોપીહૃદય', (અનુવાદ) ‘ભગવાનની લીલા’ વગેરે કૃતિઓમાં પ્રતીત થતી પ્રભુશ્રદ્ધા અને અગમ્ય તત્ત્વની ઝંખના પણ આ વાતનું સમર્થન કરે છે. શ્રીમદ્ ભગવદ્ગીતાના અનેક અનુવાદો અને ‘વેદાંતવિલાસ’ કે ‘શંકરવિલાસ' જેવા જૂની પદ્ધતિના પદસંગ્રહોની બે ત્રણ વર્ષમાં જ થતી ચાર-ચાર આવૃત્તિઓ બતાવે છે કે આમજનતાનો બહોળો વર્ગ પારંપરિક ધર્મપુસ્તકો માટે ઠીક રૂચિ બતાવે છે.<ref>૧. બીજી તરફ આ હકીકત ઉપરથી એમ કહી શકાય કે ભક્તિ અને તત્વજ્ઞાનની ભૂમિકા ઉપર પણ આધુનિક કવિતાપ્રવાહને લોકરુચિ ભાગ્યે જ અપનાવી શકી છે.</ref>
આ દાયકાનાં કાવ્યોનો કેટલોક ભાગ વિસરાઈ ગયેલ ભક્તિ અને ઈશ્વર-તત્વ તરફ પુનઃ જાગતું વલણ બતાવે છે. કવિ પૂજાલાલ ભક્તિ, સ્તુતિ અને પ્રાર્થનાને જ ત્રણ-ચાર કાવ્યસંગ્રહોના વિષય બનાવે છે. કોઈ અજ્ઞાત કવિની ‘શ્રી ગંગાચરણે’ ‘તુજ ચરણે’ 'હૃદયપોકાર’ ‘મનને’ ‘જીવનપગલે' આદિ પુસ્તિકાઓમાંની ભક્તિપોષક કવિતા તેનું બીજું નિદર્શક દૃષ્ટાંત છે. શ્રી. સુંદરમસંપાદિત 'દક્ષિણા' ત્રૈમાસિકમાં રજૂ થતાં મૌલિક અને અનુવાદિત કાવ્યો તેમજ વિવિધ સામયિકોમાં પ્રગટ થતાં રહેતાં સુંદરમ્ થી માંડીને શ્રીકાન્ત માહુલીકર સુધીના કવિઓનાં કાવ્યો આ દાયકાની કવિતાને આધ્યાત્મિક ઝોક પણ આપે છે. ‘યાત્રા' ‘અભિસાર’, ‘મંજૂષા', ‘ગોપીહૃદય', (અનુવાદ) ‘ભગવાનની લીલા’ વગેરે કૃતિઓમાં પ્રતીત થતી પ્રભુશ્રદ્ધા અને અગમ્ય તત્ત્વની ઝંખના પણ આ વાતનું સમર્થન કરે છે. શ્રીમદ્ ભગવદ્ગીતાના અનેક અનુવાદો અને ‘વેદાંતવિલાસ’ કે ‘શંકરવિલાસ' જેવા જૂની પદ્ધતિના પદસંગ્રહોની બે ત્રણ વર્ષમાં જ થતી ચાર-ચાર આવૃત્તિઓ બતાવે છે કે આમજનતાનો બહોળો વર્ગ પારંપરિક ધર્મપુસ્તકો માટે ઠીક રૂચિ બતાવે છે.<ref>બીજી તરફ આ હકીકત ઉપરથી એમ કહી શકાય કે ભક્તિ અને તત્વજ્ઞાનની ભૂમિકા ઉપર પણ આધુનિક કવિતાપ્રવાહને લોકરુચિ ભાગ્યે જ અપનાવી શકી છે.</ref>
હાસ્યરસનાં કાવ્યો પણ વીતેલા દાયકામાં ઠીક સંખ્યામાં મળેલાં છે. આગલા દાયકામાં શેષ, સુંદરમ્ આદિના સંગ્રહોમાં જોવાતાં તેમ આ દાયકાના સંગ્રહોમાં ય ક્યાંક ક્યાંક કટાક્ષપ્રધાન વિનોદપ્રધાન કાવ્યો મળી રહે છે. ઉપરાંત આ ગાળામાં 'કટાક્ષકાવ્યો' 'વૈશંપાયનની વાણી’ અને ‘નારદવાણી' એ ત્રણ સંગ્રહો કેવળ હાસ્યરસનાં પ્રગટ થયેલાં છે એ નોંધપાત્ર બિના છે. તેમાંથી પહેલા બે સંગ્રહોના કર્તા અનુક્રમે દેવકૃષ્ણ જોશી અને કરસનદાસ માણેકમાં હાસ્યની સ્વાભાવિક દૃષ્ટિ, છંદો અને ઢાળોની સારી હથોટી, શિષ્ટ તેમજ તળપદા શબ્દો પરનું એકસરખું પ્રભુત્વ, વાણીની રમૂજ, ચાતુર્ય અને દૃષ્ટિની વેધકતા વરતાય છે. ત્રણે

સંગ્રહો મુખ્યતઃ એમાંના તીક્ષ્ણ કટાક્ષથી અને અંશત: તેમાંનાં ઠઠ્ઠાચિત્રોથી (caricatures) રોચક બન્યા છે. એમાંનાં ઘણાંખરાં કાવ્યો દૈનિકો દ્વારા લોકપ્રિય બન્યાં છે, જોકે તેમાં સાહિત્યિક ગુણવત્તાની માત્રા એકધારી સચવાઈ નથી.

Line 17: Line 17:
કાવ્યપ્રવાહની દિશા અને તેમાં થયેલા ફેરફારો તપાસ્યા બાદ હવે આપણે કાવ્યત્વની દૃષ્ટિએ આ દાયકાની કવિતાને કસી જોઈએ.  
કાવ્યપ્રવાહની દિશા અને તેમાં થયેલા ફેરફારો તપાસ્યા બાદ હવે આપણે કાવ્યત્વની દૃષ્ટિએ આ દાયકાની કવિતાને કસી જોઈએ.  
આગલા દાયકાના નૂતન કવિઓએ કવિતાના ક્ષેત્ર પરત્વે જે આશાઓ ઉગાડી હતી તે હજી આશાઓ જ રહી છે. માણેક, પ્રહ્લાદ પારેખ, સ્વ. હરિશ્ચંદ્ર ભટ્ટ, નાથાલાલ દવે, નિરંજન ભગત જેવા નવીનતર પેઢીના આશાસ્પદ કવિઓ એમની કેટલીક નોંધપાત્ર લાક્ષણિક્તાઓ સાથે સર્જ કબળ ખિલવતા માલૂમ પડ્યા છે એ શુભચિહ્ન છે, તો પણ એકંદરે કાવ્યના ક્ષેત્રમાં આ દાયકો જૂના પીઢ કે નવીન ઊછરતા કવિઓ દ્વારા કશું ક્રાન્તિકારક, ઉત્સાહી આંદોલન જન્માવી શક્યો નથી. સંખ્યાદૃષ્ટિએ દોઢસોંથી ય વધુ નાનાં મોટાં મૌલિક કાવ્યપુસ્તક આ દાયકાને સાહિત્યચોપડે જમા થયા હોવા છતાં પૂરા દસને પણ કાવ્યભોગી વર્ગ ઉમળકાભેર વધાવશે કે કેમ એ શંકા છે.

હાલ તો કવિઓની સર્જન-પ્રતિભા થાક ખાતી હોય એમ જણાય છે. અર્વાચીન કવિતાનાં ઉત્તમ પુસ્તકની હરોળમાં બેસી શકે તેવાં નાનાં મોટાં થઈને માત્ર ચાર જ કાવ્યપુસ્તકો આ દાયકામાં ગણાવી શકાય તેમ છે. એક છે તેમના 'અધ્ય' કરતાં વધુ ઊંચી સર્જકતા, વૈવિધ્ય અને ચિંતનશીલતા બતાવતું સ્નેહરશ્મિનું ‘પનઘટ'; બીજું છે પુરાણ-પ્રસિદ્ધ પાત્રોને તથા પ્રસંગોને અર્વાચીન ભાવનાની દીપ્તિ વડે અપૂર્વ કૌશલથી આલેખતું ઉમાશંકરનું 'પ્રાચીના'; ત્રીજું છે ફારસી શાયરોની મસ્તીના પડઘા પાડતું માણેકનું રમણીય 'મહોબતને માંડવે’ અને ચોથું છે તેમની રંગદર્શી રીતિની સર્વ ઉત્તમતા સહિત દામ્પત્યભાવને તાજગીપૂર્વક આલેખતું ન્હાનાલાલનું નાનકડું ‘પાનેતર’.<ref>૧. સ્વ. મેઘાણીએ 'રવીન્દ્રવીણા'માં તેમની સર્જકતા અને રૂપાંતરકલાનો ઉત્કૃષ્ટ પરિચય કરાવ્યો છે; પણ ‘રવીન્દ્રવીણા' આખરે તો રવિબાબુની જ ને?</ref> બાકીનાં કાવ્યપુસ્તકોમાં તેમના કવિઓની કેટલીક વિશેષતાઓ હોવા છતાં એકંદરે સર્જનશક્તિ નિર્બળ જણાય છે. ભાષાની ચારુતા, પદ્યપ્રભુત્વ, વિવિધ વાક્છટાઓ, નિરૂપણરીતિનું કૌશલ, રસિકતા, મનોભાવોનું વૈવિધ્ય વગેરે કાવ્યનાં અન્યથા અનુપેક્ષણીય અંગો પરત્વે તેમણે સારી સિદ્ધિઓ બતાવી છે, પરંતુ કાવ્યના સમગ્ર કલ્પનાવ્યાપાર અને રસચમત્કૃતિ પરત્વે મોટા ભાગના કાવ્યસંગ્રહો નિરાશા ઉપજાવે છે. એમાં સ્વાનુભૂત જીવનદર્શનની ગહનતાની, તીવ્ર ભાવકથનની મર્મસ્પર્શી ચોટની અને વ્યંજનાવ્યાપારથી થતી રસનિષ્પત્તિની મોટી ઊણપો રહેલી છે. તેમનાં કાવ્યોમાં રૂપ, રંગ અને રીતિનો રૂઆબ છે, પણ
હાલ તો કવિઓની સર્જન-પ્રતિભા થાક ખાતી હોય એમ જણાય છે. અર્વાચીન કવિતાનાં ઉત્તમ પુસ્તકની હરોળમાં બેસી શકે તેવાં નાનાં મોટાં થઈને માત્ર ચાર જ કાવ્યપુસ્તકો આ દાયકામાં ગણાવી શકાય તેમ છે. એક છે તેમના 'અધ્ય' કરતાં વધુ ઊંચી સર્જકતા, વૈવિધ્ય અને ચિંતનશીલતા બતાવતું સ્નેહરશ્મિનું ‘પનઘટ'; બીજું છે પુરાણ-પ્રસિદ્ધ પાત્રોને તથા પ્રસંગોને અર્વાચીન ભાવનાની દીપ્તિ વડે અપૂર્વ કૌશલથી આલેખતું ઉમાશંકરનું 'પ્રાચીના'; ત્રીજું છે ફારસી શાયરોની મસ્તીના પડઘા પાડતું માણેકનું રમણીય 'મહોબતને માંડવે’ અને ચોથું છે તેમની રંગદર્શી રીતિની સર્વ ઉત્તમતા સહિત દામ્પત્યભાવને તાજગીપૂર્વક આલેખતું ન્હાનાલાલનું નાનકડું ‘પાનેતર’.<ref>સ્વ. મેઘાણીએ 'રવીન્દ્રવીણા'માં તેમની સર્જકતા અને રૂપાંતરકલાનો ઉત્કૃષ્ટ પરિચય કરાવ્યો છે; પણ ‘રવીન્દ્રવીણા' આખરે તો રવિબાબુની જ ને?</ref> બાકીનાં કાવ્યપુસ્તકોમાં તેમના કવિઓની કેટલીક વિશેષતાઓ હોવા છતાં એકંદરે સર્જનશક્તિ નિર્બળ જણાય છે. ભાષાની ચારુતા, પદ્યપ્રભુત્વ, વિવિધ વાક્છટાઓ, નિરૂપણરીતિનું કૌશલ, રસિકતા, મનોભાવોનું વૈવિધ્ય વગેરે કાવ્યનાં અન્યથા અનુપેક્ષણીય અંગો પરત્વે તેમણે સારી સિદ્ધિઓ બતાવી છે, પરંતુ કાવ્યના સમગ્ર કલ્પનાવ્યાપાર અને રસચમત્કૃતિ પરત્વે મોટા ભાગના કાવ્યસંગ્રહો નિરાશા ઉપજાવે છે. એમાં સ્વાનુભૂત જીવનદર્શનની ગહનતાની, તીવ્ર ભાવકથનની મર્મસ્પર્શી ચોટની અને વ્યંજનાવ્યાપારથી થતી રસનિષ્પત્તિની મોટી ઊણપો રહેલી છે. તેમનાં કાવ્યોમાં રૂપ, રંગ અને રીતિનો રૂઆબ છે, પણ
તેમના વ્યક્તિત્વની-આત્માની-ખુશબો નહિ જેવી જ છે. ઉમાશંકરના ‘ગંગોત્રી' અને 'નિશીથ'ની તુલનામાં તેમનું  જ ‘આતિથ્ય' કેવું આયાસજન્ય અને ગદ્યાળુ લાગે છે! મનસુખલાલના વ્યક્તિત્વની જે સૌરભ 'આરાધના'માં મળતી તે 'અભિસાર'માં જણાય છે? ક્યાં 'પરિજાત'માંનાં પૂજાલાલનાં ભક્તિકાવ્યો અને ક્યાં ‘ઊર્મિમાળા’, ‘જપમાળા', આદિમાંના તેમના સ્તોત્રો! ગયે દાયકે 'દર્શનિકા', 'કુરુક્ષેત્ર', ‘મહારાં સૉનેટો', 'કલ્યાણિકા', આદિ બુઝર્ગ કવિઓના અને 'કાવ્યમંગલા', 'વસુધા', 'નિશીથ', 'યુગવંદના', 'ઈન્દ્રધનુ', 'કોડિયાં', આદિ નવીન કવિઓના ડઝનબંધ પ્રથમ પંક્તિના કાવ્યસંગ્રહો સાંપડ્યા હતા, જ્યારે આ દાયકે એવાં પકવ શૈલીવાળાં, નૂતન વિચારનું પ્રસ્થાન બનાવતાં, ભર્યાં કાવ્યજળની છાલકો મારતાં પુસ્તકો કેટલાં વારુ? આગલા દાયકાની સરખામણીમાં આ દસકાના 'આતિથ્ય', 'અભિસાર', 'જપમાળા', ‘પ્રતીક્ષા’, ‘સ્વાતિ’, ‘સંસ્કૃતિ', 'કાલિંદી’, 'ધરતીને’, ‘આકાશનાં ફૂલ', 'મંજૂષા’ ‘કેસૂડો અને સોનેરુ', 'પ્રતિપદા', 'ચક્રવાક્'. ‘છંદોલય', 'પ્રત્યુષ', 'સંવેદના' આદિ સંગ્રહો સામાન્ય કૉટિના નથી જણાતા?

{{Poem2Close}}
{{Poem2Close}}
17,546

edits

Navigation menu