ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/વિવેચન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+૧)
 
No edit summary
 
Line 10: Line 10:
તેઓ કાવ્યનું રસદર્શન કરાવે છે. સ્વતંત્ર મતદર્શન, વિવેચનની ચોક્કસ પરિભાષા તથા વિશદતા માટેની તેમની ચીવટ તેમના વિવેચનના ખાસ તરી આવતાં લક્ષણો છે. પ્રૉ. રાવળની વિવેચનપદ્ધતિ ખરેખરા અધ્યાપકની છે. વિષયનું અશેષ નિરૂપણ, એકે એક મુદ્દાની વ્યવસ્થિત રજૂઆત અને તેમાંની ચર્ચાપાત્રબાબતોનું ક્રમિક પૃથક્કરણ તેમના વિવેચનનું એક મહત્ત્વનું અંગ બની ગયેલ છે. પદ્ધતિ પરત્વે વિશ્વનાથ અને વિષ્ણુપ્રસાદના મધ્યાન્તરે તેમનું સ્થાન છે. દીર્ઘ પીંજણ કર્યા વિના વિષયનું સંપૂર્ણ નિરૂપણ તેઓ આપે છે. શૈલીનો એમને શોખ નથી છતાં વિશદ, પ્રવાહી, સંમાર્જિત શૈલી તેમના નિબંધોને લાક્ષણિક છટા આપે છે. સ્પષ્ટતાથી છતાં નમ્રતા અને મીઠાશથી સ્વમત રજૂ કરવાની તેમની ફાવટ પ્રશસ્ય છે. પ્રૉ. મનસુખલાલ અને શ્રી. ઉમાશંકરના વિવેચનો કવિ અભ્યાસીની સરજતરૂપ ગણાય. વક્તવ્યનું સામંજસ્ય, શૈલીની મધુરરસિકતા અને અભિપ્રાયદર્શનમાં સ્પષ્ટતા એ બંને કવિ વિવેચકોનો સમાન ગુણ છે. પણ સર્જક અને ભાવકના તાત્ત્વિક સંબંધો અને વ્યાવર્તક લક્ષણોની ચર્ચામાં મનસુખલાલના કરતાં ઉમાશંકરનો અભિનિવેશ વધુ મૂલગામી છે. વ્યવસ્થિત વિચારધારા અને વિવેચનશક્તિનો સળંગ આવિર્ભાવ ઉભયના સાહિત્ય-નિબંધોને શોભાવે છે, પણ ઉમાશંકરમાં દૃષ્ટિની વેધકતા, ચિકિત્સકની ચકોરતા અને રહસ્યોદ્દ્ઘાટનની સૂક્ષ્મતા વિશેષ જોવા મળે છે. ‘અખો-એક અધ્યયન' સત્તરમી સદીની પ્રશ્વાદ્ભૂ સમેત વેદાન્તી કવિ અખાના સમગ્ર જીવન અને કવન ઉપરના ઊંડા અને તુલનાત્મક સંશોધન- વિવેચનના પરિપાકરૂપ ઉત્તમ પ્રબંધ (Thesis) છે. શ્રી. ધનસુખલાલ મહેતાનાં ગ્રંથાવલોકનો અને ચર્ચાલેખો પરદેશી સાહિત્યના સારા જાણકાર, કલાભક્ત અને સારા વાર્તાકારનાં મતદર્શનો છે. બાકીના વિવેચકોમાંથી પ્રૉ.મોહનલાલ દવે, પ્રૉ. શાસ્ત્રી અને પ્રૉ. અતિસુખશંકરના વિવેચનલેખો સાહિત્યનો અભ્યાસ આરંભનાર વિદ્યાર્થીઓ અને પૃથક્જનોને સારું માર્ગદર્શન અને માહિતી આપે તેવા છે.

વિવેચનની કેડી આમ રાજમાર્ગ બનતી જતી હોવાથી જ એક બે વિનંતી કરવી ધૃષ્ટતા નહિ ગણાય. વિવેચકોએ સાહિત્યની વિવિધ કૃતિઓ કે કર્તાઓ ઉપર છૂટક નિબંધો લખવાની સાથે મહત્ત્વના સાહિત્યસ્વામી કે તેની અગત્યની કૃતિઓ વિશે સંપૂર્ણ સ્વાધ્યાય પણ તૈયાર કરવો જોઈએ. પ્રેમાનંદ, ગોવર્ધનરામ, ન્હાનાલાલ અને મુનશી વર્ષોથી અધિકારી વિવેચકોની રાહ જુએ છે. એમ જ વિવિધ સાહિત્યપ્રકારોના સ્વરૂપ અને વિકાસ ઉપર પણ તેમની પાસેથી નિદાન એક એક પુસ્તક મળવું ઘટે. ગુજરાતી ભાષાના ઉત્તમ શિષ્ટ ગ્રંથો ઉપર પણ સર્વગ્રાહી અધ્યયન-વિવેચનની અપેક્ષા રહે છે. હવેના દાયકામાં એ સંતોષાશે?

{{Poem2Close}}
{{center|'''સાહિત્યનો ઇતિહાસ'''}}
{{Poem2Open}}
આ દાયકે સાહિત્ય કે સાહિત્યપ્રકારનો ઇતિહાસ આપતાં છ પુસ્તકો પ્રગટ થયાં છે. તેમાંનાં ચાર ગુજરાતી સાહિત્ય વિશે છે. એક સંસ્કૃત નાટ્યશાસ્ત્ર સંબંધી છે અને એક ફારસી સાહિત્ય વિશે છે.
છેલ્લાં સો વરસના સાડાત્રણસો જેટલા ગુજરાતી કવિઓ અને તેમની નાની મોટી બારસોથી વધુ કૃતિઓને પોતાના ફલકમાં સમાવી તાત્ત્વિક તેમજ ઐતિહાસિક દૃષ્ટિએ તેમનું વિવેચન કરતો શ્રી. સુંદરમનો 'અર્વાચીન કવિતા' ઉપરનો બહદ્ ગ્રંથ આ દાયકાના ગુજરાતી સાહિત્યનું એક અમૂલ્ય પ્રકાશન છે. અર્વાચીન કવિતાના ત્રણ સ્તબકો પાડી તે તે ગાળાની કવિતાનાં પ્રેરક બળો અને મુખ્ય લક્ષણોની સવિસ્તાર નોંધ લીધા પછી આધુનિક કવિતાપ્રવાહની સમીક્ષા કરીને અર્વાચીન કાવ્યપ્રવૃત્તિની સંપૂર્ણ વિકાસશૃંખલા શ્રી. સુંદરમે આ પુસ્તકમાં કુશળપણે યોજી છે. 'ઓછા જાણીતા રહેલા કવિઓ અને કૃતિઓમાંથી બને ત્યાં લગી તેમના ગુણને છતા કરી આપે તેવાં અવતરણો જરા છુટ્ટા હાથે’ તેમણે વેર્યાં છે; તો નરસિંહરાવ, કલાપી, ખબરદાર, ન્હાનાલાલ આદિની કડક દૃષ્ટિએ સમીક્ષા કરી છે. અભ્યાસ, શ્રમ, નિષ્ઠા, ગુણાનુરાગિતા, સર્જકતાને પારખવાની આમૂલ પકડ, સ્પષ્ટવકતૃત્વ અને અરવિંદની કાવ્યભાવનાનો રંગ શ્રી. સુંદરમ્ ની વિવેચકતાના મુખ્ય ગુણો છે.
‘ગુજરાતી સાહિત્યની રૂપરેખા'માં શ્રી. વિજયરાય વૈદ્ય સાહિત્યથી પરિચિત અભ્યાસપ્રેમીઓને લક્ષમાં રાખીને ઈ.સ. ૯૯૦ થી આધુનિક સમય સુધીનો લેખકવાર ને યુગવાર મધ્યમ બરનો રેખાત્મક ઈતિહાસ આપ્યો છે. શ્રી. મુનશીના ‘Gujarāta and its literature' પછી એ વિષયના અધિકારી લેખક પાસેથી મળતું આ પહેલું જ પ્રમાણભૂત પુસ્તક છે. અનેક સ્થળે તોલન અને વિવેચન પરત્વે અપૂરતું હોવા છતાં તે વિજયરાયના જ્ઞાનકોશના સમૃદ્ધ અને મર્મગ્રાહી પરિપાકરૂપ છે. તેમની સારગ્રાહી દૃષ્ટિ અને સઘન શૈલી જ માત્ર ૩૫૦ જેટલાં પૃષ્ઠોમાં ૧૦૦૦ વર્ષોનો ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ સમેટી શકે. આપણા સાહિત્યનો એક બૃહત્ સંપૂર્ણ ઇતિહાસ તેમની પાસેથી મળે, તો એક મોટી ઊણપ પુરાય એવી અપેક્ષા આ પુસ્તક જગાડે છે.
ડૉ. રતનજી રૂસ્તમજી માર્શલે પીએચ.ડી.ની ડીગ્રી માટે પ્રૉ. વિષ્ણુપ્રસાદની રાહબરી નીચે તૈયાર કરેલે મહાનિબંધ ‘ગુજરાતી પત્રકારિત્વનો ઇતિહાસ' છેલ્લાં સો વરસના અખબારી સાહિત્યનો વિકાસક્રમ આલેખે છે. સૌથી જૂના વર્તમાનપત્ર ‘મુંબઈ સમાચાર'થી માંડીને આજ દિન સુધીના તમામ દૈનિકો, સાપ્તાહિકો અને પાક્ષિકોની યોગ્ય નોંધો તેમાં લેવાઈ છે. 'ગુજરાતી', 'નવજીવન', 'સૌરાષ્ટ્ર' અને 'પ્રજાબંધુ' જેવાં કેટલાંક વિશિષ્ટ પત્રોએ ગુજરાતનું અખબારી સાહિત્ય વિકસાવવામાં, તેમાં નવીન રૂપરંગ, શૈલી, ભાષા અને સામગ્રી પૂરવામાં અને ગુજરાતી ગદ્યને નવો ઓપ આપવામાં આપેલા ફાળાનું સંક્ષિપ્ત વિવેચન પણ લેખકે તેમાં કર્યું છે. ગુજરાતી પત્રકારિત્વનો કડીબદ્ધ ઇતિહાસ સૌથી પહેલો આ પુસ્તકમાં મળતો હોવાથી એ આપણા સાહિત્યમાં નોંધપાત્ર ઉમેરારૂપ ગણાશે. ગુજરાતી માસિક પત્રોનો ઇતિહાસ પણ લખાવાની જરૂર છે.
નાનકડી 'સાહિત્યપ્રવેશિકા' આપ્યા બાદ તેની ય લધુ આવૃત્તિ જેવી ‘સાહિત્યપ્રારંભિકા' શ્રી. હિંમતલાલ અંજારિયાએ આ દાયકામાં પ્રગટ કરી છે, જે સાહિત્યના અભ્યાસની શરૂઆત કરનાર વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ પડશે.
ભારતીય નાટ્યશાસ્ત્રના વિકાસનું દર્શન કરાવતું 'સંસ્કૃત નાટ્યશાસ્ત્રના વિકાસની રૂપરેખા' ગુજરાતી ભાષામાં એ વિષયનું એક અગત્યનું પુસ્તક છે. નાટ્યશાસ્ત્રના ચાળીસથી ય વધુ મીમાંસકો, તેમની કૃતિઓની વિશેષતાઓ અને નાટ્યશાસ્ત્રના જુદા જુદા વિષયોનો ક્રમિક વિકાસ તેમણે તેમાં ઝીણવટથી આલેખી બતાવ્યો છે. રૂપકપ્રકાર, રસ, નાયક આદિનું પણ તેમના ઐતિહાસિક ક્રમ સહિત તાત્ત્વિક નિરૂપણ આ લઘુ પુસ્તકમાં મળે છે. પુસ્તકમાં પ્રૉ. માંકડની તોલનશક્તિ, ઇતિહાસદૃષ્ટિ અને નાટ્યશાસ્ત્રનો ઊંડો અભિનિવેશ પ્રતીત થાય છે.
‘ફારસી સાહિત્યનો ઇતિહાસ'માં શ્રી. એફ. એમ. લોખંડવાળાએ યુગવાર વિભાગો પાડીને ફારસી સાહિત્યનાં લગભગ ૧૧૦૦ વર્ષનો માહિતીપૂર્ણ ઇતિહાસ સંક્ષેપમાં રજૂ કર્યો છે. ફારસી સાહિત્યકારો વિશે આમાંથી સારી માહિતી મળી રહે છે; તેના વિવિધ સાહિત્યપ્રકારો અને પ્રવાહોનો સળંગસૂત્રિત વિકાસ આપવાનું લેખકને ઉદ્દિષ્ટ નહિ હોય એમ પુસ્તક વાંચતાં સમજાય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
17,546

edits

Navigation menu