31,395
edits
(+1) |
(+1) |
||
| Line 9: | Line 9: | ||
કાવ્યનો અર્થ સાહિત્ય માત્ર છે, પણ અહીં આપણે તેનો મર્યાદિત અર્થ લઈશું. કવિ કેટલીક વાર અજાગ્રત મનમાંથી શબ્દ લઈ આવે છે. ગુજરાતી સાહિત્યનું અને બ. ક. ઠાકોરનું પ્રથમ સૉનેટ ‘ભણકારા’ છે. તેમાં એક પંક્તિ આવે છે : ‘ત્યાં સૂતેલો લવું નવલ અર્ધા અનાયાસ છંદ.’ પંક્તિમાં આવતો 'લવું' શબ્દ કવિને કોઈ ધન્ય ક્ષણે લાધ્યો છે. કાવ્યનો શબ્દ સંયોજન પરત્વે નવો છે. | કાવ્યનો અર્થ સાહિત્ય માત્ર છે, પણ અહીં આપણે તેનો મર્યાદિત અર્થ લઈશું. કવિ કેટલીક વાર અજાગ્રત મનમાંથી શબ્દ લઈ આવે છે. ગુજરાતી સાહિત્યનું અને બ. ક. ઠાકોરનું પ્રથમ સૉનેટ ‘ભણકારા’ છે. તેમાં એક પંક્તિ આવે છે : ‘ત્યાં સૂતેલો લવું નવલ અર્ધા અનાયાસ છંદ.’ પંક્તિમાં આવતો 'લવું' શબ્દ કવિને કોઈ ધન્ય ક્ષણે લાધ્યો છે. કાવ્યનો શબ્દ સંયોજન પરત્વે નવો છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>પુષ્પે પાને વિમલ હિમમોતી સર તેમ છાની | {{Block center|'''<poem>પુષ્પે પાને વિમલ હિમમોતી સર તેમ છાની | ||
બાની ભીની હૃદય ભરતી નીતરે છે, સહેની!</poem>}} | બાની ભીની હૃદય ભરતી નીતરે છે, સહેની!</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કાવ્યમાં આવતો શબ્દ કવિએ પસંદ કરેલો છે એ સાચું, પણ અંદરના કશા ધક્કા વિના સારી કવિતા શક્ય નથી. ઉત્તમ કવિતા કવિપ્રજ્ઞાની કોઈ ધન્ય ક્ષણે પ્રગટ થાય છે. કાવ્યના શબ્દો કેટલીક વાર સીધી ગતિ કરે છે. કેટલીક વાર આજુબાજુ ખસે છે તો કેટલીક વાર ચોમેર ફરી વળે છે. રોબિન સ્કેલ્ટને કવિતામાં ત્રણ પ્રકારના શબદોની વાત કરી છે. Short focus word, long focus word અને total focus word. આપણા પ્રાચીન કાવ્યાચાર્યોએ અભિધા, લક્ષણા અને વ્યંજનાની વાત કરી છે. સ્કેલ્ટનને આ જ અર્થો અભિપ્રેત છે એમ તો નહીં કહેવાય, પણ બન્ને વિચારણા વચ્ચે ઠીક ઠીક સામ્ય છે. એક બીજા પાશ્ચાત્ય વિવેચક આઈ. એ. રિચાર્ડ્સે કહ્યું છે કે જેટલા શ્રોતા તેટલા એક શબ્દના અર્થ થાય. તેમણે દૃષ્ટાંત તરીકે 'Night' શબ્દની ચર્ચા કરી છે. શબ્દ જ્યારે અન્ય શબ્દના સાહચર્યમાં આવે છે ત્યારે તેનો અર્થ સંકોચાય છે. ‘રાત્રિ’ શબ્દના અસંખ્ય અર્થો સંભવે, પણ ‘તે રમ્ય રાત્રે' કહેતાં તેનો અર્થ થોડોક મર્યાદિત બને છે. અહીં કોઈ રુદ્ર રાત્રિની નહીં પણ રમ્ય રાત્રિની વાત છે એમ સ્પષ્ટ થાય છે. સમગ્ર કાવ્યના સંદર્ભમાં તપાસતાં તેનો કોઈ ચોક્કસ – નિશ્ચિત અર્થ બને છે. આ રિચાર્ડ્સની માન્યતા છે. મને એમ લાગે છે કે ભાષામાં એ શક્ય છે, કવિતામાં એવું બનતું નથી. કાવ્યના શબ્દોનો અર્થ કરવા ભાવક સ્વતંત્ર હોય છે. આપણે ‘પથ્થર' શબ્દ લઈએ, એ શબ્દ સાંભળતાં ભિન્ન ભિન્ન પ્રકારના અસંખ્ય પથ્થરોનો ખ્યાલ આવે. પરંતુ સુન્દરમ્ જ્યારે ‘નમું તને પથ્થરને’ એમ કહે છે ત્યારે નમન કરવા યોગ્ય પથ્થર - મૂર્તિ એવો મર્યાદિત અર્થ થાય છે. ‘શ્રદ્ધા તણા આસનને નમું નમું' એમ પણ કવિ કહે છે. અહીં શ્રદ્ધેય પથ્થરની વાત છે. પથ્થરનો સામાન્ય અર્થ અહીં છૂટી જાય છે. | કાવ્યમાં આવતો શબ્દ કવિએ પસંદ કરેલો છે એ સાચું, પણ અંદરના કશા ધક્કા વિના સારી કવિતા શક્ય નથી. ઉત્તમ કવિતા કવિપ્રજ્ઞાની કોઈ ધન્ય ક્ષણે પ્રગટ થાય છે. કાવ્યના શબ્દો કેટલીક વાર સીધી ગતિ કરે છે. કેટલીક વાર આજુબાજુ ખસે છે તો કેટલીક વાર ચોમેર ફરી વળે છે. રોબિન સ્કેલ્ટને કવિતામાં ત્રણ પ્રકારના શબદોની વાત કરી છે. Short focus word, long focus word અને total focus word. આપણા પ્રાચીન કાવ્યાચાર્યોએ અભિધા, લક્ષણા અને વ્યંજનાની વાત કરી છે. સ્કેલ્ટનને આ જ અર્થો અભિપ્રેત છે એમ તો નહીં કહેવાય, પણ બન્ને વિચારણા વચ્ચે ઠીક ઠીક સામ્ય છે. એક બીજા પાશ્ચાત્ય વિવેચક આઈ. એ. રિચાર્ડ્સે કહ્યું છે કે જેટલા શ્રોતા તેટલા એક શબ્દના અર્થ થાય. તેમણે દૃષ્ટાંત તરીકે 'Night' શબ્દની ચર્ચા કરી છે. શબ્દ જ્યારે અન્ય શબ્દના સાહચર્યમાં આવે છે ત્યારે તેનો અર્થ સંકોચાય છે. ‘રાત્રિ’ શબ્દના અસંખ્ય અર્થો સંભવે, પણ ‘તે રમ્ય રાત્રે' કહેતાં તેનો અર્થ થોડોક મર્યાદિત બને છે. અહીં કોઈ રુદ્ર રાત્રિની નહીં પણ રમ્ય રાત્રિની વાત છે એમ સ્પષ્ટ થાય છે. સમગ્ર કાવ્યના સંદર્ભમાં તપાસતાં તેનો કોઈ ચોક્કસ – નિશ્ચિત અર્થ બને છે. આ રિચાર્ડ્સની માન્યતા છે. મને એમ લાગે છે કે ભાષામાં એ શક્ય છે, કવિતામાં એવું બનતું નથી. કાવ્યના શબ્દોનો અર્થ કરવા ભાવક સ્વતંત્ર હોય છે. આપણે ‘પથ્થર' શબ્દ લઈએ, એ શબ્દ સાંભળતાં ભિન્ન ભિન્ન પ્રકારના અસંખ્ય પથ્થરોનો ખ્યાલ આવે. પરંતુ સુન્દરમ્ જ્યારે ‘નમું તને પથ્થરને’ એમ કહે છે ત્યારે નમન કરવા યોગ્ય પથ્થર - મૂર્તિ એવો મર્યાદિત અર્થ થાય છે. ‘શ્રદ્ધા તણા આસનને નમું નમું' એમ પણ કવિ કહે છે. અહીં શ્રદ્ધેય પથ્થરની વાત છે. પથ્થરનો સામાન્ય અર્થ અહીં છૂટી જાય છે. | ||