ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ધીરુબેન પટેલ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|સમાજજીવનની વાસ્તવિકતા આલેખતી <br>ધીરુબેન પટેલની વાર્તાઓ|નીતા જોશી}} right|200px {{Poem2Open}} ધીરુબેન પટેલ જન્મ : ૨૫ મે, ૧૯૨૬ વડોદરા. અવસાન : ૧૦ માર્ચ, ૨૦૨૩ અમદાવાદ માતાનું નામ : ગંગ...")
 
No edit summary
Line 2: Line 2:
{{Heading|સમાજજીવનની વાસ્તવિકતા આલેખતી <br>ધીરુબેન પટેલની વાર્તાઓ|નીતા જોશી}}

[[File:Pitambar Patel.png|right|200px]]
[[File:Dhiruben Patel 2.jpg|right|200px]]

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 106: Line 106:
ધીરુબેનનું સાહિત્ય પાઠ્યપુસ્તક, રેડિયો, ટેલિવિઝન, વેબસાઇટ, ફિલ્મ અને રંગભૂમિ એવાં વિવિધ સ્વરૂપે વ્યાપે છે. તેમની કૃતિઓનું મરાઠી, બંગાળી, અંગ્રેજી, જર્મન જેવી ભાષાઓમાં ભાષાંતર થઈ ચૂક્યું છે. ‘એક કામ કર’, ‘મા’ત્માના માણસ’, ‘જિદ’ જેવી વાર્તામાં ગાંધી વિચારોનો પ્રભાવ જોવા મળે છે અને ‘કોરોનાની કમાલ’ કે ‘નો કોમેન્ટ્‌સ!’, ‘વંદનાની ઝેરોક્ષ’ જેવી વાર્તાઓમાં સાંપ્રત સમયનું વર્ણન છે.

‘અધૂરો કોલ’ વાર્તાસંગ્રહની પ્રથમ આવૃત્તિ ૧૯૫૫માં મળે છે જે કુલ સત્તર વાર્તાઓનો સંગ્રહ છે. જેની પ્રરોચના રામપ્રસાદ પ્ર. બક્ષીએ લખી છે. કુટુંબવ્યવસ્થા અને વ્યક્તિગત ભાવનાને વ્યક્ત કરતી વાર્તાઓ છે. ગ્રામ સુધારણાનો જુસ્સો છે. નીતિ અને મૂલ્યોની વાતો છે. ‘મનામણા’, ‘કલાકારની પત્ની’, ‘કવિના પ્રેમપત્રો’ જેવી સંવેદન કથાઓ છે. ‘લિપસ્ટીક’ એ સમયે આધુનિક વિષય પર લખાયેલી ગાંધી વિચાર સાથે જોડી આપતી વાર્તા છે. અને ‘અધૂરો કોલ’ એક અધૂરી પ્રણયકથા છે. જેમાં સમાજનાં બંધનો સામે હતાશ થઈ જીવન પૂર્ણ કરવા તૈયાર થયેલા બે યુવા હૃદયની વાત છે. એક સાથે મૃત્યુની પળ નક્કી કરે છે જેમાં યુવક તો જીવનથી વિદાય લે છે પરંતુ વિષપાન સામે હિંમત હારી જઈ બચી ગયેલી નાયિકા માટે પશ્ચાત્તાપ સિવાય કશું બચતું નથી.  

[[File:Varta Samput by Dhiruben Patel - Book Cover.jpg|left|200px]]
એમનો બીજો સંગ્રહ ‘એક લહર’ ત્રેવીસ વાર્તાઓનો સમાવેશ કરે છે. મોટા ભાગની વાર્તાઓ મધ્યમવર્ગ અને ઉચ્ચ મધ્યમવર્ગની જીવનશૈલી સાથે જોડાયેલી છે. ‘ધીમું ઝેર’, ‘એક લહર’, ‘મયંકની મા’, ‘દીકરીનું ધન’, ‘બીજી મધુરજની’, કે ‘રાઘવનનાં સહકાર્યકરો’ જેવી વાર્તાઓ આ સંગ્રહની ઉપલબ્ધિ છે. ઝાકઝમાળ અને વૈભવના મોહમાં પ્રેમ અને સાદગીનો અર્થ કેટલો? સ્ત્રી સ્વભાવની સ્વાર્થી બાજુ વ્યક્ત કરતી શીર્ષક વાર્તા ‘એકલહર’  જેમાં નાયિકાને મનસ્વી અને સ્વૈરવિહારી બતાવી સ્ત્રીનો બીજો ચહેરો મૂકવાનો પ્રયત્ન થયો છે. પણ આ વાર્તાનો અંત થોડો અસહજ લાગે છે. સ્ત્રીનો માતૃત્વ ભાવ પ્રબળ હોય ત્યારે એનો સંતાન માટેનો માલિકીભાવ નાની નાની વાતોમાં પોતાને કેવી અસુરક્ષાનો અનુભવ કરાવે એનું સુંદર ગૂંફન ‘મયંકની મા’ વાર્તામાં થયું છે. સંતાન સ્વતંત્ર હોવું જોઈએ એ વાત સ્ત્રી માટે સમજવી સહેલી અને સ્વીકારવી અઘરી હોય છે, ત્યારે વાર્તાની નાયિકા સુરેખાને દીકરાને ભણાવી-ગણાવી મોટો માણસ પણ કરવો છે અને સાથે સાથે માનો ખોળો ત્યજે નહીં એ લાગણી પણ સાચવવી છે. એક સંવાદથી આપણને વાર્તાનું સ્ત્રી મનોવિજ્ઞાન સમજી શકાય છે. ‘સ્કુલમાં, કૉલેજમાં, લગ્નમંડપમાં, ધંધામાં મયંક ખોવાઈ જાય છે, ના, ના, મયંક તો છે જ. એ રહ્યો એની સાથે એક યુવતી છે કોણ હશે એ ભાગ્યવતી? પછી તો મયંક અને એ સૌભાગ્યવતી પોતાનો આગવો ગૃહસંસાર રચશે, એમાં પોતે ક્યાં હવે! હાથમાં ઊંચકેલા મયંકનો ભાર જાણે કે અનેકગણો થઈ ગયો.’  

આ સંગ્રહની અન્ય નારીકેન્દ્રી વાર્તા પણ નોંધપાત્ર છે. ‘નર્તન મૂર્તિર્’ કળા અને પ્રેમનું સમર્થન કરતી વાર્તા છે. ઘરની નાની નાની ચોકસાઈ લેખિકાએ અહીં ખૂબ રસથી વર્ણવી છે. વાર્તાના આરંભમાં જ હિંદુ સ્ત્રીની કુશળતા કેવી હોય! એ દૃશ્યસ્થ કરી છે. જેમ કે એક ઉદાહરણ આ મુજબ છે – ‘આગળ પાછળ બે પાટલા ગોઠવીને તેમણે ઝડપથી રસિકલાલની થાળી પીરસી દીધી. વટાણા વેંગણના શાક ઉપરાંત આજે રસિકલાલને ભાવતો ગુવારનો મઠો પણ બનાવ્યો હતો. કાચી હળદર ને ચટણી થાળીની ધારે રહીને રંગ જમાવતાં હતાં. એકસરખી ફૂલેલી ઉપરથી સફેદ ને નીચેથી સહેજ ગુલાબી પાતળી ગોળ પૂરીઓ એક પછી એક તળાવા માંડી. અને આઠેક વર્ષની લાડકી પુત્રી વેણુએ તે પીરસવા માંડી.’ પ્રસ્તુત વાર્તામાં ઘરેલું સંવાદ, ભારતીય પરિવારની ઉષ્મા અને સમસ્યાઓ સહજ રીતે વ્યક્ત કરવામાં આવ્યા છે.

Navigation menu