ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/અંજલિ ખાંડવાળા: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
Line 2: Line 2:
{{Heading|વાર્તાકાર : અંજલિ ખાંડવાળા|કોશા રાવલ}}

[[File:Radheshyam Sharma 3.jpg|200px|right]]
[[File:Anjali Khandwala.jpg|200px|right]]

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 8: Line 8:
સમયની દૃષ્ટિએ અનુ-આધુનિકયુગના સર્જક અંજલિ ખાંડવાળાનું સર્જન, લક્ષણોની દૃષ્ટિએ આધુનિક છે. એમની વાર્તાઓ કેનેડામાં, પશ્ચિમી સાહિત્યનું પરિશીલન અને અંદર વસતો સંવેદનશીલ ભારતીય નારીનો આત્મા; વાર્તાઓમાં નિજી ફોરમ લઈ આવે છે. ‘વાર્તાવિમર્શ’ ગ્રંથમાં શ્રી રઘુવીર ચૌધરીના શબ્દોમાં અંજલિબહેનનો પરિચય રસપ્રદ છે :

“શ્રીમતી અંજલિ પ્રદીપ ખાંડવાળા (૨૧-૯-૧૯૪૦ – ૧૧-૪-૨૦૧૯) સાચું કહીએ તો સંગીતકાર છે. પણ એકવાર સમ પર પહોંચ્યા પછી એ પતિ સાથે લેખનસ્પર્ધામાં ઉતર્યાં છે. પણ આ સ્પર્ધા લય અને અર્થ વચ્ચેની છે. કોઈ જીતે તોય શું અને હારે તોય શું?.. ફિલસૂફી સાથે અભ્યાસ કર્યો હોય, કિરાના ઘરાનાની શાસ્ત્રીય તાલીમ લીધી હોય, મોન્ટ્રિયલની વેનિયર કૉલેજમાં ૧૯૭૦થી ૭૫ સુધી ભણાવ્યું હોય અને પતિ કરતાં વધુ સારું ગુજરાતી આવડતું તો પછી અંજલિબહેન શા માટે વાર્તા ન લખે?”૧

[[File:Lilo Chhokaro by Anjali Khandwala - Book Cover.jpg|200px|left]]
આધુનિક યુગનાં લક્ષણો સાથે, અભિવ્યક્તિનો સબળો અવાજ અંજલિ ખાંડવાળાની વાર્તાઓમાં જોવા મળે છે. ત્રણ વાર્તાસંગ્રહો આપનાર આ લેખિકાને ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાતી સાહિત્ય અકાદમી, ગુજરાત સાહિત્ય સભા તેમજ ક્રિટિક્સ ઍવૉર્ડનું બહુમાન મળેલ.

આવા નિજી મુદ્રાયુક્ત અંજલિ ખાંડવાળાનો પરિચય એમની વાર્તાઓ દ્વારા મેળવીએ :

Line 25: Line 25:
‘ભૂતોનો શિકાર’ વાર્તામાં બીકને પડકારવાની અને મનોબળ વધારવાની વાત વાર્તાનાયિકાના બાળપણના રંગે રંગાયેલી છે. જાતે કુદરતી રંગો બનાવી જીવન રંગ ભરતો ‘તુફાન’, ઘરનોકર ‘કાળિયો’ની ખેડૂત બનવાની સંઘર્ષ કથા, જાસૂસી કથા જેવી ‘ચમત્કાર’ વાર્તા આદિ મળે છે. આ સંગ્રહની વાર્તાઓમાં સંઘર્ષ-પરાક્રમ-સફળતાનો યજ્ઞ છે. આ વાર્તાઓ જેટલી પ્રેરણાદાયી છે એટલી કથાવસ્તુ, પાત્રવિકાસ કે વૈયેક્તિક સંઘર્ષ : જેવાં ટૂંકીવાર્તા માટેના અનિવાર્ય તત્ત્વની દૃષ્ટિ એ ખરી ઊતરતી નથી.

[[File:Aankhani Imarato by Anjali Khandwala - Book Cover.jpg|200px|left]]
બીજો વાર્તાસંગ્રહ ‘આંખની ઇમારતો’ની પ્રસ્તાવનમાં અંજલિબહેન નોંધે છે એમ, “આ વાર્તાઓ (લીલો છોકરો) પછી મારે હેતુલક્ષી વાર્તામાંથી મુક્તિ મેળવવી હતી. કળા અને હેતુ વચ્ચે જામતા દ્વંદ્વથી હું અકળાઈ ઊઠેલી.” હેતુલક્ષી વાર્તાઓમાંથી શિફ્ટ લઈ કળાકીય ઘાટ આપવાની રૂપલક્ષી વિભાવનાઓને સાક્ષાત્કાર કરતી વાર્તાઓ આ સંગ્રહમાં રચી. આ વાર્તાસંગ્રહ વિષે શ્રી જયેશ ભોગાયતા નોંધે છે : કોઈપણ વાદ-વાદી કે જૂથમાં સરક્યા વિના નિજી સંવેદનના બળે વાર્તા લખનારાં આ સર્જકની વાર્તાઓ ભાવકને રસપ્રદ લાગી છે. ઇન્દુભાઈ ગાયબ વાર્તાને ૧૯૮૫ની શ્રેષ્ઠ ગુજરાતી વાર્તા માટે સી.એસ.એસ. ઍવૉર્ડ મળ્યો છે. જે પુરસ્કારની ઘટના તેમની સર્જક પ્રતિભાના આધારરૂપ છે.”૩

આ સંગ્રહની વાર્તાઓમાં ‘ઇન્દુભાઇ ગાયબ’, ‘શક્તિપાત’, ‘ચાંદલાનો વ્યાપ’, ‘કાળુ ગુલાબ’, ‘બાટલીનો ઉંદર’ આદિ નોંધપાત્ર છે. આ સંગ્રહની સહુથી પહેલી નજરે પડતી વિશેષતા છે તેની સંવાદકળા. ટૂંકા સ્ફૂર્તિલા સંવાદોથી અનુભવાતી તાજગી અને એ સંવાદોને અજવાળતાં પાત્ર તેમજ પાત્રગત પરિસ્થિતિ સ્પૃહણીય છે.૪

Line 37: Line 37:
ઉધારપાસામાં વાર્તાઓમાં સરેરાશ સમયની એકસૂત્રતા તેમજ ચુસ્તતા ઓછી જણાઈ છે. ઉપલક રીતે વાર્તા રસપ્રદ બનતી હોવા છતાં એની વાચાળતા બાબતે ડાહ્યાભાઈ પટેલનું નિરીક્ષણ નોંધનીય છે :

“ટૂંકી વાર્તામાં વર્ણનનો વિસ્તાર આવી શકે નહિ તેમ આવે તો રસિક થઈ પડે નહિ. વર્ણનોમાં પણ જે કાંઈક વધારે આકર્ષક, મનોહર, સૂચક હોય તે જ આવવું જોઈએ.”૬ આ મર્યાદા એમની વાર્તાના ઉધારપક્ષે રહી છે. અભિવ્યક્તિની તાજગી, રસપ્રદ જીવંત વર્ણનો, વાર્તાસંગ્રહોમાં જમાપક્ષે રહે છે.

[[File:Arisa-man Yatra by Anjali Khandwala - Book Cover.jpg|200px|left]]
ત્રીજો સંગ્રહ, મરણોત્તર ‘અરીસામાં યાત્રા’ એમના શબ્દોમાં ‘વ્યક્તિત્વ પરિવર્તન’ આધારિત છે. વાંઝણીનું મહેણું ભાંગતી, વાર્તાનાયિકા ‘મંછી બા’ આદિવાસી નેતા બની જાય. તો અભણ મિનોતી, પોતાને તુચ્છકારતા-ભણેલા પતિને છોડી સ્વબળે આગળ વધી ‘મહાનદ’ જેવું ભર્યું જીવન વિતાવે. અન્ય વાર્તા ‘પ્રેમની જનની’માં વાર્તાનાયિકા ઘરવ્યવસ્થાના અસહ્ય બોજમાં તમાકુની બંધાણી બને. ફરી ઘરના લોકોની મદદથી બહાર આવે અને ભક્તિરસમાં ડૂબી જાય. આ ઉપરાંત કૂતરાના પ્રેમની વાર્તા, માતાના સ્વભાવની વાત કહેતી દીકરીઓની વાર્તા, કાળી કન્યાનો પ્રતિકાર દર્શાવતી વાર્તા : આવા વિવિધ વ્યક્તિ ચિત્રો રજૂ કરતી વાર્તાઓ મળે છે. અહીં એ નોંધવું રહ્યું કે આ સંગ્રહની વાર્તા જેટલી વ્યક્તિ ચિત્રની નજીક છે એટલી વાર્તા કળાની નજીક પહોંચી શકી નથી. પ્રેરણાદાયી પ્રસંગકથા તરીકે વિશેષ ઉપર્યુક્ત જણાય છે.

સમગ્રતયા અંજલિ ખાંડવાળાને અનુ-આધુનિકયુગમાં નિજી મુદ્રા ઉપસાવવામાં સક્ષમ વાર્તાકાર કહી શકાય. નેવુમા દાયકામાં જ્યારે આધુનિકતાનાં વળતાં પાણી હતાં, સરેરાશ વાચકો આવી વાર્તાઓ પ્રત્યે લગભગ વિમુખ થઈ ગયા હતા, એવા સમયમાં વાર્તારસ સાદ્યન્ત જાળવી પોતીકી સંવેદનાને લીલીછમ અભિવ્યક્તિ આપનાર અંજલિબહેનની વાર્તાઓ પ્રેરણાત્મક વિષયો અને શબ્દચિત્રોની તાજપને લીધે નોંધપાત્ર છે.

Navigation menu