31,397
edits
(+1) |
(- ગુજરાતી આંકડા) |
||
| Line 11: | Line 11: | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અગ્નિશિખાનું દૃષ્ટાંત બતાવે છે કે સુરેશ જોષીને મતે આકૃતિ કે રૂપ એ કોઈ બાહ્ય ખોખું નથી. એમાં સામગ્રીનો પરિહાર નથી, પણ સામગ્રીના આગવા પરિમાણને વ્યક્ત કરવાની ક્રિયા છે. સુરેશ જોષી, ક્યારેક, પોતાના વાર્તાલેખન અંગેના નિવેદનમાં કહ્યું છે તેમ, આત્યંતિક અને આપણને ભરમાવે એવી રીતે કહી નાખે છે કે “લાગણીઓને બીબાં પૂરતી વાપરી છે, આકાર ઢાળ્યા પછી વર્જ્ય ગણી એમનો પરિહાર કર્યો છે. | અગ્નિશિખાનું દૃષ્ટાંત બતાવે છે કે સુરેશ જોષીને મતે આકૃતિ કે રૂપ એ કોઈ બાહ્ય ખોખું નથી. એમાં સામગ્રીનો પરિહાર નથી, પણ સામગ્રીના આગવા પરિમાણને વ્યક્ત કરવાની ક્રિયા છે. સુરેશ જોષી, ક્યારેક, પોતાના વાર્તાલેખન અંગેના નિવેદનમાં કહ્યું છે તેમ, આત્યંતિક અને આપણને ભરમાવે એવી રીતે કહી નાખે છે કે “લાગણીઓને બીબાં પૂરતી વાપરી છે, આકાર ઢાળ્યા પછી વર્જ્ય ગણી એમનો પરિહાર કર્યો છે.”<ref>કલાકૃતિમાં પ્રસ્તુતનો અપ્રસ્તુતને હાથે સંહાર થતો હોય છે અને એને અંતે રહેતો શુદ્ધ અવકાશ જ આપણા આસ્વાદનો વિષય બને છે એમ પણ સુરેશ જોષી કહે છે.</ref> પરંતુ સામાન્યતઃ તેઓ રૂપનિર્માણમાં સંવેદનની વિશિષ્ટતા રહેલી છે એ રીતે જુએ છે. અલબત્ત, આ રૂપ પછી કોઈ માધ્યમ રહેતું નથી, એ જ પ્રાપ્તવ્ય બની જાય છે. | ||
આ રૂપનિર્માણ કેવી રીતે થાય છે? કવિને કોઈક સંવેદન થાય છે. એને એ તટસ્થ બનીને જુએ છે તેથી એનું abstraction સિદ્ધ થાય છે. એમાં પૂરક કે વિરોધી સંવેદનો ભળે છે અને વ્યાપ્તિ તથા સઘનતાવાળું સંવેદનનું નવું રૂપ પ્રગટ થાય છે. સુરેશ જોષીએ એક દૃષ્ટાંત લઈ રૂપનિર્માણની પ્રક્રિયા સમજાવી છે તે જુઓ : | આ રૂપનિર્માણ કેવી રીતે થાય છે? કવિને કોઈક સંવેદન થાય છે. એને એ તટસ્થ બનીને જુએ છે તેથી એનું abstraction સિદ્ધ થાય છે. એમાં પૂરક કે વિરોધી સંવેદનો ભળે છે અને વ્યાપ્તિ તથા સઘનતાવાળું સંવેદનનું નવું રૂપ પ્રગટ થાય છે. સુરેશ જોષીએ એક દૃષ્ટાંત લઈ રૂપનિર્માણની પ્રક્રિયા સમજાવી છે તે જુઓ : | ||
“કોઈને એકલતાનો અનુભવ થતો હોય તો તે વર્ણવવાને ‘મને એકલું-એકલું લાગે છે’ એમ જો એ કહે તો એથી કહેનાર કે સાંભળનાર આગળ આ એકલતા મૂર્ત થઈ ઊઠતી નથી; એ ભાવને આકાર મળતો નથી. આપણું સંવેદન ઇંદ્રિયગ્રાહ્ય હોય છે. માટે એની મૂર્તતા માટે એ બધી ઇંદ્રિયોના પરિમાણનો વિષય બની રહે તો એ સાચા અર્થમાં વાસ્તવિક બને. આ એકલતાના અનુભવની તીવ્રતા જ મને મારી તત્કાલીન ચિત્તસ્થિતિની સંકીર્ણતામાંથી બહાર કાઢીને આ એકલતાના સ્વરૂપને સ્ફુટ કરવામાં ઉપકારક નીવડે એવી, સ્મૃતિમાં સચવાયેલી વેરવિખેર સંવેદનાઓ, અધ્યાસ – આ બધાંને પોતા તરફ ચુંબકીય બળથી આકર્ષીને એનો એક ભાવપુદ્ગલ રચી આપે છે. અપૂજ શિવમંદિરમાંના ગભારામાંનો, દીપથી અજવાળાયા વિનાનો એકાકી સૂનો અંધકાર, સાંજ વેળાની નિસ્તબ્ધતામાં મંદિરની આરતીનો પ્રસરી જઈને લોપ થતો ઘંટારવ, જીર્ણ અવાવરુ વાવને તળિયે બાઝેલાં પાણી પર કોઈક છિદ્રમાંથી આવી ચડેલું સૂર્યકિરણ – આવી ધ્વનિની, દૃશ્યની વિક્ષિપ્ત ઘટનાઓ એકાએક એકસૂત્રે ગૂંથાઈ જઈને મારી એકલતાની અનુભૂતિને સાકાર કરી આપે છે. આ રીતે સાકાર થયેલી અનુભૂતિને ભાષામાં પ્રકટ કરતી વેળાએ ઘુમ્મટના પોલાણમાં ઘુમરાતા અવાજગુણવાળા ગોરંભાતા વર્ણોની યોજના કરીને એ એકલતાને વધુ મૂર્ત કરી શકાય. આ રીતે મૂર્ત થયેલી એકલતા પછીથી મારી અમુક સમયની ભાવાવસ્થા મટી જઈને, આ પ્રક્રિયાઓમાંથી પસાર થવાને કારણે, વ્યક્તિનિરપેક્ષ સ્થળકાળનિરપેક્ષ સદાને માટે આસ્વાદ્ય એવી કલાકૃતિ બની રહે છે.” | “કોઈને એકલતાનો અનુભવ થતો હોય તો તે વર્ણવવાને ‘મને એકલું-એકલું લાગે છે’ એમ જો એ કહે તો એથી કહેનાર કે સાંભળનાર આગળ આ એકલતા મૂર્ત થઈ ઊઠતી નથી; એ ભાવને આકાર મળતો નથી. આપણું સંવેદન ઇંદ્રિયગ્રાહ્ય હોય છે. માટે એની મૂર્તતા માટે એ બધી ઇંદ્રિયોના પરિમાણનો વિષય બની રહે તો એ સાચા અર્થમાં વાસ્તવિક બને. આ એકલતાના અનુભવની તીવ્રતા જ મને મારી તત્કાલીન ચિત્તસ્થિતિની સંકીર્ણતામાંથી બહાર કાઢીને આ એકલતાના સ્વરૂપને સ્ફુટ કરવામાં ઉપકારક નીવડે એવી, સ્મૃતિમાં સચવાયેલી વેરવિખેર સંવેદનાઓ, અધ્યાસ – આ બધાંને પોતા તરફ ચુંબકીય બળથી આકર્ષીને એનો એક ભાવપુદ્ગલ રચી આપે છે. અપૂજ શિવમંદિરમાંના ગભારામાંનો, દીપથી અજવાળાયા વિનાનો એકાકી સૂનો અંધકાર, સાંજ વેળાની નિસ્તબ્ધતામાં મંદિરની આરતીનો પ્રસરી જઈને લોપ થતો ઘંટારવ, જીર્ણ અવાવરુ વાવને તળિયે બાઝેલાં પાણી પર કોઈક છિદ્રમાંથી આવી ચડેલું સૂર્યકિરણ – આવી ધ્વનિની, દૃશ્યની વિક્ષિપ્ત ઘટનાઓ એકાએક એકસૂત્રે ગૂંથાઈ જઈને મારી એકલતાની અનુભૂતિને સાકાર કરી આપે છે. આ રીતે સાકાર થયેલી અનુભૂતિને ભાષામાં પ્રકટ કરતી વેળાએ ઘુમ્મટના પોલાણમાં ઘુમરાતા અવાજગુણવાળા ગોરંભાતા વર્ણોની યોજના કરીને એ એકલતાને વધુ મૂર્ત કરી શકાય. આ રીતે મૂર્ત થયેલી એકલતા પછીથી મારી અમુક સમયની ભાવાવસ્થા મટી જઈને, આ પ્રક્રિયાઓમાંથી પસાર થવાને કારણે, વ્યક્તિનિરપેક્ષ સ્થળકાળનિરપેક્ષ સદાને માટે આસ્વાદ્ય એવી કલાકૃતિ બની રહે છે.” | ||
એ રીતે રૂપબદ્ધ થયેલું સંવેદન એ પાછી અપૂર્વ અનનુભૂત વસ્તુ બની રહે છે. દેખીતી રીતે જ, અહીં કવિના દ્રષ્ટા કે અનુભવને વાચા આપનાર તરીકેના કાર્ય કરતાં સ્રષ્ટા તરીકેના કાર્ય પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. પ્રેરણાના આવેગમાં કવિ કંઈક ઉદ્ગાર કરી બેસે છે એ ખ્યાલ પણ હવે છોડી દેવામાં આવ્યો છે. સર્જક ઘણાબધા પડકારોનો સામનો કરીને રૂપનિર્માણ કરે છે. અને કાવ્યની પરીક્ષા પણ એ રૂપનિર્માણને આધારે જ કરવી જોઈએ. એટલે કે કાવ્યનાં વર્ણ, શબ્દાર્થ, શબ્દચિત્ર, પ્રતીક, છંદોલય આદિ અનુભૂતિના નવા નવા આકારો, લાગણી-લાગણી વચ્ચેના નવા સંબંધો અને સંદર્ભો સર્જવામાં કઈ રીતે ભાગ ભજવે છે એની તપાસ એ જ વિવેચનનો ખરો વિષય ગણાય. | એ રીતે રૂપબદ્ધ થયેલું સંવેદન એ પાછી અપૂર્વ અનનુભૂત વસ્તુ બની રહે છે. દેખીતી રીતે જ, અહીં કવિના દ્રષ્ટા કે અનુભવને વાચા આપનાર તરીકેના કાર્ય કરતાં સ્રષ્ટા તરીકેના કાર્ય પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. પ્રેરણાના આવેગમાં કવિ કંઈક ઉદ્ગાર કરી બેસે છે એ ખ્યાલ પણ હવે છોડી દેવામાં આવ્યો છે. સર્જક ઘણાબધા પડકારોનો સામનો કરીને રૂપનિર્માણ કરે છે. અને કાવ્યની પરીક્ષા પણ એ રૂપનિર્માણને આધારે જ કરવી જોઈએ. એટલે કે કાવ્યનાં વર્ણ, શબ્દાર્થ, શબ્દચિત્ર, પ્રતીક, છંદોલય આદિ અનુભૂતિના નવા નવા આકારો, લાગણી-લાગણી વચ્ચેના નવા સંબંધો અને સંદર્ભો સર્જવામાં કઈ રીતે ભાગ ભજવે છે એની તપાસ એ જ વિવેચનનો ખરો વિષય ગણાય. | ||
સુરેશ જોષી એક બાજુથી રૂપનિર્માણનું મહત્ત્વ કરે છે તેમ બીજી બાજુથી રૂપબદ્ધ થયેલી કોઈપણ સંવેદનાને તુચ્છ કે નગણ્ય ગણવા તૈયાર નથી. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ નવી કવિતાની ‘અલ્પસ્વલ્પ પ્રત્યક્ષ’ને શબ્દબદ્ધ કરવાની પ્રવૃત્તિ પ્રત્યે આક્રોશ વ્યક્ત કરેલો. એમણે કાવ્યમાં સૌંદર્યનો આગ્રહ રાખ્યો પણ સૌંદર્યની એવી સંકીર્ણ વ્યાખ્યા સ્વીકારી કે જેમાંથી, સુરેશ જોષી કહે છે તેમ, ઘણાં અનુભૂતિવિશ્વો બાકાત રહી જાય. સુરેશ જોષી સંવેદનના જગતને કોઈ સીમામાં પૂરવા માગતા નથી. સૌંદર્યને સ્થાને સામર્થ્યનો આગ્રહ રાખવાનું તેઓ સૂચવે છે અને રૂઢ પ્રતિભાવોના તંત્રને ફગાવી દઈને નવેસરથી જ બધી ઇંદ્રિયોને, નવા પ્રતિભાવોની શોધના સાહસ માટે દોડાવવી જોઈએ એવો અભિપ્રાય દર્શાવે છે. | સુરેશ જોષી એક બાજુથી રૂપનિર્માણનું મહત્ત્વ કરે છે તેમ બીજી બાજુથી રૂપબદ્ધ થયેલી કોઈપણ સંવેદનાને તુચ્છ કે નગણ્ય ગણવા તૈયાર નથી. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ નવી કવિતાની ‘અલ્પસ્વલ્પ પ્રત્યક્ષ’ને શબ્દબદ્ધ કરવાની પ્રવૃત્તિ પ્રત્યે આક્રોશ વ્યક્ત કરેલો. એમણે કાવ્યમાં સૌંદર્યનો આગ્રહ રાખ્યો પણ સૌંદર્યની એવી સંકીર્ણ વ્યાખ્યા સ્વીકારી કે જેમાંથી, સુરેશ જોષી કહે છે તેમ, ઘણાં અનુભૂતિવિશ્વો બાકાત રહી જાય. સુરેશ જોષી સંવેદનના જગતને કોઈ સીમામાં પૂરવા માગતા નથી. સૌંદર્યને સ્થાને સામર્થ્યનો આગ્રહ રાખવાનું તેઓ સૂચવે છે અને રૂઢ પ્રતિભાવોના તંત્રને ફગાવી દઈને નવેસરથી જ બધી ઇંદ્રિયોને, નવા પ્રતિભાવોની શોધના સાહસ માટે દોડાવવી જોઈએ એવો અભિપ્રાય દર્શાવે છે.<ref>૨કલાનો આનંદ એ પણ સુરેશ જોષીની દૃષ્ટિએ અંગત રીતે અનુકૂળ સંવેદ્ય લાગણી નથી. એ heightened awarenessના અનુભવનો, ચૈતન્યની સન્નધ અવસ્થાના અનુભવનો આનંદ છે.</ref> આ ઉપરાંત, એમની તો ફરિયાદ છે કે આપણા સર્જકો વાસ્તવની એક સંકુચિત-મર્યાદિત સૃષ્ટિમાં – બુદ્ધિગમ્ય વાસ્તવની સૃષ્ટિમાં પુરાયેલા રહ્યા છે. તેઓ પોતે તો ચૈતસિક વાસ્તવના આગ્રહી છે અને સ્વપ્ન, તંદ્રાવસ્થા, કપોલકલ્પિત, બાલ્યાવસ્થાની કલ્પના, અસંગતતા આ સર્વમાં સત્યના મૂલ્યવાન અંશો રહેલા છે એમ માને છે. એમની દૃષ્ટિએ સત્ય એટલે સન્તતિ – pure state of existing – ચેતનાની શુદ્ધ પ્રવાહી સ્થિતિ. | ||
જો કાવ્યમાં સામગ્રી કે દર્શનનું નહીં પણ રૂપનિર્માણનું મહત્ત્વ હોય તો કાવ્ય-કાવ્ય વચ્ચે તારતમ્યનું – ઉચ્ચાવચતાનું ધોરણ શું? સુરેશ જોષી કહે છે કે માધ્યમની શક્યતાઓને જે કવિ વધારે પ્રમાણમાં સિદ્ધ કરે, ઓછામાં ઓછી સામગ્રીના ઉપયોગથી જે કવિ વધુ સિદ્ધ કરે – રહસ્યના વધારે વ્યાપક વિસ્તારને પોતાના વ્યાપમાં લઈ શકે એ ઉચ્ચ કવિ. | જો કાવ્યમાં સામગ્રી કે દર્શનનું નહીં પણ રૂપનિર્માણનું મહત્ત્વ હોય તો કાવ્ય-કાવ્ય વચ્ચે તારતમ્યનું – ઉચ્ચાવચતાનું ધોરણ શું? સુરેશ જોષી કહે છે કે માધ્યમની શક્યતાઓને જે કવિ વધારે પ્રમાણમાં સિદ્ધ કરે, ઓછામાં ઓછી સામગ્રીના ઉપયોગથી જે કવિ વધુ સિદ્ધ કરે – રહસ્યના વધારે વ્યાપક વિસ્તારને પોતાના વ્યાપમાં લઈ શકે એ ઉચ્ચ કવિ.<ref>કાવ્યના મૂલ્યાંકનનું એક ધોરણ સુરેશ જોષી એવું આપે છે કે “કવિ આપણા અવકાશ જોડે શું કરે છે?”</ref> કૃતિની દીર્ઘતા-લઘુતાનાં ધોરણો, ઊર્મિકાવ્ય-મહાકાવ્યના ભેદો આ વિચારણામાં અપ્રસ્તુત બની જાય છે; ટૂંકી વાર્તા પણ epic tenor (મહાકાવ્યનું ધોરણ) ધરાવતી હોઈ શકે છે. | ||
માધ્યમની શક્યતાઓ સિદ્ધ કરવી એટલે શું? સુરેશ જોષી કહે છે કે “કવિ કશુંક કહેવા માગતો નથી. એ કશુંક કરવા માગે છે અને એનું એ કાર્ય તે ભાષાનું પુનર્વિધાન, ભાષાનો અપૂર્વ વિનિયોગ.” સુરેશ જોષીએ ભાષાના અપૂર્વ વિનિયોગની અનેકવિધ શક્યતાઓનો પોતાના વિવેચનમાં વારંવાર ઉલ્લેખ કર્યો છે – ભાષાનું વિસંવાદી પોત (discordant texture), લયનું એકસૂરીલાપણું, કલ્પનોનાં વિકૃતીકરણ (distortion) અને ઘનીકરણ (condensation), પ્રતીકની ભિન્નભિન્ન પ્રકારની રચના વગેરે. આ બધાંને ઉદાહરણોથી સમર્પિત કરવાનું – સુગમ બનાવવાનું એમનાથી બહુ બની શક્યું નથી, પણ પોતાની કૃતિસમીક્ષાઓમાં તો એમણે ભાષાના અપૂર્વ વિનિયોગને તપાસવાનો ઉપક્રમ રાખ્યો છે ખરો. | માધ્યમની શક્યતાઓ સિદ્ધ કરવી એટલે શું? સુરેશ જોષી કહે છે કે “કવિ કશુંક કહેવા માગતો નથી. એ કશુંક કરવા માગે છે અને એનું એ કાર્ય તે ભાષાનું પુનર્વિધાન, ભાષાનો અપૂર્વ વિનિયોગ.” સુરેશ જોષીએ ભાષાના અપૂર્વ વિનિયોગની અનેકવિધ શક્યતાઓનો પોતાના વિવેચનમાં વારંવાર ઉલ્લેખ કર્યો છે – ભાષાનું વિસંવાદી પોત (discordant texture), લયનું એકસૂરીલાપણું, કલ્પનોનાં વિકૃતીકરણ (distortion) અને ઘનીકરણ (condensation), પ્રતીકની ભિન્નભિન્ન પ્રકારની રચના વગેરે. આ બધાંને ઉદાહરણોથી સમર્પિત કરવાનું – સુગમ બનાવવાનું એમનાથી બહુ બની શક્યું નથી, પણ પોતાની કૃતિસમીક્ષાઓમાં તો એમણે ભાષાના અપૂર્વ વિનિયોગને તપાસવાનો ઉપક્રમ રાખ્યો છે ખરો. | ||
સાહિત્યમાં વધુ ને વધુ મૂર્તતાનો આગ્રહ રાખનાર અને નવા જ ઇંદ્રિયપ્રતિભાવો તથા વાસ્તવની અગોચર ભૂમિઓની શોધમાં લાગવાનું કહેનાર વિવેચનમાં કલ્પનો અને પ્રતીકોની ચર્ચા મહત્ત્વની બની રહે તે સમજાય એવું છે. પ્રતીકના સ્વરૂપને અને કાર્યને તો, સુરેશ જોષી, ગુજરાતી વિવેચનમાં પહેલી વાર સૂક્ષ્મતાથી તપાસવાનો પ્રયત્ન કરે છે. પ્રતીક વિશે તેઓ એમ કહે છે ખરા કે “પ્રસ્તુત દ્વારા થતું અપ્રસ્તુતનું સૂચન એ પ્રતીકનું લક્ષણ છે.” પણ પ્રસ્તુત અને અપ્રસ્તુતને જોડવાની કાવ્યની રીતિ સૂક્ષ્મ બનતી ચાલી છે એની તેઓ નોંધ લે છે. અને પ્રસ્તુતનો અપ્રસ્તુતને હાથે સંહાર થાય છે એમ કહેવા સુધી પણ જાય છે. કાવ્યના શબ્દોને તેઓ સ્પ્રિન્ગબૉર્ડ તરીકે પણ વર્ણવે છે, જે અનુભૂતિના અપરિમેય વિસ્તારમાં વિહરવા આપણને મૂકી દે છે. દોસ્તોયેવસ્કીની નવલકથા ‘ક્રાઈમ ઍન્ડ પનિશમેન્ટ’માં ઘોડીને ફટકારતા ખેડૂતનું સ્વપ્ન રાસ્કોલનિકોવને આવે છે તે, કથાના ભિન્નભિન્ન સંદર્ભોમાં કેવા ભિન્નભિન્ન સંકેતો ધરાવે છે તે સુરેશ જોષીએ સ્ફુટ કર્યું છે (‘કથોપકથન’, પૃ. ૧૫૮-૯) તેમાં આ મુદ્દાનું સમર્થન જોઈ શકાય. | સાહિત્યમાં વધુ ને વધુ મૂર્તતાનો આગ્રહ રાખનાર અને નવા જ ઇંદ્રિયપ્રતિભાવો તથા વાસ્તવની અગોચર ભૂમિઓની શોધમાં લાગવાનું કહેનાર વિવેચનમાં કલ્પનો અને પ્રતીકોની ચર્ચા મહત્ત્વની બની રહે તે સમજાય એવું છે. પ્રતીકના સ્વરૂપને અને કાર્યને તો, સુરેશ જોષી, ગુજરાતી વિવેચનમાં પહેલી વાર સૂક્ષ્મતાથી તપાસવાનો પ્રયત્ન કરે છે. પ્રતીક વિશે તેઓ એમ કહે છે ખરા કે “પ્રસ્તુત દ્વારા થતું અપ્રસ્તુતનું સૂચન એ પ્રતીકનું લક્ષણ છે.” પણ પ્રસ્તુત અને અપ્રસ્તુતને જોડવાની કાવ્યની રીતિ સૂક્ષ્મ બનતી ચાલી છે એની તેઓ નોંધ લે છે. અને પ્રસ્તુતનો અપ્રસ્તુતને હાથે સંહાર થાય છે એમ કહેવા સુધી પણ જાય છે. કાવ્યના શબ્દોને તેઓ સ્પ્રિન્ગબૉર્ડ તરીકે પણ વર્ણવે છે, જે અનુભૂતિના અપરિમેય વિસ્તારમાં વિહરવા આપણને મૂકી દે છે. દોસ્તોયેવસ્કીની નવલકથા ‘ક્રાઈમ ઍન્ડ પનિશમેન્ટ’માં ઘોડીને ફટકારતા ખેડૂતનું સ્વપ્ન રાસ્કોલનિકોવને આવે છે તે, કથાના ભિન્નભિન્ન સંદર્ભોમાં કેવા ભિન્નભિન્ન સંકેતો ધરાવે છે તે સુરેશ જોષીએ સ્ફુટ કર્યું છે (‘કથોપકથન’, પૃ. ૧૫૮-૯) તેમાં આ મુદ્દાનું સમર્થન જોઈ શકાય. | ||
તો, હવે, સંકેતની નિશ્ચિતતા નહીં પણ અપરિમેયતા કાવ્યનું લક્ષણ બની જાય છે. સુરેશ જોષી કહે છે કે “કાવ્યનો અર્થ તો કાવ્યસમસ્ત છે”, “એ અર્થ સમૃદ્ધ છે, માટે એમાં એકવાક્યતા ન સંભવે. પણ આ એકવાક્યતાનો અભાવ તે સંદિગ્ધતાને કારણે નથી, પણ અપરિમેયતાને કારણે છે.” કાવ્યના અર્થની અનિશ્ચિતતા-અપરિમેયતાના આ ખ્યાલને સુરેશ જોષી ક્યાં સુધી લંબાવે છે તે પણ જુઓ : “કવિની કવિતા તો પેલા શબ્દોમાં નથી, પેલી પંક્તિઓમાં નથી પણ આ બધાની વચ્ચે રાખેલા મુક્ત અવકાશમાં છે.” માલાર્મેને આવો અવકાશ ઇષ્ટ હતો એમ સુરેશ જોષી નોંધે છે. | તો, હવે, સંકેતની નિશ્ચિતતા નહીં પણ અપરિમેયતા કાવ્યનું લક્ષણ બની જાય છે. સુરેશ જોષી કહે છે કે “કાવ્યનો અર્થ તો કાવ્યસમસ્ત છે”, “એ અર્થ સમૃદ્ધ છે, માટે એમાં એકવાક્યતા ન સંભવે. પણ આ એકવાક્યતાનો અભાવ તે સંદિગ્ધતાને કારણે નથી, પણ અપરિમેયતાને કારણે છે.” કાવ્યના અર્થની અનિશ્ચિતતા-અપરિમેયતાના આ ખ્યાલને સુરેશ જોષી ક્યાં સુધી લંબાવે છે તે પણ જુઓ : “કવિની કવિતા તો પેલા શબ્દોમાં નથી, પેલી પંક્તિઓમાં નથી પણ આ બધાની વચ્ચે રાખેલા મુક્ત અવકાશમાં છે.” માલાર્મેને આવો અવકાશ ઇષ્ટ હતો એમ સુરેશ જોષી નોંધે છે. | ||
વિષ્ણુપ્રસાદે એક વખત એવું કહેલું કે અસ્પષ્ટતા પણ કવિતામાં સાર્થ હોઈ શકે છે અને અર્થનિષ્પત્તિ વગર અનુભવનિષ્પત્તિ દ્વારા રસનિષ્પત્તિ થાય એવો સંભવ એમણે સ્વીકારેલો, પણ તરત જ એમણે વાતને વાળી લીધેલી, એમ કહીને કે આ નિયમ નથી, કવિતાની અપવાદરૂપ સ્થિતિ છે; અને પછીથી તો એવું સ્પષ્ટપણે જાહેર કરેલું કે કાવ્ય એ અર્થની કલા છે, શબ્દની નહીં. ઉમાશંકરે શબ્દની બહિર્નિર્દેશકતાનો ધ્વંસ ન થાય એવી ચેતવણી ઉચ્ચારી છે અને શુદ્ધ કવિતા વિશે સંદેહ પ્રગટ કર્યો છે તે આપણે જોઈ ગયા છીએ. સુરેશ જોષીની નવ્ય વિવેચના પરિચિત અર્થની નિષ્પત્તિના સોપાનને ઉડાવી દઈ કે એને ગૌણ બનાવી દઈ કવિતાને શુદ્ધ કલાની કોટિએ પહોંચાડવા મથી રહી છે એ અત્યંત સ્પષ્ટ છે. | વિષ્ણુપ્રસાદે એક વખત એવું કહેલું કે અસ્પષ્ટતા પણ કવિતામાં સાર્થ હોઈ શકે છે અને અર્થનિષ્પત્તિ વગર અનુભવનિષ્પત્તિ દ્વારા રસનિષ્પત્તિ થાય એવો સંભવ એમણે સ્વીકારેલો, પણ તરત જ એમણે વાતને વાળી લીધેલી, એમ કહીને કે આ નિયમ નથી, કવિતાની અપવાદરૂપ સ્થિતિ છે; અને પછીથી તો એવું સ્પષ્ટપણે જાહેર કરેલું કે કાવ્ય એ અર્થની કલા છે, શબ્દની નહીં. ઉમાશંકરે શબ્દની બહિર્નિર્દેશકતાનો ધ્વંસ ન થાય એવી ચેતવણી ઉચ્ચારી છે અને શુદ્ધ કવિતા વિશે સંદેહ પ્રગટ કર્યો છે તે આપણે જોઈ ગયા છીએ. સુરેશ જોષીની નવ્ય વિવેચના પરિચિત અર્થની નિષ્પત્તિના સોપાનને ઉડાવી દઈ કે એને ગૌણ બનાવી દઈ કવિતાને શુદ્ધ કલાની કોટિએ પહોંચાડવા મથી રહી છે એ અત્યંત સ્પષ્ટ છે. | ||
કાવ્યમાં જો અપૂર્વ અનનુભૂત વસ્તુનું – સંવેદનના નવા રૂપનું સર્જન કરવામાં આવતું હોય, એના અર્થની અપરિમેયતા પર ભાર મૂકવામાં આવતો હોય તો “અમુક નિશ્ચિત અર્થની ભાવકને કવિ તરફથી થતી લહાણી” એવા અર્થમાં સંક્રમણવ્યાપાર નભી શકે નહીં એ દેખીતું છે. | કાવ્યમાં જો અપૂર્વ અનનુભૂત વસ્તુનું – સંવેદનના નવા રૂપનું સર્જન કરવામાં આવતું હોય, એના અર્થની અપરિમેયતા પર ભાર મૂકવામાં આવતો હોય તો “અમુક નિશ્ચિત અર્થની ભાવકને કવિ તરફથી થતી લહાણી” એવા અર્થમાં સંક્રમણવ્યાપાર નભી શકે નહીં એ દેખીતું છે.<ref>સુરેશ જોષીની દૃષ્ટિએ કળા અહેતુક નિર્માણની પ્રવૃત્તિ છે; “કવિ સ્રષ્ટા છે, સંવાહક નથી.”</ref>એટલે સુરેશ જોષી જ્યૉર્જ વ્હેલીના શબ્દો ટાંકી સંક્રમણ એટલે અર્થનું સંવહન નહીં પણ મનની તદાકારતા એવું પ્રતિપાદન કરે છે. સંક્રમણના પર ભાર મૂકનારા બધી જવાબદારી કવિના ઉપર મૂકી દે છે એને બદલે સુરેશ જોષી ભાવકે પણ કલ્પના-વ્યાપાર ચલાવવાનો છે – એને પક્ષે પણ થોડા સાહસની અપેક્ષા છે એવું સૂચવે છે, અને કાવ્યના આસ્વાદની પ્રક્રિયાને આ રીતે સમજાવે છે : “કાવ્ય આપણી પકડમાં આવે માટે એને સંકોચવું, હ્રસ્વ કરવું. એના કરતાં કાવ્યની સાથે આપણે વિસ્તરીએ એ ઇષ્ટ છે.” આસ્વાદની પ્રક્રિયા સંક્રમણનો વ્યાપાર બનવાને બદલે દીક્ષા કે ઉપનયન(initiation)નો વ્યાપાર બની જાય છે. | ||
કાવ્યનો અર્થ જો કાવ્યસમસ્ત હોય તો કાવ્ય વિશે વાત કરવી કેટલે અંશે શક્ય? અપરિમેયતા એ કાવ્યાર્થનું લક્ષણ હોય અને ભાવકે એમાં પોતાનો કલ્પનાવ્યાપાર ચલાવવાનો હોય તો સમાન અનુભૂતિની શક્યતા ખરી? પછી ‘વિવેચન’નો કોઈ હેતુ ખરો? વિવેચનનો હવે અંત આવ્યો છે કે કેમ એવો પ્રશ્ન પણ સુરેશ જોષી સમક્ષ ખડો થાય છે. | કાવ્યનો અર્થ જો કાવ્યસમસ્ત હોય તો કાવ્ય વિશે વાત કરવી કેટલે અંશે શક્ય? અપરિમેયતા એ કાવ્યાર્થનું લક્ષણ હોય અને ભાવકે એમાં પોતાનો કલ્પનાવ્યાપાર ચલાવવાનો હોય તો સમાન અનુભૂતિની શક્યતા ખરી? પછી ‘વિવેચન’નો કોઈ હેતુ ખરો? વિવેચનનો હવે અંત આવ્યો છે કે કેમ એવો પ્રશ્ન પણ સુરેશ જોષી સમક્ષ ખડો થાય છે. | ||
આ નવી વિવેચનામાં કેટલાક ચર્ચાસ્પદ અંશો હોવાનો સંભવ છે. વિષ્ણુપ્રસાદે જેને અપવાદરૂપ પરિસ્થિતિ ગણી હતી તેને નિયમ બનાવવાનો અભિનિવેશ એમાં ક્યારેક પ્રગટ થાય છે. સાહિત્યના જીવન અને સમાજ સાથેના અનુબંધનો તંતુ કપાઈ જવાની અને સાહિત્યકાર કેવળ ભાષાનો એક રીતનો વિશેષજ્ઞ બની જવાની એમાં સંભાવના છે. તેમ છતાં સાહિત્ય પ્રત્યેના આપણા અભિગમમાં એ કેટલુંક પાયાનું પરિવર્તન આણે છે એ રીતે અત્યંત નોંધપાત્ર છે. | આ નવી વિવેચનામાં કેટલાક ચર્ચાસ્પદ અંશો હોવાનો સંભવ છે. વિષ્ણુપ્રસાદે જેને અપવાદરૂપ પરિસ્થિતિ ગણી હતી તેને નિયમ બનાવવાનો અભિનિવેશ એમાં ક્યારેક પ્રગટ થાય છે. સાહિત્યના જીવન અને સમાજ સાથેના અનુબંધનો તંતુ કપાઈ જવાની અને સાહિત્યકાર કેવળ ભાષાનો એક રીતનો વિશેષજ્ઞ બની જવાની એમાં સંભાવના છે. તેમ છતાં સાહિત્ય પ્રત્યેના આપણા અભિગમમાં એ કેટલુંક પાયાનું પરિવર્તન આણે છે એ રીતે અત્યંત નોંધપાત્ર છે. | ||