|
|
Line 382: |
Line 382: |
|
| |
|
| {{Block center|<poem><center><big><big>{{color|#003399|''' નર્સિંગહોમ '''}}</big></big> | | {{Block center|<poem><center><big><big>{{color|#003399|''' નર્સિંગહોમ '''}}</big></big> |
| <big>{{Color|#008f85|'''નિલેશ રાણા)'''}}</big> | | <big>{{Color|#008f85|'''નિલેશ રાણા'''}}</big> |
| અભિશાપિત વૃદ્ધાવસ્થાનું વન
| | અભિશાપિત વૃદ્ધાવસ્થાનું વન
|
| થોડાંક ઝૂકેલાં – થોડાંક ઢળેલાં
ને | | થોડાંક ઝૂકેલાં – થોડાંક ઢળેલાં
ને |
Line 475: |
Line 475: |
|
| |
|
| ==વાર્તા== | | ==વાર્તા== |
| [[File:Sanchayan 63 Image 15.png|left|400px]] | | [[File:Sanchayan 64 Image 4.jpg|left|400px]] |
| <big><big>{{right|{{color|#003399|''' અડધી રજા '''}} }}</big></big><br> | | <big><big>{{right|{{color|#003399|''' એક મેઈલ '''}} }}</big></big><br> |
| <big>{{right|{{Color|RoyalBlue|ꕥ પ્રવીણસિંહ ચાવડા ꕥ}} }}</big><br>
| | |
| {{rule|width=15em|height=1em|align=right|style=background-color:#eda475;color:inherit;border:0px solid black;}}
| |
| {{Poem2Open}}
| |
| હેડલાઇટ બંધ હતી તેથી કાર પ્રભાતના રતુંબડા પ્રકાશમાં તરતી હોય એમ આવી. રેલવે-ક્રોસિંગ આવીને એ ઊભી રહી ત્યારે બત્તીના થાંભલા પાછળ અંધારામાં એક પથ્થર ઉપર બેઠેલો પુરુષ ઊભો થયો અને માથું નમાવીને ધીમેથી સ્ત્રીની બાજુની સીટ ઉપર બેસી ગયો. એ ક્ષણે બંનેએ એકબીજાની સામે જોઈ લીધું. આ ક્રિયાઓ અવાજ વગર, સ્વપ્નમાં ભજવાતા દશ્યની જેમ થઈ. એ પછી કાર રેલવે-લાઇનને સમાંતર સાંકડા રસ્તા ઉપર ધીમેધીમે ગબડવા લાગી.
| |
| રસ્તો તૂટેલો હતો તેથી વારંવાર બ્રેક મારવી પડતી. હતી. સ્ત્રીએ ગિયર બદલતાં કહ્યું, ‘બધા રોડ નવા થયા પણ આવા ખૂણાના થોડા ટુકડા રહી ગયા છે. કોર્પોરેશન બિચારું કરી કરીને કેટલું કરે?’
| |
| પુરુષની નજર રેલવેના પાટા ઉપર હતી અને એને બાળપણના પ્રવાસોની વ્હિસલો સંભળાતી હતી. નાક પથ્થરિયા કોલસાના ધુમાડાની સુગંધ પકડતું હતું. નજર હટાવ્યા વગર એણે પૂછયું. ‘આ પાટા સુકાઈ ગયા છે કે હજુ એમની ઉપર ટ્રેનો દોડે છે?’
| |
| ‘બધી બંધ થઈ ગઈ, બસ જેવો એક ભૂતિયો ડબો આવે છે દિવસમાં બે વાર પણ એની સામેય કોઈ જોતું નથી. બધાની વાંહે ભૂત પડ્યું છે. ઊંઘ આવી હતી?’
| |
| ‘હા.’
| |
| ‘રિક્ષામાં આવ્યા? હોટલ ગલીની અંદર છે, નહીં? સ્ટેશનની પાસે સંકડાશમાં એવી જગ્યાએ તમારાથી ઉતરાય નહીં. આ બાજુ પણ હવે તો ઘણી સારી હોટલો થઈ છે.’
| |
| પુરુષ બોલવા ગયો પણ ફાવ્યું નહીં એટલે થોડી વાર માથું ધુણાવતો બેસી રહ્યો. પછી સ્ત્રીના બધા પ્રશ્નો ભેગા કરી એણે જવાબ. આપ્યો, ‘કંઈ ફેર પડતો નથી. વહેલો જાગી ગયો હતો. ચાલતો આવ્યો, ચાલવાની ઇચ્છા હતી.’
| |
| અજાણ્યા શહેરના અંધારામાં કલાકથી પથ્થર ઉપર બેઠો હતો તે કહ્યું નહીં.
| |
| ‘રસ્તો મળ્યો.’
| |
| ‘વટેમાર્ગુને રસ્તો બતાવતા ફકીરો, બાવા અને ચાની કીટલીઓવાળા છોકરા અંધારામાં થોડેથોડે અંતરે ગોઠવાયેલા હતા, ગેબી કારસ્તાન જેવું લાગ્યું.’
| |
| આટલાં વર્ષે મળવાનું થયું ત્યારે શરૂઆતમાં જ શહેરના રસ્તાઓ અને રેલવેલાઇનની અવદશા જેવા છાપાળવા વિષયો નીકળ્યા તે સ્ત્રીને ઠીક લાગ્યું નહીં હોય. સમતોલન માટે એણે નવો વિષય કાઢ્યો, ‘તમે એકલા પડી ગયા.’
| |
| બે રાત હોટલની સાંકડી રૂમમાં કાઢી હતી. પાસે સરનામું નહોતું. ટેલિફોન નંબર નહોતો. ભૂતકાળની તાકાત ઉપર એક માણસને શોધવાનું હતું. ટેલિફોન-ડિરેક્ટરીનો અભ્યાસ કર્યો. એના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પતિનું આધુનિક વિશેષ નામ તો ભુલાઈ ગયું હતું પણ અટક આવડતી હતી. બે-ચાર રોંગ નંબર પછી આગલી સાંજે સંપર્ક સધાયો હતો. એનો સ્વર સાંભળીને સ્ત્રીએ આશ્ચર્ય બતાવ્યું નહોતું. એટલે કે દૂર રહ્યે રહ્યે પણ પિયરમાં બનતી જન્મ અને મરણ જેવી મહત્ત્વની ઘટનાઓની માહિતી રાખતી હતી.
| |
| એણે કહ્યું હતું, ‘મને સમાચાર મળ્યા, ફોન કરવાનો વિચાર આવ્યો પણ પછી થયું આટલાં વર્ષે -’
| |
| ‘તારા ગામમાં આવ્યો છું.’
| |
| ‘પણ મારે ઘેર તો-’
| |
| ‘હું સમજું છું.’
| |
| ‘હોટલ ઉપર પણ મારાથી-’
| |
| ‘એ પણ સમજું છું.’
| |
| એ પછી મુલાકાત માટે તટસ્થ સમય અને સ્થળ. નક્કી થયાં હતાં.
| |
| પંખાના ખખડાટમાં મોડે સુધી ઊંઘ આવી નહીં અને આવી ત્યારે દવાઓ અને ઇંન્જેક્શનોની વાસ ઓઢીને પત્ની એ સાંકડી ઓરડીમાં હાજર થયાં. કાળાં ચશ્માં પહેર્યા હતાં અને હાંફતાં હતાં. લાવો માથું દાબી દઉં, જુઓને શરીર કરી નાખ્યું છે - એવું બોલ્યાં, પણ પાંસળીઓને પસવારતી આંગળીઓમાં ઠપકો હતો. છેવટે એના વગર ચાલ્યું નહીં ને! ચશ્માંના કાચમાં પાતળું હાસ્ય પણ હતું.
| |
| ‘રાત્રે વરસાદ આવ્યો હતો.’
| |
| પુરુષને વરસાદની સ્મૃતિ નહોતી. પાસાં ફેરવ્યાં પણ એ તરફ ધ્યાન ગયું નહોતું. ઘસડાતા પગે અને શ્વાસની ધમણ સાથે કદાચ એ ભળી ગયો હતો. અથવા આ શહેરનો વરસાદ વરસાદ નહોતો.
| |
| ‘વરસાદ આવે ત્યારે કંઈ ને કંઈ કૉમેડી હોય. પોતે ઊભા થવું નહીં અને અડધી ઊંઘમાં મને ઠોંસા મારે - ગાડીનો કાચ ઉઘાડો રહી ગયો હશે? પલળતાં જઈને એ ચૅક કર્યું. પછી પથારીમાં પડવાનું મન થાય? બારણા વચ્ચે ખુરશી મૂકીને હું તો બેસી રહી. આજે, તમારો ફોન આવ્યો તેથી હશે. ભાઈ-મમ્મી ખૂબ યાદ આવ્યાં. અમે ઊંઘતાં હોઈએ અને આખી રાત એ બંને ગળતાં નળિયાં નીચે ચૂવા મૂક્યા કરે. તપેલીઓ ને ડોલો ખૂટે પછી વાડકીઓનો વારો આવે.’
| |
| ‘એ સમયે નળિયાંવાળાં છાપરાં એટલે. ઘેરઘેર એ મજા હતી.’
| |
| આખું ઘર, શરીર અને આંખો પલળે નહીં ત્યાં સુધી વરસાદ વરસ્યો ગણાય નહીં.
| |
| પુરુષે કહ્યું, ‘તું એવી ને એવી રહી.’
| |
| - આપણે બંને વરસાદ વડે જોડાયેલાં છીએ.
| |
| - કરેક્ટ.
| |
| - વચ્ચે ચંદ્રને મૂકી આપણને ગૂંથી દીધાં છે.
| |
| - ત્રીજા શાના વડે શું થયાં છીએ?
| |
| - આંખોના લૂણથી પલળીને આપણે એકરસ થયાં છીએ.
| |
| પોતે સ્ત્રીના ચહેરા સામે એકધારું જોઈ રહ્યો હતો એ ખ્યાલ આવ્યો અને તરત એણે નજર ખસેડી લીધી. ‘આપણે ક્યાં જઈએ છીએ! તારી કૉલેજનું -’
| |
| સ્ત્રી એક કૉલેજમાં ભણાવતી હતી. પાછળની સીટ ઉપ૨ એના વ્યવસાયની સાબિતી જેવી થોડી ચોપડીઓ પડી હતી. ઘેરથી તો નાહીને તાજી નોકરીએ જવા નીકળી હશે.
| |
| ‘હાઈવે ઉપર ક્યાંક દૂર જવું છે, નજર રાખતા રહેજો. ટેલિફોન બુથ દેખાય તો પ્રિન્સિપાલને ફોન કરી દઈશ.’ અહીં સ્ત્રીએ છણકો કર્યો, ‘પ્રિન્સિપાલ, શાની? ગિરા તો મારાથી એક ટર્મ જુનિયર. આપણે પોલિટિક્સમાં પડવું નહોતું, મને તો ઘેરથી પણ ના હતી કે આપણે એવી જવાબદારી લેવી નથી. શાંતિથી બે પિરિયડ લો અને ઘર સંભાળો.’
| |
| ‘તું પ્રોફેસર બની ગઈ!
| |
| ‘હસવું આવે છે? ઘરડી થવા આવી. છોકરી જર્મની ભણે છે.’
| |
| ‘એ તો બધું હશે. જીવન અટકતું નથી.
| |
| એ ગાડી ચલાવતી હોય અને પોતે સંકોચાતો, બે ઢીંચણની વચ્ચે હાથ દાબી રાખીને પાસેની સીટ ઉપર બેઠો હોય એવું કલ્પ્યું નહોતું. સ્ત્રીનું શરીર ભરાયું હતું પણ ચહેરાની રેખાઓ વધારે સ્પષ્ટ બની હતી. એને થયું, પોતે ગરવી મધ્યમાને જોતો હતો. એમ એ ડાબી બાજુની સીટ ઉપર કોને જોતી હશે? ગાલે ખાડા, પહેરણમાંથી ઊપસતાં ખભાનાં હાડકાં -
| |
| એક અજાણ્યો વૃદ્ધ.
| |
| ‘અહીં તો બધાં ખેતરો હતાં’, હાથ ફેલાવી સ્ત્રીએ બે બાજુનાં મકાનો બતાવ્યાં, ‘કૂવા હતા, ખેડૂતો કોસ ચલાવતા. આટલામાં જ ક્યાંક એક નાનું મંદિર હતું. ખૂબ નાનું, દેરી જ કહેવાય.’
| |
| ‘ત્યારે અહીં દેવતાઓ વસતા હશે.’
| |
| સ્ત્રીના સ્વરમાં કૃતજ્ઞતા આવી ગઈ. ‘એસ્તો! એક વાર અમે આવ્યાં હતાં. શરૂઆતમાં, મેરેજના એક-બે મહિનામાં જ. પાસે થોડાં છાપરાં હતાં. ત્યારે આ પાકો રોડ નહીં. સાવ અજાણ્યાં માણસો, એમને શું સ્વાર્થ. પણ એક બહેને બિચારાંએ કપરકાબી ઉજાળીને આખા દૂધની ચા પાઈ હતી. આવાં શઉકાર માણસો અમ જેવાને આંગણે ક્યાંથી - એવા લહેકા સાથે. આ હજુ એને યાદ કરે છે, ‘શઉકાર’ શબ્દ ત્યારથી અમારા ઘરમાં દાખલ થઈ ગયો. મને વારંવાર પૂછે છે કે આપણે, શઉકાર શાના?’
| |
| ‘બહું સમજુ માણસ ગણાય.’
| |
| ‘કોણે?’
| |
| ‘તારા - હસબંડ.’
| |
| ‘અરે, એમની તો વાત જ ન થાય. મને કહે છે, તું આ કામવાળી બાઈઓ, શાકવાળી બાઈઓને જો. એમની ભાષામાં કેવું અમી હોય છે! ચાલમાં, હાવભાવમાં કેવી ગરવાઈ હોય છે!’
| |
| ગલીઓ પૂરી થઈ અને કાર પશ્ચિમ તરફ દોડવા લાગી. રસ્તાની બે બાજુ છૂટક છૂટક ચાલતાં માણસો દેખાતાં હતાં. સ્ત્રીએ ઝડપથી બારીનો કાચ ચડાવી દીધો. ‘ફૂલીને ફુગ્ગો થયું તોય ગામડું તે ગામડું જ રહ્યું. જ્યાં જાઓ ત્યાં ઓળખીતા સામે જ ભટકાય.’
| |
| ‘ચાલવાનું નિયમિત રાખવું જોઈએ.’
| |
| ‘સલાહ બહુ સારી છે. પણ પછી કૉલેજમાં અર્થશાસ્ત્ર ભણાવવા તમે જશો મારી જગ્યાએ?’
| |
| {{Poem2Close}}
| |
| {{center|•••}}
| |
| {{Poem2Open}}
| |
| દરેક વાત ભૂતકાળ તરફ લથડતી હતી.
| |
| - જીવનમાં જે સારું છે, શુભ છે, તે સામે ચાલીને આપણે આંગણે ન પણ આવે. એવા સંજોગોમાં આપણે એની પાસે જવું જોઈએ.
| |
| - આટલો બધો ઉપદેશ આપો છો તે તમે મારા પિતાજી છો?
| |
| - હા. એક અર્થમાં તારો બાપ પણ છું.
| |
| છોકરીના હોઠ ઉપર હાસ્ય રહ્યું પણ એમાંથી રમૂજ ઊડી ગઈ, એણે તરત કહ્યું - સાચું.
| |
| - તું સૌંદર્યો માટે સર્જાયેલી છે પણ પોતે એ જાણતી નથી કારણ કે થોડી મૂર્ખ છે. ખૂબ સાચવવું પડશે. એક પગ ઉપર ઊભી રહીને તેમ નહીં કરે તો ગબડી પડીશ અને તણાઈ જઈશ.
| |
| - તમે પાસે હશો ને, બીજા પગે તપ કરતા, ખભો સહેજ મારી તરફ ધરીને?
| |
| - હું હથેળીમાં રાખીશ એવા ભ્રમમાં રહેતી નહીં. તને તો દોડાવીશ, તપાવીશ, રડાવીશ.
| |
| - અદ્ભૂત માણસો રડાવે જ. એમને બીજું આવડે પણ શું?
| |
| {{Poem2Close}}
| |
| {{center|•••}}
| |
| {{Poem2Open}}
| |
| ‘અત્યારે શોધવા જઈએ તો મળે?’ સ્ત્રીએ પૂછ્યું,
| |
| શાની વાત થતી હતી. કઈ વસ્તુની સ્મૃતિ પણ ખોવાઈ ગઈ હતી તે પુરુષને સમજાયું નહીં. એણે પૂછયું, “શું”
| |
| ‘આવડી અમથી હતી. આમ નમીએ ત્યારે માંડ મૂર્તિ દેખાય.’
| |
| પુરુષને થયું, મંદિર પાછળ પાછળ ઢસડાય છે.
| |
| ‘ટિટોડીઓ બહુ હતી. એ બધી બિચારી ક્યાં ગઈ હશે?’
| |
| ‘નગરનિયોજકોએ ખેતરો ઉપર નકશો ગોઠવી ખીલા ઠોકી દીધા. એની નીચે સંગીત દબાઈ ગયું.’
| |
| ‘એવું ન બોલો. એમ તો આ પણ કોર્પોરેટર હતા, પૂરી બે ટર્મ માટે. તેમને એવી બાબતમાં રસ ન હોય, બાકી આ તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ થયા હતા.’
| |
| ‘ઓ હો! તો તો ટિટોડીઓ વિશે બોલ્યો એ પાછું ખેંચવું પડશે.’
| |
| ‘કંટાળીને એ બધું મૂકી દીધું. ગાંઠના પૈસા અને ટાઇમ ખરચીએ પણ જમાનામાં જશ મળતો નથી.’
| |
| {{Poem2Close}}
| |
| {{center|•••}}
| |
| {{Poem2Open}}
| |
| ભૂતકાળ અતાર્કિક હતો. છોકરીનાં લગ્ન લેવાયાં એ દિવસોની ઘણી સ્મૃતિઓ પરસ્પર વિરોધી હતી. ભવિષ્યમાં મળવું નહીં, એકબીજાની દિશામાં જોવું પણ નહીં એવી પ્રતિજ્ઞા લીધી હતી. તો પછી આ દૃશ્યને ક્યાં ગોઠવવું? બગીચામાં ઊતરતી સંધ્યા સાથે નાનાં ભૂખરાં પક્ષીઓ ચીસો નાખતાં હતાં. હાથ પકડી પુરુષને બાંકડે બેસાડી છોકરી એના પગ પાસે બેઠી હતી.
| |
| - એક વાર તો આ પગ ધોઈને પીવા પડશે.
| |
| - કેમ આટલું બધું?
| |
| સ્વર રૂંધાતો હતો છતાં છોકરીએ ગરદન ઊંચી કરીને રુઆબ સાથે કહ્યું - બસ, મારા મનની મુનસફી.
| |
| - સંબંધોમાં મેં તને એવી ગુલામી તો નથી આપી, કબૂતર.
| |
| ધીમે ધીમે. જળની પાતળી ધારે ધોતી હોય એમ એ પગ ઉપર હાથ ફેરવતી હતી.
| |
| - આને ગુલામી કહેવાય?
| |
| -પણ-
| |
| - તમને ખબર ન પડે.
| |
| આમ તો માનતી કે બધી ખબર એમને જ પડે છતાં અનેક પ્રસંગે નાની નાની વાતોમાં સંભળાવતીઃ તમને ખબર ન પડે.
| |
| - અને ચરણ પખાળવાનો વિધિ અનિવાર્ય હોય તો તે તારે જ કરવો એવું શા માટે માની લીધું?
| |
| - તમે બોલી રહ્યા? હવે હું કહું એ સાંભળો. છૂટા પડીએ છીએ એ તો સંજોગોની વાત છે, પણ તમારી ઉપરનો કુલ હક જતો કરું છું એમ ન માનતા. તમે વચનથી બંધાયેલા, પણ હું છુટ્ટી. બધાથી પરવારો, નોકરી અને સંસારમાંથી, છોકરાં મોટાં થાય. એક એક કરીને સહુ દૂર જાય, ઘડપણ આવે. કોઈ તમારમાં ભાગ પડાવવા તૈયાર ન હોય, ત્યારે મને ચાકરીનાં પાકાં દસ વર્ષ આપવાં પડશે.
| |
| સાંભળનારનું મૌન છોકરીએ સ્વીકાર્યું નહોતું. શરીર ખેંચીને એ ગર્વથી વધારે ટટ્ટાર થઈ - મને ઓળખો છો ને?
| |
| - ઊભી થા. મારાં ચરણ થાકી ગયાં.
| |
| - કંજૂસાઈ કરો છો? મેં વધારે પડતુ માંગી લીધુ?
| |
| {{Poem2Close}}
| |
| {{center|•••}}
| |
| {{Poem2Open}} | | {{Poem2Open}} |
| કાર ધીમી ૫ડી અને અનિશ્ચિતતાથી ખોટકાતી રસ્તાની બાજુએ ગબડવા લાગી.
| | નામ લખવાથી ડરું છું. ક્યાંક તારા નામથી તારી પ્રતીતિ એટલી ઘેરી બની જાય કે લખી જ ન શકું. ઘણા દિવસો સુધી મનમાં મેઈલ લખ્યા પછી આજે ખરેખર લેપટોપમાં લખી રહી છું. ગઈ કાલે લખવા ગઈ ત્યારે નીચેવાળાં પુષ્પાઆંટી આપણા બાથરૂમમાંથી એમના બાથરૂમમાં પાણી લીક થવાની ફરિયાદ સાથે આવી ગયાં. પરમ દિવસે લખવા ગઈ ત્યારે લેપટોપના ચાર્જરનું પ્લગ વચ્ચેથી તિરાડ પડીને છૂટું થયેલું મળ્યું. ગઈ કાલે બદલાવ્યું. મહિના પહેલાં એક વાર આમ લખવા બેઠી ત્યારે મેઈલના એડ્રેસમાં તારું નામ લખીને ક્યાંય સુધી એને જોતી બેસી રહી. તને, એક પતિને આવું બધું લખવું ને મેઈલમાં લખવું એ મારી તને આ બધું મૌખિક રીતે કહી શકવાની નિષ્ફળતા સૂચવી જાય છે એવું કંઈ વિચારતી રહી. વધારે પ્રયત્ન કર્યો હોત તો ગઈ કાલે પણ લખી શકી હોત અથવા પરમ દિવસે અથવા એની આગળના દિવસે અથવા કદાચ મહિના પહેલાં અથવા એથીય પહેલાં. પણ કદાચ આ લખવાનું આજે જ બનવાનું હશે. વિચારો, લાગણીઓની પ્રવાહિતા થીજીને ઘન સ્વરૂપે શબ્દોમાં ઊતરે એના માટે આ સમયગાળો જરૂરી હશે. ઘણી વાર મનમાં લખાયા પછી આમ સાચેસાચ લખાવું એવું જરૂરી હશે. આમ જીવનને તટસ્થતાથી જોઈએ તો એક રેખા કે એક વળાંક કે એક ખૂણો કશું જ અનિયમિત કે અસંગત ન લાગે. બધું બરાબર ગોઠવાયેલું લાગે. આપણા નિર્ણયો, આપણને લેવડાવવામાં આવ્યા હોય એવા ને આપણે જાતે લીધા હોય એવું લાગતું હોય એવા પણ... પણ આટલી તટસ્થતા અફાટ રુદન બાદ જ આવતી હોય છે એવું પણ સમજાયું છે. |
| “તડકો ચડી ગયો.”
| | આમ તો. શું? યાદ કરવા બેસું ત્યારે એમ.એ.માં એડમિશન માટેના ઇન્ટરવ્યૂની લાઈનમાં ઊભેલો સોળ વર્ષ પહેલાંનો તું દેખાય. એ વખતે તારું કપાળ અને ચહેરો અત્યારે છે એટલાં પહોળાં નહોતાં. ને પાંથી પણ આમ સાઇડમાં નહીં ને ખાસી વચ્ચે પાડતો. આંખ-નાકની સરહદો જે અત્યારે સહેજ વજન વધવાથી ભૂંસાઈ ગઈ જણાય છે એ જરા વધારે સ્પષ્ટ હતી. એ વખતે એકબીજાનું કેવું બધું સ્પર્શતું? તને મારું ક્લાસમાં હંમેશાં મોડું આવવું ને હંમેશાં પાર્કિંગની હરોળની વચ્ચે મારું વાહન મને જ ન જડવું ગમતું. ને મને તારું ક્લાસમાં હાજરી પુરાતા સહેજ ઊંઘરેટા સાદે પ્રેઝન્ટ સર કહેવું ને તારું સહેજ પરસેવાથી પીઠ પર ચોંટી ગયેલ શર્ટ... |
| “હા”, પુરુષે કહ્યું.
| | યાદોને સમેટીને લેપટોપના કાગળ પર પાથરવા બેસીશ તો કલાકો- દિવસો નીકળી જશે. પણ મહત્ત્વની વાત એ છે કે તને જણાવવું છે કે છ મહિના પહેલાંનો એ એસએમએસ મેં વાંચ્યો હતો : આઈ લવ યૂ. એ તારી સાથે તારી ઑફિસમાં છે એ તો સ્પષ્ટ છે. હું ઑફિસની પાર્ટીમાં એને મળી હતી ત્યારે મને એવું કંઈ લાગ્યું ન હતું પણ આ એસએમએસ બાદ એને ને અમારી એ મુલાકાતને તેં એને મોકલેલ અને મારાથી ભૂલથી વંચાઈ ગયેલ એસએમએસના સંદર્ભમાં જોવા પ્રયત્ન કર્યો : આઈ લવ યૂ. મારી સ્મૃતિમાં રહી ગયેલા એના ચહેરા, અવાજ અને વાતો અને તારા એને કરેલ એસએમએસ વચ્ચે અનુસંધાન શોધ્યું. એનામાં એવી વિશેષતા શોધી જોઉં જેનામાંથી આ એસએમએસ પ્રગટ્યો હોય. પહેલાં તો જુદી બરણીને જુદું ઢાંકણ વાસવાની મથામણની નિરર્થકતાની અચાનક પ્રતીતિ થાય એવું લાગ્યું. પછી બારી બહાર જોતાં અચાનક ઋતુપલટો આવી ગયો હોય એવું લાગ્યું. પછી એવું લાગ્યું કે જાણે હું ઘરને નહીં ઘર મને જોઈ રહ્યું છે તારા મોબાઇલ સ્ક્રીન પરના એસએમએસને જોતાં. હું જમીનને નહીં જમીન મને, મારા પગના તળિયાને સ્પર્શીને કશું શોધી રહી છે મારી અંદર. મેં કોઈ કામસર કોઈનો નંબર જોવા તારો મોબાઇલ હાથમાં લીધેલો તે બંધ કરી એની જગ્યાએ મૂકી દીધો. માત્ર ‘આઈ લવ યૂ’ના એક એસએમએસથી હું આમ મેઈલ લખવા ન બેસું એ તું સમજી જ શકે. પણ એ પછી એવું ઘણું જોવા-વાંચવામાં આવ્યું, જેનાથી આ બાબતને એક એકલદોકલ પ્રસંગમાત્ર તરીકે ન ગણીને આપણા બંનેના જીવનની એક ઘટના તરીકે મૂલવવી પડી. તારી બેદરકારી હોય કે મારા પરનો વિશ્વાસ કે પછી વધુ પડતો આત્મવિશ્વાસ પણ એ ૫છી કેટલીક વાર વૉટ્સઍપ પર તમારા બંને વચ્ચે કાવ્યો, ગીતો, અમુક પ્રકારનાં વાક્યોની આપ-લે જોઈ. માત્ર આઈ લવ યૂથી ઘણું ગાઢ, ઘણું ઘેરું, ને આ વખતે એ બધું ભૂલથી નહીં પૂરી સભાનતાથી શોધીને વાંચ્યું હતું. ઘણુંબધું એમાંથી સમજાયું ને બાકીનું તારા વ્યક્તિત્વમાં હમણાંથી પ્રવેશેલા નવા થનગનાટથી. |
| ‘પાંચેક કિલોમીટર ઉપર એક ગામ આવે છે. એને વટાવીએ પછી થોડે જ દૂર ટેકરીઓની વચ્ચે હમણાં વીસ એકર જમીન લીધી. હજુ નક્કી નથી કર્યું. ફાર્મ હાઉસ કરવું કે પછી યોગ-સેન્ટર જેવું કંઈક. મને હતું, તમે આવ્યા છો તો બતાવી. દઉં.’
| | પ્રશ્ન એ નથી કે આપણાં લગ્ન પ્રેમલગ્ન હતાં. એ પણ નહીં કે આપણને પંદર વર્ષનું સંતાન છે. એવું નહીં કે આ વાત કોને કહેવી ને કોને ન કહેવાય. ને કોઈને ખબર પડશે તો કેવું ને કોઈ મને આવીને જણાવશે તો મારો પ્રતિભાવ શું... પ્રશ્ન એ પણ નથી કે અત્યાર સુધી હું જેને માત્ર ફિલ્મો ને સિરિયલોમાં જ બને તેવી ઘટના તરીકે જોતી હતી એ ખરેખર મારી સાથે બની છે એ સ્વીકારવું અઘરું છે. ને કદાચ એવું પણ નહીં કે હજી ગઈ એનિવર્સરીમાં તો તેં મને ટાઈટન રાગાની ઘડિયાળ ગિફ્ટ કરી. જોકે આ બધા પ્રશ્નો તો છે જ. |
| ‘તડકો ચડી ગયો. તારે મોડું થતું હશે.’
| | મને ખબર છે અખબારોનાં પાનાંઓમાં આ પ્રશ્નોના તર્કસંગત વિગતવાર જવાબો મળી રહેશે. પુરુષોની ભ્રમરવૃત્તિ, કદાચ મારામાં કંઈ ઓછું, કદાચ એનામાં કંઈ વિશેષ... કદાચ આવા સંજોગોમાં પત્નીએ ડહાપણથી, પરિપક્વતાથી ઠંડે કલેજે કેમ વર્તવું એની ટિપ્સ પણ મળી રહે. કંઈ બન્યું જ નથી એમ વર્તવું. હું વર્તી. નિખાલસતાથી પૂછી લેવું. મેં પૂછ્યું, એવું કંઈ નથી એવું તેં જણાવ્યું એ પછી મહિનાઓ વીત્યા. આપણા દીકરાની વર્ષની સ્કૂલ ફીઝ ભરાઈ, સીઝનના મસાલા, ઘઉં ભરાયા, પાછળ બનતા નવા ફ્લેટ્સમાં લોકો રહેવા પણ આવી ગયા. મારી જૉબના કલાકોમાં ઉમેરો થયો ને પગારમાં પણ. |
| સ્ફૂર્તિથી કિચુડાટ સાથે ફરીને કાર સામેની બાજુ રસ્તાની સહેજ દૂર એક ઝાડ નીચે ઊભી રહી. સ્ત્રી સ્ટિઅરિંગ વ્હીલ ઉપર હાથ રાખીને બેસી રહી.
| | એવું કંઈ ન હોય તો સવારે ચા પીતાં, છાપું વાંચતાં તું અચાનક વિચારોમાં ખોવાઈ જાય છે પછી ક્યારેક મલકે છે, ક્યારેક ટીવી ચાલુ કરવાનું ટાળીને બસ બેસી રહે છે એવું કેમ એવા વિચારો આવ્યા. હરેક વિચારની સાથે તારા મોબાઇલ સ્ક્રીન પર સેન્ટ મેસેજમાં ડિલીટ કરવાનું રહી ગયેલા ‘આઈ લવ યૂ’ શબ્દો ઝબક્યા. સત્તર વર્ષ પહેલાં તેં મને પ્રપોઝ કરતાં કાર્ડમાં બ્લૂમાં સોનેરી અક્ષરોમાં લખાયેલા ‘આઈ લવ યૂ‘ સાથે મનોમન એની સરખામણી થઈ. સેન્ટ ને બદલે રિસીવ કરેલા મૅસેજમાં આ શબ્દો મેં વાંચ્યા હોત તો? તો મારી મનઃસ્થિતિ જુદી હોત આના કરતાં? કોઈ તને પ્રેમ કરે તો વાંધો ઓછો અને તું કોઈને કરે તો વધારે એવું હશે? આ બધું શું જોખી શકાતું હશે ? જોખવાથી કોઈ ફરક પડતો હશે? આમ તો અત્યારે આ મેઈલ લખીને તને મોકલવાથી પણ ફર્ક પડશે? ને ફર્ક ન પડવાથી પણ કોઈ ફર્ક પડતો હશે ખરો? તારા બદલે હું પેલા મિહિરને પરણી હોત અથવા તું મારા બદલે આ મૅસેજવાળી વ્યક્તિને પરણ્યો હોત તો ? અથવા કદાચ મને પણ લગ્નનાં સોળ વર્ષ પછી કોઈએ આવીને ‘આઈ લવ યૂ’ કહ્યું હોત તો? તો મારો ચચરાટ આનાથી ઓછો હોત એવું બને ? આ બધું પણ થયું. |
| “તું તો એક્સપર્ટ ડ્રાઇવર બની ગઈ.”
| | જાણે મારી નહીં ને છાપામાં આવતી ખબરમાંની કોઈ સ્ત્રીની વાત કરતી હોઉં એવી સ્વસ્થતાથી લખી રહી છું એવું તને લાગતું હશે. જોજે માનતો કે પીડા નથી થઈ. ઘણું રોઈ. જોકે તારી આગળ ક્યારેય નહીં. શું કારણ આપું? તેં કેમ આવો મૅસેજ કર્યો ? તું કેમ મારા સિવાય બીજા કોઈને પ્રેમ કરે છે? મને એક સમયે કર્યો હતો એ પ્રેમ સાચો કે અત્યારે કોઈને કરે છે એ? ફરી જોખવાનું આવ્યું. ત્રાજવાંનો પ્રશ્ન થયો. જવાબ ન મળ્યો. વિચારો, પ્રશ્નો, શક્ય જવાબો તાજા હોય ત્યાં સુધી વિટામિનની કૅપ્સ્યૂલ જેવા ને વાસી થયા પછી કૅપ્સ્યૂલના નકામા થઈ જતા રેપર જેવા. ફરી આવે ત્યારે ફરી વિટામિન જેટલા મહત્ત્વના ને ફરી વાસી થઈ જાય ત્યારે રેપરની જેમ ફેંકતાં જીવ ન બળે. ફેંક્તી રહી. |
| ‘મને સમાચાર મળ્યા હતા.’
| | તું ખોવાયેલો રહે છે એ સિવાય તારા મારા પ્રત્યેના વલણમાં કોઈ ફેર પડ્યો નથી. તારા ઓફિસે જવા-આવવાના સમયથી લઈને બધું યથાવત્ છે એ બંનેની વચ્ચે તમે મળો છો? ક્યાં? મારી ગેરહાજરીમાં આપણા ઘરે કે પછી એના? રાત્રે ક્યારેક એવું લાગે કે તારી અંદર કોઈ બીજું તને સ્પર્શી રહ્યું હોય ને બહાર જુદું... એવું બધું પૂછવાનું, કહેવાનું અનેક વાર મન થયું. મારા માટે તમારો સંબંધ શરીરના સ્તર પર નહીં ને લાગણીના સ્તર પર હોય તો વધારે વાંધાજનક કે એનાથી ઊલટું હોય તો વધારે પીડાદાયક એવા બધા અખબારી કૉલમમાંથી રોજ ફૂટતાં, પ્રસરતાં પૃથક્કરણો લાગુ પાડી જોયાં. મને ખરેખર ક્યાં શેનો વાંધો હોવો જોઈએ એની હદરેખાઓ બાંધી જોઈ. શું વધારે મહત્ત્વનું મન કે શરીર? કોઈ અન્ય વ્યક્તિની દિશામાં જતાં મનને નિયંત્રિત કરી શકાય? તો પછી શરીરને? તને જવાબો આપવા માટે લાચાર બનાવી દેવાનું મન થયું. પણ એમાં મને મારી લાચારી લાગી. વિગતોનું ઉઘાડાપણું વાગ્યું. મારી મથામણને કકળાટની કર્કશતાથી પ્રગટ કરવામાં શિક્ષિતતા આડી આવી. ફાસ્ટ કમ્યુનિકેશનના યુગમાં આવું તો બન્યા કરે એવું સ્વીકારતા જેટલી નિર્મમ આધુનિકતા નથી. સંપૂર્ણ સ્વીકાર જેટલી સ્થિતપ્રજ્ઞતા નથી. આ બધાની વચ્ચે ક્યાંક ઊભી છું. |
| આગલી સાંજે પણ ફોન ઉપર આ શબ્દો બોલાયા હતા.
| | બન્યું એવું કે આજે સવારે મેં ઑફિસે જવા નીકળતાં તને કહ્યું ‘આજે પ્લમ્બર આવવાનો છે.’ તું ચા પીતો હતો. આંખોમાં છાપામાં નાક સુધીનો નીચેનો ચહેરો કપમાં. ‘પ્લમ્બર સાથે વાત થઈ છે.’ મેં વાક્ય બદલીને ફરી કહ્યું. પ્રતિભાવ ન મળતાં હું ત્રીજી વાર ‘પ્લમ્બર‘ બોલતી અટકી ગઈ. મને એકદમ બધું જ જાણે નિરર્થક હોય એવી લાગણી ઘેરી વળી. તું જાણે એકદમ દૂર દૂર. પ્લમ્બરવાળી વાત સિવાય જાણે આપણને જોડતી બધી જ કડીઓ એ ક્ષણે તૂટીને વિખરાઈ ગઈ. પહેલાં આવું થતું ત્યારે હું જરા જોરથી બોલી તારું ધ્યાન ખેંચવા પ્રયત્ન કરતી. આજે એવું ન કહ્યું. તારી આંખોમાં છાપામાં નહીં, બાજુમાં પડેલ મોબાઈલ સ્ક્રીન પર હતી. એકીટશે તું કંઈ વાંચી રહ્યો હતો. પછી કંઈ થયું. મારી નજર સામે તારાં પાછલાં સોળ વર્ષ ઓગળી ગયાં. અચાનક તારી આંખો હસી ઊઠી. પછી એ મલકાટ તારા આખામાં પ્રસરી ગયો. તું સોળ વર્ષ પહેલાંનો તું બની ગયો જે મને કૉલેજ કૅન્ટીનમાં મળતો, જે લગ્ન પછી ઘરે પહોંચવાની તાલાવેલી સાથે બારણાની વચ્ચે હરખાતો ચહેરો લઈ ઊભો રહેતો. એક ક્ષણ મૅસેજ કોનો હતો, શું હતો એ જાણવાની-પૂછવાની મને તીવ્ર તાલાવેલી થઈ આવી. |
| અજાણ્યા નહોતું થવું છતાં પુરુષથી પુછાઈ ગયું, ‘શાના સમાચાર?’
| | પણ પછી મને પણ કંઈ થયું. એ ક્ષણના પસાર થવા સાથે બધું જાણી લેવાની એ તાલાવેલી પણ જાણે પસાર થઈ ગઈ. મેસેજ કદાચ કોઈનો પણ હોઈ શકે. કોનો ને શું હતો એ એટલું બિનમહત્ત્વનું બની ગયું જેટલું તારા એ વખતે પહેરેલા નાઇટડ્રેસના કુરતાનું વ્હાઈટ કે સ્કાય બ્લૂ હોવું. અચાનક મને થયું કે મને શેનો વિરોધ હોવો જોઈએ? એ એસએમએસનો? એ વ્યક્તિનો? તારી પ્રસન્નતાનો? એ પ્રસન્નતામાં હું સહભાગી નથી એ વાતનો? કે પછી તારા પ્રસન્ન થવાના અધિકારનો? |
| સમાચાર તો ઘણા હતા, વૈવિધ્યવાળા હતા.
| | તને તો હજી આ વાંચીશ ત્યાં સુધી કલ્પના પણ નહીં હોય કે આજે સવારે આટલી મોટી ઘટના બની ગઈ. ઘટનામાં આપણે બેઉ એક રૂમમાં હોવા છતાં અલગ હતાં. તું ચા પીતો બેઠેલો ને હું ઊભી રહીને તને જોતી. પણ એ ક્ષણમાંથી જાણે ન્હાઈને આપણે બંને મને ફરી નવા પ્રકાશમાં દેખાયાં. તું વધારે સ્વચ્છ, હું વધારે સ્પષ્ટ. |
| ‘તમારાં પત્નીના’
| | મહત્ત્વની વાત એ છે કે તારી એ ક્ષણની અને છેલ્લા મહિનાઓની પ્રસન્નતાનું કારણ હું નહીં બીજું કોઈ. પ્રતીતિની માત્ર એક ક્ષણ જ હોય છે તારી વૉટ્સએપના મૅસેજ વાંચીને મલકવાની આ પહેલી ઘટના તો ન હતી પણ પરિવર્તન અને અસલામતીની લાગણીઓના આ મહિનાઓમાં એ ક્ષણે અચાનક મને સમજાયું કે ભ્રમ તૂટ્યાની વેદના સત્ય જાણવાના આનંદ કરતાં ક્યાંય વધારે હોય છે પણ મુક્તિ સત્ય જ આપી શકે. એ ક્ષણ મુક્તિની હતી. તને સુખી રાખવાના આયાસમાંથી મુક્તિની. તને સુખી રાખવાની જવાબદારીમાંથી મુક્તિની. તારા સુખનો આધારસ્તંભ હું છું એવા ભ્રમમાંથી મુક્તિની. ઉંમરની અત્યાર સુધીની હર ક્ષણે જુદાજુદા તબક્કામાં પ્રવેશતી પરિવર્તિત થતી મારી જાતની જુદીજુદી બધી જ આવૃત્તિઓને મેં એકસાથે એક મોટા પ્રવાહમાં ફંગોળાઈને દૂર જતી જોઈ. જે વધ્યું એ મૂળ સત્ત્વ હતું. હવા જેવું હલકું ને કિરણ જેવું પ્રકાશમાન. |
| ધીમે ધીમે, કંઈક દૂર કરતો હોય એમ પુરુષ હવામાં હાથ હલાવતો બેસી રહ્યો.
| | આવતા મહિને મને ઓગણચાલીસ ને લગ્નને સોળ વર્ષ પૂરાં થશે. આજે જ ધ્યાન ગયું કે પાછળ નવા ફ્લેટના પાયા નખાઈ રહ્યા છે. નવાં કુટુંબોનાં નવાં જીવનોના પાયા. ઑફિસેથી પાછા ફરતાં આપણા ફ્લેટની વિંગ પાસે આવીને આદતવશ આકાશમાં નજર પડે ને બરાબર એ સમયે પક્ષીઓની એક લાંબી હરોળ આથમતા સૂર્યની દિશામાં પાછી ફરતી હોય. જમીન પર બાંધકામના અવાજો, માણસનો જીવન માટેનો ઘોંઘાટમય આયાસ. આકાશમાં એકએક અડોઅડ ગોઠવેલ પક્ષીઓનું સહજ સ્વસ્થ ઉડ્ડયન. બંને વચ્ચેના વિરોધાભાસથી રોજ સાંજે વિચલિત થઈ જતી. આજે ન થઈ. |
| ‘તુ થાકેલી લાગે છે.’
| | છેલ્લા મહિનાઓની ઊથલપાથલ પછી મને આજે સવારે જે હળવાશ અનુભવાઈ એ મારા માટે મૂલ્યવાન બની ગઈ છે. જે ઘવાય છે એ માત્ર અહંકાર હોય છે એવું મનાતું નથી. ખરેખર શું થયું છે એને પકડવા જાઉં છું ને હાથમાંથી સરકી જાય છે. ને એ હજી પૂરું સરકે એ પહેલાં કઈં નવું પકડાય છે. હજી એને પૂરેપૂરું પકડી શકું એ પહેલાં એ સરકતું જાય છે. આટલી નાજુક સરકણી વાતને બને તેટલી સ્પષ્ટતાથી કહેવાનો પ્રયત્ન કર્યો છે. અહીં લખતાં-લખતાંય કેટલું આવી આવીને પાછું સરકી ગયું. લખતાં પહેલાં જ બટકી ગયું. પણ છેલ્લા મહિનાઓમાં જુદીજુદી ક્ષણે મારાથી પકડાયેલા એ ક્ષણોના સત્યને અહીં ઠાલવ્યું છે. ટૂંકમાં, લગ્ન હોય ને એમાં એક ઘર હોય છે. કિચન હોય ને એની એક સુગંધ હોય છે. ડબલ બેડ હોય ને એમાં શ્વાસ હોય છે બે વ્યક્તિઓના અસ્તિત્વોના. બસ, એ શ્વાસમાં ક્યાંક ગૂંગળામણ થઈ છે. |
| ‘વાત બદલો નહીં.’
| | હા, રહી વાત મારા તારા પ્રત્યેના પ્રેમની. લગ્ન પછી પ્રેમ જુદાંજુદાં પાત્રોમાં જુદાંજુદાં સ્વરૂપો ધારણ કરતો રહ્યો. ક્યારેક સેક્સ, ક્યારેક માતૃત્વ ને પિતૃત્વમાં, ક્યારેક તાવ-શરદીમાં તો ક્યારેક સારસંભાળમાં, ક્યારેક કંટાળામાં તો ક્યારેક ઝઘડામાં. પણ મુખ્યત્વે એક પરસ્પરાવલંબી સહજીવનમાં. સોળ વર્ષોના સહજીવન પછી બે પાત્રો વચ્ચેનું જોડાણ એ વ્યક્તિઓની ઉપર પણ આધારિત નથી હોતું. એ જોડાણનું પોતાનું એક આગવું અસ્તિત્વ હોય છે. વાતાવરણના એક સ્તર ઉપર પહોંચીને સ્થિર ઊડતા પતંગને જેમ પતંગધારકની ગરજ નથી રહેતી તેમ. આપણું સહઅસ્તિત્વ આપણામાંથી સરકીને અદબ વાળીને દૂર ઊભું છે આપણને જોતું. તારા માટેના પ્રેમ માટે મારે તને પકડી રાખવાની જરૂર નથી રહી. |
| ‘વાત નથી બદલતો.’
| | હું નથી જાણતી કે તને ખબર છે કે હું જાણું છું. કદાચ તને બધું એટલું સહજ લાગતું હશે કે મને જણાવવાની કે હું જાણું છું. કદાચ એ જાણવાનો પ્રયત્ન કરવાની જરૂર નહીં લાગી હોય. જીવન આમ ને આમ ચાલી શકે છે. પણ મારે જીવનના ચલનની મધ્યમાં જઈને તને પૂછવું છે: તારા ચહેરા ૫ર સોળ વર્ષ પહેલાંનો મલકાટ લાવનાર વ્યક્તિ તારા જીવનમાં ગોઠવાઈ શકે એમ છે? એક માર્ગ એવો જેના વિશે હું વિચારી શકું. એવો તને કદાચ વિચાર ન આવ્યો હોય. મારી આવકના ઈન્વેસ્ટમેન્ટ માટે લીધેલ સ્ટુડિયો અપાર્ટમેન્ટ ગયા મહિને જ ભાડૂતે ખાલી કર્યું છે. મારા અને આપણા સંતાન માટે પૂરતું છે. હું અમને બંનેને સંભાળી લઈશ. |
| ‘ઉજાગરાની અસર હશે.’
| | હું સ્વસ્થ છું. તું મુક્ત છે. |
| ‘હું એની વાત નથી કરતો.’
| | બસ, |
| ‘સાંભળો-’
| | લિ. આસ્થા |
| આવેશથી ઘૂમરી લઈને સ્ત્રી એની સામે ફરી, હાથ ઊંચો કર્યો, કંઈક બોલવા ગઈ, પછી હોઠ ધ્રૂજીને બંધ થઈ ગયા. પુરુષ બોલ્યા વગર બેસી રહ્યો. ઊભરાઈને જે શમી ગયું એ વિશે એણે પ્રશ્ન કર્યો નહીં. એક ઊભરો એના મનમાં પણ આવ્યો હતો. સાંભળ, તું બોલીશ નહીં. મને બોલવા દે. તારે કંઈ કહેવાની જરૂ૨ નથી. સાંભળ, હું એમ કહું છું કે હું તને કોઈ પ્રતિજ્ઞા યાદ કરાવવા નથી આવ્યો -
| | {{right|(આંતરપ્રિન્યોર)}}<br> |
| બે ક્રિયાઓ એકસાથે થઈ. સ્ત્રીએ ઇગ્નિશન કી તરફ હાથ લંબાવ્યો. પુરૂષે કહ્યું, ‘નીકળીએ.’
| |
| કાર રસ્તા ઉપર આવી ત્યારે આંખો આડે હાથ ધરવો પડ્યો સૂર્ય સામે હતો.
| |
| ‘સહેજ ધીમે -’
| |
| સ્ત્રીએ એક્સિલરેટર ઉપરથી પગ લઈ લીધો. “હુંયે અમથી. એવી કોઈ ઉતાવળ નથી. જમવાનું શું કરો છો?”
| |
| “દૂધ-બ્રેડ-ચા”
| |
| “હોટલનું નથી પૂછતી. કાયમ ઘેર શું ખાઓ છો એ. પૂછું છું.”
| |
| “દૂધ-બ્રેડ-ચા”
| |
| “રોજ તો ઘાસથી પેટ ભરાય નહીં. રસોઇયો રાખી લો.”
| |
| ‘પડોશીઓ દયાળુ છે. સ્વજનો -’
| |
| ‘સ્વમાન નથી?’
| |
| પુરુષે બારીની બહાર જોતાં કહ્યું, “છે ને.”
| |
| ‘ખીચડી, ભાખરી શાક જાતે બનાવી લો એવું મારાથી તમને કહેવાય?’
| |
| પુરુષને હસવું આવ્યું, ‘તારાથી તો મને બધું જ કહેવાય.’
| |
| ‘હાશ. હસો છો ત્યારે વીસ વર્ષ નાના લાગો છો.’ એણે ડાબો હાથ સ્ટિઅરિંગ વ્હીલ ઉપરથી લઈ લીધો. “કશું અઘરું નથી. તેલ કે ઘીનો વઘાર મૂકવાનો, તમારે આ ઉંમરે તો ઘી જ સારું, ડૉક્ટરો ગમે તે કહે.”
| |
| “ડૉક્ટરો ખૂબ માયાળુ છે. કંઈ નથી કહેતા.”
| |
| ‘વચ્ચે કોઈનો ફોન આવે અને પૂછે કે શું કરો છો તો આટાવાળા હાથ સંતાડતાં કહેવાનું, કેમ વળી, ચોપડી વાંચું છું.’
| |
| ‘એવું કહીશ.’
| |
| ‘રાઈ, પછી સહેજ જીરું, પછી આટલી અમથી હિંગ, આમ જુઓ મારી સામે -’
| |
| પુરુષે આજ્ઞાંકિતપણે જોયું. અંગૂઠો અને પહેલી આંગળી ભેગાં કરી સ્ત્રી માપ બતાવતી હતી.
| |
| ‘હજુ નવ પણ નહીં થયા હોય અડધો દિવસ કૉલેજ ભરી શકાય.’
| |
| ‘જોઈએ, એવી કોઈ ઉતાવળ. નથી. આમેય ટાઈમટેબલમાં આજે પહેલા બે પિરિયડ તો છે નહીં.’
| |
| ‘તારી બહેનપણી પ્રિન્સિપાલ, ગિરાબહેન કહ્યાં કે શું -’
| |
| “જોઈએ.”
| |
| ‘તારે મોડું થશે. મને અહીં ગમે ત્યાં ઉતારી દે. ચાલવાનું જ છે.’
| |
| ‘આ તમારું રેલવે ક્રોસિંગ આવી ગયું.’
| |
| ‘એટલી વારમાં?’
| |
| ‘ટૂંકે રસ્તે આવ્યાં.’
| |
| ‘વાહ, તારા શહેરીની પરકમ્મા થઈ ગઈ.’
| |
| {{Poem2Close}}
| |
| {{rule|20em|align=right|height=1px}}
| |
| {{right|'''(‘પ્રવીણસિંહ ચાવડાનો વાર્તાલોક’માંથી, સં. મણિલાલ હ. પટેલ)'''}} | |
| | |
| {{dhr}}{{page break|label=}}{{dhr}}
| |
| <big><big>{{right|{{color|#003399|''' ઓથાર '''}} }}</big></big><br>
| |
| <big>{{right|{{Color|RoyalBlue|ꕥ મીનળ દવે ꕥ}} }}</big><br>
| |
| {{rule|width=15em|height=1em|align=right|style=background-color:#eda475;color:inherit;border:0px solid black;}}
| |
|
| |
|
| {{Poem2Open}}
| |
| હાથ કમ્પ્યૂટર પર કામ કરતા હતા, આંખ ઘડિયાળ પર ફરતી હતી. આજે પહેલી મેમુ નહીં પકડાય. મિસિસ રાવ પણ ખરાં છે! એમને છેક છૂટવાને સમયે કામ યાદ આવ્યું. એમની એ વાત ખરી કે દસ-બાર દિવસ પછી આજે ઓફિસ ખૂલી છે, એટલે કામ ભેગું થઈ ગયું છે. પણ બહેન મારી, તું તો હમણાં તારા વરના સ્કૂટર પાછળ બેસીને ઘર ભેગી થઈ જઈશ ને ગરમ-ગરમ ઇડલી-સાંભાર ખાઈશ. મારે તો ટ્રેન ચુકાય પછી એક કલાક સ્ટેશન પર તપ કરવાનું, અને બીજી ટ્રેનના ખાલી ડબ્બામાં ફફડતાં ફફડતાં બે કલાકે ઘરે પહોંચવાનું, એ પીડા તને કેમ સમજાય? હાશ, કામ પત્યું, લો, બહાર નીકળતાં જ રિક્ષા પણ મળી ગઈ.
| |
| અરે, ભાઈ જરા જલદી ભગાવજે. કેટલે દિવસે આજે શહેરમાં કર્ફ્યૂમુક્તિ જાહેર થઈ છે. લોકો તો જાણે પાંજરામાંથી છૂટ્યા હોય એમ ભાગમભાગ કરે છે. ગાંડી પ્રજા છે આ. હમણાં જરાક ફટાકડો ફૂટે ને બધાં ઘરમાં પેસી બારણાં બંધ કરી દે. અત્યારે ભલેને સ્કૂટર કે કાર લઈને નીકળી પડ્યાં હોય.
| |
| લો, આ સિગ્નલનેય અત્યારે જ લાલ લાઈટનું મુહૂર્ત નીકળ્યું. અકરમીનો પડિયો કાણો તે આનું નામ. સાત રૂપિયા તૈયાર રાખ્યા છે કે, અર્ધી મિનિટ પણ એ માટે ન બગડે. સ્ટેશનમાંથી લોકો બહાર નીકળે છે, નક્કી ટ્રેન પકડવી છે, તેને પહેલાં જવા દોને! આ રેલવેવાળા પણ ખરા છે! છેક ગામને છેડે દાદર બનાવ્યો છે, ને ચોથા પ્લૅટફૉર્મ પર ટ્રેન ઊપડવાની તૈયારીમાં છે. દોડું તો ખરી. લો, આ, આ છેલ્લાં બે જ પગથિયાં બાકી છે, ને ટ્રેન ઊપડી ગઈ. હવે વગાડો મંજીરાં ને ગાવ ભજન!
| |
| ચાવાળો કહે, ‘બહેન, હવે તો એકલા બેસવું પડશે.’ કેવી રીતે જુએ છે જોને! આખા પ્લૅટફૉર્મ પર કોઈ પૅસેન્જર જ નથી. હમણાં બે મિનિટ પહેલાં તો કેટલા માણસો હશે? ને હવે? પથરો પડે ને ચકલી ઊડી જાય એમ બધા ફરરર...
| |
| ઘડીક થાય સ્મિતાને ત્યાં જતી રહું. એક કલાક અહીં બેઠા પછી ટ્રેનમાં પણ કંપની મળશે કે કેમ તે એક સવાલ છે. વાતાવરણમાં ડરની ગંધ છે. ચાવાળો મને જુએ છે તોય મને ભય લાગે છે કે મારા પર ગરમ ચાનું તપેલું તો નહીં રેડી દે ને? કઈ જાતિનો છે કોને ખબર? આપણે નાત-જાતમાં નથી માનતાં, ધરમ-કરમમાં નથી માનતાં, એની એને થોડી ખબર છે? એ તો મારો ચાંલ્લો જુએ છે. ના, ના, બધા માણસો કંઈ એવા થોડા હોય? તરસ લાગી ગઈ. પણ પર્સમાં જોયું તો પાણીની બૉટલ ખાલી છે.
| |
| લાવ, પી.સી.ઓ. પરથી ફોન કરી દઉં. ને પાણી તથા મૅગેઝિન લઈ લઈશ. વિક્રમે જ ફોન ઉપાડ્યો. બીજી મેમુમાં આવવાની વાત સાંભળીને ચીડાઈ ગયા. પણ, મેં તો ફોન મૂકી જ દીધો. એમનો ખીજભર્યો અવાજ ફોનમાંથી ઝૂલતો મારા લગી પૂરો પહોંચી ન શક્યો.
| |
| પી.સી.ઓ.વાળાએ સલાહ આપી, ‘બહેન, આટલા મોડાં એકલાં ટ્રેનમાં ન જશો. અત્યાર સુધી વાત જુદી હતી. હવે જવાય એવું નથી રહ્યું.’
| |
| શું બદલાઈ ગયું. આ દસ દિવસમાં? માણસે રડવાનું છોડી દીધું? માણસ પ્રેમ કરતાં ભૂલી ગયો? બાળજન્મ અટકી ગયા? ફૂલો ખીલવાને બદલે ખરવા લાગ્યાં? કંઈ તો બદલાયું નથી. તો પછી આ ડર, ખૌફ, આ શંકાનો માહોલ શાને?
| |
| બુકસ્ટૉલ પર નજર નાખી. છાપાંમાં એ જ આંકડાની રમત, મોતની માયાજાળ, અગનખેલ, ગોળીઓની ભાગદોડ, બે મૅગેઝિન લઈને બૅન્ચ પર જઈને બેઠી.
| |
| પ્લૅટફૉર્મ સાવ ખાલી છે. ચાની લારીના ચૂલા ઓલવાઈ ગયા છે. ભજિયાનું તેલ ટાઢું પડી ગયું છે. કોલ્ડડ્રિંક્સની બાટલીઓ ડબ્બામાં પુરાઈ ગઈ છે. સ્ટૉલ પર કામ કરતા છોકરાઓ ઊંઘે છે. પૉલિસવાળો લંગડો છોકરો ઘોડીનું ઓશીકું બનાવીને જંપી ગયો છે. પણ મારી બૅન્ચ પાસે બેઠેલા કૂતરાને નિરાંત નથી. ઊભું થાય છે, ગોળ-ગોળ ફરે છે, મોં ઊચું કરીને લાંબે રાગે ભસે છે, કાન ઊંચા કરીને જુએ છે. સાશંક બનીને બેસે છે. ઘડીવાર રહીને પણ તે માથું નજીક લાવી ગોળ-ગોળ કુંડાળું કરી પડી રહે છે. ફરી ઊભું થાય છે. સામેના પ્લૅટફૉર્મ પર બે કૂતરાં હાંફતાં બેઠાં છે. આ એમનાથી ડરતું હશે?
| |
| વાંચતાં-વાંચતાં અચાનક ધ્યાન ગયું, મારી બાજુમાં એક બાઈ આવીને બેસી ગઈ છે. કાળા બુરખામાંથી એના હાથ સિવાય કંઈ દેખાતું નથી. સાથે મોટો થેલો છે. મોં પર જાળી છે, પણ એની આંખો એમાંથી દેખાતી નથી. તોય એટલી તો ખબર પડે છે કે એ મને જુએ છે.
| |
| આખા પ્લૅટફૉર્મ પર આટલી બધી બૅન્ચ ખાલી છે ને એ મારી પાસે આવીને જ કેમ બેઠી? એનો ઇરાદો શો છે? એના થેલામાં બૉમ્બ ફાટે તો? મારું શું થાય? મારો વર ને છોકરાં તો રખડી જ પડેને? કદાચ એવું નયે થાય. એ બિચારી તો ચુપચાપ બેઠી છે. પણ ચૂપ બેઠી છે એટલે કશું ન કરે એવું તો ન કહેવાયને? ઊભી થઈને બીજી બૅન્ચ પર જતી રહું? ઉઠાતું જ નથી. પગ જાણે થાંભલા થઈ ગયા છે. જીભ તાળવે ચોંટી ગઈ છે. હાથથી પર્સને સજ્જડ પકડી રાખ્યું છે. આ શિયાળાની સાંજે મારા હાથ પર કપાળેથી પરસેવાનું ટીપું પડે છે.
| |
| ‘કેમ બહેન, કા ચાઇલા?’ દાળવાળો ચિમન મારે માટે દેવદૂત બનીને આવ્યો. હવે નસોમાં રક્તસંચાર શરૂ થયો. જાણે સંચારબંધીમાંથી મુક્તિ જાહેર થઈ. ‘બહુ મોડાં પઈડાં? પેલી તો ગઈ.’ હસીને માથું ધુણાવ્યું. હજી જીભ ઉપાડતાં ડર લાગે છે, અવાજ થોથવાશે તો?
| |
| ‘અંઈ કાં બેઠાં?’ એણે મને ઊભા થવાનો ઇશારો કર્યો. ‘અત્તારે તે આવામાં બેહાતું ઓહે?’ પણ મારા પગમાં હજી ઊઠવાની તાકાત નથી. ચિમન જરા વરા ઊભો રહીને મારી મૂર્ખતા પર હસતો ચાલતો થયો. એની વાત ખરી હતી, મારે ઊઠી જવું જોઈએ. બાજુવાળીનો ભરોસો થાય? પર્સમાંથી છરો કાઢીને હુલાવી દે તો કોઈને ખબર પણ નહીં પડે. અરે, લાત મારે તોય હું તો નીચે પડી જાઉં. એના હાથ જોને, કેવા પુરુષ જેવા પહોળા પહોળા છે! ક્યાંક કોઈ ખૂંખાર ખૂની તો બૂરખો પહેરીને નહીં બેઠો હોયને? હવે? ઊભી પણ શી રીતે થાઉં? ક્યાં કમત સૂઝી કે અત્યારે જવા તૈયાર થઈ? હે મારા રામ, સલામત પહોંચાડજે. આ જો કંઈ કરશે તો કહી દઈશ કે, ‘બાઈ, તારે જે જોઈએ તે લઈ લે, પણ મને મારીશ નહીં. તરસે ગળામાં કાંચકી બાઝી ગઈ. હાથ તો ફ્રીઝ થઈ ગયા છે. કોઈ આવતું દેખાય તો અહીંથી ઊભી થઈ જઉં. આંખને ખૂણેથી પ્લૅટફૉર્મના છેડા લગી નજર દોડાવું છું, કોઈ દેખાતું નથી. ક્યાં ગયા બધા લોકો?
| |
| હજી ગઈ કાલ સુધી તો રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મ અને ટ્રેનના ડબ્બાઓ માણસોથી ધમધમતા હતા. પગ મૂકવાની જગ્યા શોધી જડતી ન હતી. અને જેમાં રોજ બેસવાનું થાય તે લેડીઝ કમ્પાર્ટમેન્ટ? સ્ટેશને-સ્ટેશને સ્ત્રીઓ અંદર ઠલવાતી જાય, ચાળણામાંથી ચળાતા દાણાની જેમ કેટલીક બહાર ઊતરતી જાય, ધીરે-ધીરે થાળે પડીને પોતાની જગ્યાએ ગોઠવાતી જાય. પર્સ ને થેલીઓ ઊઘડતાં જાય, તવુેર, પાપડી, વટાણા, લીલું લસણ બહાર નીકળતાં જાય, ફોલાતાં જાય. કોઈક થેલામાંથી રંગીન દોરા નીકળી પડે ને સાડી કે કૂર્તા પર ફૂલ-પાંદડી ખીલતાં જાય. ક્યાંક સ્વેટરની ભાત ગૂંથાતી જાય, પાપડ-ચટણી-અથાણાં-મસાલાનાં પૅકેટ વેચાતાં-ખરીદાતાં જાય. સાસુ કે પતિના ત્રાસની વાતે રડતી સ્ત્રીનાં આંસુ લુછાતાં જાય, ઑફિસના કડવા-મીઠા અનુભવોની આપ-લે થઈ જાય, સગાઈ-લગ્નની મીઠાઈ અહીં પણ અપાય, ક્યારેક મારામારી ને ગાળાગાળીનો દોર પણ ચાલે. સાથે જ રામરક્ષાકવચ ને ગાયત્રી મંત્રના પાઠ ભણાતા હોય, જરાક જગ્યા કરી, આસન પાથરી નામજ પણ પઢાતી જાય. સ્ટેશન આવે ને ખાલી જગ્યા પુરાતી જાય. આજે ક્યાં ગયા એ ચહેરાઓ? એ તુવેર-વટાણા-લસણ-પાપડ-મસાલા ભરેલી થેલીઓ? ને એની જગ્યાએ દેખાય છે આતંકિત ચહેરાઓ ને શંકા-કુશંકા ભરેલી થેલીઓ. એનાથી શી રીતે બચવું?
| |
| અરે, ટ્રેન આવી ગઈ, ને ખબર પણ ન પડી? લેડીઝ કમ્પાર્ટમૅન્ટમાં ચડી, ને પાછળ-પાછળ જ પેલી બુરખાવાળી પણ આવી છે. હે ભગવાન, આ મારો પીછો કેમ નથી છોડતી? કમ્પાર્ટમૅન્ટ તો સાવ ખાલી છે. માંડ બે-ત્રણ સ્ત્રીઓ છે. એક માછણ પોતાનો ખાલી ટોપલો સીટ પર રાખીને ઊંઘતી પડી છે. ભલે ટોપલો ગંધાય, પણ કોઈક બેઠું છે, તો રાહત કેટલી લાગે? પેલી તો સામે જ આવીને બેઠી.
| |
| બહાર તો અંધારું જામવા માંડ્યું છે, આના કાળા બુરખા જેવું જ. ક્યાંય પ્રકાશની કોઈ રેખા દેખાતી નથી કે એને વળગીને આ અંધારાના સાગરને તરી જાઉં. શું કરું, કશું સૂઝતું નથી. અંધકારથી બચવા, કાળા બુરખાથી બચવા, ન દેખાતી, છતાં સતત મને જ તાકી રહેલી બુરખાવાળીની આંખોથી બચવા મેં તો આંખો જ બંધ કરી દીધી. શું કરતી હશે એ? લોકો તો કહે છે કે એનો ભરોસો જ ન થાય. ક્યારે છરો કાઢીને તમને હલાલ કરી નાખે ખબર ન પડે. કૉલેજમાં અમારી સાથે હસીના ભણતી હતી. એસ.વાય.માં હતાં ત્યારે એના ભાઈએ એની ભાભીને છરો મારીને મારી નાખેલી. આ બાઈ પણ આવું કરે તો?
| |
| કોઈ હલબલાવતું હતું. આંખો ખોલી તો સામે પેલી બુરખાવાળી ઊભી હતી. હે ભગવાન, આ શું કરશે? કોને બૂમ પાડું? પેલી માછણ તો આરામથી ઘોરે છે. આ મને મારી નાખશે તો એને ખબર પણ નહીં પડે! ચાલુ ટ્રેને કૂદી પડું? હે રામ, મને બચાવી લેજે. કાલથી આ ટ્રેનમાં નહીં આવું. અરે, નોકરી જ નહી કરું. ભાડમાં જાય અપડાઉન. એક ટંક ભૂખ્યાં રહીશું. પણ આ ઓથાર નહીં સહેવાય.
| |
| ‘બહેનજી બહેનજી!’ બુરખાવાળી બોલાવે છે! ‘મેરા સ્ટેશન આ ગયા. અચ્છા હુઆ આપ યહાં બૈઠી થી, વર્ના મેરી તો હિંમત હી નહીં થી, ઈસ માહોલ મેં અકેલે જાના... આપ સમઝતી હૈ ન?’ અરે, એ પણ ડરતી હતી! મારી જેમ જ! અને હું એનાથી ડરતી હતી! મારાથી હસી પડાયું.
| |
| ‘ઈસમેં ડરને કી ક્યા બાત હૈ? મૈં તો હર રોજ અપડાઉન કરતી હૂં.’ મારો અવાજ ટ્રેનની વ્હીસલના અવાજને પણ દબાવતો હોય તેવો નીકળ્યો.
| |
| એણે મારા હાથ પર હાથ મૂકીને ‘ખુદા હાફિજ’ કહ્યું. એવા વજનદાર હાથમાં ઉષ્મા હતી. પરસેવાની ભીનાશ હતી. તે ભીનાશમાં મારી હથેળીનો પરસેવો ભળી ગયો. સ્ટેશન પર ગાડી ઊભી રહી. એના મોટા થેલાને ઉતારવામાં મેં હાથ આપ્યો. થેલો હલકોફૂલ લાગતો હતો. ટ્રેન ઊપડી. સ્ટેશનના ઝાંખા પ્રકાશમાં એક આકાર ધીમે-ધીમે ઓગળવા લાગ્યો.
| |
| માછણે બગાસું ખાધું. આળસ મરડી ટોપલામાંથી એક થેલી કાઢી અને વાલોળ વીણવા લાગી. ડબ્બામાં માછલીની વાસ સાથે પરસેવાની ગંધ ને વાલોળની લીલાશ ફેલાઈ ગઈ. બહાર અંધકારમાં ચમકતા તારાઓ મને ઘરની દિશા તરફનો માર્ગ બતાવવા લાગ્યા.
| |
| {{Poem2Close}} | | {{Poem2Close}} |
| {{rule|20em|align=right|height=1px}} | | {{rule|20em|align=right|height=1px}} |