18,820
edits
(→) |
(→) |
||
Line 580: | Line 580: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right|(દિવ્યભાસ્કર: ‘રસરંગપૂર્તિ - ડિસેમ્બર ર૦ર૪’ માંથી)}} | {{right|(દિવ્યભાસ્કર: ‘રસરંગપૂર્તિ - ડિસેમ્બર ર૦ર૪’ માંથી)}} | ||
==॥ પત્રો ॥ == | |||
{{Poem2Open}} | |||
{{rotate|90[[File:Sanchayan 64 Image 12.png|left]]}} | |||
[[File:Govardhan-M-Tripathi (Monochrome).jpg|left|250px]] | |||
<big><big>{{right|{{color|#003399|''' પત્રો: આપણી સમૃદ્ધ પરંપરા (સાહિત્યિક પત્ર) '''}} }}</big></big><br> | |||
<big>'''(૧) ગોવર્ધનરામ ત્રિપાઠીનો કલાપીને પત્ર'''</big> | |||
{{right|નડિયાદ તા. ૨૨-૧૦-૯૮}}<br> | |||
રાજશ્રી વિરાજિત શ્રી સુરસિંહજી, | |||
આપનું કૃપાપત્ર સ્નેહી ભાઈશ્રી નાનાસાહેબ દ્વારા મળ્યું. રા. મણિલાલ વિષયે સર્વેને ખેદ છે. આપનો સંબંધ સવિશેષ ખેદ આપે એ સ્વાભાવિક છે. એમના ગુણ અને સ્વભાવને લીધે એમના સ્નેહથી આપના ઉપર મુદ્રા સહજ થયેલી હોવી જોઈએ. | |||
હું મ્હારા ઉદ્યોગમાંથી નિવૃત્ત થઈ હાલ નડિયાદ આવેલો છું. મ્હારા હૃદયની ઉચ્ચ ભાવનાઓને સફળ કરવાનો અવકાશ શોધવો એ આ નિવૃત્તિનું એક પ્રયોજન છે. આપ મ્હારી સાથે જે સંબંધ ઇચ્છો છો તેવો સંબંધ કોઈ ત્રાહિત પુરુષે ઇચ્છ્યો હોત તો તેને ઉત્તર આપવો મને સુલભ હતો. કારણ વકીલાતની અતિ લાભકારક પ્રવૃત્તિનો ત્યાગ કર્યો છે તે બીજી ઉપાધિઓનો સ્વીકાર કરવાની તૃષ્ણાથી નથી કર્યો. વળી, મણિભાઈનો સ્વભાવ આવી પ્રવૃત્તિને અનુકૂળ હતો. મ્હારો સ્વભાવ એથી ભિન્ન જાતિનો હોવાને લીધે રા. મણિલાલ જેટલો લાભ આપને મળશે કે નહીં એ વિષયમાં સંદેહ છે. | |||
પરન્તુ રા. નાનાસાહેબે આ વાતમાં ઉપોદ્ઘાત રૂપે કેટલીક વાર્તા કરી તથા આપનો અને મ્હારો આજ સુધીનો સંબંધ વિચાર્યો અને અંતે આપના પત્રનો આશય સમજવા પ્રયત્ન કર્યો, તે સર્વનું પરિણામ નીચે લખું છું. | |||
આપ લખો છો કે, “રાજા અને કારભારી બન્ને જ પર વિશ્વાસ રાખી શકે તેવા તટસ્થ અને સમર્થ પુરુષની જરૂર જણાય છે.’’ | |||
મ્હારા ‘સમર્થ’પણાનો વિચાર હું કરતો નથી. મ્હારામાં કેટલીએક ન્યૂનતાઓ પણ છે, તે હું જાણું છું. અને અનુભવથી આપને પણ ક્વચિત્જણાશે. મ્હારો અભિપ્રાય લેવાને માટે જ આપ મ્હારો સંબધ ઇચ્છતા હશો તો આ ન્યૂનતાઓ આપને લાગે ત્યાં એ અભિપ્રાય ન સ્વીકારવાની આપને સ્વતંત્રતા છે. આથી આટલા મ્હારા સંબંધથી આપને કાંઈ હાનિ પહોંચે એમ નથી એવું લાગવાથી આપની ઇચ્છાને અનુકૂળ થતાં આ વિષયમાં મને કાંઈ બાધ લાગતો નથી. | |||
મ્હારા તટસ્થપણાની વાતમાં મને આપ ગણી શકતા હો તો તે ગણના મને પણ સત્ય લાગ છે. | |||
મ્હારા ઉપર આપ વિશ્વાસ રાખી શકો છો, તે પણ મને સ્વાભાવિક લાગે છે. રા. તાત્યાસાહેબ આપની પાસે કારભારી છે ત્યાં સુધી આપ અને આપના કારભારી ઉભય મ્હારા ઉપર વિશ્વાસ રાખી શકશો. પણ રાજકીય સંબંધ પ્રારબ્ધ પ્રમાણે અશાશ્ચત્કે શાશ્વત્હોય છે અને આપનો તથા તાત્યાસાહેબનો બેનો સંબંધ પ્રારબ્ધવશાત્અશાશ્ચત્નીવડે તે પ્રસંગે જે કારણથી હાલ આપનું નેત્ર મ્હારા ઉપર ઠરે છે તે કારણ બદલાશે ત્યારે આપના ચિત્તને આપની હાલની યોજનાથી મ્હારા સંબંધમાં પશ્ચાત્તાપ ન થાય એવો વિચાર આપે હાલથી કરી રાખવો ઘટે છે. જો એ વસ્તુ પશ્ચાત્તાપનું કારણ થઈ પડે તો તે હાલથી જ કર્તવ્ય નથી એ વાતનું હું આપને સ્મરણ કરાવું છું, એ વાત લક્ષમાં આણી મ્હારા સંબંધની યોજના પડતી મૂકવી ઘટે તો તેમ કરવા મ્હારી આપને વિજ્ઞપ્તિ છે. | |||
મ્હારા પોતાના મનમાં તો આ કામ નિઃસ્વાર્થતા અને પ્રીતિના કારણથી મ્હારે કરવાનું છે, તો તે કારણથી આપને આવશ્યક્તા નહીં હોય તે કાળે સ્નેહે લેવડાવેલી ઉપાધિમાંથી મને મુક્ત કરવા માટે આપને આશીર્વાદ દેવાનો જ પ્રસંગ આવશે. આ કારણથી પણ આપની વર્તમાન ઇચ્છા સ્વીકારતાં મને બાધ લાગતો નથી. | |||
આપના પત્રનો આશય હું યથાર્થ સમજ્યો હોઉં તો આપને પ્રસંગોપાત્ત મ્હારો અભિપ્રાય જોઈતો હોય તો તે આપવો. અને આપને કામ હોય ત્યારે મ્હારે લાઠી આવી જવું એવું સમજાય છે. નડિયાદ બેઠાં અભિપ્રાય આપતાં મને વિશેષ શ્રમ જેવું નથી અને સ્નેહીમંડળને મારા અભિપ્રાય કામ લાગે એવું હોય તો તે આપવામાં ધર્મ અને આનંદ ઉભય છે. માટે તે વાતમાં કાંઈ પ્રશ્ન કરવો હોય ત્યારે તે પૂછવો એ આપના હાથની વાત છે. | |||
મને લાઠી બોલાવવા જેવું ગુરુત્વવાળું કાંઈ કામ હોય ત્યારે આપ મને બોલાવશો અને મને કોઈ બીજી પ્રતિકૂળતા નહીં હોય તો હું આનંદથી આપના મેળાપનો લાભ લઈ શકીશ. પણ પ્રવાસને માટે જ મ્હારે પ્રવાસ કરવો ઉચિત નથી એ તો આપ સ્વીકારશો. | |||
લિ.
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીના
સ્નેહપૂર્વક આશીર્વાદ | |||
{{Poem2Close}} | |||
ચિત્રકાર સત્યજિત રાય | |||
(ર) હરિશ્ચંદ્ર ભટ્ટને ઉમાશંકર જોશીનો પત્ર | |||
અમદાવાદ
તા. ૧૪-૧૧-૧૯૪૧ | |||
પ્રિય ભાઈશ્રી, | |||
ઘણા દિવસ થયા! | |||
તમારો છેલ્લો પત્ર ઉઘાડતાં ડરતો હતો. પણ ખાતરી હતી કે તમે મારા મૌન માટે ચિડાઓ તો નહિ જ. તેમ જ નીકળ્યું. મારા ‘આલસ્યવિલાસ’ના તમે જ કદરદાન નહિ હો તો કોણ હશે? | |||
રિલ્કેનું કાવ્ય કેમ આટલું બધું મોડું મોકલ્યું? - ચોરી રાખ્યું? ખરે જ સુંદર છે. વિશેષ શું કહું? પૃથ્વી અને કવિઉરની તુલના - કલ્પના તેમ જ શબ્દરચના બંનેમાં - શોભી રહે છે. ‘મુજ હૃદયની એ જ કથની” એમ હું પણ કહું તો ‘આત્માનાં ખંડેર’ વિશેની પૃચ્છા છોડી દો ખરા? ખરે જ એને વિષે એ સૉનેટો સિવાય વધારે કહેવાનું મારા ખ્યાલમાં નથી. હું ભારે રાગોદ્રેક તેમ જ નિર્વેદની સ્થિતિમાં હોઈશ એમ માનું છું. એ રચાયાનો ક્રમ તમારે કામનો હોય તો તપાસી, યાદ કરી, મોકલું. તમારા સંગ્રહની પ્રસ્તાવનામાં આ લોરાબેનનું લટકણિયું ન મૂકો તો? અંગ્રેજીમાં પ્રસ્તાવના આપ્યા જેવું થશે. તેમાંના વિચાર જોડે (‘two lines’નાં) મારા કવિતા & તત્ત્વજ્ઞાનમાંના ‘પ્રણયી’ની લીલા સરખાવી જોશો? એક ધૃષ્ટતાભરી વાત કરું. રિલ્કેની સોનેટ્સમાંથી પણ સમ્-વેદન જેવું મને મળ્યું. ઊડીને આંખે વળગે એવો દાખલો તારાઓ નજીક દેખાય છે છતાં છે દૂરદૂર એ (વાર્તા: ‘પિપાસુ’માં) વાત એ કરે છે. પણ આ વાતો રૂબરૂ જ કરવામાં ઔચિત્ય... પણ મૂળ વાત પર આવું. રિલ્કે ખરે જ ઊંડો છે, સૂક્ષ્મ છે, પીધા કરો એવો છે. New Year Letterમાં ઓડન બેત્રણ વાર તેને સંભારે છે. એમાં વધારે પડતું કાંઈ નથી. હા, એ Letter કેટલામાં મળે? અને આખો રિલ્કે? | |||
જુઓ, ઉમેદભાઈ આવે કે ન આવે પણ ખરા. પણ પાઠકસાહેબ કર્વે સેનેટમાં આવવાના છે. તેમની જોડે મારે માટેની ચોપડીઓ મોકલશો. જરૂરાજરૂર. | |||
બીજી વિનંતી: સાથેની ચિડ્ડી RRને આપી તેમાંની એકેક નકલ મુનિશ્રી જિનવિજયજીને (મારી વતી) સર્કલ હાઉસ, કિંગ્સ સર્કલ, અથવા નિર્ણય સાગરપ્રેસમાં છાપકામ માટે એ સામાન્યતઃ રોજ આવે છે એટલે ત્યાં એકવાર ઓફિસ જતાં પૂછી લો તો બીજે દિવસે તે સમયે રૂબરૂ આપી શકો. તમને મળતાં પણ આનંદ થશે. | |||
‘નિશીથ’ની બીજી નકલો બને તો ઉમેદભાઈ જોડે, નહિ તો પાઠકસાહેબ જોડે મને મોકલશો. શેઠ બૂમો પાડે તો ભલે, પણ મારે ખરીદવા વારો આવે ત્યાર પૂરી કિંમતે શા માટે ખરીદું? | |||
તમને આમ તસ્દી આપતાં હવે શરમ આવે છે. પણ લોભ છૂટતો નથી. | |||
સર્વે આનંદમાં હશો. | |||
ઉમાશંકરના પ્રણામ. | |||
(૨૪૨/પત્રો/૧૯૨૮-૧૯૫૦) | |||
==॥ કલાજગત ॥ == | ==॥ કલાજગત ॥ == |