ભારતીય કાવ્યસિદ્ધાંત/કાવ્યહેતુ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 26: Line 26:
કાવ્યરીતિના જાણકાર કવિ અથવા શાસ્ત્રકારની પાસે કેળવણી લઈ સતત કાવ્યપ્રવૃત્તિ કરવી એ કાવ્યસર્જનમાં ત્રીજું કારણરૂપ તત્ત્વ છે. ગુરુગમને બધી જ વિદ્યાઓમાં મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. તેથી કવિને માટે પણ ગુરુની આવશ્યકતા જોવામાં આવે તેમાં આશ્ચર્ય નથી. વળી, સંગીતકારને ‘રિયાઝ’ની અને નૃત્યકારને પણ સતત મહાવરાની જરૂર હોય, તો કવિને કેમ નહિ? જોકે કવિનું સર્જન પ્રેરણા —જે ક્યારે આવશે તે કહેવાય નહિ – પર આધારિત છે, એટલે એને સતત કાવ્યપ્રવૃત્તિ કરવાનું કહેવું એ સ્થૂળ અર્થમાં બરોબર ન કહેવાય. પણ પ્રેરણાની ક્ષણોને વ્યર્થ જવા દીધા વિના એ લખે, મઠારે, ફરી લખે એવો ક્રમ એને માટે આવશ્યક ગણી શકાય ખરો.

મમ્મટ જણાવે છે કે આ ત્રણે ભિન્ન ભિન્ન હેતુઓ છે એમ નહિ, પણ ત્રણે મળીને એક જ હેતુ બને છે; છતાં પ્રતિભાને એ ‘કવિત્વબીજરૂપ’ ગણાવે છે અને કહે છે : ‘यां विना काव्यं न प्रसरेत् प्रसृतं वा उपहसनीयं स्यात् ।’ આનો અર્થ એ થયો કે પ્રતિભા, નિપુણતા અને અભ્યાસ વચ્ચે મમ્મટ તારતમ્ય કરે છે અને નિપુણતા તથા અભ્યાસને એ પ્રતિભા જેટલાં અનિવાર્ય નથી ગણતા. કાવ્યના નિર્માણ અને સમુલ્લાસમાં આ ત્રણે મળીને એક હેતુ થાય છે એમ મમ્મટે કહેલ છે.<ref>त्रय़ः समुदिताः, न तु व्यस्ताः, तस्य काव्यस्योद्भवे निर्माणे समुल्लासे च हेतुः, न हेतवः ।</ref> તેથી પ્રો. ગજેન્દ્રગડકર તો એમ ફલિત કરે છે કે કાવ્યના નિર્માણમાં તો એકલી પ્રતિભા ચાલે, પણ એના સમુલ્લાસમાં, એટલે કે ઉચ્ચ કાવ્યના સર્જનમાં વ્યુત્પત્તિ અને અભ્યાસ મહત્ત્વનાં ખરાં. ‘કાવ્યાનુશાસન’કાર વાગ્ભટ અને હેમચંદ્રાચાર્ય કેવળ પ્રતિભાને જ કાવ્યહેતુ ગણે છે અને વ્યુત્પત્તિ તથા અભ્યાસને પ્રતિભાનાં સંસ્કાર ગણે છે; ‘વાગ્ભટાલંકાર’ના કર્તા વાગ્ભટ વ્યુત્પત્તિને विभूषण અને અભ્યાસને भृशोत्पतिकृत કહે છે; એ બધે પ્રો. ગજેન્દ્રગડકરે મમ્મટમાંથી ઘટાવ્યું છે તેવું વલણ જોવા મળે છે.

ઉચ્ચ કાવ્યમાં વ્યુત્પત્તિ અને અભ્યાસનું સંસ્કારક તરીકે ઓછું મહત્ત્વ નથી જ. કાવ્ય વિશેની સાચી સમજ (ગુરુ પાસેથી પ્રત્યક્ષ પ્રાપ્ત થયેલી કે ગ્રંથો દ્વારા કેળવાયેલી) અને પૂરતા ઉદ્યોગ  વિના ઘણી કવિત્વશક્તિ વેડફાઈ જવાનો સંભવ છે. જીવનનો અનુભવ, ભિન્ન ભિન્ન વિદ્યાઓનું જ્ઞાન અને કાવ્ય-ઇતિહાસ વગેરેનું પરિશીલન કવિને બે રીતે ફળે છે : એક તો એ કે એ કવિતાના અવતરણ માટે યોગ્ય ભૂમિકા બની રહે છે,<ref>ભામહ અને જગન્નાથનાં આગળ ઉલ્લેખેલાં મંતવ્યોમાં આને મળતું વલણ જોવા મળે છે.</ref> અને બીજું, કવિના નિરૂપણમાં એ ઔચિત્ય અને સચ્ચાઈ લાવે છે. એ વાત સાચી છે કે વ્યુત્પત્તિના અભાવને કારણે થયેલા દોષોને તો કવિની રસસર્જનની શક્તિ ઢાંકી દે છે<ref>જુઓ પૃ.૧19 --> [[ભારતીય કાવ્યસિદ્ધાંત/કાવ્યદોષ|કાવ્યદોષ]] </ref> અને તાજમહાલ જોયા વિના પણ કવિ એનું વર્ણન કરી શકે, પણ સામે પક્ષે બીજી વાત પણ સાચી છે કે પ્રતિભા અને અનુભવનો જ્યારે સુમેળ સધાય છે, ત્યારે કાવ્ય સમુલ્લાસ સાધે છે. જગતનાં મહાકાવ્યો એકલી પ્રતિભાથી લખાયાં હશે એમ માનવું ઉચિત નથી લાગતું.
ઉચ્ચ કાવ્યમાં વ્યુત્પત્તિ અને અભ્યાસનું સંસ્કારક તરીકે ઓછું મહત્ત્વ નથી જ. કાવ્ય વિશેની સાચી સમજ (ગુરુ પાસેથી પ્રત્યક્ષ પ્રાપ્ત થયેલી કે ગ્રંથો દ્વારા કેળવાયેલી) અને પૂરતા ઉદ્યોગ  વિના ઘણી કવિત્વશક્તિ વેડફાઈ જવાનો સંભવ છે. જીવનનો અનુભવ, ભિન્ન ભિન્ન વિદ્યાઓનું જ્ઞાન અને કાવ્ય-ઇતિહાસ વગેરેનું પરિશીલન કવિને બે રીતે ફળે છે : એક તો એ કે એ કવિતાના અવતરણ માટે યોગ્ય ભૂમિકા બની રહે છે,<ref>ભામહ અને જગન્નાથનાં આગળ ઉલ્લેખેલાં મંતવ્યોમાં આને મળતું વલણ જોવા મળે છે.</ref> અને બીજું, કવિના નિરૂપણમાં એ ઔચિત્ય અને સચ્ચાઈ લાવે છે. એ વાત સાચી છે કે વ્યુત્પત્તિના અભાવને કારણે થયેલા દોષોને તો કવિની રસસર્જનની શક્તિ ઢાંકી દે છે<ref>જુઓ પૃ.૧૧૯ --> [[ભારતીય કાવ્યસિદ્ધાંત/કાવ્યદોષ|કાવ્યદોષ]] </ref> અને તાજમહાલ જોયા વિના પણ કવિ એનું વર્ણન કરી શકે, પણ સામે પક્ષે બીજી વાત પણ સાચી છે કે પ્રતિભા અને અનુભવનો જ્યારે સુમેળ સધાય છે, ત્યારે કાવ્ય સમુલ્લાસ સાધે છે. જગતનાં મહાકાવ્યો એકલી પ્રતિભાથી લખાયાં હશે એમ માનવું ઉચિત નથી લાગતું.
વ્યુત્પત્તિ અને અભ્યાસ જેવાં તત્ત્વોની આવશ્યકતા ભારતીય કાવ્યશાસ્ત્રે જ બતાવી છે અને પાશ્ચાત્યો કેવળ પ્રતિભાવાદી છે એવું નથી. બેન જોનસન નૈસર્ગિક શક્તિ ઉપરાંત ઉદ્યોગ, સાહિયસ્વામીઓનું અનુકરણ, અધ્યનની ચોકસાઈ અને વાચનની વિપુલતાને પણ કવિ માટે આવશ્યક ગણાવે છે. વર્ડ્ઝવર્થ, કોલરિજ, ગટે, વગેરે એક જાતની વિચારસાધના કવિએ કરવાની હોય છે એવું દર્શાવે છે અને છેક આધુનિક સમયમાં વોલ્ટર પેટર જેવા કહે છે : ‘The literary artist is of necessity a scholar.’

અને કવિતાસામાન્ય માટે પણ વ્યુત્પત્તિ, અભ્યાસ જેવાં તત્ત્વોનો સદંતર ઈન્કાર કરવો એ ઈષ્ટ છે ખરું? કવિની પ્રતિભા સાથે આ જગતમાં એના જન્મથી જ અનુભવ તો વણાયેલો હોય છે; એને જુદો કેમ કરી શકાય? કવિનું જે માધ્યમ-ભાષા-છે, તેની શક્તિનું ભાન એ જન્મથી જ મેળવીને આવે છે એમ કહી શકાય એમ નથી. ભાષાનો પરિચય એને થોડોઘણો તો લોકવ્યવહારમાંથી જ થાય છે. પછી ભલે એ પોતાના પ્રતિભાબળે એનો પૂરો કસ કાઢે. ખરી વાત તો એ છે કે કવિતાસામાન્ય અને ઉચ્ચ કવિતા વચ્ચે વ્યુત્પત્તિ, અભ્યાસ વગેરેની આવશ્યકતામાં જો ભેદ હોય, તો તે પ્રમાણનો હોય. મહાન કવિતામાં જીવનનો અત્યંત વિશાળ અનુભવ અને દીર્ઘ અભ્યાસ જોઈએ એનો અર્થ એવો નથી કે કવિતાસામાન્યમાં એની મુદ્દલ જરૂર નથી. જયદેવ નામના આલંકારિક આ ત્રણે કાવ્યસર્જક પરિબળોનો સંબંધ અત્યંત સુંદર રીતે સ્પષ્ટ કરી બતાવે છે :

Navigation menu