32,460
edits
(+1) |
No edit summary |
||
| Line 87: | Line 87: | ||
{{center|*}} | {{center|*}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મધ્યકાળની પદ્યસંપદામાં નિરૂપણવિષય તરીકે ધર્મભાવની અતિશયતા માટે, તત્કાલીન ઐતિહાસિક પરિબળોએ નિર્ણાયક ભૂમિકા ભજવી છે. પ્રજાસમુદાયની સમગ્ર ચેતનાનું આધારબળ ધર્મઅધ્યાત્મ રહ્યાં હોવાનું આચાર્ય આનંદશંકર ધ્રુવનું નિદાન આ દૃષ્ટિએ યથાર્થ લાગે છે. એ કાળે વ્યાપક પ્રચારમાં રહેલી ધોળરચનાઓમાં પણ ખાસ કરીને સંતમહિમા, સત્સંગબોધ અને ભગવદ્ભક્તિ : આ સૌ પ્રદેશો અગ્રક્રમે રહે છે. સગુણ ઉપાસનામાં રામ અને કૃષ્ણ : આ બંને અવતારોની પ્રધાનતા રહી. એટલે ભક્તિપરક રચનાઓમાં એનું બાહુલ્ય વરતાશે. પરંતુ પંદરમી સદી પછી સાંપ્રદાયિક કૃષ્ણભક્તિના પ્રસારને કારણે આપણે ત્યાં ધોળની રચના અને પ્રચલન માટેની વિશિષ્ટ પરિસ્થિતિ ઊભી થઈ. સાંપ્રદાયિક ભક્તિના પ્રારંભકાળથી જ કૃષ્ણમંદિરોમાં ઠાકુરસન્મુખ થતાં કીર્તનો તરીકે, માત્ર ને માત્ર, અષ્ટછાપ/અષ્ટછાપેતર કવિઓની વ્રજભાષી પદરચનાઓનાં જ ગાનનો એકાધિકાર માન્ય રહ્યો; એટલું જ નહિ, સાંપ્રદાયિક ઉપક્રમોમાં પણ કેવળ વ્રજભાષી પદોનું કીર્તનગાન સ્વીકૃતિ ધરાવતું રહ્યું. ગુજરાતસૌરાષ્ટ્રનો બહોળો અનુયાયીવર્ગ તો વ્રજભાષાથી અલ્પપરિચિત અને અલ્પશિક્ષિત/અશિક્ષિત પણ હતો. આ સ્થિતિમાં ઠાકુર સન્મુખ થતાં વ્રજભાષી કીર્તનોમાં એનો પ્રવેશ દુષ્કર રહ્યો. આ સંજોગોમાં નિત્ય સત્સંગ કે ભગવદ્વાર્તાના પ્રસંગોમાં માણી શકાય એવી ગુજરાતની ધોળરચનાઓને સ્વાભાવિક અવકાશ મળતો થયો. સંપ્રદાયદીક્ષિત પ્રપન્ન વૈષ્ણવો દ્વારા આછીપાતળી સર્જકતા અને ઝાઝી ભાવુકતાથી સંભૂત ધોળ રચનાઓ વિપુલ પ્રમાણમાં રચાતી રહી. પુષ્ટિસંપ્રદાયનો પ્રસાર ગુજરાતમાં જેમ જેમ વિસ્તરતો ગયો તેમ તેમ સ્થાનીય વૈષ્ણવસમુદાયમાં એવી ધોળરચનાઓનો વ્યાપક ને બહોળો સમાદર થતો રહ્યો. સંપ્રદાયપ્રવર્તક આચાર્યશ્રી વલ્લભ પછીથીયે અનુકાલીન આચાર્યો વિઠ્ઠલનાથજી, ગોકુળનાથજી, ગિરિધરજી, હરિરાયજી —એમ અગ્રપુરુષોએ ગુજરાત પ્રવાસ વારે વારે સેવ્યા કર્યો. સત્તરમા/અઢારમા સૈકામાં તો તળગુજરાત/ સૌરાષ્ટ્રનાં અગત્યનાં નગરોમાં આચાર્યોના વસવાટ સાથેનાં મંદિરો 'હવેલી'માં પણ થપાવા લાગ્યાં. એટલે સત્સંગમંડળીઓ પણ ઠેરઠેર થવા લાગી. આ સત્સંગ ઉપક્રમો ધોળરચનાના ભાવપોષણ અને સાહિત્યપોષણ – બંનેમાં ખૂબ જ ઉપકારક/વિસ્તારક નીવડ્યાં. અંતર્ગત ભાવ, ગાનતરેહ અને ગાનનિમિત્ત : આ ત્રણેયમાં વિવિધતા અને વિપુલતાની પુષ્કળતા તથા પ્રચલનની વ્યાપક પ્રભાવકતાને કારણે ધોળ સંજ્ઞા જ ‘વૈષ્ણવી ધોળ'નો, જાણે કે, પર્યાય બની ગઈ. પણ આ પ્રદેશમાં વિગતે વિચરીએ એ પહેલાં પરંપરિત અને સમાંતરિત ધોળરચનાઓ પર ઊડતી નજર કરી લઈએ. થોડીક હેરફેર કરીને પોતાની નામછાપ સાથે ધોળ તરીકે સાંપ્રદાયિક ચલણમાં મૂકી દીધાં હોવાની સંભાવના પણ એટલી જ. આ સંજોગોમાં ધોળરચનાઓમાંના અમુક હિસ્સાને બાદ કરતાં કેટલીયે ધોળરચનાનું કર્તૃત્વ સંદેહાસ્પદ રહેવાનું. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|*}} | {{center|*}} | ||