સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત/લોકગીતની આસ્વાદ્યતા: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
(+1)
Line 9: Line 9:
{{center|(૨)}}
{{center|(૨)}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જીવંત સંસ્કૃતિઘટના તરીકે લોકગીત નથી સ્વાયત્ત અને અનશુદ્ધ કવિતા કે નથી સ્વરવિલાસમાં રાચતું નિતાંત શબ્દનિરપેક્ષ સંગીત. જો કે ગેયતા સાથેનો એનો અવિનાભાવી સંબંધ તો છેક પ્રાચીનકાળથી માન્ય રહ્યો છે. ફક્ત લોકગીત જ શું કામ? શિષ્ટ કવિતા પણ ગાનને જ સ્વીકારીને ચાલતી. સંસ્કૃત વૃત્તોનું ગાન ‘માર્ગસંપદા’થી અને પ્રાકૃત રચનાઓનું ગાન ‘દેશી’માં થતું.<ref>૧. गानं द्विविधं मागों देशी चेति । तत्र प्राकृतावलंबि गानं देशी । संस्कृतावलंबि तु गानं मार्गः ।</ref> માર્ગ અને દેશી- આ ગાન પદ્ધતિનો ભેદ અનુક્રમે સંસ્કૃત અને પ્રાકૃત ભાષાની રચનાઓ પરત્વે હતો તેમ આ ભેદ શિષ્ટ અને લોક–એવા સામાજિક વર્ગો પરત્વે પણ હતો. લોકસમાજમાં મુખપરંપરાએ પ્રચલિત આ ‘ગ્રામ્યગીત’માં જીવનવાસ્તવનાં નિષિદ્ધ ભાવચિત્રો પણ સહજપણે અને નિ:સંકોચ પ્રગટ થતાં રહેતાં એટલે વિરકત પુરુષે આ ગ્રામ્યગીત ન સાંભળવાં એવી આજ્ઞા ભાગવતકાર કરે છે.<ref>૨. ग्राम्यगीतं न श्रुणुयाद् यतिर्वनचरः क्वचित् । श्रीमद्भागवत ११/८/१७</ref> તો બીજી બાજુ, બાળકો-સ્ત્રીઓ અને લોકવરણમાં, મુખપરંપરાએ પ્રચલિત કાવ્યો રસાત્મક હોવાથી અભિજાત વર્ગે પણ ક્યારેક એનો સ્વાદ માણવો એ મતલબના રાજશેખરના આગ્રહમાં, લોકગીતની આસ્વાદ્યતાને સ્વીકૃતિ મળી ચૂક્યાનો સંકેત વાંચી શકાય છે.<ref>૩. वचः स्वादु सर्ता लेहां लेशस्याद्धपि कौतुकात् । बालस्त्रीहीनजातीनां काव्यं याति मुखान्मुखम् ।। કાવ્યમીમાંસા-૧૦</ref> આમ, સંસ્કૃત વૃત્તબદ્ધ કવિતાના માર્ગીય ગાનને મુકાબલે, લોકસમુદાયની દેશીબદ્ધ લોકકવિતા પ્રત્યે શિષ્ટોને સૂગ હોવા છતાં એની ભીતરી રસાત્મકતાના પ્રભાવ અને વ્યાપક ચલણની ઉપેક્ષા પ્રાચીનકાળે પણ સર્વથા થઈ શકી નથી.  
જીવંત સંસ્કૃતિઘટના તરીકે લોકગીત નથી સ્વાયત્ત અને અનશુદ્ધ કવિતા કે નથી સ્વરવિલાસમાં રાચતું નિતાંત શબ્દનિરપેક્ષ સંગીત. જો કે ગેયતા સાથેનો એનો અવિનાભાવી સંબંધ તો છેક પ્રાચીનકાળથી માન્ય રહ્યો છે. ફક્ત લોકગીત જ શું કામ? શિષ્ટ કવિતા પણ ગાનને જ સ્વીકારીને ચાલતી. સંસ્કૃત વૃત્તોનું ગાન ‘માર્ગસંપદા’થી અને પ્રાકૃત રચનાઓનું ગાન ‘દેશી’માં થતું.<ref>गानं द्विविधं मागों देशी चेति । तत्र प्राकृतावलंबि गानं देशी । संस्कृतावलंबि तु गानं मार्गः ।</ref> માર્ગ અને દેશી- આ ગાન પદ્ધતિનો ભેદ અનુક્રમે સંસ્કૃત અને પ્રાકૃત ભાષાની રચનાઓ પરત્વે હતો તેમ આ ભેદ શિષ્ટ અને લોક–એવા સામાજિક વર્ગો પરત્વે પણ હતો. લોકસમાજમાં મુખપરંપરાએ પ્રચલિત આ ‘ગ્રામ્યગીત’માં જીવનવાસ્તવનાં નિષિદ્ધ ભાવચિત્રો પણ સહજપણે અને નિ:સંકોચ પ્રગટ થતાં રહેતાં એટલે વિરકત પુરુષે આ ગ્રામ્યગીત ન સાંભળવાં એવી આજ્ઞા ભાગવતકાર કરે છે.<ref>ग्राम्यगीतं न श्रुणुयाद् यतिर्वनचरः क्वचित् । श्रीमद्भागवत ११/८/१७</ref> તો બીજી બાજુ, બાળકો-સ્ત્રીઓ અને લોકવરણમાં, મુખપરંપરાએ પ્રચલિત કાવ્યો રસાત્મક હોવાથી અભિજાત વર્ગે પણ ક્યારેક એનો સ્વાદ માણવો એ મતલબના રાજશેખરના આગ્રહમાં, લોકગીતની આસ્વાદ્યતાને સ્વીકૃતિ મળી ચૂક્યાનો સંકેત વાંચી શકાય છે.<ref>वचः स्वादु सर्ता लेहां लेशस्याद्धपि कौतुकात् । बालस्त्रीहीनजातीनां काव्यं याति मुखान्मुखम् ।। કાવ્યમીમાંસા-૧૦</ref> આમ, સંસ્કૃત વૃત્તબદ્ધ કવિતાના માર્ગીય ગાનને મુકાબલે, લોકસમુદાયની દેશીબદ્ધ લોકકવિતા પ્રત્યે શિષ્ટોને સૂગ હોવા છતાં એની ભીતરી રસાત્મકતાના પ્રભાવ અને વ્યાપક ચલણની ઉપેક્ષા પ્રાચીનકાળે પણ સર્વથા થઈ શકી નથી.  
બારમી-તેરમી સદીના અરસામાં ઊગતી પ્રાદેશિક ભાષાઓમાં આ લોકપરંપરા, રચના અને ગાનપદ્ધતિ – બંનેની બાબતમાં વધુ પુષ્ટ થતી રહી. લયમેળ ધરાવતી દેશીઓનો પદ્યબંધ જ નહિ, અક્ષરમેળ / રૂપમેળ કે માત્રામેળ છંદો સુદ્ધાં છેક અર્વાચીનતાના આરંભ લગી ગાનપ્રચારમાં હતા. કવિતાનું સંગીતશૂન્ય ભાવપઠન (recitation) એ અંગ્રેજી કવિતાના સંપર્કનું પરિણામ છે. એથી કરીને છંદોબદ્ધ કવિતાનો ગાનસંબંધ સાવ છૂટી ગયો. એની અન્વર્થકતા પઠનમાં, કેવળ પ...ઠ...નમાં જ પ્રમાણિત રહી. જ્યારે બીજી બાજુ, મધ્યકાલીન જ્ઞાતકર્તુક કવિતાપરંપરાએ તો લોકમાન્ય દેશીઓને જ અંગીકારી હતી કેમકે મુખપરિપાટીની લોકકવિતામાં તો, દેશીનિબદ્ધ લોકઢાળોનો વિપુલ વારસો સચવાઈ રહ્યો હતો. મધ્યકાળના કવિઓએ પદ્યબંધ પરત્વે લોકગીતોનું અનુસરણ કર્યું હોય એવું જ માત્ર નથી બન્યું; ક્યાંક તો અતિપ્રચલિત લોકરચનામાંથી ધ્રુવપદ કે પંક્તિખંડો જ સીધા ઉઠાવીને પોતાની પદરચનાઓમાં ગોઠવી દીધાનું પણ વરતાઈ આવે. આ રીતે કર્તૃત્વ ધરાવતી મધ્યકાલીન પદરચનાઓમાં પણ લોકકવિતાની મેળવણી છૂટથી થતી રહી એટલે ક્યાંક ક્યાંક તો જ્ઞાતકર્તક કવિતા અને લોકરચના વચ્ચેનો ભેદ પણ અળપાઈ જતો લાગે.

{{Poem2Close}}
{{Poem2Close}}
Line 15: Line 15:
{{Poem2Open}}
{{Poem2Open}}
જો કે મધ્યકાળના સમાપનપર્યંત કાવ્યસમજ અને કવિતા પ્રત્યેની અપેક્ષાની બાબતમાં સાહિત્યિક ઊર્મિગીત (literary-song) અને લોકગીત (folk-song) વચ્ચે થોડો ફરક તો હતો. ભક્તિભાવનાં ઊર્મિસંવેદનોને તરાશતી વિધવિધ આકાર/ પ્રકારની પદકવિતા; જ્ઞાન, યોગ કે સાધનાનાં અવસ્થાંતરણો વા સત્સંગબોધને ઉપદેશતી ભજનવાણી, મૌખિકતા (orality)ના સ્તરે પ્રસારમાં રહીને પ્રજાસમુદાયની ધર્મશ્રદ્ધાને સંકોરતી અને સંતોષતી; તો લોકકવિતા વાસ્તવજીવનનાં સારાસાંસતા ને હીણાદૂબળા સકલ ભાવસંસારને કશીયે સંયતતા કે શિસ્તનો ડારો રાખ્યા વગર મોકળાશથી લલકારતી, અને એમ કરીને સમારાધન તથા સમાધાન – બંનેની ગરજ સારતી. રચનાગત પ્રયોજન પરત્વે જ્ઞાતકર્તૃક પદકવિતા ભાવકના શિવેતરની ક્ષતિ અને કાંતાસમ્મિત ઉપદેશને મુખ્યત: તથા સઘ: પરનિવૃતિને ઉપપ્રાપ્તિ ગણીને ચાલતી, જ્યારે લોકરચનાઓનો તો મિજાજ નિરનિરાળો ! હળવાંફૂલ જોડકણાંથી માંડીને કરુણ-ગંભીરના કથાપટમાં વિલસતી લોકકવિતા નોખનોખી મુદ્રાઓ ભલે ધારણ કરતી દેખાય, પરંતુ એનું અંતઃસ્વરૂપ તો લોકહૃદયની સાર્વત્રિક ઊર્મિઓને કશાયે વ્યવસ્થાપન કે વ્યવધાન વગર મોકળાશથી વહેવા દઈને નિષ્પ્રયોજન વરતાવાનું. આ નિર્દેતુક વા બહુહેતુક ભાવનવિલાસ એ જ એની સકલપ્રયોજનમૌલિભૂત સઘ: પરનિવૃત્તિ. લોકરચનાના લયસિક્ત રાગમાધુર્યથી આપણું આખું અસ્તિત્વ અખંડ અનુભૂતિમાં એકાકાર થઈ જતું હોય છે. આપણું સમગ્ર ચૈતન્ય-લાગણી, બુદ્ધિ, સ્મૃતિના સકલ આંતરવ્યાપારો એ શ્રુતિક્ષણે સ્વરસિદ્ધ શબ્દાકૃતિમાં કેંદ્રિત થઈ જતા હોય છે એ આસ્વાદની આંતરપ્રતીતિ છે.

‘રમ્યાણિ વીક્ષ્ય’ વા ‘મધુરાંશ્વ નિશમ્ય શબ્દાન્’ થકી ‘સુખિત: જન્તુ:’ પણ પર્યુત્સુકી બને છે. એ પ્રતાપ છે સૌંદર્યાત્મક પદાર્થના અંત:પ્રવેશને કારણે લાધતા સ્ફુરાયમાન તન્મયભવનનો. વેદ્યાંતરના વિગલનની ચિદવસ્થામાં એની એટલે કે રસગ્રાહી ચિત્તની – ક્રિયાત્મક ચેતના (Conciousness) તરંગાયિત સ્ફુરણથી વ્યાપૃત રહે અને સ્થિત્યાત્મક ચેતના, આ સ્ફુરણોથી નિષ્પન્ન ચમત્કૃતિને ઝીલતી રહે. આનંદવર્ધન કહે છે તેમ, “જ્યાં લોકને એવી સમજણ ઊગતી હોય કે કાંઈક સ્ફુરિત થયું છે, એ ગમે તે હો, રમણીય હોય છે. આ સ્ફુરણ જાણીને સહૃદયોમાં ચમત્કૃતિ ઉત્પન્ન થાય છે.’૪<ref>૪. कुओं: यदपि तदपि रम्यं लोकस्यकिचित् स्फुरितमिदमितीचं बुद्धिरभ्युज्जिहीते । स्फुरणेयं काचिदिति सष्ठदयानां चमत्कृतिदुत्पद्यते । - ध्वन्यालोक, लोचनटीका</ref> શબ્દતર કળાઓની આસ્વાદ્યતા, ચિત્તનિગ્રહ પરત્વે, ઉપાદાનભિન્ન ભલે હોય પણ એની અંતિમ પરિણતિ આ ચમત્કૃતિથી વ્યાપૃત દીસવાની. અંત:ચમત્કૃતિ જ સૌંદર્યાત્મક આસ્વાદ્યતાનું પારમાર્થિક પ્રમાણ હોય છે. શબ્દાશ્રયી કળાઓની રસસંસિદ્ધિનું સંચારકબળ શબ્દ થકી નીપજતી વિધવિધ શક્યતાઓ અને સંભાવનાઓ હોય છે. શબ્દ પોતે તો મુખપ્રસૂત નાદથી આકારિત વર્ણોની સંઘટના છે. એમાં અર્થનો આરોપ – ભલે એ સંઘટનાનિર્મિતિનો સહ- જન્ય હોય તો પણ – સામાજિક આક્ષેપ છે. એટલે જ આ આક્ષિપ્ત અર્થની પ્રાથમિકતાને સ્વીકારીને એમાંથી અર્થ પ્રકટનની અનેકવિધ ગુંજાશ વિસ્તરતી રહે. ઉચ્ચાર્યમાણ શબ્દ, શબ્દસંકેતિત અર્થ અને સંકેતનવ્યાપાર અભિધા – આ ત્રણેયના અગણિત વૈચિત્ર્યપ્રકારોની સંભાવનાને લીધે કવિતાના સૌંદર્યબોધને ગહનતા, ગરિમા અને વ્યાપનશીલતા સાંપડે.<ref>૫. कुरो: पक्तीति वाकू शब्दः । उच्यते इति वागर्थः । उच्चतेऽनयेति वागभिधाव्यापारः । तत्र शब्दार्थ वैचित्र्यप्रकारो अनन्तः । अभिधावैचित्र्य प्रकारोऽपि असंख्येय ।</ref> સમસ્થાનીય વર્ણોની સંતતતાથી નિષ્પન્ન અનુરણન, વર્ણસાતત્ય કે આવર્તનોથી ઊઠતું નાદ ગુંજન ને ઘોષધ્વનન, વર્ણસંવાદમાંથી આકૃત પ્રાસતરેહો, આ સૌના ઉપચયમાંથી નીપજતું લયધૂસરિત સંગીત : આ બધા શબ્દમૂલ વૈચિત્ર્યપ્રકારો છે. કોશગત અભિધેયાર્થની જન્મભૂમિ પર પાંગરતી લક્ષણાના પરોક્ષતાપરક અને વ્યંજનાના ધ્વનનપરક વૈચિત્ર્ય પ્રકારો તો ગણ્યા ગણાય નહિ, વીણ્યા વિણાય નહિ, એટલા ! વાત આટલેથી જ અટકતી નથી. અભિનવગુપ્ત તો આગળ વધીને કહે છે: ‘અભિધાવૈચિત્ર્યના પ્રકારો પણ અસંખ્ય છે.<ref>૬. એજન</ref> વાચકશબ્દમાં જેનો સાક્ષાત્ સંકેત-બોધ થાય છે તે પ્રથમાર્થ, એટલે મુખ્યાર્થ, અભિધેયાર્થ; પણ એના પ્રકટનના તરીકા અને તારણ અલગ અલગ સંભવી શકે. યાદ રહે કે શબ્દ વાચક જ નથી, સ્મારક – સ્મૃતિને સંકોરનારો – પણ હોય છે.<ref>૭. पदानां स्मारक्त्वम् । ध्वन्यालोक तू. उ.<br>
‘રમ્યાણિ વીક્ષ્ય’ વા ‘મધુરાંશ્વ નિશમ્ય શબ્દાન્’ થકી ‘સુખિત: જન્તુ:’ પણ પર્યુત્સુકી બને છે. એ પ્રતાપ છે સૌંદર્યાત્મક પદાર્થના અંત:પ્રવેશને કારણે લાધતા સ્ફુરાયમાન તન્મયભવનનો. વેદ્યાંતરના વિગલનની ચિદવસ્થામાં એની એટલે કે રસગ્રાહી ચિત્તની – ક્રિયાત્મક ચેતના (Conciousness) તરંગાયિત સ્ફુરણથી વ્યાપૃત રહે અને સ્થિત્યાત્મક ચેતના, આ સ્ફુરણોથી નિષ્પન્ન ચમત્કૃતિને ઝીલતી રહે. આનંદવર્ધન કહે છે તેમ, “જ્યાં લોકને એવી સમજણ ઊગતી હોય કે કાંઈક સ્ફુરિત થયું છે, એ ગમે તે હો, રમણીય હોય છે. આ સ્ફુરણ જાણીને સહૃદયોમાં ચમત્કૃતિ ઉત્પન્ન થાય છે.<ref>कुओं: यदपि तदपि रम्यं लोकस्यकिचित् स्फुरितमिदमितीचं बुद्धिरभ्युज्जिहीते । स्फुरणेयं काचिदिति सष्ठदयानां चमत्कृतिदुत्पद्यते । - ध्वन्यालोक, लोचनटीका</ref> શબ્દતર કળાઓની આસ્વાદ્યતા, ચિત્તનિગ્રહ પરત્વે, ઉપાદાનભિન્ન ભલે હોય પણ એની અંતિમ પરિણતિ આ ચમત્કૃતિથી વ્યાપૃત દીસવાની. અંત:ચમત્કૃતિ જ સૌંદર્યાત્મક આસ્વાદ્યતાનું પારમાર્થિક પ્રમાણ હોય છે. શબ્દાશ્રયી કળાઓની રસસંસિદ્ધિનું સંચારકબળ શબ્દ થકી નીપજતી વિધવિધ શક્યતાઓ અને સંભાવનાઓ હોય છે. શબ્દ પોતે તો મુખપ્રસૂત નાદથી આકારિત વર્ણોની સંઘટના છે. એમાં અર્થનો આરોપ – ભલે એ સંઘટનાનિર્મિતિનો સહ- જન્ય હોય તો પણ – સામાજિક આક્ષેપ છે. એટલે જ આ આક્ષિપ્ત અર્થની પ્રાથમિકતાને સ્વીકારીને એમાંથી અર્થ પ્રકટનની અનેકવિધ ગુંજાશ વિસ્તરતી રહે. ઉચ્ચાર્યમાણ શબ્દ, શબ્દસંકેતિત અર્થ અને સંકેતનવ્યાપાર અભિધા – આ ત્રણેયના અગણિત વૈચિત્ર્યપ્રકારોની સંભાવનાને લીધે કવિતાના સૌંદર્યબોધને ગહનતા, ગરિમા અને વ્યાપનશીલતા સાંપડે.<ref>कुरो: पक्तीति वाकू शब्दः । उच्यते इति वागर्थः । उच्चतेऽनयेति वागभिधाव्यापारः । तत्र शब्दार्थ वैचित्र्यप्रकारो अनन्तः । अभिधावैचित्र्य प्रकारोऽपि असंख्येय ।</ref> સમસ્થાનીય વર્ણોની સંતતતાથી નિષ્પન્ન અનુરણન, વર્ણસાતત્ય કે આવર્તનોથી ઊઠતું નાદ ગુંજન ને ઘોષધ્વનન, વર્ણસંવાદમાંથી આકૃત પ્રાસતરેહો, આ સૌના ઉપચયમાંથી નીપજતું લયધૂસરિત સંગીત : આ બધા શબ્દમૂલ વૈચિત્ર્યપ્રકારો છે. કોશગત અભિધેયાર્થની જન્મભૂમિ પર પાંગરતી લક્ષણાના પરોક્ષતાપરક અને વ્યંજનાના ધ્વનનપરક વૈચિત્ર્ય પ્રકારો તો ગણ્યા ગણાય નહિ, વીણ્યા વિણાય નહિ, એટલા ! વાત આટલેથી જ અટકતી નથી. અભિનવગુપ્ત તો આગળ વધીને કહે છે: ‘અભિધાવૈચિત્ર્યના પ્રકારો પણ અસંખ્ય છે.<ref>એજન</ref> વાચકશબ્દમાં જેનો સાક્ષાત્ સંકેત-બોધ થાય છે તે પ્રથમાર્થ, એટલે મુખ્યાર્થ, અભિધેયાર્થ; પણ એના પ્રકટનના તરીકા અને તારણ અલગ અલગ સંભવી શકે. યાદ રહે કે શબ્દ વાચક જ નથી, સ્મારક – સ્મૃતિને સંકોરનારો – પણ હોય છે.<ref>पदानां स्मारक्त्वम् । ध्वन्यालोक तू. उ.<br>
*’દેશી’માં ઊતરેલી શબ્દરચનાઓનો પદ્યબંધ પણ કશાક પિંગળમાન્ય માત્રિક અનુશાસનથી નિયંત્રિત હોવો જોઈએ. એવો તર્ક નવલરામે કરેલો. રા. વિ. પાઠકે આ દેશીઓની પદ્યતરેહોની પિંગળસંગતિ બેસાડવા માટે જબરો પુરુષાર્થ કીધો હતો. (જુઓ, ‘પ્રાચીન ગુજરાતી છંદો’ અને ‘બૃહદ્ પિંગળ’માંનાં તદર્થક પ્રકરણો)</ref> રચનાગત શબ્દ, આપણને એનો અભિધેયાર્થ – ભલે એ કૃતિસંદર્ભમાં કેવળ અભિધાપ્રવર્તન જ હોય તોયે, આપીને- આથમી જતો નથી. પોતાનો વાચ્યાર્થ આપીને, સ્મૃતિસાહચર્યને બળે પ્રકરણનિરપેક્ષ અને સંદર્ભબાહ્ય અન્ય અર્થ / અર્થોનું સ્મરણ કરાવવામાં પણ એ સમર્થ હોય છે. અહીં એ બાબત પ્રત્યે ધ્યાન દોરવાનું રહે કે સ્મૃતિપ્રેરિત અર્થ / અર્થોની સંપ્રાપ્તિ લક્ષણા વા વ્યંજનાથી ઉદ્દભૂત નથી. એટલે જ એ શબ્દની સામાજિકતા પર આધારિત નથી પણ ભાવકની તદ્દન વ્યક્તિગત સ્મૃતિ પર નિર્ભર હોવાની. આ સ્મૃતિગોચર અર્થ/અર્થો વાચ્યાર્થ ઉપરાંત કૃતિની વ્યંજનાને પણ અધિક રમણીય બનાવવામાં સહકારી નીવડતા હોય છે. શબ્દ, અર્થ અને અભિધાવ્યાપાર : આ ત્રણેયના વૈચિત્ર્યપ્રકારોનો સંયુક્ત સૌંદર્યવિન્યાસ કૃતિમાં આસ્વાદ્યતાનું આભામંડળ રચી આપે. શબ્દાશ્રયી રચનાનું રસનિબંધન નોખનોખાં દ્રવ્યોના સર્ગપ્રપંચ થકી નીપજી રહે. પરંપરિત પરિભાષામાં ‘શબ્દ’ અને ‘અર્થ’ના અલંકારો તરીકે વર્ગીકૃત થયેલી શ્રુતિ અને ધ્વનિની કાવ્યનિષ્પાદક સકલ સામગ્રી ઉપરાંત, એમની મેળવણીમાંથી મૂર્ત થતાં કલ્પન/કલ્પન- શ્રેણીઓ, પ્રતીકસંયોજનો, પુરાકલ્પનની તરકીબો, ભાવવ્યંજનાની અવનવી સંકુલતાઓ વગેરે કળાવિવેકના યથાભિલષિત તારતમ્યથી રચનામાં તદાકૃત થયાં હોય છે. આપણા આસ્વાદનો વિષય, શબ્દસૌંદર્યનો આ વિસ્મયલોક હોય છે. પણ કવિતા માત્રનું રસતંત્ર સર્વથા એકસરખું ન હોઈ શકે. પ્રકારધોરણે જ નહિ, કૃતિની વૈયક્તિકતાના ધોરણે પણ પ્રત્યેક કૃતિનું રસસંયોજન, ખાસ તો એમાંનાં વિધાયક રસાયણો પરત્વે, નોખનોખું હોઈ શકે. ક્યાંક સમર્થ કૃતિને પોતીકો શબ્દપ્રપંચ પણ હોઈ શકે. જો શબ્દસેવ્ય નિતાંત સાહિત્યિક કવિતાની બાબતમાં કૃતિગત / પ્રકારગત રસનિબંધનનું આગવાપણું હોય તો પછી, શિષ્ટતાની અસ્વીકૃતિને ગણકાર્યા વગર, પોતાની અસલિયત અને અસ્તિત્વનો વાવટો ફરકતો રાખનારી લોકકવિતાના સૌંદર્યબોધની ઓળખ અલગ હોય એની નવાઈ કેમ ગણાય?

Line 30: Line 30:
{{center|(૫)}}
{{center|(૫)}}
{{Poem2Open}}
{{Poem2Open}}
લોકગીતના કામણનું મહત્ત્વનું પરિબળ રહ્યું છે સાંદોલ લયછટાઓથી ખચિત એનું ગાનબંધારણ, એટલે કે એમાં પ્રયુક્ત લોકઢાળો કે દેશીઓ. સંગીતવિષયક શાસ્ત્રગ્રંથોમાં નિર્દિષ્ટ દેશી સંગીત શૈલીની જ, સમયપરંપરાએ શોધિત/સંચિત ગાન પ્રયુક્ત પદ્યતરેહો એ જ આ દેશીઓ.<ref>૮. देशेदेशे जनानां यद् रुच्या हृदयरंजकम् । गानं च वादनं नृत्यं तद् देशीत्यभिधीयते ।।<br> संगीतरत्नाकर १/२२</ref> સમ-વિષમ માત્રિક સંધિએકમોની તાલયુક્ત મિલાવટથી ગંઠાતી આ દેશીઓ પિંગળના છંદોનુશાસનને સર્વથા અનુવર્તતી નથી.
લોકગીતના કામણનું મહત્ત્વનું પરિબળ રહ્યું છે સાંદોલ લયછટાઓથી ખચિત એનું ગાનબંધારણ, એટલે કે એમાં પ્રયુક્ત લોકઢાળો કે દેશીઓ. સંગીતવિષયક શાસ્ત્રગ્રંથોમાં નિર્દિષ્ટ દેશી સંગીત શૈલીની જ, સમયપરંપરાએ શોધિત/સંચિત ગાન પ્રયુક્ત પદ્યતરેહો એ જ આ દેશીઓ.<ref>देशेदेशे जनानां यद् रुच्या हृदयरंजकम् । गानं च वादनं नृत्यं तद् देशीत्यभिधीयते ।।<br> संगीतरत्नाकर १/२२</ref> સમ-વિષમ માત્રિક સંધિએકમોની તાલયુક્ત મિલાવટથી ગંઠાતી આ દેશીઓ પિંગળના છંદોનુશાસનને સર્વથા અનુવર્તતી નથી.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{center|<nowiki>*</nowiki>}}                                                       
{{center|<nowiki>*</nowiki>}}                                                       
{{Poem2Open}}
{{Poem2Open}}
જોકે, આ પઘતરેહો, પધવિધાનના પ્રત્યક્ષ કિસ્સામાં ચરણ/પંક્તિગત જે પદવિન્યાસ પ્રયોજે છે અને માત્રિક સંધિએકમોની ગોઠવણીમાં મૂકી શકાવ; કેમ કે લઘુ / ગુરુ વર્ણોથી સાધિત શબ્દરૂપોની એ પંક્તિઘટના હોય છે પરંતુ ઇતર પઘઘટનામાં માત્રિક એકમોનાં આવર્તનોની જે નિશ્ચિત ને નિયત ભાત(pattern) બંધાતી હોય છે એ કારણે માત્રામેળ બંધોમાં એની વર્ગણી થઈ શકે. ‘લોકગીતની પઘતરેહોનું ગોત્ર છાંદસ નથી, સાંગીતક છે. એના પંક્તિબંધમાં આરંભે, અંતરાલમાં વા અંતે ટપકતા ‘હાં’, ‘રે’, ‘હો’, ‘જી’, ‘કે’, જેવા એકાક્ષરી વા ‘લોલ’, ‘રાજ’, ‘હોજી’, જેવાં અનેકાક્ષરી અર્થરિક્ત તાનપૂરકો સાંગીતિક લયની માત્રાપૂર્તિની ગરજ સારે છે. યાદ રહે કે આ પૂરકોની તાલમાત્રા, કાલમાન પરત્વે, છાંદસી માત્રાની સમ-મૂલ્ય નથી હોતી. સ્વર-વિસ્તારના કિસ્સામાં પ્લુતની ત્રણ માત્રાના કાલમાનથી પણ વધુ સમય તે લે એવું બને. આ કારણે જ કે. હ. ધ્રુવે આ દેશીઓને પિંગળના માન્ય-મેળની પંગતમાં ન મૂકી, લયમેળમાં વર્ગીકૃત કરી હતી. લોકગીતની પઘતરેહો, એના પ્રથમ સ્ફુટનથી જ લયજન્ય હોય છે એટલે એનું નિયમન પણ તાલયુક્ત લયનિર્ભરતા જ દાખવે.<ref>૯. સરખાવો : गीतं पाठ्यमानत्वाभावात् न वृत्तगता श्रव्यतापेक्षते केवलं तालयोजनार्थ साम्यमवश्यकर्तव्यम् । इति मात्राणां वर्णानां नियमस्तत्राश्रीयत । भरतकृत ना. शा. अ. १५/१९२-९४ ५२नी ‘અભિનવભારતી ટીકા’</ref>  
જોકે, આ પઘતરેહો, પધવિધાનના પ્રત્યક્ષ કિસ્સામાં ચરણ/પંક્તિગત જે પદવિન્યાસ પ્રયોજે છે અને માત્રિક સંધિએકમોની ગોઠવણીમાં મૂકી શકાવ; કેમ કે લઘુ / ગુરુ વર્ણોથી સાધિત શબ્દરૂપોની એ પંક્તિઘટના હોય છે પરંતુ ઇતર પઘઘટનામાં માત્રિક એકમોનાં આવર્તનોની જે નિશ્ચિત ને નિયત ભાત(pattern) બંધાતી હોય છે એ કારણે માત્રામેળ બંધોમાં એની વર્ગણી થઈ શકે. ‘લોકગીતની પઘતરેહોનું ગોત્ર છાંદસ નથી, સાંગીતક છે. એના પંક્તિબંધમાં આરંભે, અંતરાલમાં વા અંતે ટપકતા ‘હાં’, ‘રે’, ‘હો’, ‘જી’, ‘કે’, જેવા એકાક્ષરી વા ‘લોલ’, ‘રાજ’, ‘હોજી’, જેવાં અનેકાક્ષરી અર્થરિક્ત તાનપૂરકો સાંગીતિક લયની માત્રાપૂર્તિની ગરજ સારે છે. યાદ રહે કે આ પૂરકોની તાલમાત્રા, કાલમાન પરત્વે, છાંદસી માત્રાની સમ-મૂલ્ય નથી હોતી. સ્વર-વિસ્તારના કિસ્સામાં પ્લુતની ત્રણ માત્રાના કાલમાનથી પણ વધુ સમય તે લે એવું બને. આ કારણે જ કે. હ. ધ્રુવે આ દેશીઓને પિંગળના માન્ય-મેળની પંગતમાં ન મૂકી, લયમેળમાં વર્ગીકૃત કરી હતી. લોકગીતની પઘતરેહો, એના પ્રથમ સ્ફુટનથી જ લયજન્ય હોય છે એટલે એનું નિયમન પણ તાલયુક્ત લયનિર્ભરતા જ દાખવે.<ref>સરખાવો : गीतं पाठ्यमानत्वाभावात् न वृत्तगता श्रव्यतापेक्षते केवलं तालयोजनार्थ साम्यमवश्यकर्तव्यम् । इति मात्राणां वर्णानां नियमस्तत्राश्रीयत । भरतकृत ना. शा. अ. १५/१९२-९४ ५२नी ‘અભિનવભારતી ટીકા’</ref>  
માત્રિક સંધિએકમો – અને યથાવકાશ તાનપૂરકો-થી ગ્રથિત લયખંડકોનાં કિસમકિસમનાં સંયોજનોમાંથી દેશીઓની પારાવાર વિવિધતા અને વિપુલતા ઊભી થઈ. એમાં આંતરપ્રાસની ખટક સાથે લયશકલોનાં આંશિક આવર્તનો દાખવતા પ્રસ્તારી બંધ છે; તો સાવ ટૂંકા પનામાં ત્વરિત ચાલ રેલાવતો રમતિયાળ પદ્યબંધ પણ છે. આ બંને અંતિમોની વચ્ચે, તાલનિયંત્રિત સ્વરમાનને ધારતી શતોપરાંત પદ્યતરેહો પ્રચારમાં આવી. (‘જૈન ગૂર્જર કવિઓ’ ખં. ૮માં મો. દ. દેસાઈએ નોંધેલી ૨૫૦૦ જેટલી દેશીઓમાંથી, શાસ્ત્રીય રાગબંધની અને કેટલીક સમાન લયબંધારણ ધરાવતી પુનરુક્ત દેશીઓને બાદ કરીએ તો યે સહસ્રાધિક દેશીઓના સગડ મળે છે !) ગાયકી પરત્વે આ દેશીઓ સ્વરબહલાવની બારીકી કે તાનપલટાની કરામતો દાખવ્યા વગર, પૃથજન ઝીલી અને ઝાલી શકે એવા સાદા ને સરળ પ્રવાહી વેગમાં વહેતી રહે છે. ચરણયુગ્મમાંનાં પૂર્વાપર ચરણો આરોહ/અવરોહના તરંગસ્તર પર વિચરતાં હોય; તો ક્યાંક પ્રલંબ ચરણ, લયસંધિના આંતરિક વિરામોએ અટકતું અટકતું અંત્યારોહી પણ બનતું લાગે. ટૂંકા માપની તરેહો, મોટે ભાગે, ધ્રુવાંત રહે. એકપદી વા દ્વિપદી ધ્રુવ આવી તરેહોમાં પ્રત્યેક ચરણે આવર્તિત થતો રહે. ગાનપ્રસ્તુતિ અને ભાવગ્રથન – એમ બંને સ્તરે ધ્રુવપદ એ લોકગીતની સૌંદર્યઘટનામાં સંઘટક (Unifying) પરિબળ છે. ‘ધ્રુવાગાન એ પ્રયોગનો પ્રાણ છે.૧૦<ref>૧૦. प्राणभूतं तावद् ध्रुवागानं प्रयोगस्य । ना.शा.पृ. ३८६</ref> – એવું ભરતવાક્ય, ધ્રુવમહિમાની આ પરંપરા તો મધ્યકાળને છેક પ્રાચીનકાળની વિરાસતમાંથી સાંપડી છે, એનું સમર્થન કરશે. રચનાના સાદ્યંત નિર્વહણમાં ધ્રુવપદ / ટેક પ્રત્યેક ચરણાંતે વા પ્રત્યેક પઘએકમના સમાપનમાં આવર્તિત થયા કરતાં હોય એથી ગેયતાની દૃષ્ટિએ રચનાગત સ્વરમંડલનું અખંડ ને કેંદ્રાનુસંધિત રસપુદ્ગલ બંધાતું જાય; જ્યારે કથન, કલ્પન વા ધ્વનનના આછા લસરકાથી અંકિત ભાવસંવેદનને, માત્ર એકાદ ચરણ કે પદગુચ્છમાં ધારતું ધ્રુવપદ, પ્રત્યેક આંતરિક એકમના અંતે આવર્તિત થતું રહે એવી સંકલના કેન્દ્રીય ભાવને ઘૂંટીઘૂંટીને ઘનીભૂત કરતી રહે. આમ પઘતરેહોની સાંગીતિકતા અને એ તરેહોમાં અવતરેલી શબ્દદેહી ભાવમુદ્રા લોકગીતના ઉભયવિધ આસ્વાદ્યપ્રદેશોને, આ ધ્રુવપદની વિસ્તરતી જતી ગુંજને બળે, સૈદ્રિય એકતા અને રસાત્મક અખિલાઈનો સ્પર્શ સંપડાવે છે.
માત્રિક સંધિએકમો – અને યથાવકાશ તાનપૂરકો-થી ગ્રથિત લયખંડકોનાં કિસમકિસમનાં સંયોજનોમાંથી દેશીઓની પારાવાર વિવિધતા અને વિપુલતા ઊભી થઈ. એમાં આંતરપ્રાસની ખટક સાથે લયશકલોનાં આંશિક આવર્તનો દાખવતા પ્રસ્તારી બંધ છે; તો સાવ ટૂંકા પનામાં ત્વરિત ચાલ રેલાવતો રમતિયાળ પદ્યબંધ પણ છે. આ બંને અંતિમોની વચ્ચે, તાલનિયંત્રિત સ્વરમાનને ધારતી શતોપરાંત પદ્યતરેહો પ્રચારમાં આવી. (‘જૈન ગૂર્જર કવિઓ’ ખં. ૮માં મો. દ. દેસાઈએ નોંધેલી ૨૫૦૦ જેટલી દેશીઓમાંથી, શાસ્ત્રીય રાગબંધની અને કેટલીક સમાન લયબંધારણ ધરાવતી પુનરુક્ત દેશીઓને બાદ કરીએ તો યે સહસ્રાધિક દેશીઓના સગડ મળે છે !) ગાયકી પરત્વે આ દેશીઓ સ્વરબહલાવની બારીકી કે તાનપલટાની કરામતો દાખવ્યા વગર, પૃથજન ઝીલી અને ઝાલી શકે એવા સાદા ને સરળ પ્રવાહી વેગમાં વહેતી રહે છે. ચરણયુગ્મમાંનાં પૂર્વાપર ચરણો આરોહ/અવરોહના તરંગસ્તર પર વિચરતાં હોય; તો ક્યાંક પ્રલંબ ચરણ, લયસંધિના આંતરિક વિરામોએ અટકતું અટકતું અંત્યારોહી પણ બનતું લાગે. ટૂંકા માપની તરેહો, મોટે ભાગે, ધ્રુવાંત રહે. એકપદી વા દ્વિપદી ધ્રુવ આવી તરેહોમાં પ્રત્યેક ચરણે આવર્તિત થતો રહે. ગાનપ્રસ્તુતિ અને ભાવગ્રથન – એમ બંને સ્તરે ધ્રુવપદ એ લોકગીતની સૌંદર્યઘટનામાં સંઘટક (Unifying) પરિબળ છે. ‘ધ્રુવાગાન એ પ્રયોગનો પ્રાણ છે.<ref>प्राणभूतं तावद् ध्रुवागानं प्रयोगस्य । ना.शा.पृ. ३८६</ref> – એવું ભરતવાક્ય, ધ્રુવમહિમાની આ પરંપરા તો મધ્યકાળને છેક પ્રાચીનકાળની વિરાસતમાંથી સાંપડી છે, એનું સમર્થન કરશે. રચનાના સાદ્યંત નિર્વહણમાં ધ્રુવપદ / ટેક પ્રત્યેક ચરણાંતે વા પ્રત્યેક પઘએકમના સમાપનમાં આવર્તિત થયા કરતાં હોય એથી ગેયતાની દૃષ્ટિએ રચનાગત સ્વરમંડલનું અખંડ ને કેંદ્રાનુસંધિત રસપુદ્ગલ બંધાતું જાય; જ્યારે કથન, કલ્પન વા ધ્વનનના આછા લસરકાથી અંકિત ભાવસંવેદનને, માત્ર એકાદ ચરણ કે પદગુચ્છમાં ધારતું ધ્રુવપદ, પ્રત્યેક આંતરિક એકમના અંતે આવર્તિત થતું રહે એવી સંકલના કેન્દ્રીય ભાવને ઘૂંટીઘૂંટીને ઘનીભૂત કરતી રહે. આમ પઘતરેહોની સાંગીતિકતા અને એ તરેહોમાં અવતરેલી શબ્દદેહી ભાવમુદ્રા લોકગીતના ઉભયવિધ આસ્વાદ્યપ્રદેશોને, આ ધ્રુવપદની વિસ્તરતી જતી ગુંજને બળે, સૈદ્રિય એકતા અને રસાત્મક અખિલાઈનો સ્પર્શ સંપડાવે છે.
લોકગીતોને ધારતી પદ્યાત્મક લયતરેહોની બહુવિધ પ્રચુરતાને, થોડીક છૂટછાટવાળી શિથિલ ઘાટની, વર્ગણીમાં ગોઠવી શકાય. અહીં એ બાબત પણ ધ્યાનમાં રાખવી રહે કે મધ્યકાળની જ્ઞાનકર્તૃક પદકવિતાના ઢાળોની લયઈબારત પણ વાગ્યેયકાર કવિની મૌલિક ખોજ નહોતી પણ તત્કાળે વ્યાપક લોકસમુદાયમાં પ્રચલિત લોકતરજોની અનુકૃતિ હતી. રચનાની મૌલિકતા, સ્વાયત્તતાને લગતા અર્વાચીન / આધુનિક આગ્રહોને એ અનુવર્તતી ન જણાય. કેમકે મધ્યકાળની આખીયે કવિતાપરંપરા, એના રચના અભિગમની બાબતમાં, લોકનુસંધિત હતી. કહો કે પ્રજાસમુદાયના સચેતન સંસ્કૃતિસંદર્ભનો એ શાબ્દી આવિર્ભાવ હતો. આમ હોવાને કારણે લોકગીતોની પઘતરેહોની તારવણીમાં, જ્ઞાતકર્તુક પદકવિતાના દાખલા (લયતરેજોના નમૂના લેખે) ટાંકીએ તો અનુપયુક્ત નહીં ઠરે.

Line 215: Line 215:
(એવાં) સાજણ ગિયાં ને શેરીયું રહી.’</poem>}}
(એવાં) સાજણ ગિયાં ને શેરીયું રહી.’</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પુરોગામી ચરણના ઉત્તરાર્ધને અનુગામી ચરણનાં પૂર્વાર્ધ તરીકે આવર્તિત કરીને, કલ્પનાનાં મુક્ત વિહરણ – ક્યારેક ‘ફેન્ટસી’ના તરંગાષિત બુટ્ટાઓને રેલાવતા પદ્યશકલો કોઈ કોઈ રચનામાં, શિથિલપણે, પૈસી જતાં હોય એવું લાગે. ‘એકાવલી’ અલંકારના વર્ગમાં મૂકી શકાય એવા શ્લોકખંડકો સંસ્કૃત કાવ્યપરંપરામાં તો મળે જ છે.૧૧<ref>૧૧. भुओ न तज्जलं यन्न सुचारुपंकजं न पंकजं तद्यदलीनषट्पदम् । न षट्पदोऽसौ न जुगुंज य; कलं न गुंजितं तन्न जहारयन्मनं: ।<br>रावणवध (भट्टिकाव्य)</ref> પ્રાકૃત-અપભ્રંશ માર્ગે લોકપરંપરામાં પણ આવી રચનાયુક્તિ આવી ગઈ હશે ? ટીપણું ઉખેળતાં ઉખેળતાં એક પછી એક ચિત્રો જોતાં હોઈએ એવો શ્રુતિ-સાક્ષાત્કાર આવા રચનાખંડોમાં કલ્પનાચમત્કૃતિનો પણ અનુભવ સંપડાવે છે,
પુરોગામી ચરણના ઉત્તરાર્ધને અનુગામી ચરણનાં પૂર્વાર્ધ તરીકે આવર્તિત કરીને, કલ્પનાનાં મુક્ત વિહરણ – ક્યારેક ‘ફેન્ટસી’ના તરંગાષિત બુટ્ટાઓને રેલાવતા પદ્યશકલો કોઈ કોઈ રચનામાં, શિથિલપણે, પૈસી જતાં હોય એવું લાગે. ‘એકાવલી’ અલંકારના વર્ગમાં મૂકી શકાય એવા શ્લોકખંડકો સંસ્કૃત કાવ્યપરંપરામાં તો મળે જ છે.<ref>भुओ न तज्जलं यन्न सुचारुपंकजं न पंकजं तद्यदलीनषट्पदम् । न षट्पदोऽसौ न जुगुंज य; कलं न गुंजितं तन्न जहारयन्मनं: ।<br>रावणवध (भट्टिकाव्य)</ref> પ્રાકૃત-અપભ્રંશ માર્ગે લોકપરંપરામાં પણ આવી રચનાયુક્તિ આવી ગઈ હશે ? ટીપણું ઉખેળતાં ઉખેળતાં એક પછી એક ચિત્રો જોતાં હોઈએ એવો શ્રુતિ-સાક્ષાત્કાર આવા રચનાખંડોમાં કલ્પનાચમત્કૃતિનો પણ અનુભવ સંપડાવે છે,
માત્ર બે જ નમૂના ટાંકું છું :
માત્ર બે જ નમૂના ટાંકું છું :
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 236: Line 236:
{{Poem2Open}}
{{Poem2Open}}
લોકરચનાઓ પૂર્ણત: કાવ્યની નિરપેક્ષ શબ્દ-ઘટના નથી હોતી. ભાવનો સહજાદ્ગાર-કહો કે સહજોદ્ગાન એના મૂળમાં હોય છે. અહીં સ્વરપુત લયની પ્રધાનતા છે. શબ્દની અર્થસત્તાનો અસ્વીકાર કે ઇનકાર તો નથી જ પરંતુ લયનિર્મિતિની છટાઓ ઊભી કરવા અર્થરિક્ત ઉપસ્થિતિઓનો પણ એમાં અનાદર નથી હોતો. પ્રકાર, વિષય, ભીતરનો રચનાકસબ, ઢાળ, પ્રસ્તુતિસંદર્ભ, સ્ત્રી/પુરુષ કંઠભેદ – બધી દૃષ્ટિએ લોકગીતમાં અપાર વૈવિધ્ય છે. એટલે રુચિતંત્ર જો સમુદાર ન હોય, આંતરરસનો કોઠો જો સમદરપેટો ન હોય, ગીતની ઝંકૃતિને ઝીલનારું સંવેદનતંત્ર સકંપ ન હોય તો લોકગીતની સરસતાને પામવામાં મુશ્કેલી ઊભી થાય.

લોકગીતની વણર્યસામગ્રી, એના પ્રભવ / પ્રસાર સ્થાનનો ગાઢ ભૂમિસ્પર્શ ધરાવતી હોય છે. એટલે કેટલાંક સામાજિક વલણો, બોલીગત શબ્દપ્રયોગો, ઉચ્ચારણભેદ, અરૂઢ ને ચલણમાંથી હટી ગયેલા શબ્દસંકેતો વગેરેને કારણે ગીતના આસ્વાદમાં અંતરાય ઊભો થાય. લોકગીતનો સમગ્ર અર્થ ઘણીવાર ધૂંધળો હોય, એવું પણ બને કે ગીતમાંના શબ્દોનો પારસ્પરિક અનુબંધ આપણને ન ઊકલે પણ લોકગીતના મૂળ ને આરંભિક તબક્કે એ અન્વર્થક સંકેત ધરાવતી હોય. ભાષિક ને સાંસ્કૃતિક દુરતાને કારણે એ અનુબંધની કડીઓ આપણી પાસે ન પૂગતી હોય. શ્રી ખોડીદાસ પરમારે પ્રસિદ્ધ લગ્નગીતની આરંભપંક્તિમાં ‘લીલો હંસ’ની જગ્યાએ ‘કલહંસ’ શબ્દ મૂક્યો.૧૨<ref>૧૨. જુઓ : ‘લોકગર્જરી’ – ૭(૧૯૭૪), પૃ. ૯૭</ref> શુચિધવલ હંસ માટેનું ‘લીલો’ વિશેષણ એમને અન્વર્થક નહીં લાગ્યું હોય ! આ પંક્તિનો પૂરો સંદર્ભ ટાંકીને સ્પષ્ટતા કરીએ : ‘ગાગર ઉપર બેઠો લીલો હંસ રે, આ હંસ કોણે ઉડાડિયો રે : અહીં ‘લીલો’ વિશેષણ રંગસંકેતક નથી; પણ કામોદ્રેકથી મત્ત એવી અર્થછાયા ધરાવે છે. (રાંદલનો થોડો ખુંદાતી વેળાની આ ગીત પંક્તિને સરખાવો : ‘લીલુડો થોડો રે મઢ મૂંઝાણો.’ સૂર્ય-સંજ્ઞાની પુરાણકથા આ પ્રયોગની ચાવી આપશે.) આવા જ અન્ય કિસ્સામાં શ્રી દોલત ભટ્ટે ‘પટી’ (થોડાની જાત) શબ્દનો અર્થ ન સમજાવાથી, ‘હાલાજી તારા હાથ વખાણું, પટી તારા પગને વખાણું’માં – ‘પટી’ને બદલે ‘ઘોડી’ મૂકી દીધું !૧૩<ref>૧૩. જુઓ : એજન, પૃ. ૧૦૨. </ref>
લોકગીતની વણર્યસામગ્રી, એના પ્રભવ / પ્રસાર સ્થાનનો ગાઢ ભૂમિસ્પર્શ ધરાવતી હોય છે. એટલે કેટલાંક સામાજિક વલણો, બોલીગત શબ્દપ્રયોગો, ઉચ્ચારણભેદ, અરૂઢ ને ચલણમાંથી હટી ગયેલા શબ્દસંકેતો વગેરેને કારણે ગીતના આસ્વાદમાં અંતરાય ઊભો થાય. લોકગીતનો સમગ્ર અર્થ ઘણીવાર ધૂંધળો હોય, એવું પણ બને કે ગીતમાંના શબ્દોનો પારસ્પરિક અનુબંધ આપણને ન ઊકલે પણ લોકગીતના મૂળ ને આરંભિક તબક્કે એ અન્વર્થક સંકેત ધરાવતી હોય. ભાષિક ને સાંસ્કૃતિક દુરતાને કારણે એ અનુબંધની કડીઓ આપણી પાસે ન પૂગતી હોય. શ્રી ખોડીદાસ પરમારે પ્રસિદ્ધ લગ્નગીતની આરંભપંક્તિમાં ‘લીલો હંસ’ની જગ્યાએ ‘કલહંસ’ શબ્દ મૂક્યો.<ref>જુઓ : ‘લોકગર્જરી’ – ૭(૧૯૭૪), પૃ. ૯૭</ref> શુચિધવલ હંસ માટેનું ‘લીલો’ વિશેષણ એમને અન્વર્થક નહીં લાગ્યું હોય ! આ પંક્તિનો પૂરો સંદર્ભ ટાંકીને સ્પષ્ટતા કરીએ : ‘ગાગર ઉપર બેઠો લીલો હંસ રે, આ હંસ કોણે ઉડાડિયો રે : અહીં ‘લીલો’ વિશેષણ રંગસંકેતક નથી; પણ કામોદ્રેકથી મત્ત એવી અર્થછાયા ધરાવે છે. (રાંદલનો થોડો ખુંદાતી વેળાની આ ગીત પંક્તિને સરખાવો : ‘લીલુડો થોડો રે મઢ મૂંઝાણો.’ સૂર્ય-સંજ્ઞાની પુરાણકથા આ પ્રયોગની ચાવી આપશે.) આવા જ અન્ય કિસ્સામાં શ્રી દોલત ભટ્ટે ‘પટી’ (થોડાની જાત) શબ્દનો અર્થ ન સમજાવાથી, ‘હાલાજી તારા હાથ વખાણું, પટી તારા પગને વખાણું’માં – ‘પટી’ને બદલે ‘ઘોડી’ મૂકી દીધું !<ref>જુઓ : એજન, પૃ. ૧૦૨. </ref>
લોકગીતોમાં તરતાં સામાજિક મૂલ્યોને આપણી સાંપ્રતકાલીન શિષ્ટ શ્રેયોનીતિની દૃષ્ટિએ જોવાથી પણ ગીતને પામવામાં અંતરાય નડે. સમાજજીવનમાં પડેલાં મૂલ્યોને સંવેદનમાં ઘૂંટીને, લોકપ્રતિબિંબ તરીકે એ શબ્દબદ્ધ કરે છે એટલે લોકગીત પંડયે કોઈ સામાજિક મૂલ્યનો પ્રક્ષેપ નથી કરતું કે નથી કરતું એ કશાનું સમર્થન. જે મૂલ્યો ચોક્કસ સમય / સ્થળ સંદર્ભમાં પડયાં હોય છે એને જ એણે ઘટનાત્મક બનાવીને મૂક્યાં હોય છે. મામી / ભાણેજ, દેર / ભોજાઈ, જેઠ/ નાનાભાઈની પત્ની, સસરો/પુત્રવધૂ : આ સૌ વચ્ચેના નિષિદ્ધ જાતીય સંબંધોની કશીક ઘટનાને તાકતાં ગીતો શિષ્ટતાને ધોરણે અગરાજ લેખાવાનાં ! સામાજિક શ્રેયોનીતિને ચાતરતા ભાવવિષયોને નિરૂપતી કાવ્યરચનાને, સંસ્કૃત કાવ્યશાસ્ત્રે રસાભાસની કોટિમાં મૂકી, કાવ્યના રસનિર્ણય પર સામાજિક સર્વોપરિતાની સત્તા કબૂલી હતી. કેટલીવાર ધાર્મિક અવધારણાઓની વચ્ચેથી કોઈ પુરાકથાને ઉઠાવીને, લોકરચના પોતાના સમકાલીન મૂલ્યથી રંગીને પણ મૂકે છે. રામ / સીતા, શિવ / પાર્વતી, કૃષ્ણ / રાધા : આ પૌરાણિક પાત્રોનું લોકરચનાઓમાં થયેલું અવતરણ એની સાખ પૂરશે. એટલે લોકગીતની આંતરિક મૂલ્યધારણા અનાગ્રહી ને અપ્રતિબદ્ધ હોય છે. ભાવક તરીકેની આપણી પ્રતિબદ્ધતા શ્રેયોનીતિપરક નહિ પણ રસનીતિપરક હોય તો લોકરચનાની આસ્વાદ્યતા સુગમ રહે.

Line 242: Line 242:
'''પાદટીપ'''
'''પાદટીપ'''
{{reflist}}
{{reflist}}

*ગુજરાતી સાહિત્ય પરિષદના વિસનગરમાં તા. ૨૫-૨૬ ડિસે. ‘૯૯ના દિવસોમાં મળેલા, ચાલીસમા અધિવેશનમાં, વિવેચન / સંશોધન વિભાગની બેઠકનું અધ્યક્ષીય વક્તવ્ય.
*ગુજરાતી સાહિત્ય પરિષદના વિસનગરમાં તા. ૨૫-૨૬ ડિસે. ‘૯૯ના દિવસોમાં મળેલા, ચાલીસમા અધિવેશનમાં, વિવેચન / સંશોધન વિભાગની બેઠકનું અધ્યક્ષીય વક્તવ્ય.

Navigation menu