સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત/‘મારી અનુભવકથા’ ની ગદ્યઘટના: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
Line 23: Line 23:
-કથનની સરળતા ને લાઘવ જોયાં ! ચાર-પાંચ શબ્દોમાં વાક્ય પૂરું ! પ્રથમ રચનામાં તો ક્રિયાપદને જ સમૂળગું તગડી મૂક્યું ! અને, બીજી રચનામાં છ પાંચ વાક્યો વચ્ચે ક્રિયાપદ રોકડાં બે રાખ્યાં—પહેલા ને છેલ્લા વાક્યમાં ક્રિયાપદ અનુક્ત રહેવા છતાં રચના કેટલી અર્થસભર ને બલિષ્ઠ બની છે?

બે-ત્રણ સેમ્પલ મિતાક્ષરી છતાંયે સાક્ષાત્કારક ને ચિત્રાત્મક વર્ણનનાં લઈએ:  

૧. (બપોર પછી ચાર વાગ્યે મહાસતી અનસૂયાજીનો આશ્રમ જોવા ગયા)  

“આ સ્થળ ખૂબ સુંદર છે. બંને બાજુ ઊંચા સુંદર પહાડો, વચ્ચે વહી જતી સભર નદી, કલકલ વહેતાં ઝરણાં, લીલીછમ વનરાજિ, શીતળ વાયુ, શાંત અને એકાંત વાતાવરણ.” (પૃ.૩૧૨)

૨. “સમુદ્રમાં બેટ જેવી ઊભેલી હરસિદ્ધિમાતાની મનોરમ ટેકરીની સામે મ જ ત્રણેક માઈલ દૂર રાવલ ગામ આવેલું છે. નદીનો કિનારો, સુંદર વૃક્ષરાજિ અને પાકથી લચી પડતી વાડીઓ. હરિયાળી જમીન અને ઘટાદાર વૃક્ષોથી ) રાવલ ગામ રળિયામણું લાગે છે. રાવલની બાજુમાં માતાની ગૌદમાં બાળક રમતું હોય તેવું, પંખીના માળા જેવું, બે હજારની વસતીવાળું ગોરાણા નામનું ગામ આવેલું છે... બારાડીનું એ છેલ્લું ગામ, ત્યાંથી બરડો પ્રદેશ શરૂ થાય, એ મારી જન્મભૂમિ, એ મારું વતન.” (પૃ.૮)  

પ્રથમ ખંડકમાંની ચિત્રરચનામાં સોગંદ ખાવા પૂરતું એક જ ક્રિયાપદ ! અને છતાંયે બબ્બે કે ત્રણ ત્રણ શબ્દગુચ્છોના પૂરક ખંડો મૂકીને ગણતર શબ્દો દ્વારા કેવું સ્થલચિત્ર આંકી આપ્યું છે? તો બીજા ખંડકમાં નિરૂપણને થોડોક કાવ્યાત્મક સ્પર્શ આપીને, ચિત્રને ભાવની મીંડથી ઘૂંટે છે અને, ‘એ જન્મભૂમિ, એ...વતન' બોલતાં બોલતાં તો હૈયું જ નહિ, આંખ પણ કેવી ભીની થઈ જાય છે !

અલંકાર, રંગદર્શિતા કે કલ્પનાના બુટ્ટા વગરનાં (અને છતાંયે અત્યંત જીવન ને ઉષ્માપૂર્ણ) નતિશીક્ષ ચિત્રોના બે નમૂના પણ જોઈ લઈએ  

૧. “સવારે સાડાદસ વાગ્યે નિશાળેથી છૂટીએ, દફતર મૂકી સીધા નદીએ પહોંચી જઈએ... નદીમાં નાહવાની ખૂબ મજા પડતી... કપડાં કાઢીને પરબારા નદીમાં પડતા; સામસામા પાણી ઉછાળતા; ડૂબકીદાવ રમતા; તરતાં શીખતા; નાહીને ધરાતા ત્યારે બહાર નીકળતા. કપડાં ધોઈ ઘેર જઈએ...!”(પૃ.૧૩ )

૨. 'રામવાવથી પોરબંદર ચૌદ માઈલ થાય. રસ્તાને કાંઠે જ મજાની જગ્યા છે. ઘટાદાર વૃક્ષોનો છાંયડો અને વાવમાં નિર્મળ નીર ભરેલું હોય,  ત્યાં ગાડાં છૂટે. બળદને નીરણ નાખી, સૌ ભાતાપોતા ખાવા બેસીએ. થેપલાં, ગોળ, અથાણાં બહુ મીઠાં લાગે છે. બે કલાક બળદને પોરો આપી, નીરણ ખાઈ લે એટલે પાછાં ગાડાં જૂતે. ત્યાંથી પોરબંદર સુધી સીધી સડક, એટલે કોઈ જાતની બીક નહિ. ગાડામાં લાંબા થઈ ધાબળો ઓઢી સૂઈ જઈએ, વચ્ચે બાબડા બે કલાક છૂટે. સવાર પડે ત્યાં પોરબંદરનું જ્યુબિલીનું જકાતનું નાકું આવી જાય. ત્યાં ગાડાં ઊભાં રહે. એક આનો જકાતનો ‘ટોલ' આપવો પડતો. શહેરમાં દાખલ થઈએ. બજારમાં જઈ માલ આડતિયાને આપી દઈએ. એ વેચી નાખે. બજારમાંથી બાપાની ચિઠ્ઠી પ્રમાણે ગોળ, કપાસિયા, તેલ, ખાંડ, ખજૂર, નાળિયેર વગેરે વસ્તુઓ પાછી ગાડામાં ભરી દઈએ. માલ ભરવા એક-બે ગાડાં રાખી બાકીનાં વહેલાં રવાના કરી દઈએ.” (પૃ.૨૩)

બંને ખંઠકોમાં અહીં ગત્યાત્મક ક્રિયાનાં સ્થિત્યંતરોને નિરાભરણ ને સરળ, ટૂંકા વાક્યબંધો દ્વારા કેવાં તો તાદ્દશ કરી મૂક્યાં છે! નિરૂપણક્ષમતાની ગુંજાશ ઉપરાંત ચરિત્રકારની પ્રત્યુત્પન્નમતિશીલ જીવનપદ્ધતિનો અચ્છો પરિચય આપી રહે એવો એક વિશેષ ખંડક ટાંકવાનો લોભ રોકી શકાતો નથી.  

Line 56: Line 56:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|ઉદ્દેશ: એપ્રિલ, ૧૯૯૫.}}<br>
{{right|ઉદ્દેશ: એપ્રિલ, ૧૯૯૫.}}<br>
{{center|‘ફલશ્રુતિ’ પૃ. ૩૩૮ થી ૩૪૮}}
{{right|‘ફલશ્રુતિ’ પૃ. ૩૩૮ થી ૩૪૮}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu