31,439
edits
(+1) |
(+1) |
||
| Line 7: | Line 7: | ||
કવિતાનું એક મુખ્ય લક્ષણ તે એની દર્શનશક્તિ છે. મણિલાલ નભુભાઈ કહે છે તેમ ‘કવિનું કામ સાધારણ માણસથી વિલક્ષણ છે. જેમાં સાધારણ માણસને જોવા યોગ્ય કાંઈ નથી જણાતું તેમાં પણ કવિને કાંઈ અવણ્ય ખુબી માલુમ પડે છે, ને જેવી તે પોતાના મનમાં ઉતરે છે તેવી તે સામાના મનમાં ઉતારી પોતાને મળ્યો તેવો જ આનન્દ સહૃદયના હૃદયમાં ઉપજાવે છે.૧<ref>૧. ‘સુદર્શનગદ્યાવલિ,’ પૃ. ૮૦૬.</ref> પ્રતિભા એટલે સ્વાભાવિક કાવ્ય રચવાની શક્તિ. વિશ્વમાં વસ્તુપદાર્થાદિને તો સર્વ જુએ છે, વિચારે છે, પણ તેમાંથી કાંઈક નવીન ચમત્કૃતિ કાઢી આનન્દ અનુભવવો ને ઉપજાવવો તે પ્રતિભાનું કામ છે.૨<ref>૨. સદર. પૃ. ૮૪૭.</ref> આથી જ સંસ્કૃતમાં કવિને ‘ઋષિ' એટલે કે દ્રષ્ટા કહે છે. ‘कवयः किं न पश्यन्ति,' ‘कान्तदर्शिनः कवय.', ‘नानृषिः कविरित्युक्तं ऋषिश्च किल दर्शनात्', ‘दर्शनाद्वर्णनाच्चाथ रूढा लोके कविश्रुतिः' ઈત્યાદિ સંસ્કૃત વાક્યો એ વાતની સાક્ષી પૂરે છે. ‘ઋગ્વેદ’નાં સૂક્તોના રચનારાઓને આપણા પૂર્વજોએ ‘કવિ' નહિ પણ ‘ઋષિ' એવી સંજ્ઞા આપી છે તે પણ એ જ કારણે. અને એ ‘ઋગ્વેદ' ના ભાષ્યકાર સાયણાચાર્યના શબ્દ ટાંકીને એથી જ સ્વ. આનન્દશંકર ધ્રુવે કહ્યું છે કે ‘कविः क्रान्तदर्शी-‘ “કવિ” તે કે જે વસ્તુની પાર જોઈ શકે, ૩<ref>૩. ‘કાવ્યતત્ત્વવિચાર', પૃ. ૩૭.</ref>-'ખરેખર, કવિ ફક્ત કવન કરનારો એટલે ગાનારો જ નથી, પણ "ક્રાન્તદર્શી”-પારદર્શી-છે.!૪<ref>૪. સદર, પૃ. ૧૧,</ref> કવિ અને સામાન્ય જન વચ્ચેનો ભેદ ‘ભગવદ્ગીતા' ના ‘या निशा सर्व भूतानां तस्यां जाग्रति संयमी’એ પંક્તિમાં વર્ણવ્યો છે તેના જેવો છે. એટલે જ સ્વ. ધ્રુવે કહ્યું છે કે ‘या निशा सर्वभूतानां ‘ માં નિર્દેશેલો દિવસ અને રાત્રિનો, સત્ય અને અસત્યનો, વ્યત્યય લોકોની અને જ્ઞાનીની દૃષ્ટિનો જ નથી, પણ લોકદૃષ્ટિ અને કવિદૃષ્ટિને પણ એ એટલો જ લાગુ પડે છે.૫<ref>૫. સદર, પૃ. ૧૦૮.</ref> સર્વ ભૂતોની રાત્રિમાં જ્ઞાની જેમ જાગે છે, તેમ સર્વ લોકોની રાત્રિમાં કવિ પણ જાગે છે. અર્થાત્, આપણી આસપાસની સૃષ્ટિમાં જે ઇન્દ્રિયગોચર સૌન્દર્ય તેમ મનોગોચર સત્ય રહેલું હોવા છતાં સામાન્ય જનને અગમ્ય રહે છે તેને કવિ પોતાની પ્રતિભાદૃષ્ટિ વડે જોઈને પોતાની કવિતા દ્વારા આપણે માટે ગમ્ય બનાવે છે. થોડીઘણી પણ કવિત્વદૃષ્ટિ ને વૃત્તિ ન હોય એવાં માણસો તો જગતમાં બહુ જ થોડાં હશે, પણ મોટા ભાગનાં માણસોની અંદર રહેલી આ આછીપાતળી કવિત્વશક્તિ સામાન્ય વ્યવહારની ગડમથલના બોજા નીચે દબાઈ જાય છે, આપણી સામાન્ય દિનચર્યામાં કેવળ ઐહિક સ્વાર્થવૃત્તિને જે પ્રાધાન્ય મળે છે તેને લીધે એ કવિત્વવૃત્તિ ચંપાઈ જાય છે, અને ઘણીવાર તો આપણે પોતે જ ગમે તો જાણીબૂઝીને અથવા અજાણતાં એને રૂંધી નાખીએ છીએ. પણ સાચો કવિ એનું નામ, પછી ભલે એ મોટો કવિ હોય કે નાનો, એનું દૃષ્ટિક્ષેત્ર સંકુચિત હોય કે વિશાળ, પણ સાચો કવિ તો એનું નામ કે જેનામાં સૃષ્ટિની અંદર રહેલું ઇન્દ્રિયગમ્ય સૌન્દર્ય તેમ મનોગમ્ય સત્ય જોવાની અને અન્તરમાં અનુભવવાની શક્તિ અસાધારણ પ્રમાણમાં રહેલી હોય એ વિશેષમાં. વળી જેને પોતે જે કંઈ જોયું અનુભવ્યું હોય તે આપણે પણ એ જ રીતે જોઈ અનુભવી શકીએ એ રીતે તેને વાણીના રૂપમાં વ્યક્ત કરવાની અને એ દ્વારા જેવું રહસ્યદર્શન કરાવી આપણી કલ્પના અને સહાનુભૂતિને જાગ્રત કરીએ સૌન્દર્ય તેમ સત્યના દર્શન અનુભવમાં આપણને પણ સમભાગી બનાવવાની યે બક્ષિસ મળેલી હોય. આથી જ રવિબાબુ કહે છે કે ‘પહેલાં જે આપણી નજરે નહિ ચડવાથી અસત્ય જણાતું, તેને કવિ આપણી દૃષ્ટિ સમક્ષ લાવીને સત્યના રાજ્યની, આનન્દના રાજ્યની મર્યાદા વધારી દે છે. માનવસાહિત્ય પ્રતિદિન સમસ્ત તુચ્છને, સમસ્ત અનાદતને સત્યના ગૌરવમાં આવિષ્કૃત કરીને કલાસૌન્દર્યથી અંકિત કરે છે. જે માત્ર પરિચિત હતું, તેને નિકટ બનાવે છે; જે માત્ર નજરે ચડતું તેના ઉપર મન આકર્ષાય છે.૬<ref>૬. ‘સાહિત્ય', પૃ. ૬૩.</ref> આ રીતે કવિ આપણી એક મહાન સેવા તો એ બજાવે છે, કે કૉલરિજના શબ્દોમાં કહીએ તો, ‘આપણી સમક્ષ વિસ્તરી રહેલી સૃષ્ટિની સુન્દરતા-નિત્ય પરિચયે આણેલાં પડળોને લીધે તેમ સ્થૂલ સ્વાર્થપરાયણ મનોવૃત્તિને કારણે જેના અખૂટ વૈભવ તરફ આપણે છતી આંખે આંધળા, છતાં કાને બહેરા, અને છતાં હૃદયે હૃદયહીન ને બેસમજ જેવા રહીએ છીએ એવી સૃષ્ટિની સુન્દરતા ભણી તે રોજિંદા ઘસડબોરાથી આપણામાં આવેલી જડતાને ભેદીને આપણું લક્ષ ખેંચે છે.૭<ref>૭. ‘બાયોગ્રાફિયા લિટરેરિયા', પ્રકરણ ચૌદમું.</ref> આથી જ બ્રાઉનિંગ કવિઓને ‘દૃષ્ટિદાતા' કહે છે અને કાર્લાઈલ ‘પરમાત્માએ સર્જેલા આ વિશ્વની દૈવી માયાનું રહસ્ય પ્રીછવાની શક્તિરૂપી બક્ષિસ પામેલા' એવા શબ્દોમાં કવિઓને વર્ણવે છે. એટલે જ બોટાદકરની નીચેની પંક્તિઓ આપણે કવિદૃષ્ટિને માટે પણ યોજી શકીએ:- | કવિતાનું એક મુખ્ય લક્ષણ તે એની દર્શનશક્તિ છે. મણિલાલ નભુભાઈ કહે છે તેમ ‘કવિનું કામ સાધારણ માણસથી વિલક્ષણ છે. જેમાં સાધારણ માણસને જોવા યોગ્ય કાંઈ નથી જણાતું તેમાં પણ કવિને કાંઈ અવણ્ય ખુબી માલુમ પડે છે, ને જેવી તે પોતાના મનમાં ઉતરે છે તેવી તે સામાના મનમાં ઉતારી પોતાને મળ્યો તેવો જ આનન્દ સહૃદયના હૃદયમાં ઉપજાવે છે.૧<ref>૧. ‘સુદર્શનગદ્યાવલિ,’ પૃ. ૮૦૬.</ref> પ્રતિભા એટલે સ્વાભાવિક કાવ્ય રચવાની શક્તિ. વિશ્વમાં વસ્તુપદાર્થાદિને તો સર્વ જુએ છે, વિચારે છે, પણ તેમાંથી કાંઈક નવીન ચમત્કૃતિ કાઢી આનન્દ અનુભવવો ને ઉપજાવવો તે પ્રતિભાનું કામ છે.૨<ref>૨. સદર. પૃ. ૮૪૭.</ref> આથી જ સંસ્કૃતમાં કવિને ‘ઋષિ' એટલે કે દ્રષ્ટા કહે છે. ‘कवयः किं न पश्यन्ति,' ‘कान्तदर्शिनः कवय.', ‘नानृषिः कविरित्युक्तं ऋषिश्च किल दर्शनात्', ‘दर्शनाद्वर्णनाच्चाथ रूढा लोके कविश्रुतिः' ઈત્યાદિ સંસ્કૃત વાક્યો એ વાતની સાક્ષી પૂરે છે. ‘ઋગ્વેદ’નાં સૂક્તોના રચનારાઓને આપણા પૂર્વજોએ ‘કવિ' નહિ પણ ‘ઋષિ' એવી સંજ્ઞા આપી છે તે પણ એ જ કારણે. અને એ ‘ઋગ્વેદ' ના ભાષ્યકાર સાયણાચાર્યના શબ્દ ટાંકીને એથી જ સ્વ. આનન્દશંકર ધ્રુવે કહ્યું છે કે ‘कविः क्रान्तदर्शी-‘ “કવિ” તે કે જે વસ્તુની પાર જોઈ શકે, ૩<ref>૩. ‘કાવ્યતત્ત્વવિચાર', પૃ. ૩૭.</ref>-'ખરેખર, કવિ ફક્ત કવન કરનારો એટલે ગાનારો જ નથી, પણ "ક્રાન્તદર્શી”-પારદર્શી-છે.!૪<ref>૪. સદર, પૃ. ૧૧,</ref> કવિ અને સામાન્ય જન વચ્ચેનો ભેદ ‘ભગવદ્ગીતા' ના ‘या निशा सर्व भूतानां तस्यां जाग्रति संयमी’એ પંક્તિમાં વર્ણવ્યો છે તેના જેવો છે. એટલે જ સ્વ. ધ્રુવે કહ્યું છે કે ‘या निशा सर्वभूतानां ‘ માં નિર્દેશેલો દિવસ અને રાત્રિનો, સત્ય અને અસત્યનો, વ્યત્યય લોકોની અને જ્ઞાનીની દૃષ્ટિનો જ નથી, પણ લોકદૃષ્ટિ અને કવિદૃષ્ટિને પણ એ એટલો જ લાગુ પડે છે.૫<ref>૫. સદર, પૃ. ૧૦૮.</ref> સર્વ ભૂતોની રાત્રિમાં જ્ઞાની જેમ જાગે છે, તેમ સર્વ લોકોની રાત્રિમાં કવિ પણ જાગે છે. અર્થાત્, આપણી આસપાસની સૃષ્ટિમાં જે ઇન્દ્રિયગોચર સૌન્દર્ય તેમ મનોગોચર સત્ય રહેલું હોવા છતાં સામાન્ય જનને અગમ્ય રહે છે તેને કવિ પોતાની પ્રતિભાદૃષ્ટિ વડે જોઈને પોતાની કવિતા દ્વારા આપણે માટે ગમ્ય બનાવે છે. થોડીઘણી પણ કવિત્વદૃષ્ટિ ને વૃત્તિ ન હોય એવાં માણસો તો જગતમાં બહુ જ થોડાં હશે, પણ મોટા ભાગનાં માણસોની અંદર રહેલી આ આછીપાતળી કવિત્વશક્તિ સામાન્ય વ્યવહારની ગડમથલના બોજા નીચે દબાઈ જાય છે, આપણી સામાન્ય દિનચર્યામાં કેવળ ઐહિક સ્વાર્થવૃત્તિને જે પ્રાધાન્ય મળે છે તેને લીધે એ કવિત્વવૃત્તિ ચંપાઈ જાય છે, અને ઘણીવાર તો આપણે પોતે જ ગમે તો જાણીબૂઝીને અથવા અજાણતાં એને રૂંધી નાખીએ છીએ. પણ સાચો કવિ એનું નામ, પછી ભલે એ મોટો કવિ હોય કે નાનો, એનું દૃષ્ટિક્ષેત્ર સંકુચિત હોય કે વિશાળ, પણ સાચો કવિ તો એનું નામ કે જેનામાં સૃષ્ટિની અંદર રહેલું ઇન્દ્રિયગમ્ય સૌન્દર્ય તેમ મનોગમ્ય સત્ય જોવાની અને અન્તરમાં અનુભવવાની શક્તિ અસાધારણ પ્રમાણમાં રહેલી હોય એ વિશેષમાં. વળી જેને પોતે જે કંઈ જોયું અનુભવ્યું હોય તે આપણે પણ એ જ રીતે જોઈ અનુભવી શકીએ એ રીતે તેને વાણીના રૂપમાં વ્યક્ત કરવાની અને એ દ્વારા જેવું રહસ્યદર્શન કરાવી આપણી કલ્પના અને સહાનુભૂતિને જાગ્રત કરીએ સૌન્દર્ય તેમ સત્યના દર્શન અનુભવમાં આપણને પણ સમભાગી બનાવવાની યે બક્ષિસ મળેલી હોય. આથી જ રવિબાબુ કહે છે કે ‘પહેલાં જે આપણી નજરે નહિ ચડવાથી અસત્ય જણાતું, તેને કવિ આપણી દૃષ્ટિ સમક્ષ લાવીને સત્યના રાજ્યની, આનન્દના રાજ્યની મર્યાદા વધારી દે છે. માનવસાહિત્ય પ્રતિદિન સમસ્ત તુચ્છને, સમસ્ત અનાદતને સત્યના ગૌરવમાં આવિષ્કૃત કરીને કલાસૌન્દર્યથી અંકિત કરે છે. જે માત્ર પરિચિત હતું, તેને નિકટ બનાવે છે; જે માત્ર નજરે ચડતું તેના ઉપર મન આકર્ષાય છે.૬<ref>૬. ‘સાહિત્ય', પૃ. ૬૩.</ref> આ રીતે કવિ આપણી એક મહાન સેવા તો એ બજાવે છે, કે કૉલરિજના શબ્દોમાં કહીએ તો, ‘આપણી સમક્ષ વિસ્તરી રહેલી સૃષ્ટિની સુન્દરતા-નિત્ય પરિચયે આણેલાં પડળોને લીધે તેમ સ્થૂલ સ્વાર્થપરાયણ મનોવૃત્તિને કારણે જેના અખૂટ વૈભવ તરફ આપણે છતી આંખે આંધળા, છતાં કાને બહેરા, અને છતાં હૃદયે હૃદયહીન ને બેસમજ જેવા રહીએ છીએ એવી સૃષ્ટિની સુન્દરતા ભણી તે રોજિંદા ઘસડબોરાથી આપણામાં આવેલી જડતાને ભેદીને આપણું લક્ષ ખેંચે છે.૭<ref>૭. ‘બાયોગ્રાફિયા લિટરેરિયા', પ્રકરણ ચૌદમું.</ref> આથી જ બ્રાઉનિંગ કવિઓને ‘દૃષ્ટિદાતા' કહે છે અને કાર્લાઈલ ‘પરમાત્માએ સર્જેલા આ વિશ્વની દૈવી માયાનું રહસ્ય પ્રીછવાની શક્તિરૂપી બક્ષિસ પામેલા' એવા શબ્દોમાં કવિઓને વર્ણવે છે. એટલે જ બોટાદકરની નીચેની પંક્તિઓ આપણે કવિદૃષ્ટિને માટે પણ યોજી શકીએ:- | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘એ દૃષ્ટિ આ જગ સફળમાં પૂર્ણ સૌન્દર્ય જોતી, | {{Block center|'''<poem>‘એ દૃષ્ટિ આ જગ સફળમાં પૂર્ણ સૌન્દર્ય જોતી, | ||
ને મીઠી કૈં કુદરતતણી લા'ણ સર્વત્ર લેતી; | |||
વ્યક્તિમાત્રે વસી વિમળતા એકતા એ નિહાળે, | |||
જૂઠો પેલો જગવિષયનો ભેદ ના કાંઈ ભાળે. | જૂઠો પેલો જગવિષયનો ભેદ ના કાંઈ ભાળે. | ||
સંસારી સૌ ગડમથલ ને હું તું ના ભેદભાવ, | સંસારી સૌ ગડમથલ ને હું તું ના ભેદભાવ, | ||
એ દૃષ્ટિથી નવીન ધરતા રૂપ પ્રત્યક્ષ થાય.'૮<ref>૮. ‘કલ્લોલિની’. પૃ. ૪૯.</ref></poem>}} | એ દૃષ્ટિથી નવીન ધરતા રૂપ પ્રત્યક્ષ થાય.'૮<ref>૮. ‘કલ્લોલિની’. પૃ. ૪૯.</ref></poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અને કવિતા જે વસ્તુનું તે નિરૂપણ કરે છે તેમાં આપણે ન જોએલ હોય એવા નવીન સૌન્દર્યનું તેમ આપણને ખ્યાલે ન હોય એવા અભિનવ સત્યનું દર્શન કરાવીને આપણા જીવનમાં આપણને પ્રત્યક્ષ રીતે ઉપયોગી થઈ પડે છે એટલું જ નથી, પણ વિશેષમાં પરોક્ષ રીતે એ આપણને જીવન પ્રત્યે જાતે પણ કવિના જેવી વેધક દૃષ્ટિથી તેમ વ્યાપક સર્વગ્રાહી સમજશક્તિથી જોતાં શીખવે છે, આપણી પોતાની દર્શનશક્તિને તેમ આપણી સમભાવશક્તિને સબળ બનાવે છે, અને એ રીતે તે આપણી આસપાસની સૃષ્ટિને કવિત્વમય નજરે નિહાળવાની એ કવિસહજ દૃષ્ટિએ તેનું રહસ્ય પારખવાની આપણામાં જે શક્તિ કુદરત તરફથી મળેલી છતાં અનુપયોગને પરિણામે સુપ્ત રહેલી છે તેને કેળવીને વિકસાવે છે. | અને કવિતા જે વસ્તુનું તે નિરૂપણ કરે છે તેમાં આપણે ન જોએલ હોય એવા નવીન સૌન્દર્યનું તેમ આપણને ખ્યાલે ન હોય એવા અભિનવ સત્યનું દર્શન કરાવીને આપણા જીવનમાં આપણને પ્રત્યક્ષ રીતે ઉપયોગી થઈ પડે છે એટલું જ નથી, પણ વિશેષમાં પરોક્ષ રીતે એ આપણને જીવન પ્રત્યે જાતે પણ કવિના જેવી વેધક દૃષ્ટિથી તેમ વ્યાપક સર્વગ્રાહી સમજશક્તિથી જોતાં શીખવે છે, આપણી પોતાની દર્શનશક્તિને તેમ આપણી સમભાવશક્તિને સબળ બનાવે છે, અને એ રીતે તે આપણી આસપાસની સૃષ્ટિને કવિત્વમય નજરે નિહાળવાની એ કવિસહજ દૃષ્ટિએ તેનું રહસ્ય પારખવાની આપણામાં જે શક્તિ કુદરત તરફથી મળેલી છતાં અનુપયોગને પરિણામે સુપ્ત રહેલી છે તેને કેળવીને વિકસાવે છે. | ||