31,851
edits
No edit summary |
No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|વિભાગ ૨ : ગ્રંથાવલોકન}} | {{Heading|વિભાગ ૨ : ગ્રંથાવલોકન}} | ||
{{Heading|૭. સાત પદ્યરૂપકો<ref> | {{Heading|૭. સાત પદ્યરૂપકો<ref>પ્રાચીના, ઉમાશંકર જોષી; પ્રકાશકઃ ભારતીય સાહિત્ય સંઘ, અમદાવાદ, ૧૯૪૫. મૂલ્ય ૨-૮-૦.</ref>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ નાની પુસ્તિકામાં સાત પ્રસંગકાવ્યોનો સંગ્રહ છે. આને કથાકાવ્યો કહી શકાય તેમ નથી, કેમકે એનાં વસ્તુમાં ‘કથા’ જેવું કશું જ નથી, તેમ વળી એમાં કથન પણ ખાસ નથી. એટલે આ પ્રસંગકાવ્યો જ છે. આપણી પ્રાચીન અનુશ્રુતિ (tradition)માંથી સાત જુદા જુદા પ્રસંગો લઈને, એ પ્રસંગોની પછવાડે રહેલાં રહસ્યને શોધવાની બુદ્ધિથી આ સાત કાવ્યો રચાયાં છે, તેથી આને પ્રસંગકાવ્યો કહેવાય. | આ નાની પુસ્તિકામાં સાત પ્રસંગકાવ્યોનો સંગ્રહ છે. આને કથાકાવ્યો કહી શકાય તેમ નથી, કેમકે એનાં વસ્તુમાં ‘કથા’ જેવું કશું જ નથી, તેમ વળી એમાં કથન પણ ખાસ નથી. એટલે આ પ્રસંગકાવ્યો જ છે. આપણી પ્રાચીન અનુશ્રુતિ (tradition)માંથી સાત જુદા જુદા પ્રસંગો લઈને, એ પ્રસંગોની પછવાડે રહેલાં રહસ્યને શોધવાની બુદ્ધિથી આ સાત કાવ્યો રચાયાં છે, તેથી આને પ્રસંગકાવ્યો કહેવાય. | ||
| Line 43: | Line 43: | ||
લૈ ઝુંટીને ગૃધ્રનું જૂથ વ્હેંચે.</poem>'''}} | લૈ ઝુંટીને ગૃધ્રનું જૂથ વ્હેંચે.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અહીં શકુનિનાં શબની આંખો શકરો ટોચે છે અને શલ્યનાં શબની જીભ માટે કાગડો અને ગીધ લડે છે એમ નિરૂપ્યું છે. મૂળ મહાભારતમાં પણ એવું જ વર્ણન છે. છતાં આ વર્ણનમાં મને અનૌચિત્ય લાગે છે. મરી ગએલા વીરોના શબોને લાંબા કાળ સુધી રણભૂમિ ઉપર એમ ને એમ પડ્યાં રહેવા દેતા અને તે પણ જરાય રક્ષા વગર એ વાત મનાય તેમ નથી. રણમાં મરેલા વીરોનો, ખાસ કરીને રાજામહારાજઓનો અગ્નિસંસ્કાર મોડો કરતા એમ | અહીં શકુનિનાં શબની આંખો શકરો ટોચે છે અને શલ્યનાં શબની જીભ માટે કાગડો અને ગીધ લડે છે એમ નિરૂપ્યું છે. મૂળ મહાભારતમાં પણ એવું જ વર્ણન છે. છતાં આ વર્ણનમાં મને અનૌચિત્ય લાગે છે. મરી ગએલા વીરોના શબોને લાંબા કાળ સુધી રણભૂમિ ઉપર એમ ને એમ પડ્યાં રહેવા દેતા અને તે પણ જરાય રક્ષા વગર એ વાત મનાય તેમ નથી. રણમાં મરેલા વીરોનો, ખાસ કરીને રાજામહારાજઓનો અગ્નિસંસ્કાર મોડો કરતા એમ ગણીએ<ref>બીજે દિવેસ બધાનો સાથે અગ્નિદાહ કર્યો એમ મહાભારતમાં છે. ૧૧, ૩, ૨૬, ૪૩</ref> તો પણ, પશુપંખી એના દેહને ચૂંથી નાંખે ત્યાં સુધી પણ એનું કોઈ રક્ષણ ન કરતું એમ કેમ મનાય? મને તો લાગે છે કે કોઈ અત્યુત્સાહી લેખકે મહાભારતમાં આ વીગતો ઊમેરી દીધી છે અને એનું અ-વિવેકી અનુકરણ આપણા કવિથી અહીં થઈ ગયું છે. | ||
પરંતુ આ મર્મઘાતી દૃશ્યથી ગાંધારીની અનુકમ્પા અને અન્તે કોપ ભભૂકી ઊઠે છે. અને પરિણામે આવેશમાં જ એ કૃષ્ણને શાપ આપે છે કે તમારા વૃષ્ણીકુળનો પણ આમ જ નાશ થશે. કૃષ્ણને ગાંધારીએ શાપ આપ્યો અને કૃષ્ણે હસીને તેનો સ્વીકાર કર્યો એ હકીકત મૂળ મહાભારતમાં છે; અને આપણા કવિ, યોગ્ય રીતે જ એને કાવ્યન્યાયનું પ્રતીક સમજે છે. એનો આ શાપ અને તેથી વધારે અહિત થતું અટક્યું છે તે આ કાવ્યનું મુખ્ય રહસ્ય છે. | પરંતુ આ મર્મઘાતી દૃશ્યથી ગાંધારીની અનુકમ્પા અને અન્તે કોપ ભભૂકી ઊઠે છે. અને પરિણામે આવેશમાં જ એ કૃષ્ણને શાપ આપે છે કે તમારા વૃષ્ણીકુળનો પણ આમ જ નાશ થશે. કૃષ્ણને ગાંધારીએ શાપ આપ્યો અને કૃષ્ણે હસીને તેનો સ્વીકાર કર્યો એ હકીકત મૂળ મહાભારતમાં છે; અને આપણા કવિ, યોગ્ય રીતે જ એને કાવ્યન્યાયનું પ્રતીક સમજે છે. એનો આ શાપ અને તેથી વધારે અહિત થતું અટક્યું છે તે આ કાવ્યનું મુખ્ય રહસ્ય છે. | ||
ચોથું કાવ્ય ‘બાલ રાહુલ’ નામે છે. એમાં બુદ્ધ અને એના પ્રિય શિષ્ય આનંદ વચ્ચે સંવાદ છે. ‘આપના પુત્ર રાહુલને આપના તરફ છે તેના કરતાં પણ વધું પૂજ્યભાવ આપને એના તરફ છે તેનું શું કારણ?’ એવો આનંદના પ્રશ્નથી કાવ્યનો આરમ્ભ થાય છે. એનો જે ઉત્તર બુદ્ધ આપે છે તે કવિ પોતે કહે છે તેમ કલ્પિત છે, અનુશ્રુતિમૂલક નથી. એટલે સંસ્કૃત પરિભાષામાં આ કાવ્યનાં વસ્તુને ઉત્પાદ્ય જ ગણવું જોઈએ. અન્તિમ ઉતર બુદ્ધ આપે છે તે પહેલાં મારપ્રલોભનાદિની વાત બન્ને વચ્ચે કવિ કરાવે છે તે અનુશ્રુતિમૂલક છે. પણ મુખ્ય પ્રશ્ન વિશે કવિનું વક્તવ્ય આમ છે. બુદ્ધે ઘર છોડ્યુ તે વ્યાધિ જરા કે મૃત્યુના ક્લેશને લીધે નહીં, પણ રાહુલને જોઈને. કવિ કહે છે, ‘પોતાના ચિત્તના કલેશોનું શમન કરીને પોતે તો આ ભવમાં નિર્વાણ (હોલવાઈ જવું) પામી શકશે એમ સિદ્ધાર્થને થયું. પણ ત્યાં પોતાનામાંથી જ પ્રગટેલો કુલદીપક રાહુલ નજરે પડ્યો. એના ચિત્તક્લેશો માટે-તેમજ એના નિર્વાણ માટે - જવાબદારી કોની? સહાનુકુંપાની લાગણી એ પગથિયે જ ન અટકતાં આગળ વધી. આ સૌ સંસારી જીવોનાં નિર્વાણનું શું?” પરિણામે, એકેય જીવ કલેશ યુક્ત હોય ત્યાં સુધી પોતાને પણ નિર્વાણ ન ખપે એવા નિર્ણય ઉપર આવીને એ લાગણી ઠરી.’ આવી કલ્પના કવિએ કરી છે તેનું કારણ કવિના પોતાના જ શબ્દોમાં આ છેઃ ‘જરા, વ્યાધિ કે મૃત્યુ જેવાં નાસ્તિવાચક (negative) મૂલ્યો નહિ પણ કોઈ અસ્તિવાચક મૂલ્ય પ્રેરક બન્યું હશે એવી શ્રદ્ધાથી પ્રેરાઈને. મહાભિનિષ્ક્રમણના એ ભાવપ્રસંગને આ કૃતિમાં જુદી રીતે ઘટાવ્યો છે.” | ચોથું કાવ્ય ‘બાલ રાહુલ’ નામે છે. એમાં બુદ્ધ અને એના પ્રિય શિષ્ય આનંદ વચ્ચે સંવાદ છે. ‘આપના પુત્ર રાહુલને આપના તરફ છે તેના કરતાં પણ વધું પૂજ્યભાવ આપને એના તરફ છે તેનું શું કારણ?’ એવો આનંદના પ્રશ્નથી કાવ્યનો આરમ્ભ થાય છે. એનો જે ઉત્તર બુદ્ધ આપે છે તે કવિ પોતે કહે છે તેમ કલ્પિત છે, અનુશ્રુતિમૂલક નથી. એટલે સંસ્કૃત પરિભાષામાં આ કાવ્યનાં વસ્તુને ઉત્પાદ્ય જ ગણવું જોઈએ. અન્તિમ ઉતર બુદ્ધ આપે છે તે પહેલાં મારપ્રલોભનાદિની વાત બન્ને વચ્ચે કવિ કરાવે છે તે અનુશ્રુતિમૂલક છે. પણ મુખ્ય પ્રશ્ન વિશે કવિનું વક્તવ્ય આમ છે. બુદ્ધે ઘર છોડ્યુ તે વ્યાધિ જરા કે મૃત્યુના ક્લેશને લીધે નહીં, પણ રાહુલને જોઈને. કવિ કહે છે, ‘પોતાના ચિત્તના કલેશોનું શમન કરીને પોતે તો આ ભવમાં નિર્વાણ (હોલવાઈ જવું) પામી શકશે એમ સિદ્ધાર્થને થયું. પણ ત્યાં પોતાનામાંથી જ પ્રગટેલો કુલદીપક રાહુલ નજરે પડ્યો. એના ચિત્તક્લેશો માટે-તેમજ એના નિર્વાણ માટે - જવાબદારી કોની? સહાનુકુંપાની લાગણી એ પગથિયે જ ન અટકતાં આગળ વધી. આ સૌ સંસારી જીવોનાં નિર્વાણનું શું?” પરિણામે, એકેય જીવ કલેશ યુક્ત હોય ત્યાં સુધી પોતાને પણ નિર્વાણ ન ખપે એવા નિર્ણય ઉપર આવીને એ લાગણી ઠરી.’ આવી કલ્પના કવિએ કરી છે તેનું કારણ કવિના પોતાના જ શબ્દોમાં આ છેઃ ‘જરા, વ્યાધિ કે મૃત્યુ જેવાં નાસ્તિવાચક (negative) મૂલ્યો નહિ પણ કોઈ અસ્તિવાચક મૂલ્ય પ્રેરક બન્યું હશે એવી શ્રદ્ધાથી પ્રેરાઈને. મહાભિનિષ્ક્રમણના એ ભાવપ્રસંગને આ કૃતિમાં જુદી રીતે ઘટાવ્યો છે.” | ||
અહીં પ્રશ્ન એ થાય છે કે કવિએ અનુશ્રુતિમાં કરેલો આ ફેરફાર યોગ્ય છે? એક તો એમ કે અનુશ્રુતિ, એક અવાજે, જે વાત કરે છે ખોટી છે એમ કહીને એને બદલે બીજી કલ્પિત વાત મૂકવી તેમાં, હું ધારું છું કે છૂટ, વધુ પડતી છે. અનુશ્રુતિ, મૂળ ઐતિહાસિક સત્યને અહીં વફાદાર નથી એમ ગણી લેવાને આપણી પાસે કોઈ કારણ નથી. તેથી નાસ્તિવાચક મૂલ્ય બુદ્ધના ગૃહત્યાગનું કારણ નહોતું એમ કેમ માની શકાય? એટલે અહીં નિરૂપિત કરેલી સ્થિતિમાં તો માત્ર કલ્પનાવિલાસ છે. તો કવિના એ કલ્પનાવિલાસને પણ આપણે તપાસવો ઘટે. પ્રાચીન અનુશ્રુતિનો અર્થ (જુવો અશ્વઘોષનું બુદ્ધચરિત્ર) હું આમ સમજ્યો છું. સિદ્ધાર્થને જરા વ્યાધિ અને મૃત્યુના દૃષ્ટાન્તોનો અનુભવ થયો તેથી એને એમ થયું કે આ જરાદિથી લોક પીડાય છે, કલેશ પામે છે તેનું કારણ એ હોવું જોઈએ કે જરાદિનું સત્ય સ્વરૂપ લોકો સમજતા નથી. જો કે સત્ય સ્વરૂપ સમજાય તો કલેશ ન રહે. તો જરાદિનું સત્ય સ્વરૂપ શું એ સમજવાનાં તીવ્ર આૌત્સુક્યથી એણે ગૃહત્યાગ કર્યો. આ સત્યશોધનવૃત્તિને આપણે નાસ્તિવાચક નહીં ગણી શકીએ. તેથી કરીને આપણા આ કવિને અનુશ્રુતિમાં જે ત્રુટિ લાગી છે, તે મને નથી લાગતી. બીજી રીતે જોઈએઃ કવિ કહે છે કે રાહુલના ચિત્તકલેશનો વિચાર આવતાં જ સૌ સંસારીજીવોના ચિત્તકલેશોનો વિચાર અને એ ચિત્તકલેશોનાં નિર્વાણનો વિચાર સિદ્ધાર્થને આવ્યો. અને આ એના ગૃહત્યાગનું યોગ્ય કારણ છે. તો પ્રશ્ન એ થાય છે કે આગળ રાહુલના ચિત્તકલેશો કયા? સંસારી જીવોના ચિત્તકલેશો કયા? રોજબરોજના વ્યાવહારિક ક્લેશો તો કવિને અભિપ્રેત હોય જ નહીં, તો બીજા કયા કલેશો? હું તો ધારું છું કે અન્તે તો આ દૃષ્ટિ પણ જરાદિ કલેશો ઉપર જ જઈને ઠરવી જોઈએ. આથી કરીને, પહેલી દૃષ્ટિએ ભભકભરી લાગે છે તે કવિની આ કલ્પના, પૃથકકૃત બનતાં, અયોગ્ય અને બિનજરૂરી ઠરે છે. | અહીં પ્રશ્ન એ થાય છે કે કવિએ અનુશ્રુતિમાં કરેલો આ ફેરફાર યોગ્ય છે? એક તો એમ કે અનુશ્રુતિ, એક અવાજે, જે વાત કરે છે ખોટી છે એમ કહીને એને બદલે બીજી કલ્પિત વાત મૂકવી તેમાં, હું ધારું છું કે છૂટ, વધુ પડતી છે. અનુશ્રુતિ, મૂળ ઐતિહાસિક સત્યને અહીં વફાદાર નથી એમ ગણી લેવાને આપણી પાસે કોઈ કારણ નથી. તેથી નાસ્તિવાચક મૂલ્ય બુદ્ધના ગૃહત્યાગનું કારણ નહોતું એમ કેમ માની શકાય? એટલે અહીં નિરૂપિત કરેલી સ્થિતિમાં તો માત્ર કલ્પનાવિલાસ છે. તો કવિના એ કલ્પનાવિલાસને પણ આપણે તપાસવો ઘટે. પ્રાચીન અનુશ્રુતિનો અર્થ (જુવો અશ્વઘોષનું બુદ્ધચરિત્ર) હું આમ સમજ્યો છું. સિદ્ધાર્થને જરા વ્યાધિ અને મૃત્યુના દૃષ્ટાન્તોનો અનુભવ થયો તેથી એને એમ થયું કે આ જરાદિથી લોક પીડાય છે, કલેશ પામે છે તેનું કારણ એ હોવું જોઈએ કે જરાદિનું સત્ય સ્વરૂપ લોકો સમજતા નથી. જો કે સત્ય સ્વરૂપ સમજાય તો કલેશ ન રહે. તો જરાદિનું સત્ય સ્વરૂપ શું એ સમજવાનાં તીવ્ર આૌત્સુક્યથી એણે ગૃહત્યાગ કર્યો. આ સત્યશોધનવૃત્તિને આપણે નાસ્તિવાચક નહીં ગણી શકીએ. તેથી કરીને આપણા આ કવિને અનુશ્રુતિમાં જે ત્રુટિ લાગી છે, તે મને નથી લાગતી. બીજી રીતે જોઈએઃ કવિ કહે છે કે રાહુલના ચિત્તકલેશનો વિચાર આવતાં જ સૌ સંસારીજીવોના ચિત્તકલેશોનો વિચાર અને એ ચિત્તકલેશોનાં નિર્વાણનો વિચાર સિદ્ધાર્થને આવ્યો. અને આ એના ગૃહત્યાગનું યોગ્ય કારણ છે. તો પ્રશ્ન એ થાય છે કે આગળ રાહુલના ચિત્તકલેશો કયા? સંસારી જીવોના ચિત્તકલેશો કયા? રોજબરોજના વ્યાવહારિક ક્લેશો તો કવિને અભિપ્રેત હોય જ નહીં, તો બીજા કયા કલેશો? હું તો ધારું છું કે અન્તે તો આ દૃષ્ટિ પણ જરાદિ કલેશો ઉપર જ જઈને ઠરવી જોઈએ. આથી કરીને, પહેલી દૃષ્ટિએ ભભકભરી લાગે છે તે કવિની આ કલ્પના, પૃથકકૃત બનતાં, અયોગ્ય અને બિનજરૂરી ઠરે છે. | ||
પાંચમું કાવ્ય રતિ-મદન નામે છે. શિવની સમાધિનો ભંગ કરવાનું બીડું કામદેવ ઝડપે છે તે “આખા પ્રશ્નને રતિ અને મદને શી રીતે જોયો તેનું બયાન આ કાવ્યમાં છે. આરંભમાં રતિ સ્વર્ગ-ઝરૂખેખી પૃથ્વી ઉપરનાં યુગલો જોતી ઊભી છે. ત્યાં વસન્તવધૂ આવીને એને ઈન્દ્રસભામાં કામદેવે સ્વીકારેલી જવાબદારીની વાત કરે છે. સભામાંથી મદન અને વસન્ત આવતાં વસંતશ્રી બીજા દિવસનાં પ્રભાતની તૈયારી કરવા વિદાય લે છે. રતિ મદનને સાહસમાંથી વારે છે. ત્યાં મદન ઈન્દ્રે બોલાવ્યા પહેલાં પોતાને શિવ-પાર્વતીનો અનુભવથી ચૂકેલો છે, એની વાત કરે છે. (એ અંશે કથામાં ઊમેરવામાં આવ્યો છે.) રતિને વચ્ચે વચ્ચે આ કાર્ય પાર પાડવાની ઊર્મિ થઈ આવે છે તો યે એકંદરે એ ખંચકાય છે ને મદનને ના પાડે છે, પણ અંતે મદન જાય જ છે ત્યારે તેની પાછળ પાછળ પોતે પણ જાય છે.” કવિના શબ્દોમાં જ આ કાવ્યનું વસ્તુ ઉપર મુજબનું છે. આ કાવ્યનો મધ્યવર્તી વિચાર, કવિએ કરેલું આ પ્રસંગનું રહસ્યશોધન એક જ છે. કવિએ એમ કલ્પ્યું છે કે ઈન્દ્રની સભામાં જતાં પહેલાં કામદેવે શિવને ધ્યાનમગ્ન જોયા હતા અને પાર્વતી એની પરિચર્યા કરતી જોઈ હતી ત્યારે જ કામદેવને શિવપાર્વતીનાં ઐક્યનો, એનાં અર્ધનારીશ્વરત્વનો વિચાર સ્પૃહણીય લાગ્યો હતો. અને અર્ધનારીશ્વરત્વની કલ્પના, કવિના શબ્દોમાં “સ્ત્રીપુરુષસંબંધ અંગેની આપણી ઉદાત્તમાં ઉદાત્ત અને એટલી જ સુંદર કલ્પના છે.” એ કલ્પનાને સિદ્ધ કરવામાં, - પાર્વતીનું ઐક્ય પ્રીતિરસાયને કરવામાં પોતે સહાય બનવાની પ્રેરણાએ જ કામદેવે ઈન્દ્રનું નિમન્ત્રણ સ્વીકાર્યું એવું રહસ્ય કવિએ આ કાવ્યમાં મુક્યું છે. તેનાથી આમ પણ ફલિત થાય છે. રતિ-મદનનું દ્વૈત છે, અદ્વૈત કે ઐક્ય નથી તેથી જગતમાં માનવીયુગલો એક બીજાથી વિમુખ રહ્યા કરે છે અને માનવીલગ્નજીવનમાં વૈષમ્ય પ્રવર્તે છે એમ કવિને થાય છે. તે વૈષમ્ય ટાળવાને માટે, શિવ-પાર્વતીનું ઐક્ય, અદ્વૈત છે તેવું જ અદ્વૈત રતિ-મદનનું એટલે કે પરિણીત નર-નારનું થાય એના માટે મદન શિવનો સમાધિભંગ કરાવવા તૈયાર થાય છે. આ કાવ્યનું અન્તિમ રહસ્ય છે. | પાંચમું કાવ્ય રતિ-મદન નામે છે. શિવની સમાધિનો ભંગ કરવાનું બીડું કામદેવ ઝડપે છે તે “આખા પ્રશ્નને રતિ અને મદને શી રીતે જોયો તેનું બયાન આ કાવ્યમાં છે. આરંભમાં રતિ સ્વર્ગ-ઝરૂખેખી પૃથ્વી ઉપરનાં યુગલો જોતી ઊભી છે. ત્યાં વસન્તવધૂ આવીને એને ઈન્દ્રસભામાં કામદેવે સ્વીકારેલી જવાબદારીની વાત કરે છે. સભામાંથી મદન અને વસન્ત આવતાં વસંતશ્રી બીજા દિવસનાં પ્રભાતની તૈયારી કરવા વિદાય લે છે. રતિ મદનને સાહસમાંથી વારે છે. ત્યાં મદન ઈન્દ્રે બોલાવ્યા પહેલાં પોતાને શિવ-પાર્વતીનો અનુભવથી ચૂકેલો છે, એની વાત કરે છે. (એ અંશે કથામાં ઊમેરવામાં આવ્યો છે.) રતિને વચ્ચે વચ્ચે આ કાર્ય પાર પાડવાની ઊર્મિ થઈ આવે છે તો યે એકંદરે એ ખંચકાય છે ને મદનને ના પાડે છે, પણ અંતે મદન જાય જ છે ત્યારે તેની પાછળ પાછળ પોતે પણ જાય છે.” કવિના શબ્દોમાં જ આ કાવ્યનું વસ્તુ ઉપર મુજબનું છે. આ કાવ્યનો મધ્યવર્તી વિચાર, કવિએ કરેલું આ પ્રસંગનું રહસ્યશોધન એક જ છે. કવિએ એમ કલ્પ્યું છે કે ઈન્દ્રની સભામાં જતાં પહેલાં કામદેવે શિવને ધ્યાનમગ્ન જોયા હતા અને પાર્વતી એની પરિચર્યા કરતી જોઈ હતી ત્યારે જ કામદેવને શિવપાર્વતીનાં ઐક્યનો, એનાં અર્ધનારીશ્વરત્વનો વિચાર સ્પૃહણીય લાગ્યો હતો. અને અર્ધનારીશ્વરત્વની કલ્પના, કવિના શબ્દોમાં “સ્ત્રીપુરુષસંબંધ અંગેની આપણી ઉદાત્તમાં ઉદાત્ત અને એટલી જ સુંદર કલ્પના છે.” એ કલ્પનાને સિદ્ધ કરવામાં, - પાર્વતીનું ઐક્ય પ્રીતિરસાયને કરવામાં પોતે સહાય બનવાની પ્રેરણાએ જ કામદેવે ઈન્દ્રનું નિમન્ત્રણ સ્વીકાર્યું એવું રહસ્ય કવિએ આ કાવ્યમાં મુક્યું છે. તેનાથી આમ પણ ફલિત થાય છે. રતિ-મદનનું દ્વૈત છે, અદ્વૈત કે ઐક્ય નથી તેથી જગતમાં માનવીયુગલો એક બીજાથી વિમુખ રહ્યા કરે છે અને માનવીલગ્નજીવનમાં વૈષમ્ય પ્રવર્તે છે એમ કવિને થાય છે. તે વૈષમ્ય ટાળવાને માટે, શિવ-પાર્વતીનું ઐક્ય, અદ્વૈત છે તેવું જ અદ્વૈત રતિ-મદનનું એટલે કે પરિણીત નર-નારનું થાય એના માટે મદન શિવનો સમાધિભંગ કરાવવા તૈયાર થાય છે. આ કાવ્યનું અન્તિમ રહસ્ય છે. | ||
| Line 104: | Line 103: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઓજસ ગુણથી દીપતી અને રૂપક-સમાસોક્તિના સંકરથી હૃદયંગમ બનતી આ પંક્તિઓ સુભગ છે. | ઓજસ ગુણથી દીપતી અને રૂપક-સમાસોક્તિના સંકરથી હૃદયંગમ બનતી આ પંક્તિઓ સુભગ છે. | ||
બેથી વધારે પાત્રો આમાં છે, તેથી રૂપકમાં હોય તેમ, પાત્રપ્રવેશો આમાં થાય છે. આના પ્રવેશો સૂચવવા માટે તથા કેટલીક બીજી નાટ્યસૂચિઓ જેવી વીગતો પ્રેક્ષકને જણાવવા માટે કવિએ આમાં એક વૈચિત્ર્ય દાખલ કર્યું છે. ગ્રીક રૂપકોમાં આવી જાતનું કાર્ય કોરસ કરતું. અહીં એ કાર્ય કવિ સૂત પાસે કરાવે છે અને એ વખતે છન્દોવૈવિધ્ય પણ યોજે છે. આવી જાતની સૂતની | બેથી વધારે પાત્રો આમાં છે, તેથી રૂપકમાં હોય તેમ, પાત્રપ્રવેશો આમાં થાય છે. આના પ્રવેશો સૂચવવા માટે તથા કેટલીક બીજી નાટ્યસૂચિઓ જેવી વીગતો પ્રેક્ષકને જણાવવા માટે કવિએ આમાં એક વૈચિત્ર્ય દાખલ કર્યું છે. ગ્રીક રૂપકોમાં આવી જાતનું કાર્ય કોરસ કરતું. અહીં એ કાર્ય કવિ સૂત પાસે કરાવે છે અને એ વખતે છન્દોવૈવિધ્ય પણ યોજે છે. આવી જાતની સૂતની ઊક્તિઓમાં<ref>સંસ્કૃત નાટ્યશાસ્ત્રની પરિભાષા મુજબ સૂતની આ ઉક્તિઓને ધ્રુવાઓ કહેવાય. આવી જાતની તેની પહેલી બે ઉક્તિઓને (જેનું અવતરણ ઉપર આવ્યું છે) પ્રાવેશિકી ધ્રુવા કહેવાય, કેમકે એમાં અમુક પાત્રોના પ્રવેશનું સૂચન છે. એની છેલ્લી ઉક્તિને નૈષ્ક્રામિકી ધ્રુવા કહેવાય, કેમકે નિષ્ક્રમ વખતની એ ઉક્તિ છે. વચ્ચે વચ્ચે એની બીજી ઉક્તિઓ કથાતંતુ ચાલુ રાખે દૃષ્ટિએ એને અંતરા કે આક્ષેપિકી ધ્રુવા કહી શકાય, આવી ધ્રુવાઓ વિક્રમોર્વશીયના ચોથા અંકમાં તથા એક બે બીજાં જૂના રૂપકોમાં વપરાએલી મળે છે.</ref> કવિ સારી પેઠે કવિત્વમય ભાષાવ્યક્તિ પણ મૂકી શક્યા છે. જુવો, | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>પૂર્વે જેને અનિલ અડતાં પૂર્ણ સંકોચ ધારે | {{Block center|'''<poem>પૂર્વે જેને અનિલ અડતાં પૂર્ણ સંકોચ ધારે | ||