31,377
edits
(+૧) |
No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|૮. મુનશીનો સચોટતાવાદ}} | {{Heading|૮. મુનશીનો સચોટતાવાદ}} | ||
{{Poem2Open}} | |||
‘થોડાંક રસદર્શનો’ નામે એક પુસ્તકમાં રા. કનૈયાલાલ મુનશીએ સાહિત્યશાસ્ત્રના કેટલાક નિયમો વિશે વિવેચન કર્યું છે. એ વિવેચન ઘણે ભાગે અશાસ્ત્રીય અને અવિશદ છે તેથી આપણા અભ્યાસકોએ એની સમીક્ષા આજ લગી નથી કરી એ નવાઈભર્યું લાગે છે.૧<ref>૧. ૧૯૯૩નાં ગ્રંથસ્થ સાહિત્યની સમીક્ષામાં રા. વિશ્વનાથ ભટ્ટે કરેલાં નીચેનાં મિતાક્ષરી વિધાનો એટલાં તો સાચાં છે કે મારા આ લેખની ચર્ચા એના ઉપર ભાષ્ય જેવી જ થશે. રા. વિશ્વનાથે લખ્યું છે (પૃ.૨૨) ‘લેખકે પોતાના સામાન્ય રિવાજ પ્રમાણે આમાંના કેટલાક વિચારો બીજેથી લીધા છે તે તો ભલે, પણ બીજેથી લીધા પછી પણ એ વિચારોને આપણી ભાષામાં રજૂ કરતાં પહેલાં તેને જેટલા આત્મસાત્ કરવા જોઈએ, ને આપણા પ્રચલિત વિચારો તેમ પરંપરાગત પરિભાષા સાથે એનો જેટલો સમન્વય સાધવો જોઈએ તે કશું થએલું નહિ હોવાથી આ ભાગનું લખાણ જોઈએ તેટલું વિશદ બન્યું નથી, એટલું જ નહિ પણ કેટલેક ઠેકાણે તો જાણે પારકું હોય નહિં એવું અતડું અતડું લાગ્યા કરે છે. પશ્ચિમની સાથે આપણા સંસ્કૃત સાહિત્યશાસ્ત્રનું પણ એમણે જો થોડું અવલોકન કર્યું હોત અને પોતાના વક્તવ્યને આપણા સાહિત્યમાંથી પુષ્કળ તાજાં દૃષ્ટાંતો લઈને સમર્થિત કરવાનું રાખ્યું હોત તો એમની સાહિત્યમીમાંસા વિશેષ સ્પષ્ટ અને ‘સચોટ’ બની શકત.’</ref> આવી સાહિત્યચર્ચા આપણે ત્યાં બહુ ઓછી થાય છે તેથી એવી ચર્ચા ઉપાડવા માટે રા. મુનશીનો ગુજરાતે આભાર માનવો જોઈએ; પણ એમ કરતાં ખોટો સિક્કો ચલણી ન થઈ જાય એનુ ધ્યાન પણ અભ્યાસીઓએ રાખવું જોઈએ. એટલા માટે આ નાના લેખકમાં રા. મુનશીએ ‘સાહિત્યમાં સચોટતા’ વિશે દર્શાવેલા વિચારોની સમીક્ષા કરવાનો ઇરાદો મેં રાખ્યો છે: તેમાં માત્ર સિદ્ધાન્તચર્ચા જ કરીશ, વિગતોમાં નહિ ઊતરું. | ‘થોડાંક રસદર્શનો’ નામે એક પુસ્તકમાં રા. કનૈયાલાલ મુનશીએ સાહિત્યશાસ્ત્રના કેટલાક નિયમો વિશે વિવેચન કર્યું છે. એ વિવેચન ઘણે ભાગે અશાસ્ત્રીય અને અવિશદ છે તેથી આપણા અભ્યાસકોએ એની સમીક્ષા આજ લગી નથી કરી એ નવાઈભર્યું લાગે છે.૧<ref>૧. ૧૯૯૩નાં ગ્રંથસ્થ સાહિત્યની સમીક્ષામાં રા. વિશ્વનાથ ભટ્ટે કરેલાં નીચેનાં મિતાક્ષરી વિધાનો એટલાં તો સાચાં છે કે મારા આ લેખની ચર્ચા એના ઉપર ભાષ્ય જેવી જ થશે. રા. વિશ્વનાથે લખ્યું છે (પૃ.૨૨) ‘લેખકે પોતાના સામાન્ય રિવાજ પ્રમાણે આમાંના કેટલાક વિચારો બીજેથી લીધા છે તે તો ભલે, પણ બીજેથી લીધા પછી પણ એ વિચારોને આપણી ભાષામાં રજૂ કરતાં પહેલાં તેને જેટલા આત્મસાત્ કરવા જોઈએ, ને આપણા પ્રચલિત વિચારો તેમ પરંપરાગત પરિભાષા સાથે એનો જેટલો સમન્વય સાધવો જોઈએ તે કશું થએલું નહિ હોવાથી આ ભાગનું લખાણ જોઈએ તેટલું વિશદ બન્યું નથી, એટલું જ નહિ પણ કેટલેક ઠેકાણે તો જાણે પારકું હોય નહિં એવું અતડું અતડું લાગ્યા કરે છે. પશ્ચિમની સાથે આપણા સંસ્કૃત સાહિત્યશાસ્ત્રનું પણ એમણે જો થોડું અવલોકન કર્યું હોત અને પોતાના વક્તવ્યને આપણા સાહિત્યમાંથી પુષ્કળ તાજાં દૃષ્ટાંતો લઈને સમર્થિત કરવાનું રાખ્યું હોત તો એમની સાહિત્યમીમાંસા વિશેષ સ્પષ્ટ અને ‘સચોટ’ બની શકત.’</ref> આવી સાહિત્યચર્ચા આપણે ત્યાં બહુ ઓછી થાય છે તેથી એવી ચર્ચા ઉપાડવા માટે રા. મુનશીનો ગુજરાતે આભાર માનવો જોઈએ; પણ એમ કરતાં ખોટો સિક્કો ચલણી ન થઈ જાય એનુ ધ્યાન પણ અભ્યાસીઓએ રાખવું જોઈએ. એટલા માટે આ નાના લેખકમાં રા. મુનશીએ ‘સાહિત્યમાં સચોટતા’ વિશે દર્શાવેલા વિચારોની સમીક્ષા કરવાનો ઇરાદો મેં રાખ્યો છે: તેમાં માત્ર સિદ્ધાન્તચર્ચા જ કરીશ, વિગતોમાં નહિ ઊતરું. | ||
કમનસીબે બન્યું છે એવું જે રા. મુનશીએ આ પુસ્તકમાં સચોટતાની વ્યાખ્યા ક્યાંય આપી નથી, એનું વર્ણન અને એની માનસિક પ્રક્રિયાનાં સ્થિત્યન્તરોની ચર્ચા કરી છે ખરી. પૃ. તેરમા ઉપર લખ્યું છે : ‘સચોટતા આમ બે પ્રકારની હોય : કથનને સ્પષ્ટ કરે તે અને તેને અસરકારક બનાવે તે.’ પૃ.૪૩ ઉપર આમ લખ્યું છે : ‘કલ્પનાત્મક કૃતિ વ્યક્ત કરવાની ક્રિયામાં સચોટતા ત્રણ વખત આવે છે ૧. ઇંદ્રિયદ્વાર કોઈપણ વસ્તુ માણસના મગજ પર સચોટ છાપ પાડે ત્યારે; ૨. કલ્પનાચિત્ર ખડું થાય ત્યાર પછી તેની સચોટ અસર ચિત્રકાર પર થાય છે અને તેના મનમાં આંદોલનો જાગે છે ત્યારે; ૩. અને કૃતિ કે કથનદ્વારા ચિત્ર વ્યક્ત કર્યા પછી સામા માણસ પર સચોટ અસર થાય છે ત્યારે.’ | કમનસીબે બન્યું છે એવું જે રા. મુનશીએ આ પુસ્તકમાં સચોટતાની વ્યાખ્યા ક્યાંય આપી નથી, એનું વર્ણન અને એની માનસિક પ્રક્રિયાનાં સ્થિત્યન્તરોની ચર્ચા કરી છે ખરી. પૃ. તેરમા ઉપર લખ્યું છે : ‘સચોટતા આમ બે પ્રકારની હોય : કથનને સ્પષ્ટ કરે તે અને તેને અસરકારક બનાવે તે.’ પૃ.૪૩ ઉપર આમ લખ્યું છે : ‘કલ્પનાત્મક કૃતિ વ્યક્ત કરવાની ક્રિયામાં સચોટતા ત્રણ વખત આવે છે ૧. ઇંદ્રિયદ્વાર કોઈપણ વસ્તુ માણસના મગજ પર સચોટ છાપ પાડે ત્યારે; ૨. કલ્પનાચિત્ર ખડું થાય ત્યાર પછી તેની સચોટ અસર ચિત્રકાર પર થાય છે અને તેના મનમાં આંદોલનો જાગે છે ત્યારે; ૩. અને કૃતિ કે કથનદ્વારા ચિત્ર વ્યક્ત કર્યા પછી સામા માણસ પર સચોટ અસર થાય છે ત્યારે.’ | ||
| Line 14: | Line 15: | ||
આ નિયમોને રા. મુનશીએ ચન્દ્રનાં ઉદાહરણથી વિશદ કરવાની મહેનત કરી છે. તેમાં ઘણીયે તાત્ત્વિક ભૂલો છે છતાં એના પરથી તારતમ્ય એ નીકળે છે કે જ્યારે ચન્દ્રમાં શીતળતા આદિ ધર્મનું આપણે આરોપણ કરીએ ત્યારે પહેલો નિયમ પ્રવર્તે. એ આરોપણને લીધે જ્યારે જ્યારે ચન્દ્રને જોઈએ ત્યારે ત્યારે આપણાં મનમાં સુખ અને શાન્તિનો ભાવ જાગે ત્યારે બીજો નિયમ પ્રવર્તે. અને પછી જ્યારે આપણે ચન્દ્રના ધર્મોનું અને સ્વરૂપનું કલ્પનાચિત્ર બીજા પાસે ખડું કરીએ ત્યારે બાકીના નિયમો પ્રવર્તે. મારે અહીં નોંધવું જોઈએ કે સંસ્કૃત સાહિત્યશાસ્ત્ર મુજબ આ ત્રણે પ્રક્રિયા નીચે મુજબની છે. પહેલા નિયમમાં વર્ણવેલી પ્રક્રિયા અલંકારના એટલે કે કલ્પનાના વિષયની છે. એ કલ્પનાના સાહચર્યે ચન્દ્રને શીતળ મધુર આદિ માનવાને આપણે ટેવાઈ જઈએ છીએ. બીજા નિયમમાં વર્ણવેલ પ્રક્રિયા જેને ઉદ્દીપનવિભાવ કહે છે તેના વિષયની છે. અને પછીના નિયમોમાં વર્ણવેલી પ્રક્રિયા વિભાવઅનુભાવાદિ રસપ્રક્રિયાના વિષયની છે. આમાંથી એકે નિયમ માત્ર શબ્દને અનુલક્ષતો નથી, તેથી આ નિયમોને સચોટતાના નિયમો કહી ન શકાય. ચોથા નિયમમાં ‘માનવતાની મૌલિક મનોદશા’ની વાત કરી છે તે યોગ્ય છે પણ આપણા રસો અને ભાવો એ ‘મૌલિક મનોદશા’ ના જ વિભાગો છે; અને, સર્જનમાત્રમાં રસની ભૂમિકા હોવી જ જોઈએ એમ કહીને આપણા સાહિત્યશાસ્ત્રીઓએ ‘માનવતાની મૌલિક મનોદશા’ની જ વાત કરી છે. | આ નિયમોને રા. મુનશીએ ચન્દ્રનાં ઉદાહરણથી વિશદ કરવાની મહેનત કરી છે. તેમાં ઘણીયે તાત્ત્વિક ભૂલો છે છતાં એના પરથી તારતમ્ય એ નીકળે છે કે જ્યારે ચન્દ્રમાં શીતળતા આદિ ધર્મનું આપણે આરોપણ કરીએ ત્યારે પહેલો નિયમ પ્રવર્તે. એ આરોપણને લીધે જ્યારે જ્યારે ચન્દ્રને જોઈએ ત્યારે ત્યારે આપણાં મનમાં સુખ અને શાન્તિનો ભાવ જાગે ત્યારે બીજો નિયમ પ્રવર્તે. અને પછી જ્યારે આપણે ચન્દ્રના ધર્મોનું અને સ્વરૂપનું કલ્પનાચિત્ર બીજા પાસે ખડું કરીએ ત્યારે બાકીના નિયમો પ્રવર્તે. મારે અહીં નોંધવું જોઈએ કે સંસ્કૃત સાહિત્યશાસ્ત્ર મુજબ આ ત્રણે પ્રક્રિયા નીચે મુજબની છે. પહેલા નિયમમાં વર્ણવેલી પ્રક્રિયા અલંકારના એટલે કે કલ્પનાના વિષયની છે. એ કલ્પનાના સાહચર્યે ચન્દ્રને શીતળ મધુર આદિ માનવાને આપણે ટેવાઈ જઈએ છીએ. બીજા નિયમમાં વર્ણવેલ પ્રક્રિયા જેને ઉદ્દીપનવિભાવ કહે છે તેના વિષયની છે. અને પછીના નિયમોમાં વર્ણવેલી પ્રક્રિયા વિભાવઅનુભાવાદિ રસપ્રક્રિયાના વિષયની છે. આમાંથી એકે નિયમ માત્ર શબ્દને અનુલક્ષતો નથી, તેથી આ નિયમોને સચોટતાના નિયમો કહી ન શકાય. ચોથા નિયમમાં ‘માનવતાની મૌલિક મનોદશા’ની વાત કરી છે તે યોગ્ય છે પણ આપણા રસો અને ભાવો એ ‘મૌલિક મનોદશા’ ના જ વિભાગો છે; અને, સર્જનમાત્રમાં રસની ભૂમિકા હોવી જ જોઈએ એમ કહીને આપણા સાહિત્યશાસ્ત્રીઓએ ‘માનવતાની મૌલિક મનોદશા’ની જ વાત કરી છે. | ||
રા. મુનશીએ આ પુસ્તકમાં સચોટતા વિશે કરેલી ચર્ચાના મુખ્ય મુદ્દાઓ આ જ છે. તેને અંગે ઘણી વિગતમાં તેઓ ઊતર્યા છે. તે વિગતોમાં અચોક્કસતા, અશાસ્ત્રીયતા અને તત્ત્વની ગેરસમજ ઠેકઠેકાણે દેખાય છે. પણ, સમય અને સ્થળના અભાવે એની ચર્ચામાં હું હમણાં ઊતરી શકતો નથી. | રા. મુનશીએ આ પુસ્તકમાં સચોટતા વિશે કરેલી ચર્ચાના મુખ્ય મુદ્દાઓ આ જ છે. તેને અંગે ઘણી વિગતમાં તેઓ ઊતર્યા છે. તે વિગતોમાં અચોક્કસતા, અશાસ્ત્રીયતા અને તત્ત્વની ગેરસમજ ઠેકઠેકાણે દેખાય છે. પણ, સમય અને સ્થળના અભાવે એની ચર્ચામાં હું હમણાં ઊતરી શકતો નથી. | ||
{{Poem2Close}} | |||
(છપાયો, કૌમુદી, નવેમ્બર ૧૯૩૬) | (છપાયો, કૌમુદી, નવેમ્બર ૧૯૩૬) | ||
{{right|'''[કાવ્યવિવેચન, ચારૂતર પ્રકાશન, આણંદ, ૧૯૪૯]'''}}<br> | {{right|'''[કાવ્યવિવેચન, ચારૂતર પ્રકાશન, આણંદ, ૧૯૪૯]'''}}<br> | ||