સાહિત્યિક તથ્યોની માવજત/સાહિત્યિક તથ્યોની માવજત: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 12: Line 12:
વિવેચનની પ્રવૃત્તિ માટે આજે કટોકટીભરી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહેલું જણાય છે. એક બાજુથી આપણે પશ્ચિમમાં રોજેરોજ નવી અસ્તિત્વમાં આવતી સાહિત્યિક વિચારસરણીઓની ભીંસ અનુભવીએ છીએ ને એથી આપણા વિવેચનને કોઈ સ્થિર ભૂમિકા પ્રાપ્ત થતી નથી. ચુસ્ત વૈજ્ઞાનિક વિશ્લેષણની પદ્ધતિઓને વિકસાવતું વિવેચન જાણે વિશેષજ્ઞ-પ્રવૃત્તિ બનવા લાગ્યું છે અને વિશાળ વાચક-વર્ગ સાથેનો એનો નાતો આછો ને આછો થતો જાય છે. બીજી બાજુથી, ગુજરાત સાહિત્ય અકાદમીની ઉદાર સહાયને કારણે ઘણા એવા વિવેચનસંગ્રહો આપણી સમક્ષ આવી રહ્યા છે જેમાં સરેરાશ અધ્યાપકની વર્ગનોંધોથી કશું વિશેષ હોતું નથી. વિધિવક્રતા તો એ છે કે મોટા પ્રમાણમાં વિવેચનસંગ્રહો બહાર આવી રહ્યા છે ત્યારે એના માટેનું બજાર તૂટી રહ્યું છે. કૉલેજશિક્ષણના વિસ્તારને કારણે વિવેચનગ્રંથો માટેનું એક બજાર ઊભું થયું હતું, પણ હવે ભાષાસાહિત્યનો અભ્યાસ પાંખો થઈ રહ્યો છે, ને કૉલેજ-ગ્રંથાલયોનાં બજેટ પણ ટાંચાં બની રહ્યાં છે, એટલે એ બજાર તૂટવા લાગ્યું છે ને પુસ્તક છપાવીને ભેટ આપી દેવા જેવી સ્થિતિ ઊભી થઈ રહી છે. વિવેચનની પ્રવૃત્તિને લોકાશ્રય તો રહ્યો જ નથી, ઘણાં વર્તમાનપત્રો સાહિત્યની કટાર ચલાવવા હવે ઉત્સુક નથી. શિક્ષણ સંસ્થાઓનો આશ્રય ઓછો થઈ રહ્યો છે. ને આપણાં કેટલાંક સાહિત્યસામયિકો બંધ થતાં વિદ્વત્પ્રવૃત્તિ તરીકે એને મળતો આધાર પણ જાણે ખસી જઈ રહ્યો છે. સાહિત્ય પરિષદમાં પણ ‘વિવેચન’ અને ‘સંશોધન’ એવા બે વિભાગોને સ્થાને એક વિભાગ થઈ ગયો એયે વિવેચનને મળતી જગ્યા ઓછી થયેલી ન ગણાય?

વિવેચનની આ સ્થિતિ પ્રથમ દૃષ્ટિએ આપણને લાગે છે એટલે ચિંતાજનક ન પણ હોય. એક પ્રકારનો ફુગાવો થયો હતો તે શમી જતાં વિવેચનની પ્રવૃત્તિ ધીમા શાંત પ્રભાવે પણ ધીરગંભીર રીતે ચાલતી થાય. વિવેચનને ટકી રહેવા માટેની નવી ભૂમિકાઓ પણ પ્રાપ્ત થાય. વસ્તુતઃ આજના યંત્રવૈજ્ઞાનિક ને સમૂહમાધ્યમોના પ્રસારના યુગમાં પ્રજાજીવનમાં સાહિત્યનું સ્થાન અને મૂલ્ય પણ બદલાઈ રહ્યાં છે – સાહિત્ય સામે તેમ સાહિત્યવિવેચન સામે ઘણા નવા પડકારો ઊભા થઈ રહ્યા છે. આપણી પરિસ્થિતિના કેટલાક વિશિષ્ટ પ્રશ્નો પણ છે – સાહિત્યમાં પરદેશી પ્રભાવ અને પોતાપણું, સાહિત્ય અને સમકાલીન સમાજજીવનનો. સંબંધ, વિવિધ પ્રજાવર્ગોના સંદર્ભમાં સાહિત્યની વિભાવના, કેળવણીનો પાયો વિસ્તૃત થતાં ઊભી થયેલી સાહિત્યશિક્ષણની સમસ્યાઓ, સમૂહમાધ્યમોએ ઊભી કરેલી સાહિત્ય માટેની નવતર પરિસ્થિતિઓ, સાહિત્ય પ્રત્યેના રચનાલક્ષી અને જ્ઞાનલક્ષી અભિગમો, વિવેચનના નૂતન ઉન્મેષો ને એમની ઉપયુક્તતા વગેરે. આ બધા પ્રશ્નોની ચર્ચા કરવાનો અત્રે અવકાશ નથી અને મારી સજ્જતા પણ નથી. પરંતુ હું, કેટલાક સમયથી મને સાહિત્ય-અભ્યાસના એક વિશિષ્ટ અનુભવમાં મુકાવાનું થયું છે એને અનુલક્ષીને થોડીક વાતો કરીશ.

કૃતિલક્ષી વિવેચનમાં હકીકતોનું મૂલ્ય  
{{Poem2Close}}
'''કૃતિલક્ષી વિવેચનમાં હકીકતોનું મૂલ્ય'''
{{Poem2Open}}
આપણા આ સમયમાં સાહિત્યકૃતિની સ્વાયત્તતા પર ઘણો ભાર મુકાઈ રહ્યો છે અને આસ્વાદમૂલક કે વિશ્લેષણપરક કૃતિલક્ષી વિવેચનની સવિશેષ પ્રતિષ્ઠા થઈ રહી છે. વિવેચનની આ પદ્ધતિમાં સાહિત્યકૃતિવિષયક અન્ય હકીકતોની ઉપેક્ષા કરવાનું વલણ હોય છે. આ વલણ કેટલે અંશે ઇષ્ટ છે એ વિશે મારા મનમાં શંકા છે. હું જોઉં છું કે સાહિત્યકૃતિની બહારની હકીકત સાથે અમારે કંઈ લેવાદેવા નથી એમ માનનાર વિવેચકના ચિત્તમાં પણ કેટલીક હકીકતો પડેલી જ હોય છે અને એ હકીકતો એને સાચી કે ખોટી દિશામાં દોરતી પણ હોય છે. કાન્તના ‘ઉપહાર’ કાવ્યની શુદ્ધ કૃતિલક્ષી વિવેચના કરવાની પ્રતિજ્ઞા સાથે પ્રવૃત્ત થનારના મનમાં કાન્તનો બલવંતરાય સાથેનો મૈત્રીસંબંધ વિચ્છિન્ન થયો હતો એ હકીકત નથી પડેલી હોતી એમ ખાતરીપૂર્વક કહી શકાતું નથી. છેલ્લી બે પંક્તિઓનું અર્થઘટન એ જે રીતે કરે છે તે પરથી આ કળાય છે. છેલ્લી બે પંક્તિઓ આ પ્રમાણે છે :

Line 46: Line 48:
કોશને કારણે મધ્યકાળની એટલી વિપુલ સાહિત્યસામગ્રીની વચ્ચે અમને મુકાવાનું થયું છે કે અમારું મધ્યકાળના સાહિત્યનું દર્શન જાણે બદલાઈ ગયું છે. થોડા સમય પહેલાં મધ્યકાળના સાહિત્યમાં જૈનોના પ્રદાન અંગે મેં લેખ કરેલો અને જૈન સાહિત્યની આપણા સાહિત્યના ઇતિહાસોમાં પર્યાપ્ત નોંધ નથી લઈ શકાઈ એની ફરિયાદ કરેલી. કેટલાક લોકોને એમ લાગ્યું, કે મારો આમાં જૈન તરીકેનો પક્ષપાત વ્યક્ત થાય છે. મધ્યકાળમાં જૈન સાહિત્યનું પ્રમાણ અસાધારણ મોટું હોવાથી એની નોંધ લેવાનો પ્રશ્ન થોડો વિશિષ્ટ બની જાય છે, પરંતુ વસ્તુસ્થિતિ એવી છે કે મધ્યકાળના સાહિત્યમાં વૈષ્ણવોનું પ્રદાન, કંઠસ્થ પરંપરાના ભજનિક ને સંતકવિઓનું પ્રદાન, ખોજા કે ઇસ્માઈલી સંતોનું પ્રદાન, અરે, સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રદાન એ વિશે પણ લેખો કરવાનું મને મન થાય છે. એટલે કે આવા ઘણા સાહિત્યપ્રવાહોને આપણે આપણા સાહિત્યના ઇતિહાસોમાં જગ્યા આપી શક્યા નથી કે એને પૂરતો ન્યાય કરી શક્યા નથી એમ મને લાગ્યા કરે છે કદાચ બ્રાહ્મણ – પરંપરાના સાહિત્ય તરફ, પૌરાણિક કથા ને ભક્તિના, વેદાન્તના ને લોકવાર્તાના સાહિત્ય તરફ આપણું વધારે લક્ષ રહ્યું છે. વ્યાપક લોકરુચિમાં તો બરાબર, પણ આપણા સાહિત્યવિવેચનમાં અને સાહિત્ય-ઇતિહાસોમાં પણ પાંચસાત મોટા કવિઓ જ વધુમાં વધુ જગા રોકે છે. આનું કારણ એ છે કે સાહિત્યની ઘણીબધી સામગ્રી સુધી હજુ આપણે પહોંચી જ શક્યા નથી. પ્રાણનાથ સ્વામીનો દાખલો મેં આ પૂર્વે ટાંકેલો છે. ઇસ્માઈલી સંત ઇમામશાહના સાહિત્ય વિશે આપણે શું જાણીએ છીએ? રવિસાહેબનો આપણે પરિચય ‘સોરઠી સંતવાણી’ જેવા ગ્રંથોમાં છપાયેલાં એમનાં થોડાંક પદો-ભજનો પૂરતો જ મર્યાદિતને? એમનાં ૪૦૦ જેટલાં પદો ને ‘રવિગીતા’ ‘કવિતછપ્પય’ જેવી દીર્ઘ કૃતિઓ છપાયેલી છે એ આપણા કેટલા અભ્યાસીઓ પણ જાણતા હશે? કંઠસ્થ પરંપરાના કવિઓની અમે લાંબી યાદી કરી એ વિષયના કેટલાક જાણકારોને મોકલેલી-અમને મદદરૂપ થવાની વિનંતી સાથે. જયમલ્લભાઈ પરમારે એ યાદી જોઈને મને લખ્યું કે રૂખડિયા સંતકવિઓની આપણા સાહિત્યમાં પહેલી વાર નોંધ લેવાશે એ જાણીને મને ઘણો આનંદ થાય છે.

તાત્પર્ય એ છે કે ઘણી સાંપ્રદાયિક ને અન્ય સાહિત્યપરંપરાઓ, ઘણા નાના મોટા કવિઓ, ઘણી કોઈ ને કોઈ રીતે નોંધપાત્ર ઠરે એવી કૃતિઓ મધ્યકાલીન સાહિત્યના આપણા અભ્યાસથી હજુ ઓઝલ રહી છે. સાહિત્યકોશને નિમિત્તે ઘણું કામ થયું છે, છતાં સાહિત્યકોશના કામને પણ કેટલીક મર્યાદાઓ સ્વાભાવિક રીતે જ વળગેલી છે. એને ઘણી સામગ્રી પ્રાપ્ત થઈ છે છતાં બધી સામગ્રી પ્રાપ્ત થઈ નથી. મધ્યકાલીન સાહિત્યની બધી સામગ્રીનો આપણે અભ્યાસ કરી શકીશું ત્યારે આપણા સંસ્કારજીવનનું, આપણી કાવ્યપ્રણાલિકાઓનું અને આપણી સાહિત્યિક સિદ્ધિનું જે ચિત્ર ઊભું થશે તેમાં ઘણા જુદા ને નવા રંગો હશે.

અર્વાચીન સાહિત્ય વિશેની હકીકતોના પ્રશ્નો
{{Poem2Close}}
'''અર્વાચીન સાહિત્ય વિશેની હકીકતોના પ્રશ્નો'''
{{Poem2Open}}
અર્વાચીન સાહિત્યના અભ્યાસના પ્રશ્નો જુદા હોય એ સ્વાભાવિક છે. અર્વાચીન સાહિત્યની વધુ સામગ્રી પ્રાપ્ય છે તે ઉપરાંત એનાં વિવિધ અંગોના નાનામોટા અભ્યાસો પણ થયા છે. તેથી માહિતીના પ્રશ્નો અર્વાચીન સાહિત્ય પરત્વે ઓછા નડે એ સાચી વાત છે, છતાં એ સાવ ઓછા નહીં હોય એવો મને વહેમ છે. બટુભાઈ ઉમરવાડિયા વિશે મારે એક વખતે એક નાનકડી નોંધ તૈયાર કરવાનો પ્રસંગ આવ્યો હતો ત્યારે માહિતીભિન્નતાના ને શંકાસ્પદ માહિતીના દશબાર મુદ્દાઓ મારી સમક્ષ ઉપસ્થિત થયા હતા. આ મુદ્દા બટુભાઈના જીવનપ્રસંગોનાં વર્ષને લગતા, એમની કૃતિઓનાં શીર્ષક અને પ્રકાશનવર્ષને લગતા, એમનાં તખલ્લુસને લગતા ને એમના નામે નોંધાયેલાં પુસ્તકોના ખરેખરા પ્રકાશનને લગતા હતા. મેં જોયું કે લેખક પોતે પણ કેટલીક વાર નાનામોટા માહિતીદોષ કરે છે. જેમકે, બટુભાઈના પહેલા નાટકસંગ્રહનું નામ એ ગ્રંથ પર ‘મત્સ્યગંધા અને ગાંગેય તથા બીજાં ‘ચાર નાટકો’ એમ છે, જ્યારે લેખક પોતે પછીના સંગ્રહોમાં એ ગ્રંથનો ઉલ્લેખ ‘મત્સ્યગંધા’ અને ‘ગાંગેય’ એ રીતે જ કરે છે. સાચું ગ્રંથનામ તો ગ્રંથ પર હોય એ જ ગણાયને? આ દાખલો હું એટલા માટે આપું છું કે હકીકતની પૂરેપૂરી ચોકસાઈ એ શી ચીજ છે એનો ખ્યાલ આવે. હકીકતની એક હકીકત તરીકે નોંધ લેવાની હોય ત્યારે આવી ચોકસાઈથી જ લેવી જોઈએ. એક નાનકડો ફેરફાર પણ ભવિષ્યમાં આપણે માટે શી મૂંઝવણ ઊભી કરશે એ આજે કહી ન શકાય.

એકલા બટુભાઈ ઉમરવાડિયામાં જ હકીકતોના દશબાર સવાલો ઊભા થતા હોય તો આખા અર્વાચીનકાળમાં કેટલા ઊભા થાય? મને એવું સ્મરણ છે કે ‘ગુજરાતના સારસ્વતો’ પ્રગટ થયા પછી પ્રકાશ વેગડે એમાં નોંધાયેલી લેખકોની જન્મતારીખોથી અન્યત્ર જુદી માહિતી મળતી હતી તેની એક લાંબી નોંધ પ્રગટ કરી હતી. જન્મતારીખો ઉપરાંત બીજી અનેક બાબતોમાં આવી સ્થિતિ નીકળી આવવા સંભવ છે. અધિકૃત માહિતી આપતો અર્વાચીન સાહિત્યનો પણ કોશ તૈયાર કરવો હોય – અને એક વખત તો એ કામ કરવું જ જોઈએ – તો હકીકતના મૂળ આધાર સુધી જવું જેઈએ, સરતચૂકથી, છા૫ભૂલથી હકીકતનું સ્વરૂપ બદલાઈ ગયું તો નથીને એ ચકાસવું જોઈએ. પ્રકાશિત ગ્રંથોની બાબતમાં એની પહેલી આવૃત્તિને જોઈને જ એના વિશે માહિતી આપવી જોઈએ. હકીકતોની ઉપેક્ષા કરીને સાહિત્યનો યથાર્થ ઇતિહાસ કેવી રીતે રચી શકાય?

શાસ્ત્રશુદ્ધ માહિતી આપવાનું કેમ બનતું નથી?
{{Poem2Close}}
'''શાસ્ત્રશુદ્ધ માહિતી આપવાનું કેમ બનતું નથી?'''
{{Poem2Open}}
પણ સવાલ એ છે કે હકીકતનું એવું મૂલ્ય આપણા મનમાં વસ્યું છે ખરું? હકીકતોની ચોકસાઈ કરવાનો આપણે આગ્રહ રાખીએ છીએ? પ્રમાણભૂત હકીકત અને અનુમાનને અળગાં રાખતાં આપણને આવડે છે? લેખકની કે કૃતિની માહિતી આપવાની હોય ત્યારે કેટલી અને કેવી રીતે આપવી એનાં કોઈ ધોરણો આપણે સ્થાપિત કરી શક્યા છીએ ખરા? માહિતીદોષ થયો હોય ત્યાં એ સુધારી લેવાની આપણી તત્પરતા હોય છે ખરી? પ્રમાણભૂત હકીકતો હાથવગી બને એવી સાધનસામગ્રી આપણે ઊભી કરીએ છીએ ખરા? મને આ બધી બાબતોમાં શંકા છે.

કોશના અમારા અનુભવમાં શાસ્ત્રશુદ્ધ માહિતી આપવાના પ્રયાસો અમારી નજરે ઓછા ચડ્યા છે ને અપરીક્ષિત સામગ્રીનો સંચય કરવાના પ્રયાસો વધારે નજરે ચડ્યા છે. મધ્યકાળના સાહિત્યની કેટલીબધી નાનીમોટી સૂચિઓ અવારનવાર તૈયાર થયેલી છે? પણ પ્રત્યક્ષ સામગ્રી જોઈને, ચકાસણીપૂર્વક શાસ્ત્રીય ઢબે થયેલી સૂચિઓ કેટલી ઓછી? પ્રત્યક્ષ અવલોકનપૂર્વક મધ્યકાળની સાહિત્યસામગ્રી આપનાર જૈન સાહિત્ય પરત્વે મોહનલાલ દલીચંદ દેશાઈ અને જૈનેતર સાહિત્ય પરત્વે શ્રી કે. કા. શાસ્ત્રી. એટલે જ મધ્યકાળના સાહિત્ય વિશે લખવાનું થાય ત્યારે અનેક ગૌણ વીગતો પરત્વે વધારે તો આ બે આદ્ય પુરુષોનો જ આધાર આપણે લેવો પડે છે. પણ પેલી, ચકાસણી કર્યા વગરની યાદીઓનો ઉપયોગ આપણે ટાળી શકતા નથી ને સાચીખોટી માહિતીમાં આપણે ફસાવાનું થાય છે. એમાંથી બચવાનો માર્ગ પણ આપણને જડતો નથી.

Navigation menu