પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/નૈસર્ગિકતા અને કલાકૌશલ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| નૈસર્ગિકતા અને કલાકૌશલ | }} {{Poem2Open}} લૉંજાઇનસનો ગ્રંથ એક દૃષ્ટિએ કવિશિક્ષાનો – કાવ્યરચનાના વ્યવહારુ શિક્ષણનો ગ્રંથ છે એમ કહેવાય. એટલે જ ઉદાત્તતા શું છે એ તાત્ત્વિક પ્રશ્નની...")
 
No edit summary
Line 12: Line 12:
લૉંજાઇનસનું એક વિધાન આ બાબતમાં અત્યંત ધ્યાન ખેંચનારું બની રહે છે. એ કહે છે કે “વાગભિવ્યક્તિનાં કેટલાકં ઘટકો કેવળ નૈસર્ગિકતાને વશ છે એ હકીકત જ કલા સિવાય બીજા કશાથી જાણી શકાતી નથી.”૩ આનો સીધો અર્થ તો એવો થાય કે કલાનું વિનિયોજન થાય છે ત્યારે જ ખબર પડે છે કે કેટલાંક ઘટકો તો એના હાથબહારની વાત છે, એટલે કે કલાની અપર્યાપ્તતા પ્રતીત થાય છે. પણ આમાંથી એવા અર્થ સુધી પણ પહોંચી શકાય કે નૈસર્ગિકતાને વશ જે ઘટકો છે એની પ્રતીતિ માટેયે કલાનું વિનિયોજન આવશ્યક છે. એટલે કે નૈસર્ગિકતા અને કલાની પરસ્પરોપકારકતા છે. કલા વિના નૈસર્ગિકતા સિદ્ધ થતી નથી અને નૈસર્ગિકતા વિનાની કલાનો તો કોઈ અર્થ જ નથી.

નૈસર્ગિક અને કલાજન્ય ઘટકોની પરસ્પરોપકારકતા દર્શાવતાં લૉંજાઇનસનાં સ્પષ્ટ વિધાનો પણ મળે છે. જેમ કે –

“કલા ત્યારે જ પરિપૂર્ણ બને છે જ્યારે એ નૈસર્ગિક લાગે છે અને નૈસર્ગિકતા ત્યારે જ પોતાનું લક્ષ્ય સિદ્ધ કરે છે જ્યારે એનામાં કલા સમાયેલી હોય છે.”૪
“કલા ત્યારે જ પરિપૂર્ણ બને છે જ્યારે એ નૈસર્ગિક લાગે છે અને નૈસર્ગિકતા ત્યારે જ પોતાનું લક્ષ્ય સિદ્ધ કરે છે જ્યારે એનામાં કલા સમાયેલી હોય છે.”<ref>૪</ref>
“વિચાર અને પદાવલી એકબીજાને આશ્રયે વિકાસ પામે છે.”૫
“વિચાર અને પદાવલી એકબીજાને આશ્રયે વિકાસ પામે છે.”<ref>૫</ref>
આથી જ, આમાં, નવ્ય વિવેચકોને એમનો કવિતાનો આવયવિક સિદ્ધાંત (ઑર્ગેનિક થિઅરી ઑવ્‌ પોએટ્રી) દેખાયો છે, જેમાં વસ્તુ અને શૈલીનું ઓતપ્રોતપણું અભિપ્રેત છે. વસ્તુનું અન્વેષણ કરવાની ક્રિયામાં જ શૈલી અસ્તિત્વમાં આવે છે અને વસ્તુ શૈલી દ્વારા જ રૂપ ગ્રહણ કરીને અનુભવગોચર થાય છે. વસ્તુ અને શૈલી વચ્ચેનો આ દ્વન્દ્વાત્મક સંબંધ એમને બન્નેને સાર્થક અને પ્રભાવક બનાવે છે.

લૉંજાઇનસમાં કલાનાં અંગો – ખાસ કરીને અલંકારનું નિરૂપણ એટલા વિસ્તારથી થયું છે કે લૉંજાઇનસ જાણે અલંકારોને આપોઆપ જ ઉદાત્તતાના સિક્કા પાડનારા યંત્ર તરીકે જોતા હોવ એવું સેઇન્ટસબરીને લાગેલું અને ઉદાત્તતાના મૂલસ્રોતોની ચર્ચા એમને ગ્રંથનો નબળામાં નબળો અંશ જણાયેલી, પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે કવિતાના વ્યવહારુ શિક્ષણને અર્થે લૉંજાઇનસને કલાનાં અંગોની વીગતે વાત કરવાની થઈ છે પણ કેવળ કલાના નિયમોથી ઉદાત્તતા સિદ્ધ થઈ શકે એવું તો એમણે કદી માન્યું નથી. એટલું જ નહીં નૈસર્ગિકતા અને કલાનાં સ્થાન, કાર્ય અને સાર્થકતા પરત્વે એ જે સમજ વ્યક્ત કરે છે તે સ્પષ્ટ, સૂક્ષ્મ અને ઊંડી છે, આપણને આજે પણ સ્વીકાર્ય અને સંતોષકર લાગે એવી છે.

ખરી વાત તો એ છે કે ગ્રીક વક્તૃત્વશાસ્ત્રમાં ઉદાત્તતા એક શૈલીગુણ જ હતો – ઉદાત્ત કે ઉચ્ચ (હાઇ), મધ્યમ (મિડલ) અને નિમ્ન (લો) એવો ભેદ એમાં કરવામાં આવતો હતો – તેના સ્થાને ઉદાત્તતાને સર્જક-આત્મા સાથે સાંકળીને, એને એક વિશિષ્ટ અનુભવ તરીકે ઘટાવીને લૉંજાઇનસે એને જુદો જ મોભો આપ્યો છે. લૉંજાઇનસે કરેલા કલાનાં અંગોના વિસ્તૃત નિરૂપણથી ભરમાઈ જઈને આ વાતને વીસરી ન જવી જોઈએ. દેખાય છે એવી ઉદાત્તતાની બહિરંગતા એમને અભિપ્રેત નથી જ.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav2
|previous = ઉદાત્તતાની વિભાવના
|next = ઉદાત્તતાના મૂલસ્રોત : ૧. વિચાર
}}
19,010

edits

Navigation menu