31,397
edits
No edit summary |
No edit summary |
||
| Line 31: | Line 31: | ||
ભય અને કરુણાના આવા વિલક્ષણ ભાવો માત્ર વિપત્તિનાં દર્શનથી જાગતા નથી. એને માટે ખાસ પરિસ્થિતિ કે ઘટનાવિધાન જોઈએ. ઍરિસ્ટૉટલ જુદીજુદી પરિસ્થિતિઓનો વિચાર કરી એમાંથી ભય અને કરુણા જગાવવા માટે સૌથી વધુ યોગ્ય પરિસ્થિતિની પસંદગી કરે છે ત્યાં ટ્રૅજિક તત્ત્વની ઍરિસ્ટૉટલની વિભાવના કંઈક સ્પષ્ટ, નક્કર આકાર ધરતી લાગે છે. આપણે જોયેલું કે ટ્રૅજેડી એ ભાગ્યવિપર્યયનું નાટક છે. આ ભાગ્યવિપર્યવ ચારેક રીતે સંભવી શકે : | ભય અને કરુણાના આવા વિલક્ષણ ભાવો માત્ર વિપત્તિનાં દર્શનથી જાગતા નથી. એને માટે ખાસ પરિસ્થિતિ કે ઘટનાવિધાન જોઈએ. ઍરિસ્ટૉટલ જુદીજુદી પરિસ્થિતિઓનો વિચાર કરી એમાંથી ભય અને કરુણા જગાવવા માટે સૌથી વધુ યોગ્ય પરિસ્થિતિની પસંદગી કરે છે ત્યાં ટ્રૅજિક તત્ત્વની ઍરિસ્ટૉટલની વિભાવના કંઈક સ્પષ્ટ, નક્કર આકાર ધરતી લાગે છે. આપણે જોયેલું કે ટ્રૅજેડી એ ભાગ્યવિપર્યયનું નાટક છે. આ ભાગ્યવિપર્યવ ચારેક રીતે સંભવી શકે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem>(૧) સારો માણસ વિપન્નાવસ્થામાંથી સંપન્નાવસ્થામાં આવે. | <poem>::(૧) સારો માણસ વિપન્નાવસ્થામાંથી સંપન્નાવસ્થામાં આવે. | ||
(૨) ખરાબ માણસ વિપન્નાવસ્થામાંથી સંપન્નાવસ્થામાં આવે. | ::(૨) ખરાબ માણસ વિપન્નાવસ્થામાંથી સંપન્નાવસ્થામાં આવે. | ||
(૩) સારો માણસ સંપન્નાવસ્થામાંથી વિપન્નાવસ્થામાં આવે. | ::(૩) સારો માણસ સંપન્નાવસ્થામાંથી વિપન્નાવસ્થામાં આવે. | ||
(૪) ખરાબ માણસ સંપન્નાવસ્થામાંથી વિપન્નાવસ્થામાં આવે.</poem> | ::(૪) ખરાબ માણસ સંપન્નાવસ્થામાંથી વિપન્નાવસ્થામાં આવે.</poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આમાંથી પહેલા પ્રકારનો ઍરિસ્ટૉટલ વિચાર સુધ્ધાં કરતા નથી અને એ સમજાય એવું છે, કેમ કે માણસ સારો હોય અને એ મુશ્કેલીઓ વટાવીને સુખી બને તો એમાં આપણે દુઃખ પામવા જેવું કશું નથી. ઊલટાનું, એ એક આદર્શ સંતોષજનક ઇષ્ટ પરિણામ કહેવાય. એમાં સારા માણસને આપત્તિનો સામનો કરવાનો આવતો હોય તોયે નાટકનું લક્ષ્ય અને ગતિ એને સંપન્નાવસ્થાએ પહોંચાડવા તરફ હોય તો એથી, નાટકમાં કરુણતાના અવસરો આવતા હોય તોપણ, તે ‘ટ્રૅજિક’ બનતું નથી; આપણામાં ભય અને કરુણા જગાડવા માટે પૂરતી સામગ્રી એમાં નથી. (ઍરિસ્ટૉટલનો કરુણ અંત માટેનો પક્ષપાત ધ્યાનમાં રાખીએ તો તો એ વિકલ્પ આપોઆપ ઊડી જાય છે.) બીજા પ્રકારમાં કંઈક અજુગતું તો બને છે, પણ ઍરિસ્ટૉટલ સાચું કહે છે કે, એમાં કશુંયે ટ્રૅજિક નથી; એ જાતની પરિસ્થિતિ આપણી નૈતિક ભાવનાને સંતોષતી નથી તેમ ભય કે કરુણાની લાગણી જગાડતી નથી. ઊલટાનું, એ બુચર સૂચવે છે તેમ, આપણામાં પુણ્યપ્રકોપનો ભાવ જગાડે. (ઍરિસ્ટૉટલ્ઝ થિઅરી ઑવ્ પોએટ્રી ઍન્ડ ફાઇન આર્ટ, પૃ. ૩૦૩-૦૪) આમેય સુખાન્ત ભાગ્યવિપર્યય એ ટ્રૅજેડી માટે બહુ યોગ્ય પ્રકારનો ભાગ્યવિપર્યય નથી. | આમાંથી પહેલા પ્રકારનો ઍરિસ્ટૉટલ વિચાર સુધ્ધાં કરતા નથી અને એ સમજાય એવું છે, કેમ કે માણસ સારો હોય અને એ મુશ્કેલીઓ વટાવીને સુખી બને તો એમાં આપણે દુઃખ પામવા જેવું કશું નથી. ઊલટાનું, એ એક આદર્શ સંતોષજનક ઇષ્ટ પરિણામ કહેવાય. એમાં સારા માણસને આપત્તિનો સામનો કરવાનો આવતો હોય તોયે નાટકનું લક્ષ્ય અને ગતિ એને સંપન્નાવસ્થાએ પહોંચાડવા તરફ હોય તો એથી, નાટકમાં કરુણતાના અવસરો આવતા હોય તોપણ, તે ‘ટ્રૅજિક’ બનતું નથી; આપણામાં ભય અને કરુણા જગાડવા માટે પૂરતી સામગ્રી એમાં નથી. (ઍરિસ્ટૉટલનો કરુણ અંત માટેનો પક્ષપાત ધ્યાનમાં રાખીએ તો તો એ વિકલ્પ આપોઆપ ઊડી જાય છે.) બીજા પ્રકારમાં કંઈક અજુગતું તો બને છે, પણ ઍરિસ્ટૉટલ સાચું કહે છે કે, એમાં કશુંયે ટ્રૅજિક નથી; એ જાતની પરિસ્થિતિ આપણી નૈતિક ભાવનાને સંતોષતી નથી તેમ ભય કે કરુણાની લાગણી જગાડતી નથી. ઊલટાનું, એ બુચર સૂચવે છે તેમ, આપણામાં પુણ્યપ્રકોપનો ભાવ જગાડે. (ઍરિસ્ટૉટલ્ઝ થિઅરી ઑવ્ પોએટ્રી ઍન્ડ ફાઇન આર્ટ, પૃ. ૩૦૩-૦૪) આમેય સુખાન્ત ભાગ્યવિપર્યય એ ટ્રૅજેડી માટે બહુ યોગ્ય પ્રકારનો ભાગ્યવિપર્યય નથી. | ||