|
Tags: Blanking Manual revert |
| Line 1: |
Line 1: |
| {{SetTitle}}
| |
|
| |
|
| {{Heading| ઉપાધ્યાય યશોવિજયજીની સાહિત્યકળા - કેટલાક મુદ્દા | }}
| |
|
| |
| {{Poem2Open}}
| |
| ઉપાધ્યાય યશોવિજયજી મધ્યકાલીન સાહિત્યાકાશના એક અત્યંત તેજસ્વી તારક છે. જ્ઞાનપ્રૌઢિમાં તો એ અજોડ છે. નવ્યન્યાયના
| |
| આ આચાર્ય ષડ્દર્શનવેત્તા હતા અને કાવ્યશાસ્ત્ર, વ્યાકરણ આદિ અનેક વિદ્યાઓમાં એમની અનવરુદ્ધ ગતિ હતી. આ વિષયોમાં એમણે
| |
| સંસ્કૃત-પ્રાકૃતમાં અનેક ગ્રંથોની રચના કરી છે. એમનું ગુજરાતી (અને થોડુંક હિંદી) સાહિત્યસર્જન પણ સારા પ્રમાણમાં છે, એમાં રાસ, સંવાદ,
| |
| સ્તવનસજ્ઝાયાદિ પ્રકારો આવરી લેવાયા છે અને સાંપ્રદાયિક તત્ત્વ-પરામર્શની સાથે સાહિત્યકળાની ઉચ્ચતા જોવા મળે છે. એમણે પોતે નોંધ્યું
| |
| છે કે ગંગાકાંઠે 'એં' એ બીજાક્ષરના જાપથી સરસ્વતી એમના પર તુષ્ટમાન થયાં હતાં અને એમણે એમને તર્ક અને કાવ્યનું વરદાન આપ્યું હતું.
| |
| એમનું સાહિત્ય જાણે આ હકીકતની સાખ પૂરે છે. એમાં તર્ક એટલે વિચારશક્તિ - બૌદ્ધિકતા અને કાવ્ય એટલે સાહિત્યકળા - રસ-સૌન્દર્યનો
| |
| મેળ જોવા મળે છે. 'જંબૂસ્વામી રાસ'માં એમણે કહ્યું છે –
| |
| {{Poem2Close}}
| |
| {{Block center|<poem>તર્ક વિષમ પણ કવિનું વયણ સાહિત્યે સુકુમાર,
| |
| અરિગજગંજન પણ દયિત નારી મૃદુ ઉપચાર.</poem>}}
| |
| {{Poem2Open}}
| |
| (કવિનું વચન તર્ક ને કારણે વિષમ, પણ સાહિત્યગુણે કરીને સુકુમાર હોય છે, જેમ શત્રુરૂપી હાથીઓને પરાભવ પમાડનાર પ્રિયતમ
| |
| નારી પ્રત્યે મૃદુ વ્યવહારવાળો હોય છે.)
| |
| તે રીતે યશોવિજયજીનું સાહિત્યસર્જન પણ તર્ક વિષમ પણ કાવ્યરસમધુર છે. અહીં ગુજરાતી-હિંદી કૃતિઓને સંદર્ભે એમની
| |
| સાહિત્યકળાની કેટલીક લાક્ષણિકતાઓની સંક્ષિપ્ત નોંધ લેવાનો ઉપક્રમ છે.
| |
| {{Poem2Close}}
| |
| '''વિચારવૈદગ્ધ્ય'''
| |
| {{Poem2Open}}
| |
| તર્ક પાટવ, વિચારબળ, વિદગ્ધતા કે ચાતુર્ય યશોવિજયજીના સાહિત્યનું એક વિશિષ્ટ લક્ષણ છે, કદાચ બીજે ભાગ્યે જ જોવા મળે
| |
| એવું. 'સમુદ્રવહાણ સંવાદ'માં સામસામી દલીલોની કેવી પટાબાજી છે! સમુદ્ર મોટાઈનો મહિમા કરે છે તો સામે વહાણ મોટા કરતાં નાના પદાર્થો
| |
| કેવા ઉપયોગી થાય છે તે બતાવે છે. સમુદ્ર પોતાનું કુલગૌરવ આગળ કરે છે તો વહાણ કુલજન્મ કરતાં સારાંનરસાં કાર્યો જ વધુ મહત્ત્વનાં છે
| |
| એવું પ્રતિપાદિત કરે છે. આ જ રીતે ગુણગર્વની સામે ગુણનમ્રતા, ધનસંપત્તિ હોવાની સામે એ કામમાં આવે તેમાં સાર્થકતા વગેરે મુદ્દાઓ એક
| |
| પછી એક મુકાયે જાય છે. આ દલીલબાજીમાં અનેક પૌરાણિક-લૌકિક સંદર્ભો ખપમાં લેવાયા છે. દાખલા તરીકે, ચંદ્ર સાગરમાંથી જન્મ્યો છે એ
| |
| પૌરાણિક કથાનો લાભ લઈ સાગરને પોતાના પુત્રચંદ્રનો મહિમા ગાતો બતાવ્યો છે તો સામે વહાણને ચંદ્ર તો સાગરના પાપથી નાસીને
| |
| અંબરવાસી બન્યો છે એવો રોકડો જવાબ પરખાવતો દર્શાવ્યો છે. નાનાપણાનો મહિમા ગાતાં મોટો એરંડો ને નાની ચિત્રાવેલી, મોટંુ આકાશ અને
| |
| નાનો ચંદ્ર વગેરેનાં દૃષ્ટાંતો આપ્યાં છે. 'સમુદ્રવહાણ સંવાદ'માં આવા સંદર્ભો જાણે ધોધની પેઠે ઠલવાતા દેખાય છે અને યશોવિજયનું આપણને
| |
| પ્રભાવિત કરે એવું પુરાણપરંપરા ને લોકવ્યવ્યહારનું જ્ઞાન પ્રગટ થાય છે.
| |
| 'શ્રીપાલ રાસ'માં પતિ મૃગયાને ક્ષત્રિયધર્મ ગણાવે છે ત્યારે પત્ની એની સામે જે રજૂઆત કરે છે તે યશોવિજયજીની વિચારપટુતાનું
| |
| એક સુંદર ઉદાહરણ છે. પત્ની કહે છે કે : ૧. મોમાં તરણું રાખનાર શત્રુને પણ જીવતો મૂકવો એ ક્ષત્રિયાચાર છે, તો આ તો તરણાંનો જ આહાર
| |
| કરવાવાળા પશુઓ છે. ૨. નાસે એની સાથે ક્ષત્રિય લડાઈ ન કરે, અશસ્ત્ર સાથે પણ ન કરે તેવો ક્ષત્રિયાચાર છે, તો આ સસલાં તો અશસ્ત્ર છે
| |
| અને નાસે પણ છે. ક્ષત્રિયધર્મની સામે ક્ષત્રિયધર્મને જ મૂકીને મૃગયામાંથી વારવાનો કેવો યુક્તિપૂર્ણ ઉપાય અહીં અજમાવવામાં આવ્યો છે!
| |
| યશોવિજયજીની અલંકારરચનાઓમાં પણ એમનાં વિદગ્ધતા અને બુદ્ધિચાતુર્યનું પ્રવર્તન જોવા મળે છે, જેમકે ‘જંબૂસ્વામી રાસ'માં –
| |
| {{Poem2Close}}
| |