ભજનરસ/રમતા જોગી આયા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 88: Line 88:
{{right|તડપિ-તડપિ જિય ઈ.}}
{{right|તડપિ-તડપિ જિય ઈ.}}
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
આપણા જોગીએ તો કમાલ કરી. આ ગુંજતા, ગાજતા, રંગ-રૂપથી ઘેરી વળતા, ઊભરાતા નગરને જ ઊંધું વાળી દીધું. પટ્ટા સો દટ્ટણ ને માયા સો મિટ્ટી.' જોગીની આ વીરહાક. પણ જોગી એટલેથી અટકે તો જોગી નહીં. તેણે મારું-તારું, ઊંચું-નીચું, સારું-નરસું એવા ભેદ-વિભેદ અને ભાવ-અભાવથી ભરેલા નગરને ધરમૂળથી પલટી સાવ શૂન્ય કરી નાખ્યું. પછી આ શૂન્યને ભરી દીધું બ્રહ્મરસના પૂર્ણત્વથી. વસેલું ઉજ્જડ કર્યું શૂન્ય કર્યું. ઉજ્જડ વસાવ્યું — શૂન્યત્વને સર્વ-આત્મભાવથી ભરપૂર બનાવ્યું.
જોગીની આ કરામત. કાયાનો એ દાસ ન બને. કાયાગઢ ઢળી પડે ત્યારે પોતે ન ઢળી પડે, પણ તેમાં રહેલા અમરત્વને પોતાનું કરી જીતનો ડંકો વગાડે. ગોખની વાણી છે:
{{Poem2Close}}
{{Block center|<poem>'''કાયાગઢ લેવા, જુગે જુગી જીવા
આદિનાથ નાતી, મછિંદ્રનાથ પૂતા,
કાયાગઢ જીતિ લે ગોરખ અવધૂતા. ''' </poem>}}
{{Poem2Open}}
આવું અમૃત-જીવન મળે કઈ રીતે? મૃત્યુના રાજ્યમાં મનુષ્ય જીતનો ડંકો શી રીતે વગાડી શકે?
આ ભજનમાં જ આગળ માર્ગ બતાવી કહ્યું છે :
{{Poem2Close}}
{{center|ચાંદા-સૂરજ દોનું}}
{{Poem2Open}}
કાયામાં રહેલી વિષમ અને વિરોધી લાગતી ગતિ એકસૂત્રે પરોવાય તો આ કાર્ય સિદ્ધ થાય. શ્વાસ-ઉચ્છ્વાસનું સમત્વ, સંકલ્પ-વિકલ્પનું શમન એનો પાયો; તો જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણે અવસ્થામાં નિત્ય જાગ્રત તત્ત્વ સાથે એકતા એ તેનો સુવર્ણ કળશ. આપણે આપણી ચેતનાની ત્રણે અવસ્થામાં કેટલા મર્યાદિત, ખંડિત અને વિભિન્ન છીએ! ભમ્મર ગુશ—ભૂમધ્ય — જ્યાં મન બુદ્ધિ અહંકાર એકાકાર થઈને ચતુર્થ પદમાં લઈ જાય છે ત્યાં સદા જાગ્રત, સદા જીવંત તત્ત્વનો નિવાસ છે. ‘તુરીયાનો તા૨' મળે તો આ છિન્ન તારવાળો જીવનનો તંબૂર અખંડ ને અનહદ રાગે બજી ઊઠે.
{{Poem2Close}}
19,010

edits