ભજનરસ/અલખ નિશાની: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 40: Line 40:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''ઉનમુન રહેના ભેદ ન દેના'''}}
{{center|'''ઉનમુન રહેના ભેદ ન દેના'''}}
{{Poem2Open}}
આ નિશાની ઉનમુન, એટલે કે મનથી ૫ર અવસ્થામાં આવે છે. જ્યાં સુધી મનનો પ્રદેશ છે ત્યાં સુધી માયાનો પ્રદેશ છે, મનની જાગૃતિ તે જગતની ઉત્પત્તિ,’ એમ એક સંતે કહ્યું છે. એટલે મનથી પર ઊઠ્યા વિના આ સ્થિતિની પ્રાપ્તિ થતી નથી. પણ કહે છે ઉનમુન રહેના' અને ભેદ ન દેના'. એ અવસ્થા વિશે વાત ન કરવી અને પ્રગટ કરવાની ઉતાવળ ન કરવી, કારણ કે મન ઘણી રીતે છેતરી શકે છે. ઉનમુન અવસ્થામાં પોતે પહોંચી ગયા છે તેવી ભ્રમણા પણ થાય છે.
પછી પ્રાપ્તિની વાત કરતાં કહે છે :
{{Poem2Close}}
{{center|'''પીઓ પીઓનિર્મળ પાણી'''}}
{{Poem2Open}}
નિર્મળ આનંદનો અનુભવ થશે. અનાયાસે સમજ પડી જશે કે જે અલક્ષ્ય છે તેમાં પ્રવેશ થયો છે. નિર્મળ પાણી' કહ્યું છે તે શુદ્ધ આનંદ, સ્વતંત્ર આનંદ છે. બહારના કશા ભેળથી કે મેળથી મળેલો આનંદ નથી.
{{Poem2Close}}
{{center|'''ગુરુમુખ જ્ઞાન ગગન જઈ રહેના'''}}
{{Poem2Open}}
આ જ્ઞાન સદ્ગુરુ પાસેથી, અનુભવી પુરુષ પાસેથી મળે છે. અને એની એક નિશાની એ છે કે મનુષ્યનો અંતરાત્મા ગગનમાં રહે છે, એક નિર્લેપ, નિર્મળ અવસ્થામાં જઈ રહે છે. દરેક પરિસ્થિતિમાં માણસ પોતાની પરીક્ષા કરે તો સમજાય કે આ ‘ગગનમેં રહેના' એટલે શું? મનુષ્ય સામાન્ય રીતે ભૂતાકાશમાં અને ચિત્તાકાશમાં રહેતો હોય છે. ભૂતાકાશ જાગૃતિનો પ્રદેશ છે, ચિત્તાકાશ સપનાંનો પ્રદેશ છે. ગોરખનાથ જે ગગન કહે છે તે ચિદાકાશનો પ્રદેશ છે. મનુષ્યમાં અંતરતમ રહેલો ‘ચિદાનંદ' છે, તેમાં તેનો નિવાસ થાય છે. અને પછી શું થાય છે?
{{Poem2Close}}
{{center|'''શૂનમેં સુરતા મેરાણી'''}}
{{Poem2Open}}
મનુષ્યના અહંકારનો અહીં લોપ થાય છે.
પણ એટલું પૂરતું નથી. સુરતા શૂન્યમાં ઠરે છે, અહમ્-શૂન્યમાં ઠરીને ઠામ થાય છે, પણ ત્યાર પછી શૂન્યમાંથી પણ એક જ્ઞાનની ગંગા પ્રવાહિત થાય છે.
{{Poem2Close}}
19,010

edits

Navigation menu